આખરે વિવાદોમાં ઘેરાયેલા સુરતના આરટીઓ ગજ્જર ની ગાંધીનગર બદલી

Spread the love

સુરત. આરટીઓ તરીકે ઓક્ટોબર મહિનામાં જ એટલે કે છ મહિના પહેલા જ સુરત આવેલા મેહુલ ગજ્જરની આખરે ગાંધીનગર ખાતે રોડ સેફ્ટી ઓથોરિટીમાં બદલી કરાઈ છે.

સુરતના વિવાદીત આરટીઓ ગજ્જરને ગાંધીનગર રોડ સેફ્ટી ઓથોરિટીમાં બદલી કરાઇ છે. ગુરૂવારે મોડી રાત્રે 16 આરટીઓની ટ્રાન્સ્ફરનો ગંજીપો ચીપાયો હતો. હવે સુરતમાં વડોદરાના ઇન્ચાર્જ આરટીઓ એ.એમ. પટેલને ચાર્જ સોંપાયો છે. આરટીઓ મેહુલ ગજ્જરની ઓક્ટોબરમાં જ સુરતમાં બદલી થઇ હતી. છ મહિનામાં તેમને લઈ અનેક નાના-મોટા વિવાદો છે. કેટલાક પ્રિય એજન્ટોના તમામ કામો થઇ જતા હોવાની પણ વાતો છે. બે મહિના પહેલા જ ગજ્જર સામે એસીબીમાં ફરિયાદ થઇ હોવાની વાત પણ હતી. જો કે, આ બાબતે કોઇ સમર્થન મળ્યું ન હતું.