ચોમાસા દરમિયાન પાણી ભરવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતાં બીમારીઓ ફેલાવાનો ડર રહે છે ત્યારે સનિયા કનદે અને કરાડવા ગ્રુપ ગ્રામ પંચાયતનાં સરપંચ જસપાલ સિંહ સોલંકીનાં સહયોગ થી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંઝ નાં મેડિકલ ઑફિસર શ્રી Dr નૃપાંગ કિકાગણેશનાં માર્ગદર્શન હેટળ આજ રોજ સનિયા કનદે અંને કરાડવા ગામ ના વિવિધ સોસાયટીમાં કીટનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં સુપરવાઈઝર સુધાકર ભાઈ પાઠક, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ચેતન ભાઈ ઠાકુર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ચંદ્રકાંત ભાઈ પટેલ, ભગવાનભાઈ કામળીયા, ભદ્રેશ ભાઈ ગોહિલ, તથા MTS શ્રી અભિષેક ભાઈ તથા આશા બહેનો દ્વારા સઘન રીતે મચ્છરનાં પોરા નાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિવિધ સોસાયટીઓમાં સવાર થી લઇ રાત્રે ૧૦ વાગ્યા સુધી ઘરે ઘરે જઈ મચ્છર નાશક ધુમાડા કરવાની કામગીરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી લોકોએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.