Tag: suratsmartcity

Aam Aadmi Party opposes medical college fee hike and demands withdrawal of fee hike: Leader of Opposition Payal Sakaria
મેડિકલ કોલેજની ફી માં સરકારે કરેલા અસહ્ય ફી વધારાના વિરોધમાં પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાની આગેવાનીમાં સુરત – આમ આદમી પાર્ટીએ પદયાત્રા કરી વિરુદ્ધ પ્રદર્શન કર્યું.

 

આમ આદમી પાર્ટી મેડિકલ કોલેજની ફી વધારાનો વિરોધ કરે છે અને ફી વધારાને પરત લેવાની માંગણી કરે છે: વિપક્ષ નેતા પાયલ સાકરીયા

BJP: ભાજપ સરકારના રાજમાં આજે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. કમરતોડ મોંઘવારીના સમયમાં લોકોને મોંઘી ફી માંથી રાહત જોઈતી હતી ત્યારે સરકારે એફઆરસી કમિટી બનાવી. ગુજરાતી જનતાને ઉમ્મીદ હતી કે એફઆઇસી કમિટી બન્યા બાદ ફિ ના વધારા પર કંટ્રોલ લાવવામાં આવશે પરંતુ એવું થયું નહીં. સરકારે હાલ મેડિકલ કોલેજની ફિ માં અસહ્ય વધારો કર્યો છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું લગભગ ખતમ થઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આમ આદમી પાર્ટી આ ફી વધારાનો વિરોધ કરે છે. આ ફી વધારાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આજે સુરતમાં કરંજ વિસ્તારમાં પદયાત્રા કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર મોંઘી ફી ના નામે વાલીઓને લૂંટી રહી છે. હકીકતમાં ભાજપની શિક્ષા વિરોધી માનસિકતાના કારણે આજે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે ડોક્ટર બનવું લગભગ અશક્ય બની ગયું છે. આજે ભાજપની શિક્ષણ વિરોધી માનસિકતા સમગ્ર ગુજરાતની જનતા સામે છતી થઈ ગઈ છે. અને આમ આદમી પાર્ટી આ કપરી પરિસ્થિતિમાં ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ઊભી છે.

વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, આજે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ સરકારની નીતિનો વિરોધ કર્યો અને ફી વધારાને પાછો ખેંચવા માટે સરકાર સમક્ષ માગણી કરી. અમને આશા છે કે સરકાર ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં રાખીને સરકાર આ અસહ્ય ફી વધારો પાછો ખેંચશે.

આ પદયાત્રામાં આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટરો મહેશભાઈ અણઘણ, દંડક રચનાબેન હીરપરા, પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરી, વિપુલભાઈ સુહાગીયા, શોભનાબેન કેવડિયા, સેજલબેન માલવિયા, મનીષાબેન કુકડીયા, કામરેજ તા.પં. વિપક્ષ નેતા જે.ડી.કથીરિયા, શહેરનાં તમામ પદાધિકારીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Chandanbhai, who studied up to class 10 of Velavi village in Umarpada taluk of Surat, became a leg up with the state government's low interest rate loan assistance scheme: obtained a loan of Rs. 5 lakh and bought an eco car.
સુરતના ઉમરપાડા તાલુકાના વેલાવી ગામના ધો.૧૦ સુધી ભણેલા ચંદનભાઈ રાજ્ય સરકારની ઓછા વ્યાજ દરની લોન સહાય યોજનાથી બન્યા પગભર: રૂ.૫ લાખની લોન મેળવી ખરીદી ઈકો ગાડી

 

Surat Umarpada Taluka: યુવાધન આગળ વધી સમજ અને દેશમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરી પોતે આત્મનિર્ભર બની શકે એના માટે રાજ્ય સરકારની અનેક યોજનાઓ અમલી છે. ખાસ કરીને પછાત વર્ગના લોકો આત્મસન્માન દ્વારા જીવી શકે એ માટે તેઓને જિંદગીની નવી ઉડાન શરૂ કરવા ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે.
આદિજાતિ બંધુઓને પ્રોત્સાહન આપતી આ યોજનાનો લાભ લઈ સુરતના ઉમરપાડા તાલુકાના વેલાવી ગામના યુવા ચંદનભાઈ વસાવાએ રૂ.૫ લાખની કિંમતની ઈકો ગાડીની ખરીદી લોન સહાય યોજના થકી કરી પગભર બન્યા છે. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ૪ ટકા વ્યાજ દરની લોન સહાય યોજના દ્વારા તેઓ પોતાના ગાડીના વ્યવસાયને આગળ વધારી પરિવારનું ભરણ-પોષણ કરવા સક્ષમ બન્યા છે. આ વિષે વિસ્તારથી જણાવતા તેમણે કહ્યું કે, મારી માતા સહિત અમે પરિવારમાં ૪ સભ્યો છીએ. હું અભ્યાસમાં નબળો હોવાથી માત્ર ધોરણ ૯ પાસ કરી શક્યો હતો. ધોરણ ૧૦માં અનુત્તીર્ણ થયા બાદ રોજગારી માટે ખેતીકામ અને મજૂરી કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. ત્યારે મારા ભાઈએ મને સરકારની ઓછા વ્યાજે મળતી લોન સહાય યોજના વિષે જાણકારી આપી હતી. જેથી તેનો લાભ લેવા મેં ઇકો ગાડી ખરીદી માટેની અરજી કરી હતી. માત્ર ૪ ટકાના વ્યાજ દરે મને લોન મળી અને મારા વાહનનું સપનું પૂર્ણ થયું.
વધુમાં તેમણે જણાવ્યું કે, પહેલા ખેતીકામ કરતો ત્યારે આવક ઓછી મળતી હતી અને પરિવારની જરૂરિયાતો પણ પૂરી ન થતી હતી. આ લોન મળવાથી ગાડી લીધા બાદ હાલ રાષ્ટ્રીય બાળ સ્વસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઉમરપાડામાં હું કોન્ટ્રાક્ટ પર ગાડી ચલાવી સારી એવી આવક મેળવું છું, અને મારા પરિવારનું સરળતાથી ભરણ-પોષણ કરી શકું છું એમ જણાવી તેમણે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ચંદનભાઈ વસાવાની ધો.૧૦માં અનુત્તીર્ણ થયા છતાં કંઈક કરી છુટવાની અને પોતાના વ્યવસાય દ્વારા પરિવારની જવાબદારીઓ સારી રીતે પરિપૂર્ણ કરવાની નેમ રાજ્ય સરકારના સહયોગ થકી પુર્ણ થઇ છે. વેલાવી ગામના યુવા ચંદનભાઈ અનેક યુવાઓ માટે પ્રેરણારૂપ છે.

A general assembly meeting of the Taluka Panchayat was held at Mandvi Taluka Panchayat under the chairmanship of Minister of State for Tribals Kunvarjibhai Halapati.
આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિની અધ્યક્ષતામાં માંડવી તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ

 

Mandvi Taluka: આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ (Minister Shri Kunwarjibhai) હળપતિની અધ્યક્ષતામાં માંડવી Mandvi તાલુકા પંચાયત ખાતે તા.પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી. જેમાં કરોબારી સમિતિની કાર્યવાહીની નોંધ, કરોબારી સભામાં લીધેલા નિર્ણય ઉપર લેવામાં આવેલા પગલાના અમલીકરણ, ડિસેમ્બર-૨૦૨૩થી મે-૨૦૨૪ સુધીનાં હિસાબો, મંજુર થયેલા કામો સને-૨૦૨૪-૨૦૨૫માં કરવા બાબત, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને મેરી માટી મેરા દેશ અભિયાનના ખર્ચ, પશુ મૃત્યુ/ઝુપડા સહાય બિલ સ્વભંડોળમાંથી ખર્ચ કરવા સહિતની કામગીરી સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં રોડ-રસ્તા, બાંધકામ, પીવાનું પાણી, ગટર લાઈન, સી.સી રોડ, ડામર રોડ, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઈટ, તાલુકા પંચાયતમાં સોલાર પ્લાન્ટ જેવા માળખાગત વિકાસના કાર્યોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મંત્રીશ્રીએ વિવિધ અધિકારી, કર્મચારીઓને પ્રગતિ હેઠળના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ તાલુકામાં બાકી રહેતી વિકાસકીય કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે તમામ કામો ગુણવત્તાસભર થાય તેની ચકાસણી અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.
બેઠકમાં તા.પંચાયતના પ્રમુખશ્રી દિલિપભાઇ ચૌધરી, ઉપપ્રમુખશ્રી ગીતાબેન પટેલ, તા.વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર સોલંકી, તા.આરોગ્ય અધિકારી, તા.પંચાયતના સભ્યો સહિત વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Duplicate oil racket busted in Surat's Limbayat
સુરત ના લિંબાયત માં ડુપ્લીકેટ તેલ નો રેકેટનો પર્દાફાશ

