
શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ તથા અકસ્માતોને ઘટાડવા જેવા સામાજિક જવાબદારી નિભાવવા કંપની હમેશા તૈયાર છે
સુરત, ગુજરાત, March 28, 2025: Solex Energy Limited (NSE: SOLEX) ભારતની સૌથી વિશ્વસનીય સોલાર બ્રાન્ડ્સમાંથી એક છે. કંપનીએ શહેરના ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ માટે રૂ. 11 લાખ નો ફાળો આપીને પોતાના સામાજિક જવાબદારી અને માર્ગ સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી છે.
સૂરત ટ્રાફિક પોલીસ સાથે સહયોગમાં ચાલતી આ પહેલ અતંર્ગત કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચેતન શાહ દ્વારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતને આ યોગદાન સુપરત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસીપી ટ્રાફિક શ્રી મતિ અમિતા વાનાણી તથા કંપનીના ડિરેક્ટર્સ શ્રી વિપુલ શાહ અને અનિલ રાઠી પણ ઉપસ્થિત રહ્યા હતા.
“એક જવાબદાર કોર્પોરેટ તરીકે, સોલેક્સ એનર્જી લિમિટેડ મહત્વના સામાજિક મુદ્દાઓમાં પોતાનો સક્રિય સહયોગ આપવામાં વિશ્વાસ રાખે છે કારણ કે તે લાંબા ગાળાની હકારાત્મક અસરો ઊભી કરે છે. માર્ગ સુરક્ષા આવો જ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. સૂરત ટ્રાફિક પોલીસને સહયોગ કરીને અમને ગૌરવની લાગણી થાય છે. આપણે સાથે મળીને વધુ સુરક્ષિત રસ્તાઓ બનાવી શકીશુ,” એમ કંપનીના ચેરમેન અને મેનેજિગ ડિરેક્ટર ચેતન શાહે જણાવ્યું હતું.
સોલેક્સ માર્ગ સુરક્ષાના વિષય પર સતત પોતાનું યોગદાન આપતી જ રહે છે. તાજેતરમાં સોલેક્સ દ્વારા સૂરત ટ્રાફિક પોલીસ સાથે મળીને ગુજરાત પોલીસ ની -પરવા છે- પહેલ હેઠળ ટૂ વ્હીલર ચાલકો માટે રિફ્લેક્ટિવ સેફ્ટી હેલ્મેટ વિતરણ અભિયાનમાં પોતાનું યોગદાન અપાયું હતું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વાહનચાલકો માટેની વિઝિબિલિટી વધારીને અકસ્માતો ઘટાડવાનો હતો.
ચેતન શાહે વધુમાં જણાવ્યું કે અમે સૂરત સિટી પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષા માટે કરાતા અવિરત પ્રયાસો માટે આભાર વ્યક્ત કરીએ છીએ. સોલેક્સ આવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ માટે હમેશા સમર્પિત છેય સુરક્ષિત અને વધુ જવાબદાર ટ્રાફિક ઈકોસિસ્ટમ વિકસાવવા માટે હમેશા તત્પર છે.”
ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સાથેનો સહયોગ સોલેક્સના વિઝન 2030ની વ્યૂહરચનાનો એક ભાગ છે જે સસ્ટેનેબિલિટી, સોશિયલ રિસ્પોન્સિબિલિટી અને પોઝિટિવ કોમ્યુનિટી ઇમ્પેક્ટ પર ફોકસ કરે છે.
સોલેક્સ એનર્જી લિમિટેડ વિશે માહિતી :
સુરત સ્થિત સોલેક્સ એનર્જી વર્ષ 1995 થી પર્યાવરણને અનુકૂળ ટકાઉ ઊર્જાના ક્ષેત્રમાં અગ્રણી રહી છે. NSE Emerge પર સૂચિબદ્ધ થનાર પ્રથમ ભારતીય સોલાર બ્રાન્ડ (સ્ટોક કોડ: SOLEX ) તરીકે, સોલેક્સ એનર્જી, ઉચ્ચ ગુણવત્તાવાળા ફોટોવોલ્ટેઇક મોડ્યુલ્સ અને વ્યાપક EPC સર્વિસ આપવા જાણીતી છે.
કંપનીની ગુજરાતના તડકેશ્વર ખાતે સ્થિત ગ્લોબલ ફેક્ટરીમાં 1.5 GW ઉત્પાદન ક્ષમતા ધરાવતું PV મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. સોલેક્સ એનર્જી પાસે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારો માટે જરૂરી પ્રમાણપત્રો છે. કંપની અનેક દેશોમાં ઉત્પાદનો નિકાસ પણ કરે છે.
વિશ્વસનીય OEM પ્રોવાઇડર તરીકે આ કંપની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત બ્રાન્ડ્સને સર્વિસ ઉપલબ્ધ કરાવે છે. પર્યાવરણ સ્થિરતા, ગુણવત્તા અને પ્રતિબદ્ધતા અમારા મુખ્ય સિદ્ધાંતો છે. અ માત્ર એક સોલાર કંપની જ નથી, પરંતુ તમારા PV મોડ્યુલ અને EPC જરૂરિયાતો માટે એક વિશ્વસનીય પાર્ટનર પણ છીએ.