સ્મીમેર હોસ્પિટલ માં મુલાકાતે આવતાં દર્દીઓ અને મુલાકાતીઓ પાસેથી અઘઘ 104 કિલો પાન માવા ગુટખાનો જથ્થો જપ્ત કરાયો

Spread the love

સુરત. સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલ ખાતે દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓ પાસેથી તંત્ર દ્વારા 104 કિલો જેટલો ગુટખા તમાકુનો જથ્થો કબ્જે કર્યો હતો. તો પાર્કિંગ વ્યવસ્થિત ન કરનારાઓ સામે પણ દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી.

સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલ 1100થી વધારે બેડ સાથે કાર્રત છે. જ્યાં રોજીંદા 2500થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે. અને 900 જેટલા દર્દીઓ ઈન્ડોર સારવાર લે છે. ત્યારે સ્મમેર હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના સગા વ્હાલાઓ તેમને મળવા આવતા હોય જેઓ તમાકુ, ગુટખા સહિત લઈ આવતા હતા જેઓ પાસેથી સ્મિમેર હોસ્પિટલના સ્ટાફે ગેટ પર ચકાસણી કરતાં 104 કિલો જેટલો ગુટખાનો જથ્થો જપ્ત કર્યો હતો. વધુમાં સ્મિમેર હોસ્પિટલમાં નિર્ધારીત કરાયેલા પાર્કિંગ લોકેશન પર ગાડી પાર્ક ન કરવાના કારણે સારવાર લેવા આવતા દર્દીઓ, કર્મચારીઓ તેમજ શબવાહિની અને એમ્બ્યુલન્સની અવર જવરમાં મુશ્કેલીઓ ઉપસ્થિત થતી હોય છે જેને લઈ પાર્કિંગ બાબતે સ્પેશ્યલ ચેકિંગ હાથ ધરી નિર્ધારત જગ્યા પર પાર્કિંગ ન કરવા બદલ ફેબ્રુઆરી મહિનાથી આજદિન સુધી 46 હજાર 600 રૂપિયા દંડ પેસે વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો.