કાર્નિવલ અંતર્ગત, સાયન્સ એક્ઝિબિશન, ફન ફેર અને ટેલેન્ટ શો જેવા કાર્યક્રમો આયોજિત કરાયા
સુરત. રોઝ બડ્સ સ્કૂલ દ્વારા કાર્નિવલ 2025-26 સાથે નવા વર્ષ 2026નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દિવસે વર્ષનો શુભ આરંભ નવી ઊર્જા અને ઉમંગ સાથે કરવામાં આવ્યો. શાળાના પરિસરમાં આયોજિત આકર્ષક કાર્નિવલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ હતો.
સ્કૂલ ના કેમ્પસ માં હાસ્ય, રોશની, સંગીત અને ઉત્સાહથી છલકાઈ ઉઠ્યો હતો. રોમાંચક પ્રદર્શન, રસપ્રદ રમતો, સ્વાદિષ્ટ ખાણી-પીણીના સ્ટોલ અને ખુશખુશાલ ચહેરાઓએ શાળામાં ઉત્સવનો માહોલ સર્જી દીધો હતો. દરેક ખૂણે બાળકોના સ્મિતથી ચહેરાઓ ઝળહળી રહ્યા હતા.
આ ઉત્સવમાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો સૌએ દિલથી ભાગ લીધો હતો. તમામ વચ્ચે એકતા, સમરસતા અને કાર્યક્ષમતાનો સુંદર સમન્વય જોવા મળ્યો. તમામ અનુભવી અને ગણમાન્ય મહેમાનોએ કાર્યક્રમોનો ભરપૂર આનંદ લીધો અને તેમની હાજરીએ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા.
વિવિધ પ્રકારના કાર્યક્રમોએ મહેમાનો અને વાલીઓનું વિશેષ ધ્યાન ખેંચ્યું. ક્યાંક ટેલેન્ટ શોમાં નાનકડા બાળકોએ લોકોને ખૂબ હસાવ્યા, તો ક્યાંક પોતાની ઉંમરથી વધારે સમજદારી દર્શાવતા નાટકો દ્વારા બાળકોએ જોરદાર તાલીઓ અને પ્રશંસા મેળવી.

સાયન્સ એક્ઝિબિશનમાં વિદ્યાર્થીઓએ પોતાની બુદ્ધિ અને સર્જનાત્મકતાના ઉપયોગથી સૌને પોતાના જ્ઞાન અને કુશળતાનો પરિચય આપ્યો. કોઈએ સ્માર્ટ સિટીનું મોડલ રજૂ કર્યું તો કોઈએ ભંગાર સામગ્રીમાંથી જોડાણ કરીને એક્ટિવા તૈયાર કરી, જેને જોઈ સૌ કોઈ અચંબામાં પડી ગયા.
ખાણી-પીણીના સ્ટોલોએ અલગ-અલગ પ્રદેશોના પરંપરાગત વ્યંજનોથી લોકોને માત્ર પ્રભાવિત જ કર્યા નહીં, પરંતુ રેકોર્ડતોડ ખરીદી સાથે બાળકોનો ઉત્સાહ પણ વધાર્યો. દરેક વાલીઓ શાળાના આ આયોજનની ખુલ્લેઆમ પ્રશંસા કરતા નજરે પડ્યા.
શાળા વ્યવસ્થાપન અને પ્રાચાર્ય શ્રીએ જણાવ્યું કે, શાળા આગળ પણ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાની શિક્ષણ નીતિઓ પર સતત કાર્ય કરતી રહેશે, જેથી આવનારા સમયમાં વધુ ઉત્તમ પરિણામો મેળવી શકાય.
આ RBS કાર્નિવલની સફળતા બદલ શાળા મેનેજમેન્ટ દ્વારા તમામ વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો આભાર વ્યક્ત કરી શ્રેય આપ્યો.