
સુરતના નાગરિકોના હૃદયમાં, સાંઈ મંદિર સંસ્થાન શ્રદ્ધાના શક્તિશાળી પ્રતીક તરીકે ઉભરી આવ્યું છે, જ્યાં ભોજન ફક્ત જરૂરિયાત નથી – તે પ્રેમ અને સ્વ-ઉત્થાનનો પ્રસાદ છે.
આચાર્ય ડૉ. શ્યામ સુરેશ ના નિઃસ્વાર્થ માર્ગદર્શન થકી, સાઈ મંદિર સંસ્થાન, ગુજરાતના સૌથી પ્રભાવશાળી અન્ન રાહત સેવા કેન્દ્રોમાંનું એક બની ગયું છે, જે આધ્યાત્મિકતાને સુસંગઠિત કરી માનવતાવાદી સેવા સાથે જોડે છે.
2019 માં શરૂ કરાયેલ, મંદિરની મુખ્ય પહેલ – સાંઈ ભંડારા સેવા – દરરોજ સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધી નોન-સ્ટોપ ગરમ, આરોગ્યપ્રદ ભોજન પીરસવામાં આવે છે, જે ગુરુવાર અને રવિવારે રાત્રે 10 વાગ્યા સુધી લંબાવવામાં આવે છે. દર અઠવાડિયે, સંસ્થા ગુરુવાર અને રવિવારે 4,000+, શનિવારે 3,000+ અને અઠવાડિયાના દિવસોમાં 1,000+ થી વધુ ભોજન પીરસે છે – આ સેવા, સાઈ મંદિર સંસ્થાનના બધા મુલાકાતીઓને પ્રેમ પૂર્વક અને જાત પાત, ધર્મ ના ભેદભાવ વગર નિશુલ્ક પૂરું પાડવામાં આવે છે,

આચાર્ય ડૉ. શ્યામ સુરેશા એ જણાવ્યું હતું કે, “સૌથી ધનિક ભક્તો પણ ગરીબ ભક્તો સાથે બેસીને શ્રી સાંઈ બાબાના ભંડારાનો આનંદ માણે છે, ભોજન દિવસમાં ત્રણથી ચાર વખત તૈયાર કરવામાં આવે છે જેથી અમે ગરમ, તાજો અને સાત્વિક અન્ન પ્રસાદ પીરસીએ છીએ. આ ઉપરાંત અમે કાચા માલ અને ચેરિટી કિચનના ઓટોમેટીક મશીનોની સતત અને નિયમિત તપાસ કરીએ છીએ, જેથી અત્યંત હાઈ જેનિક અન્ન સેવા કરી શકીએ.
35 વર્ષથી વધુ સમયથી, આચાર્ય ડૉ. શ્યામ સુરેશ એ શ્રી સાંઈ બાબા પ્રત્યે સંપૂર્ણ ભક્તિભાવથી જીવન જીવ્યા છે, સાઈ બાબાનો સંદેશ અન્ન સેવા એ સૌથી મોટી સેવા છે એ સંદેશ હજારો લોકો સુધી પહોચાડ્યો છે. સાઈ સેવાદાર ટીમ ના સભ્યો ના સહયોગ થી આ સેવા ‘ભુખ્યોના રહે કોઈ’
સફળતા પૂર્વક ચાલી રહી છે.