મુંબઈ.સંદીપ નાહર સુસાઇડ કેસમાં મુંબઈ પોલીસે તેની પત્ની અને સાસુ પર સંદીપને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ ફાઈલ કર્યો છે. ખુદ સંદીપે તેના ફેસબુક વીડિયોમાં તેની પત્નીના બદલી ગયેલા વર્તનને કારણે મેન્ટલ ટ્રોમામાં હોવાનો ખુલાસો કર્યો હતો. જેને કારણે તેણે આત્મહત્યા જેવું પગલું ભર્યું. પોલીસે આ વીડિયોના આધારે તેની પત્ની કંચન શર્મા અને તેની માતા વિરુદ્ધ કેસ કરીને તેમના સ્ટેટમેન્ટ લીધા છે
પોલીસે વીડિયો સામે આવતા જ લોકેશન ટ્રેસ કરીને સંદીપ સુધી પહોંચવાની ટ્રાય કરી પણ જ્યારે પોલીસ પહોંચી તો તેમણે સંદીપને પંખે લટકેલો જોયો. 15 ફેબ્રુઆરીએ સંદીપની ડેડબોડી તેના ગોરેગાંવવાળા ઘરમાં મળી હતી. સંદીપના અંતિમ સંસ્કાર પંજાબમાં થશે.
આત્મહત્યા કરતા પહેલાં શેર કરેલા વીડિયોમાં સંદીપે કહ્યું હતું કે, ‘મને તમે ઘણી ફિલ્મોમાં જોયો હશે. એમએસ ધોનીમાં મેં છોટુ ભૈયાનો રોલ નિભાવ્યો હતો. આજે આ વીડિયો બનાવવાનો હેતુ એ છે કે મારી લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ ચાલી રહ્યા છે. હું મેન્ટલી સ્ટેબલ નથી. તેનું કારણ મારી પત્ની કંચન શર્મા છે. દોઢ બે વર્ષથી હું ટ્રોમામાંથી પસાર થઇ રહ્યો છું. મેં પત્નીને વારંવાર સમજાવ્યું. 365 દિવસ લડવાનું. રોજ સુસાઇડની વાત કરવાની, તે કહેતી કે હું મરી જઈશ અને તને ફસાવી દઈશ.
વીડિયોમાં નાહરે કહ્યું કે, ‘હું ત્રાસી ગયો છું, પત્ની મારા પરિવારને ગાળો આપે છે. માતાને ગાળો આપે છે. હું તેની સામે ઘરવાળાના ફોન ઉઠાવી શકતો ન હતો. મારું નામ કોઈપણ સાથે જોડી દેતી હતી. શંકા કરે છે અને શંકાનો કોઈ ઈલાજ નથી. દરેક સમયે ઝઘડે છે. થોડા દિવસ પહેલાં ઘરેથી ભાગી ગઈ હતી. ત્યારબાદ મેં તેને શોધવાની શરૂ કરી હતી. તેની માતા તેનો સાથ આપે છે. કેસ કરવાની ધમકી આપે છે.’