સુરત, સુરત મહાનગર પાલિકા ની ચૂંટણી માં ભાજપા નું ગજબ પ્રદર્શન કરી 93 સીટો જીતી 25 વર્ષની સત્તા ને જાળવી રાખ્યું. જ્યારે ગુજરાતના રાજકીય મેદાનમાં પહેલીવાર ઉતરેલી આપ પાર્ટીના 27 સીટો જીતી રાજકીય ક્ષેત્રમાં પગ પસરો કર્યો છે. જ્યારે વર્ષો જુની કોંગ્રેસ પાર્ટી 00 પર ખાતું પણ ન ખોલાવી શકી ચારો ખાને ચિત્ત થઈ.
સુરતમાં 120 સીટો પર સવારે 9 વાગે મતગણતરી શરૂ થઈ. સવારથીજ મતગણતરી કેન્દ્ર ની બહાર આપ અને ભાજપા ના સમર્થકો ની મોટી સંખ્યામાં હાજર હતા. શરુવતની મતગણતરીના તબક્કામાઆ ભાજપા સત્તા પાર્ટી તરીકે દેખાઈ અને આમ આદમી પાર્ટી નો પ્રારંભ થતો દેખાયો જ્યારે પેહલાની ચૂંટણીમાં કોંગ્રેસ 36 જીતેલી હતી ત્યાં આ વખતે સૂપદસાફ થઈ ગયા છે