Tag: સુરત
સુરતમાં નવ દિવસીય નેશનલ સિલ્ક એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે
– નેશનલ સિલ્ક એક્સ્પોમાં વિવિધ ડિઝાઇનવાળી સારી ગુણવત્તાની સાડીઓ, સૂટ અને કપડાં ઉપલબ્ધ થશે.
– રાખી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર 40 ટકા સુધી
હવે ગ્રાહકોને વિવિધ દુકાનોમાં ખરીદીની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
સુરત : મહારાજા અગ્રસેન ભવન, સિટીલાઇટ, સુરત ખાતે નવ દિવસીય નેશનલ સિલ્ક એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. 27મી જુલાઈથી શરૂ થઈ રહેલા નેશનલ સિલ્ક એક્સ્પોમાં મહિલાઓ માટે સિલ્ક, કોટન સાડી, ડિઝાઈનર એથનિક ડ્રેસ, ડ્રેસ મટિરિયલ, હોમ લિનન સહિતની વિવિધ વેરાયટી એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. 27 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી ચાલનાર આ નેશનલ સિલ્ક એક્સ્પો સવારે 11 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. તેની વિશેષતા એ છે કે તમને સમગ્ર ભારતમાંથી 150 થી વધુ માસ્ટર વીવર્સ અને શ્રેષ્ઠ ડિઝાઇનર્સનું કામ જોવા મળશે.
લગ્ન અને રક્ષાબંધન સિઝન માટે ઉપલબ્ધ નવી ડિઝાઇન સાથેની ખાસ સાડીઓ અને સૂટ્સની નવીનતમ વિવિધતા. આ સાથે 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. વિવિધ પ્રકારની ડિઝાઇન સાથે સારી ગુણવત્તાવાળી સાડીઓ, સૂટ અને ડ્રેસિસ છે. ઘણા રાજ્યોના વણકરો દ્વારા તૈયાર કરાયેલા કપડાના કાઉન્ટર એક જગ્યાએ ઉભા કરવામાં આવશે. જેથી કરીને તમે અલગ-અલગ દુકાનોમાં ખરીદીની ઝંઝટમાંથી મુક્ત થશો. “વિવિધ ડિઝાઇનના અલગ-અલગ દર હોય છે, જે લોકો ખરીદી કરી રહ્યા છે તેઓ તેમના બજેટ મુજબ ખરીદી કરી શકશે. ગ્રાહકોને પેમેન્ટ કરવા માટે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ સહિતના ઘણા વિકલ્પો ઉપલબ્ધ હશે.
બિહાર, આસામ, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, આંધ્રપ્રદેશની લોકપ્રિય જાતો અને સાડીઓ અને ડ્રેસ મટિરિયલ રાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ થશે. સિલ્ક એક્સ્પો. જેમાં વિવિધ પ્રકારની ડિઝાઇન, પેટર્ન, કલર કોમ્બિનેશન છે. જેમાં ગુજરાતની ડબલ ઈકટ હેન્ડમેડ પટોળા સાડી 15 હજારથી લઈને 2 લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે, જે આઠ મહિનામાં તૈયાર થઈ જાય છે. તે બે વાર વણાય છે. તમિલનાડુની શુદ્ધ ઝરી વર્ક કાંજીવરમ સાડી પણ મહિલાઓને આકર્ષિત કરશે.
બનારસના વણકરો તેમની સાડીઓને નવા યુગ પ્રમાણે લોકપ્રિય બનાવવા માટે અનેક પ્રયોગો કરતા રહે છે. ક્યારેક તેઓ બનારસી સાડીઓ પર છપાયેલી બેગ મેળવે છે અને હવે તેઓ બનારસી સિલ્ક સાડીઓ પર મહારાષ્ટ્રની પૈઠાની સાડીઓના મોટિફ વણાવે છે. બાય ધ વે, પરંપરાગત બનારસી ઝરી અને કઢવા બુટીની સાડીઓથી માંડીને તાંચોઈ સિલ્ક સુધી, આ સેલમાં રૂ. 1,000 થી રૂ. 5,000 સુધીની અનેક વેરાયટી ઉપલબ્ધ છે.
ભાગલપુર, બિહારના ઘણા વણકરો, રેશમ વણાટ માટે પ્રખ્યાત, લગ્નની મોસમ જેવા ખાસ પ્રસંગોએ પહેરવામાં આવતા કુર્તા અને પાયજામા માટે ખાસ હાથથી બનાવેલા ભાગલપુર સિલ્ક અને મોદી જેકેટ ફેબ્રિક પણ પ્રદાન કરે છે. તમિલનાડુની શુદ્ધ ઝરી વર્કમાંથી બનેલી કાંજીવરમ સાડી પણ મહિલાઓને પસંદ આવી રહી છે. કારીગરો 30 થી 40 દિવસમાં સોના અને ચાંદીના તારથી બનેલી આ સાડી તૈયાર કરે છે, જેની કિંમત 5 હજારથી 2 લાખ રૂપિયા સુધીની હોય છે.
