
આ ચેમ્પિયનશિપથી બાળકોને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળી તેમજ તેમને આત્મસન્માન, શિસ્ત અને સ્વસ્થ સ્પર્ધાત્મક ભાવના વિકસાવવા માટે એક ઉમદા પ્લેટફોર્મ પણ મળ્યું હતું
સુરત : તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 3 ઓગસ્ટ, 2025 રવિવારના રોજ, ‘સુરત ક્લબ સ્વિમિંગ સ્ટાર્સ ચેમ્પિયનશિપ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટનો ઉદ્દેશ્ય, નાના બાળકોમાં સ્વિમિંગને પ્રોત્સાહન આપવા અને ભવિષ્યના ચેમ્પિયન તૈયાર કરવાનો હતો.
આ કાર્યક્રમનું નેતૃત્વ આચાર્ય શ્રી વી. શ્રીનિવાસ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમના પ્રેરણાદાયી વિઝનથી ખાસ કરીને 5 થી 6 વર્ષની વયના બાળકો માટે, સ્વિમિંગને જીવનરક્ષક અને આવશ્યક જીવન કૌશલ્ય તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. તેમનું આ જ આયોજન, આ ચેમ્પિયનશિપની આધારશિલા બન્યું હતું.
આ ઇવેન્ટમાં સુરતની વિવિધ ક્લબના 120 થી વધુ તરવૈયાઓએ (1) અંડર-15 (2) અંડર-11 (3) અંડર-8 અને (4) અંડર-5… એમ ચાર શ્રેણીઓમાં ભાગ લીધો હતો. આ વિભાગોએ તમામ વય જૂથોના બાળકોને સ્પર્ધામાં આત્મવિશ્વાસ સાથે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
સ્કૂલમાં યોજાયેલી આ ઇવેન્ટનું ખાસ આકર્ષણ, 5 વર્ષ અને 8 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના જૂથોની ઉત્સાહી ભાગીદારી હતી. જેમાં સૌથી નાના તરવૈયાઓએ ઉલ્લેખનીય જુસ્સા, નિર્ભયતા અને પ્રતિભા દર્શાવી હતી, જેણે અહીં એક જીવંત અને સ્પર્ધાત્મક દિવસ માટેનો રોમાંચક માહોલ તૈયાર કર્યો હતો.
250 થી વધુ વાલીઓ અને કોચના ઉત્સાહવર્ધક સમર્થનથી, આ કાર્યક્રમ સ્વિમિંગ, ખેલદિલી અને સમુદાયિક ભાવનાની ઉજવણીરૂપ બન્યો હતો. ઇવેન્ટ દરમિયાન બાળકો અને વાલીઓના ઉત્સાહ, પ્રોત્સાહન અને મિત્રતાએ સકારાત્મક વાતાવરણ બનાવ્યુ હતું.
આ ચેમ્પિયનશિપથી બાળકોને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળી હતી. આની સાથે જ, આ સ્પર્ધાએ તેમને આત્મસન્માન, શિસ્ત અને સ્વસ્થ સ્પર્ધાત્મક ભાવના વિકસાવવા માટે એક પ્લેટફોર્મ પણ પ્રદાન કર્યું હતું. વાસ્તવમાં, તે તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલની સર્વાંગી શિક્ષણ પ્રત્યેની ગહન પ્રતિબદ્ધતા દર્શાવે છે, જ્યાં શારીરિક, ભાવનાત્મક અને સામાજિક વિકાસને સમાન મહત્વ આપવામાં આવે છે.
સુરત ક્લબ સ્વિમિંગ સ્ટાર્સ ચેમ્પિયનશિપ, ઉત્સાહભેર વાતાવરણમાં યાદગાર રીતે સંપન્ન થઈ હતી. જેમાં દરેક બાળકના પ્રયત્નોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટે, ખરેખર શહેરમાં યુવા રમતગમતની સ્પર્ધાના આયોજન માટે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો હતો