 

1200 રૂપિયા ના ડબ્બા પર બ્રાન્ડેડનાં સ્ટિકર ચોંટાડી 1800માં ભેળસેળિયું તેલ વેચાતું

લિંબાયતની બે દુકાનો પર કંપનીના સ્ટાફે ગ્રાહક બની રેકેટ પકડ્યું

માર્કેટમાંથી હલકી કક્ષાનો 1200 રૂપિયાનો તેલનો ડબ્બો લાવીને બે દુકાનદારો તેના પર બ્રાન્ડેડ તેલની કંપનીના સ્ટિકર અને બુચ લગાડી 1850 રૂપિયામાં વેચી દેતા હતા.

આ બાબતે તેલની કંપનીના સ્ટાફને ખબર પડતાં સ્ટાફે પોલીસની સાથે લિંબાયત ત્રિકમનગર ખાતે શ્રી દેવનારાયણ કિરાણા સ્ટોર અને શ્રી હરિઓમ સુપર સ્ટોરમાં ડમી ગ્રાહક બનીને તેલની ખરીદી કરવા ગયા હતા,

જેમાં બંને વેપારીઓનો નકલી તેલનો ભાંડો ફૂટી ગયો હતો.

લિંબાયત પોલીસને બંને દુકાનમાંથી તિરુપતિ કપાસિયા તેલના 3 ડબ્બા મળી આવ્યા હતા.

પોલીસે નકલી તેલના 3 ડબ્બા, સ્ટિકર અને બુચ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે.

ઉપરાંત શ્રીદેવનારાયણ કિરાણા સ્ટોરના માલિક લાલારામ કાનુજી તૈલી અને શ્રી હરિઓમ સુપર સ્ટોરના માલિક મદનલાલ ભેરૂલાલ પ્રજાપતિ સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

થોડા મહિના પહેલાં પણ શહેરમાં ખાસ કરીને શ્રમિક વિસ્તારોમાં આવેલી કેટલીક દુકાનોમાંથી ડુપ્લીકેટ તેલના ડબ્બા પકડાયા હતા.

Aam Aadmi Party Dediapada MLA Chaitar Vasava made a big revelation about foreign liquor being sold openly in Bharuch.
આમ આદમી પાર્ટી દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચમાં ખુલ્લેઆમ વેચતા વિદેશી દારૂ અંગે મોટો ખુલાસો કર્યો.

 

ભરૂચમાં ખુલ્લેઆમ વેચાતા દેશી Deshi અને વિદેશી Videsi દારૂ પર ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાનો સ્ફોટક ખુલાસો.

ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચાય છે: ચૈતર વસાવા

એલસીબી, એસઓજી અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લે છે, તેના 35 વિડિયો અમારી પાસે છે: ચૈતર સાવા

આ હપ્તામાંથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભાજપના કમલમ સુધી એક હિસ્સો જતો હશે તેવું મને લાગી રહ્યું છે, તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય: ચૈતર વસાવા

જો આ દારૂના ઠેકાઓ અને જે પોલીસ અધિકારી આમાં જોડાયેલા છે, તેમના પર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો સાત દિવસ બાદ અમે દારૂના ઠેકાઓ પર જનતા રેડ કરીશું: ચૈતર વસાવા

અમદાવાદ/ભરૂચ/અંકલેશ્વર/ગુજરાત

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ વિદેશી અને દેશી દારૂ મુદ્દે એક મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, ભરૂચ શહેરના કેટલાક યુવાનોએ અમારી સમક્ષ આવીને ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને દેશી દારૂને કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચાય છે. ચોંકાવનારી બાબત એ છે કે આ દારૂ વેચવામાં પોલીસ જ આ લોકોની મદદ કરે છે. સાથે સાથે પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે તેના 35 જેટલા વિડિયો આ યુવાનોએ મને આપ્યા છે. આમાં એલસીબી, એસ ઓ જી અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લે છે, તેવા વિડિયો ફૂટેજ છે.

અમે સરકારને કહેવા માંગીએ છીએ કે દારૂબંધીના નામે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરે છે અને ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાંકા ફોજદારી કરવામાં આવે છે. આ પોલીસની રહેમ નજર હેઠળ જે દારૂના હપ્તા ઉઘરાવવામાં આવે છે તેમાંથી એક હિસ્સો ઉચ્ચ પોલીસ અધિકારીઓને તો જતો જ હશે, પરંતુ એક મોટો હિસ્સો ભાજપના કમલમ સુધી જતો હશે તેવું મને લાગી રહ્યું છે, તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ આ રીતે ખુલ્લેઆમ વેચાય. સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ કે જો આ દારૂના ઠેકાઓ અને જે પોલીસ અધિકારીમાં જોડાયેલા છે તેમના પર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો સાત દિવસ બાદ અમે રસ્તા પર ઉતરીશું, દારૂના ઠેકાઓ પર જનતા રેડ કરીશું અને આવનારા દિવસોમાં ખૂબ મોટું આંદોલન કરીશું.

આમ આદમી પાર્ટી ગુજરાત

Rajakt TRP GAME ZONE Parakarama news told:
રાજકોટ TRP GAME ZONE પ્રકરણમા નવો અધ્યાય:

 

કન્ઝ્યુમર કાયદા હેઠળ રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) સમક્ષ દાખલ કરવામા આવેલ ફરિયાદની વિગત જોતા, સમગ્ર ગુજરાત અને દેશમા ચર્ચાસ્પદ બનેલ TRP GAME ZONE દુર્ઘટનામા મૃત્યુ પામેલ 27 મૃતકો પૈકી દર્શન એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી અને જાણીતા વેપારી અગ્રણી રસિકભાઈ વેકરીયાના લાડકવાયા નિરવના મૃત્યુ બદલ રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી, તેના ભાગીદારો, મિલકતના માલિકો વિરુદ્ધ રસિકભાઈ દ્વારા કન્ઝ્યુમર કાયદાના નિષ્ણાંત એડવોકેટ ગજેન્દ્ર જાની મારફત રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) સમક્ષ ફરિયાદ દાખલ કરવામા આવી છે. આયોગ દ્વારા તમામ પક્ષકારોને નોટીસ ફટકારવામા આવી છે. આ કામના કરિયાદીએ પોતાના પૂત્ર નિરવ કે જે દર્શન એન્જિનિયરિંગ કોલેજ ખાતે એન્જિનિયરિંગ ના બીજા વર્ષમા અભ્યાસ કરતો હતો તેની ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી ધ્યાને લઈ રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી તથા તેના ભાગીદારો, મિલ્કત ના માલિકો પાસેથી 20 લાખના વળતરની માંગણી કરી છે.

ફરિયાદીએ કરેલ ફરિયાદના વર્ણનમા નોંધવામા આવ્યુ છે કે રેસ-વે એન્ટરપ્રાઇઝ એક ભાગીદારી પેઢી છે. આ પેઢી દ્વારા TRP GAME ZONE ના નામથી ગેમ્સ, એમ્યુઝમેન્ટ, સ્પોર્ટસ અને રેસીંગ જેવી અનેકવિધ એક્ટિવિટી થઈ શકે તેવી પોતાની પ્રોડક્ટ વિવિધ પ્રકારે જાહેરાતના માધ્યમથી ઓફર કરેલ હતી. આવી ઓફરના પ્રલોભનથી મૃતક નિરવભાઈ કે જે પેઢીના ગ્રાહકની વ્યાખ્યામા આવે છે તેઓ તથા અન્ય ગ્રાહકો આકર્ષાયા હતા અને પેઢીએ નિયત કરેલ રકમ ચૂકવી પેઢીની પ્રોડક્ટ એટલેકે TRP GAME ZONE ની ટ્રેમ્પોલીન, આર્ટિફિશિયલ વોલ ક્લાઈમબીંગ, રેસીંગ, બોલીંગ, જમ્પીંગ વગેરે રમતગમત, એમ્યુઝમેન્ટ માણવા પ્રવેશ લેવામા આવેલ હતો.

તારીખ 25/5/24 ના રોજ ગેમઝોન ખાતે અચાનક આગ ફાટી નીકળતા ગેમઝોનમા રમતગમત એમ્યુઝમેન્ટનો લાભ લઈ રહેલ નિરવભાઈ તથા અન્ય ગ્રાહકો ગેમઝોનમાથી બહાર નીકળી શક્યા ન હતા અને અગ્નિજ્વાળા ની લપેટમા આવી અકાળે મૃત્યુ પામ્યા હતા.

ફરિયાદમા સ્પષ્ટ આક્ષેપ કરવામા આવેલ છે કે પેઢી દ્વારા પોતાના ગ્રાહકો માટે સુરક્ષા વિષયક બાબતો અન્વયે બેદરકારી દાખવવામા આવેલ, અગ્નિશામક સાધનો ઉપલબ્ધ રાખવામા આવેલ નહી, ગ્રાહકો માટે કોઈપણ પ્રકારની વિમા સુરક્ષા પણ લેવામા આવેલ નહી જેને પરિણામે પેઢીના ગ્રાહક એવા નિરવ વેકરીયાનુ પેઢીના સ્થળે પેઢીની ખામીયુક્ત સેવા તથા બેદરકારીને કારણે મૃત્યુ થયેલ છે. સબબ પેઢીના ભાગીદારો, પેઢી જે સ્થળે ચાલતી હતી તે સ્થળના માલીકો મૃતક નિરવ વેકરીયાના પરિવારને 20 લાખ રૂપિયા વળતર ચૂકવે તેવી દાદ આ ફરિયાદ તળે માંગવામા આવી છે.

કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સ્ટેચ્યુટરી પ્રોવિઝન મુજબ
પ્રોડક્ટ લાયેબિલિટી અને પ્રોડક્ટ લાયેબિલિટી એક્શન હેઠળ કોમ્પનસેશન અને પ્યુનિટીવ ડેમેજીસની દાદ મંજૂર કરવા આ ફરિયાદમા રજૂઆત કરાઈ છે.

આ તકે ખાસ નોંધનીય બાબત એ છે કે આ ફરિયાદના કાર્યને પોતાનુ સામાજિક ઉત્તરદાયિત્વ ગણી એડવોકેટ ગજેન્દ્ર જાની દ્વારા કોઈ ફી લેવામા આવશે નહી તેવુ જાહેર કરવામા આવેલ છે.

અત્રે એ પણ નોંધનીય બાબત બની રહેશે કે અગાઉ કન્ઝ્યુમર બાર તથા રાજકોટ બાર દ્વારા આરોપીઓ તરફે વકીલ તરીકે ન રોકાવા અનુરોધ કરવામા આવ્યો છે તેનુ પાલન થશે કે નહી.

આ ફરિયાદને લગતુ તમામ સાધનિક રેકર્ડ કે જે રાજકોટ કલેકટર કચેરી, પોલીસ કમિશનર કચેરી અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક હોય તે તમામ દસ્તાવેજી પુરાવાઓ આયોગ સમક્ષ રેકર્ડ ઉપર લઈ આવી શકાય તે હેતુથી રાજકોટના કલેકટર, પોલીસ કમિશનર તથા મ્યુનિસિપલ કમિશનરને પક્ષકાર તરીકે જોડવામા આવ્યા છે. આ તમામ સક્ષમ સત્તાધિકારી તથા તેમની કચેરી દ્વારા કોઈની શેહ શરમમા આવ્યા વગર પૂર્ણ પ્રમાણિક અને પારદર્શક અભિગમ અપનાવી રેકર્ડ રજૂ કરવામા આવે છે કે કેમ તેના ઉપર રાજકોટ વાસીઓની મીટ મંડાઈ છે.

એડવોકેટ શ્રી ગજેન્દ્ર જાની દ્વારા જાહેર કરવામા આવેલ છે કે TRP GAME ZONE દુર્ઘટનામા મૃત્યુ પામેલ મૃતકો પૈકી ગ્રાહકની વ્યાખ્યામા આવતા કોઈપણ મૃતકના પરિવારજનો સંપર્ક કરશે, ગ્રાહક સુરક્ષા અંતર્ગત ફરિયાદ કરવા ઈચ્છશે તો તેઓ પાસેથી પણ કોઈ ફી લેવામા આવશે નહી. આ કાર્ય બદલ અને સામાજિક ઉત્તરદાયિત્વ ના ભાગરૂપે આ પ્રકારની નિષ્ણાંત સેવા પુરી પાડવા બદલ રાજકોટ ગોરવ અનુભવે છે.

The face of Saurashtra is that of the people who are not punctual
સુરતના ફેમિન ગજેરાએ સુરત સહીત ગુજરાતનું નામ રોશન કર્યું

 

UPSC દ્વારા લેવાતી સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની (Police Force) પરિક્ષામાં ભારતમાં ચોથો રેન્ક ગુજરાતમાં પ્રથમ રેન્ક મેળવ્યો

તક્ષશિલા અગ્નિકાંડમાં બહેનને ગુમાવ્યા બાદ 5 વર્ષ બાદ સફળતા મેળવી

પહેલા પ્રયાસમાં નિષ્ફળતા મળી હતી.

