સુરત શહેરમાં “JITO SURAT CHAPTER” દ્વારા વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ અર્થે સુરતમાં બિરાજીત તમામ પરમ પૂજ્ય ગુરૂ ભગવંતોની નિશ્રામાં તા.૦૯/૦૪/૨૦૨૫ ના રોજ સામુહિક વિશ્વ નવકાર મહામંત્ર દિવસ સમારોહ યોજાશે….

By on
In ગુજરાત ખબર
Spread the love

જીતો દ્વારા 9મી એપ્રિલે પડીત દિનદયાળ ઉપાધ્યાય, ઇન્ડોર સ્ટેડિયમ, અઠવાલાઇન્સ, સુરત ખાતે વિશ્વ નવકાર મંત્ર દિવસની ઉજવણીનું આયોજન…

એક સાથે વિશ્વના ૧૦૮ થી વધુ દેશોમાં કરાશે નવકાર મંત્રનો જાય

નવી દિલ્લી વિજ્ઞાન ભવન ખાતેથી પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્વયં ઉપસ્થિત રહેશે અને આખા વિશ્વમાં વર્ચ્યુઅલ દ્વારા સંબોધન કરશે.

જીતો સુરત દ્વારા આગામી 9મી એપ્રિલે નવકાર મંત્ર દિવસ તરીકે ભવ્ય રીતે ઉજવાશે. સુરતના પંડીત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે હજારો લોકો આ કાર્યક્રમમાં જોડાશે અને નવકાર મંત્રનો જાપ કરી વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરશે.

આવા નમસ્કાર મહામંત્રનો સામૂહિક જાપ કરવા દ્વારા જગતના સઘળા જીવોને સુખ, શાંતિ અને પ્રસન્નતાની પ્રાપ્તિ થાય એવા સંકલ્પ સાથે આ નવકાર મંત્ર સમૂહમાં ગણવાથી તેના વિચાર આંદોલનો તરંગો વિશ્વમાં ફેલાશે અને તેની પોઝિટિવ અસર જોવા મળશે એવી અમને સૌને શ્રદ્ધા છે.

વિશ્વ નવકાર મંત્ર દિવસ નિમિત્તે આયોજીત જાપમાં પુરુષોએ સફેદ વસ્ત્ર અને મહિલાઓને લાલ વસ્ત્ર પરિધાન કરવાના રહેશે.

વિશ્વ નવકાર મંત્ર દિવસ એટલે કે, ૯મી એપ્રિલના દિવસે સુરત મહાનગર પાલિકા સંચાલિત તમામ કતલખાના બંધ રાખવાનો ઠરાવ કરીને અનેક મૂંગા-અબોલ પશુઓને અભયદાન આપવાનો સરાહનીય નિર્ણય ભા.જ.પા.ના શાસકો દ્વારા લેવામાં આવ્યો તેની અનુમોદના કરીએ છીએ.

જીતો સુરત ચેપ્ટરના ચેરમેન અને આ પ્રોજેક્ટના કન્વીનર શ્રી નિરવ શાહ એ જણાવ્યું હતું કે, 9મી એપ્રિલનો દિવસ જીતો દ્વારા નવકાર મંત્ર દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે 9મી એપ્રિલના રોજ ભારત સહિત વિશ્વના ૧૦૮ દેશોમાં આ કાર્યક્રમમાં એક સાથે યોજાશે. સુરત ખાતે નવકાર મહામંત્ર જાપનો કાર્યક્રમ ઘોડદોડ રોડ સ્થિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે. જેમાં જૈન સમાજના લોકો સહિત અનેક ગણમાન્ય લોકો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની ખાસ વાત એ છે કે, ભારત સરકાર દ્વારા 9 એપ્રિલના દિવસને સત્તાવાર રીતે વિશ્વ નવકાર મંત્ર દિવસ તરીકે જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે. ત્યારે 9મી એપ્રિલના રોજ નવી દિલ્લી, વિજ્ઞાન ભવન ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્વયં જોડાશે અને તેઓ પણ નવકાર મહામંત્રનો જાપ કરશે અને સંપૂર્ણ વિશ્વને વર્ચુયલી તેઓ સંબોધિત કરશે.

સિદ્ધ ભગવતોને અર્થાત જેમને પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું છે અને આ સંસારના 84 લાખ યોનીના જીવન-મરણના ચક્રમાંથી જેઓ હંમેશા માટે મુક્ત થઈ ગયા છે તેવા સિદ્ધ પરમાત્માઓને નમસ્કાર કરવામાં આવ્યો છે.

આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ કે જેઓ સિદ્ધ બનવા માટે સાધના કરી રહ્યા છે, આરાધના કરી રહ્યા છે અને મોક્ષ માર્ગ તરફ આગળ વધી રહ્યા છે તેવા આચાર્ય ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર કરવામાં આવ્યો છે.

સાધકના મંત્રજાપ કરનારના રાગ-દ્વેષ શાંત થાય છે. તૃષ્ણાઓ નાશ પામે છે. સંતોષ, અહિંસા, કરુણા, વાત્સલ્ય જેવા ગુણો તેના હૈયામાં પ્રગટ થાય છે. જીવનના સાચા સુખનો તે અનુભવ કરે છે અને એના સઘળા અમંગલ, પાપો અને આવનારા દુઃખો એ બધું દૂર થાય છે.