બનારસી અને જમદાની સિલ્ક, કાંચીપુરમ, બિહાર તુસાર, ભાગલપુર સિલ્ક, ગુજરાત બંધિની અને પટોળા, પશ્ચિમ બંગાળનું બાયલુ, કાંથા, હેન્ડ પેઈન્ટેડ સાડીઓ, ઢાકાઈ જમદાની, પૈઠાની, એમપી ચંદેરી, મહેશ્વરી, એરી સાડીઓ, શિબોરી અને અજરક પ્રિન્ટ, હેન્ડ કલમકારી રાજસ્થાન બ્લોક પ્રિન્ટ, છત્તીસગઢ કોસા અને ખાદી સિલ્કની સાડી અને ડ્રેસ મટિરિયલ ઉપલબ્ધ રહેશે. સુરતના સિટીલાઇટ સ્થિત મહારાજ અગ્રસેન ભવનમાં મૈસુર સિલ્કની સાડીઓ, ક્રેપ અને જ્યોર્જેટ સિલ્કની સાથે, બિહારનું તુસાર સિલ્ક, આંધ્ર પ્રદેશનું ઉપડા, ઓરિસ્સાનું મૂંગા સિલ્ક પણ ઉપલબ્ધ છે.
સુરતમાં શિક્ષણ સમિતિની વેબસાઈટ પર શાળા દેખાઈ, પરંતુ સ્થળ પરથી ગાયબ
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ મોટા ઉપાડે અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરીને શાસકોએ પ્રસિદ્ધિ મેળવી હતી. પરંતુ અંબાનગરમાં અંગ્રેજી માધ્યમની શાળાઓને શીખકોના અભાવે બંધ કરી દેવામાં આવી છે. સમિતિએ બાળકો ન હોવાનો બહાનું રજૂ કર્યું છે, પરંતુ વિપક્ષ આક્ષેપ કરી રહ્યો છે કે આ દાવો ખોટો છે.
શિક્ષણ સમિતિની વેબસાઈટ પર અંબાનગર ખાતેની 357 નંબરની શાળા દર્શાવવામાં આવી છે, જ્યાં અંગ્રેજી માધ્યમની શાળા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. જોકે, સ્થળ પર આ શાળા છે. વિપક્ષી સભ્ય રાકેશ હીરપરાએ જણાવ્યું કે, આ શાળા ધોરણ મુજબ શરૂ કરવામાં આવી હતી, પરંતુ શિક્ષકોની અછતને કારણે બંધ કરવામાં આવી છે.
સમિતિના દાવા અનુસાર, વિદ્યાર્થીઓ ન હોવાથી શાળા બંધ કરવામાં આવી, પરંતુ આ હકીકત છે કે શિક્ષકોની અછતના કારણે શાળા બંધ કરવામાં આવી છે. એ વાત પ્રશ્ન ઉઠાવી રહી છે કે, હવે આ શાળામાં ભણતા બાળકો ક્યાં જવાના? ખાસ કરીને, મજૂર વર્ગના બાળકોની આ સ્થિતિમાં શું થશે? આ ગરીબોની મજાક બનાવવી છે?
પ્રિમોન્સુનની રેઢીયાળ કામગીરીને કારણે ગંદકી થવાથી રોગચાળો ફાટી ન નીકળે તે હેતુસર સફાઇ-દવાના છંટકાવ તથા અસરગ્રસ્તોને આર્થિક સહાય ચુકવવા વિપક્ષ નેતા પાયલ સાકરીયાની માંગ
અસરગ્રસ્ત વિસ્તારોમાં ગરીબ અને મઘ્યમવર્ગના લોકોની ઘરવખરી તથા સરસામાનનો નાશ થયેલ હોવાથી તેમને આર્થિક સહાય આપવી પાલિકાની ફરજ : પાયલ સાકરીયા
સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ મ્યુનિ. કમિશ્નર શાલિની અગ્રવાલને પત્ર લખીને જણાવ્યું હતું કે સુરત મનપા દ્વારા સુપરવિઝનના અભાવે અને કાગળ પર કરેલ પ્રિમોન્સુનની કામગીરીના કારણે વરાછા ઝોન-એ અને બી, લિંબાયત તેમજ ઉધના ઝોનના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી ખાડીઓમાં પુરનું જીવલેણ સંકટ ઉદભવેલ. જેમાં 4 નિર્દોષ લોકોના ડુબવાની ઘટનામાં 2 આશાસ્પદ બાળકોના મૃત્યુની દુઃખદ ઘટના બનેલ તથા બે વ્યકતિ લાપતા છે.
આ સાથે પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, વહીવટીતંત્રની બેદરકારી અને માત્ર કાગળ પર થતી કામગીરીના કારણે ખાડીને સંલગ્ન વિસ્તારોમાં ખાડીના ગંદા અને દુર્ગંધ મારતા પાણી ફરી વળેલ હતા તેમજ લિંબાયતના મીઠીખાડી તથા આજુબાજુના વિસ્તારોમાં, સણીયા હેમાદ તથા સંલગ્ન વિસ્તારમાં, વેડ-ડભોલી વિસ્તાર, તેમજ અઠવામાં આઝાદ નગર તથા સંલગ્ન વિસ્તારોમાં અંદાજે 10 ફુટ સુધીનો ગંદા પાણીનો ભરાવો થયેલ. પરિણામે લોકોની ઘરવખરીનો અને માલસામાનનો નાશ થયેલ છે અને લોકોનું જીવન નર્કાગાર સમાન બની ગયુ હતું. ઉપરાંત ખાડીપુરના કારણે ગટરના ગંદા અને દુર્ગંધ મારતા પાણીનો ભરાવો શહેરના વિવિધ વિસ્તારોના જાહેર માર્ગો થતા સમગ્ર શહેર છેલ્લાં ત્રણથી ચાર દિવસથી વરસાદી, ગટર તથા ખાડીના માનવસર્જીત પુરના કારણે બાનમાં આવી ગયેલ હતું.
વધુમાં પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, હાલમાં, વરસાદી પાણી બંધ થતા ખાડીઓના પાણી ઉતરી રહેલ છે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકી-કચરા અને મચ્છરોનો ઉપદ્રવ તથા દુર્ગધનો ત્રાસ વધતા રોગચાળાની સંભવિત સમસ્યાને ટાળવા યુઘ્ધના ધોરણે તમામ ગંદકીને દુર કરીને સઘન સાફ સફાઇ, દવાનો છંટકાવ તથા મેડીકલ ટીમો ઉતારીને આરોગ્યની જાળવણી કરવા કમિશ્નરને જણાવ્યું હતું.
ઉપરાંત, પ્રિમોન્સુનની વહીવટી કામગીરીની નિષ્ફળતાને કારણે ખાડીપુર સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં ગરીબ અને મઘ્યમવર્ગના લોકોની ઘરવખરી તથા સરસામાનનો નાશ થયેલ હોવાથી તેમને આર્થિક સહાય આપવી પાલિકાની ફરજ બને છે, જે અંગે જરૂરી સર્વે કરીને આર્થિક સહાયની ચુકવણી કરવા ઘટતી કાર્યવાહી કરવા પાયલ સાકરીયાએ મ્યુનિ. કમિશ્નરને તાકીદ કરી હતી.
નવી સિવિલના ઈમરજન્સી વિભાગની બહાર સર્વન્ટ હાજર નહિ રહેતા ભારે હાલાકી
કામરેજના શ્રમજીવી પરિવારના સગા ભાઈ-બહેનને કોલેરા થયો હતો, જેમાં બહેનનું મોત થયું તો બીજા બાળકને વધુ સારવાર માટે નવી સિવિલમાં લઈને આવ્યાં
સુરત: નવી સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં વર્ગ-4ના કર્મચારીઓની મનમાની વધી રહી છે. એસઆઈની નિષ્ફળ કામગીરીની પગલે સર્વન્ટ ચાલુ નોકરીએ પોતાની જગ્યાએ હાજર જ હોતા નથી. જેને પગલે ઈમરજન્સી વિભાગમાં 108 એમ્બ્યુલન્સ સહિતના વાહનોમાં આવતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. મંગળવારે સવારે કામરેજથી 1 વર્ષના બાળકની કોલેરાની સારવાર માટે આવેલા પરિવારને નવી સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો હતો. કામરેજ સીએચસીથી રીફર કરવામાં આવેલા દર્દીને 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં 1વર્ષના બાળકને ઓક્સિજનની જરૂરત હતી. પરતું હોસ્પિટલના ઈમરજન્સી વિભાગની બહાર કોઈ સર્વન્ટ હાજર નહિ હતું. તેમજ ઓક્સિજન વાળું સ્ટ્રેચર પણ નહિ હતું. જેથી માતા પોતે બાળકને વગર ઓક્સિજન સારવાર માટે હોસ્પિટલની અંદર લઈને દોડી હતી. માતા સાથે 108ના ઈએમટી ડોકટર પણ દર્દીને સાથે દોડ્યા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કામરેજ તાલુકાના કુમકુમ રેસીડેન્સી પાસે આવેલ હળપતિવાસમાં કરણ ભીલ, પત્ની, બે પુત્ર તેમજ એક પુત્રી સાથે રહે છે. કરણ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના સંતાનમાં 3 વર્ષની પુત્રી પ્રિયાંસી તેમજ 1 વર્ષનો પુત્ર વિકેશ ઉર્ફે રિકેશને સોમવારે સાંજે ઝાડા-ઉલટી થવા લાગ્યા હતા. મંગળવારે સવારે પ્રીયાંસીની તબિયત લથડતાં બને ભાઈ-બહેનને સારવાર માટે કામરેજ સીએચસી ખાતે લઈને ગયા હતા. જ્યાં બંનેને કોલેરાના લક્ષણ હોવાની સંભાવના સાથે સારવાર આપવામાં આવી રહી હતી. સારવાર દરમિયાન પ્રીયાંસીનું મોત નિપજ્યું હતું. જેથી કામરેજ સીએચસીથી 1 વર્ષના વિકેશને વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફ્રર કરી દેવામાં આવ્યો હતો. જેથી ઓક્સિજન સાથે 108 એમ્બ્યુલન્સમાં વિકેશને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં ઈમરજન્સી વિભાગની બહાર 108 એમ્બ્યુલન્સના ઈએમટી, પાયલોટ તેમજ પરિવારજનો ઓક્સિજન સ્ટ્રેચર અને સર્વન્ટને આવાજ લગાવી રહ્યા હતા. તેમ છતાં ત્યાં કોઈપણ સર્વન્ટ આવ્યો નહિ હતો. તેમજ ઓક્સિજન સ્ટ્રેચર પણ હાજર નહિ હતું. જેથી 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ સાથે પરિવાર મુસીબતમાં મુકાઈ ગયો હતો. રાહ જોયા બાદ છેલ્લે માતાએ બાળકને ગોડીમાં લઈ લીધો અને એની સાથે એમ્બ્યુલન્સના ઈએમટી દોડીને બાળકને ઈમરજન્સી વિભાગમાં સારવાર માટે લઈને ગયા હતા. જ્યાં બાળકને ઓક્સિજન પર રાખીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ બાળકને દાખલ કરી દેવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની તબિયત સારી હોવાની માહિતી જાણવા મળી હતી. હાલ બાળકને કોલેરાની સંભાવના વચ્ચે સારવાર આપવામાં આવી રહી છે. તેમજ પ્રીયાંસીનું મોત કોલેરાથી થયું હોવાની વાત પરિવારે કહી હતી.
શિક્ષણ વિભાગના ઉપક્રમે ભવ્ય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન
તારીખ: 27/06/2024
સ્થળ: શાળા ક્રમાંક 231 – 233 – 320, કમરૂનગર, લિંબાયત, સુરત
Surat News: શિક્ષણ વિભાગના ઉપક્રમે, 100% નામાંકન, સ્થાયીકરણ, અને ગુણવત્તાસભર શિક્ષણની સાથે કન્યા કેળવણીને વેગ આપવા માટે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના માજી સભ્યશ્રી પઠાણ ઇરફાનખાન સાહબના અધ્યક્ષ સ્થાને ભવ્ય શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ – 2024નું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે સુરત શહેર ભાજપના સભ્ય શ્રી રતન ભાઇ જૈન, એકતા મંડળ સુરતના પ્રમુખ શ્રી જબ્બારખાન સાહેબ, અને સામાજિક અગ્રણી શ્રી કૈસરઅલી પીરઝાદા સાહેબ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને નવા પ્રવેશ પામેલા વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા.
હાજર મહાનુભાવોએ વાલીઓ તથા બાળકોને શિક્ષણની મહત્ત્વતા વિષે માહિતગાર કર્યા. ધોરણ 1 અને બાલવાટિકા માં પ્રવેશ પામેલા બાળકોને સ્ટેશનરી કિટ, સ્કૂલ બેગ, યુનિફોર્મ, અને બુટ વિતરણ કરીને પ્રોત્સાહિત કર્યા.
આ કાર્યક્રમનું સંચાલન શાળા ક્રમાંક 231 ની વિધાર્થીની કુમારી તમન્નાબી એ સુંદર રીતે કર્યું, જે ઉપસ્થિત મહાનુભાવોને મંત્રમુગ્ધ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો.