તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યુનિવર્સિટી ફેર 2025નું ભવ્ય આયોજન

Spread the love

સુરત ખાતે 6 ડિસેમ્બર 2025 ના રોજ તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં યુનિવર્સિટી ફેર 2025નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેર સુરતના તમામ વિદ્યાર્થીઓ માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો, જેમાં ત્રીસ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો. તેમાં Ashoka University, NMIMS University, FLAME University, Plaksha University અને Shiv Nadar University ખાસ આકર્ષણ રહ્યા હતા.

આ શૈક્ષણિક ફેરમાં શાળા વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ તથા તેમના માતા-પિતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ફેર દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારતની અગ્રણી યુનિવર્સિટીઓને નજીકથી ઓળખવાનો અને તેમની પાસેથી સીધી માહિતી મેળવવાનો મહત્વપૂર્ણ અવસર મળ્યો. વિદ્યાર્થીઓને વિવિધ અભ્યાસક્રમો, પ્રવેશ પ્રક્રિયા, સ્કોલરશીપ, વિદેશી અભ્યાસની તકો અને કારકિર્દી વિકલ્પોની સીધી માહિતી યુનિવર્સિટી પ્રતિનિધિઓ પાસેથી મળી હતી.

આ યુનિવર્સિટી ફેરનું આયોજન તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલના કરિયર કાઉન્સેલિંગ સેલ હેઠળ કરવામાં આવ્યું હતું, જે સતત વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દી માટે માર્ગદર્શન આપે છે. વિદ્યાર્થીઓ માટે આ ફેર ભવિષ્યને લઈને યોગ્ય નિર્ણય લેવા માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થયો.

અનુભવી કરિયર કાઉન્સેલર્સની સમર્પિત ટીમ અને નિયમિત માર્ગદર્શન સત્રો સાથે તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે. આવા આયોજનોથી શાળા પોતાની ગુણવત્તાપૂર્ણ શિક્ષણ અને શ્રેષ્ઠ કરિયર માર્ગદર્શન પ્રત્યેની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરે છે અને સુરતની અગ્રણી શાળાઓમાં પોતાની મજબૂત ઓળખ બનાવે છે.