ત્યારબાદ ફરી પ્રયાસ કરતા સફળતાના શીખરો સર કરી બતાવ્યા

અમરેલી જિલ્લાના ધારંગડી ગામમાં મધ્યમ પરિવારમાં ફેમિનનો 1999માં જન્મ થયો હતો.

પિતા સુરતમાં રોજગાર અર્થે હોવાથી માતા અને એક બહેન સુરત આવી ગયા હતા.

હાલ સુરતમાં સરદાર માર્કેટ પાસે આવેલા સરદાર પેલેસમાં રહે છે.

ફેમીને અભ્યાસ સુરતની રામકૃષ્ણ વિદ્યાભવન અને આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો

ફેમિને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો હતો.

2016માં ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ પેટ્રોલિયમ એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો.

ત્યારબાદ 2019માં બહેન ગ્રીષ્મા ગજેરાનું તક્ષશિલા અગ્નિકાંડમાં ગુમાવી હતી.

ફેમિને પોતાના સંઘર્ષ અંગે જણાવ્યું હતું કે, 2016માં ધોરણ 12ના અભ્યાસ બાદ રેન્ક સારો હોવાથી

પંડિત દિનદયાલ પટ્રોલિયમ યુનિવર્સિટીમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાંથી બીટેક કરેલું

2019થી આ અંગેના પ્રિપરેશનની ઈચ્છા હતી.

કોરોના મહામારી સમયે 6 મહિના માટે જુનાગઢ નોકરી કરી હતી.

ત્યારબાદ તમામ ધ્યાન સિવિલ સર્વિસિસ માટે તૈયારીઓ ચાલું કરી હતી.

The performance of fire marshal Vicky Patel who risked his life in the Paligam disaster was highly commendable: President Ed. Sahin Malek
પાલીગામ મકાન દુર્ઘટનામાં પોતાના જીવના જોખમે બચાવ કામગીરી કરનાર ફાયર માર્શલ વિકી પટેલ નું ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું:

 

Surat Sachin News: સચિન ખાતે આવેલ પાલીગામમાં એક 5 માળની ઇમારત ધરાશયી થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે સુરત ફાયર Fire બ્રિગેડ પણ તાત્કાલિક ઘટના સ્થળે ધસી જઈને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. બનાવ એટલો ગંભીર હતો કે ધારાશયી ઇમારતના કાટમાળમાં અસંખ્ય લોકો ડટાયેલા હતાં.

આ વિકટ પરિસ્થિતિમાં પણ પોતાના જીવના જોખમે કાટમાળની અંદર ઘુસીને ઈજાગ્રસ્ત તેમજ મૃતકોને બહાદુરીપૂર્વક બહાર કાઢનાર ઉધના ફાયર સ્ટેશનના બહાદુર જવાન ફાયર Fire માર્શલ વિકી જગદીસભાઈ પટેલનું ગતરોજ ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક અને પ્રમુખ એડ. સાહિન મલેકે આ બાબતે જણાવ્યું હતું કે અમારી સંસ્થા સમાજસેવા નું કાર્ય કરે છે. સચિન ખાતે પાલીગામમાં ઘટેલી દુર્ઘટનામાં પોતાના જીવના જોખમે બચાવ કાર્ય કરનાર ફાયર Fire માર્શલ વિકી પટેલની કામગીરી અત્યંત સારાહનીય હતી, જે બદલ સંસ્થાઓ તરફથી તેમની વીરતા બદલ ટ્રોફી અને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે પુણા ફાયર Fire ઓફિસર શ્રી બી. કે. સોલંકીએ ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માનતા જણાવ્યું હતું કે, ટ્રસ્ટ ખૂબ સારાહનીય કામ કરી રહ્યું છે. ફાયર જવાનોની વીરતા અને બહાદુરીને બિરદાવવા બદલ હું ટ્રસ્ટનો આભાર માનું છું.

જવાનની વીરતા બિરદાવવા માટે ટ્રસ્ટ તરફથી સંસ્થાપક અને પ્રમુખ એડ.સાહિન મલેક, ટ્રેઝરર સાજીદ પાનવાલા, સેક્રેટરી અલ્તાફ હુસેન શેખ અને સભ્ય અસગરભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.