સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ર૪, રપ અને ર૬ જાન્યુઆરી, ર૦ર૬ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’ અને ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકઝીબીશનનું સંયુકત આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળી રહે અને તેના થકી તેનો વિકાસ થાય તેવા આશય સાથે ફૂડ એન્ડ બેવરેજીસ એકઝીબીશનનું આયોજન કરવામાં આવે છે. આ એકઝીબીશનમાં સુરત ઉપરાંત દેશના વિવિધ શહેરો જેવા કે પૂણે, નાસિક, રાયપુર (છત્તીસગઢ), હરિયાણા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, પંચમહાલ, નવસારી, વાપી, વલસાડ, અંકલેશ્વર, ભાવનગર, સુરેન્દ્રનગર, ગોંડલ, જુનાગઢ અને ભરૂચથી ૧પ૬ એકઝીબીટર્સે ભાગ લીધો છે.
ફૂડ એન્ડ બેવરેજીસ એક્ષ્પોમાં ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રે ફુડ પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ્સ એન્ડ મશીનરી, પેકેજિંગ મશીનરી એન્ડ મટિરિયલ્સ, કોલ્ડ ચેઇન ઇકવીપમેન્ટ એન્ડ રેફ્રીજરેશન એપ્લાયન્સિસ, વેર હાઉસિંગ એન્ડ કાર્ગો હેન્ડલીંગ, ફુડ ટેસ્ટીંગ લેબોરેટરીઝ, ઇન્સ્યુરન્સ એજન્સીઝ, ફાયનાન્શિયલ સોલ્યુશન્સ, ડ્રાયડ, ફ્રોઝન ફુડ, બેકરી એન્ડ ગ્રોસરીઝ, બેવરેજ, ફુડ પાર્કસ અને કન્ઝયુમર પેકેજડ ગુડ્સનું પ્રદર્શન કરવામાં આવશે.
ચેમ્બર પ્રમુખ શ્રી મદ્રાસીએ વધુમાં જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વર્ષે બીજી વખત ગ્લોબલ એક્ષ્ચેન્જ એન્ડ ટ્રેડ માટે ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને વિશ્વના અન્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને વ્યવસાયિક જોડાણો સરળતાથી થઇ શકે તે માટે આ એકઝીબીશન યોજાઇ રહયું છે. આ એકઝીબીશનમાં ભારત ઉપરાંત દુબઇ, ઓસ્ટ્રેલિયા, જાપાન, ઘાના, થાઇલેન્ડ અને અફઘાનિસ્તાનના પેવેલીયન મુકવામાં આવશે. આ દેશો પોતાની સાંસ્કૃતિક વિવિધતાની સાથે રોકાણ, ફૂડ, પ્રોપર્ટી અને ટુરિઝમ સેકટરને પ્રમોટ કરશે. સાથે જ તેમની શૈક્ષણિક તકો તથા સંભવિત વેપાર ભાગીદારીનું પ્રદર્શન કરશે.
આ એકઝીબીશનમાં કન્ટ્રી પેવેલિયન મુકનારા દેશો ઉપરાંત કેનેડા, ઝિમ્બાબ્વે, શ્રીલંકા, ઇથોપિયા, લકઝમ્બર્ગ, સાઇપ્રસ, તુનોશિયા અને લેસોથોમાંથી બાયર્સ અને વિઝીટર્સ આવશે. સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ આ એકઝીબીશન થકી વિવિધ દેશોના આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડાઇને બિઝનેસના વિકાસ માટે નવા વિકલ્પો શોધી શકશે. સાથે જ વિદેશી બિઝનેસ ડેલીગેશનની સાથે બીટુબી મિટીંગ કરી શકશે, જેનો લાભ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના બિઝનેસમેનો લઇ શકશે.
એક્ઝિબીશનની મુલાકાત માટે અહીં આપેલી ગુગલ લીન્ક https://foodexpo.sgcci.in પર વિના મૂલ્યે વિઝિટર રજિસ્ટ્રેશન કરી શકાશે. વધુ માહિતી માટે SGCCIના નંબર (0261-2291111) પર સંપર્ક કરી શકાશે.