
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ધાર્મિક મહત્વ ઘરાવતો તહેવાર છે. એમ તો સામાન્ય દિવસોમાં પણ ભગવાન દ્વારકાધીશના વાઘા અર્પણ કરવા એ ખુબ મહત્વની ક્ષણ ગણાય છે પરંતુ જન્માષ્ટમીના પાવન પર્વ પર ભગવાન શ્રીકૃષ્ણને વાઘા અર્પણ કરવી એ જીવનની શ્રેષ્ઠ પળ ગણી શકાય. આ શ્રેષ્ઠ પળ જીવવાનો સુરતના નેહલ દેસાઇ અને તુષાર દેસાઇના પરિવારને મોકો મળ્યો હતો. ફેબ્રુઆરી મહિનામાં જ્યારે નેહલ દેસાઇ પરિવાર સાથે દ્વારકાધીશના દર્શને ગયા ત્યારે જ પ્રભુ માટે વાઘા બનાવવાનો આદેશ જાણે ભગવાન દ્વારા જ થયો હતો. ભગવાન દ્વારકાધીશ માટે વાઘા તૈયાર કરવા માટેની તૈયારી છેલ્લા ચાર મહિનાથી ચાલી રહી હતી.
આ દરમિયાન આ કાર્યની તૈયારી માટે 3 મહિનામાં ત્રણ વાર દ્વારકાધીશના દર્શન કરવાનો પણ મોકો આ પરિવારને સાંપડ્યા હતો. આ વાઘા તૈયાર કરવા માટેની તૈયારી દરમિયાન જ દર્શન, પાદુકા પૂજન અને સત્સંગ તેમજ પ્રભુનો અનંત પ્રેમ આ પરિવાર અને મિત્રમંડળને મળ્યો હતો. ચાર મહિનાની અથાક મહેનત બાદ જ્યારે પ્રભુને વાઘા અર્પણ થયા એ ક્ષણ ભાવુક કરી દેનારી હતી. મંદિરમાં ઉપસ્થિત સહુની આંખમાં આંસુ હતા અને એ જ અશ્રુભીની આંખે સહુ ભગવાન દ્વારકાધીશને નીહાળી રહ્યા હતા. દેસાઇ પરિવાર દ્વારા ન માત્ર દ્વારકાધીશ પરંતુ સાથે 24 મંદિરોના પણ વાઘા તૈયાર કરવામાં આવ્યા હતા જે જન્માષ્ટમીના દિવસે તમામ મંદિરોને અર્પણ કરવામાં આવ્યા હતા. આ વાધા બનાવવાં માટે રિયલ જરી અને ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

બે મહિનાની અંદર 28 જેટલા લોકોએ રાતદિવસ એક કરીને આ તમામ વાઘા અને શણગારમાં સહયોગ આપ્યો હતો. આ તમામ વાઘા અને શણગાર હંસ પદ્મલીલાના થીમ પર તૈયાર કરાયા હતો જેનો અર્થ રાજશાહી શણગારે આકૃતિત થયેલું સર્જન એમ થાય છે. ગર્ભગૃહના શણગારમાં દશાવતાર અને સુવર્ણ દરવાજો બનાવવામાં આવ્યો હતો. બધા વાઘા અને શણગાર સુરતમાં તૈયાર કરવામાં આવ્યો અને બાયરોડ દ્વારકા લઇ જવામાં આવ્યા. આ દિવ્ય શણગારમાં ચાંદી અને મોતીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એવું પહેલી વખત બન્યું કે જ્યારે એક સાથે 24 મંદિરોના વાઘા એક જ પરિવાર તરફથી અર્પણ કરવામાં આવ્યા હતા.
આ ભગીરથ કાર્યને લઇને નેહલ દેસાઇએ કહ્યું કે, આ અવસરને ઉત્સવ બનાવવાં માટે મને નિમિત્ત માત્ર કરવા માટે સ્વંય દ્વારકાધીશની સાથે સાથે શ્રી ચૈતન્યભાઇ, શ્રી દીપકભાઈ, શ્રી વિજયભાઈ અને શ્રી જીતેન્દ્રભાઈ (જેઓ પુજારી છે) નો નતમસ્તક થઈ દંડવત થઈ હું મારા સમગ્ર પરિવાર ના સભ્યો વૈશાલી, ધ્વનિ, તુષાર, શિવાની અને વિશાંતનો આભાર માનું છું. સાથે જ આ ઋણ સ્વીકાર એ મારી સાથે સતત ૨ મહિનાથી આ સત્કાર્ય મા અડીખમ કાર્ય કરનાર હાર્દિક સોરઠિયા, નિમિષા પારેખ, જિજ્ઞેશ દુધાને, ગૌત્તમભાઈ કાપડિયા, શિવમ માવાવાળા, નકુલ પંડિત, જેનિલ મીઠાઈવાળા, કુશલ ચંદારાણા, મોનિક ગણાત્રા, બાબુભાઈ કે અને એ કે જેઓ એ અમને આ સત્કાર્ય માં આ દિવસો દરમ્યાન પ્રત્યક્ષ કે પરોક્ષ મદદ કરી અને આશીર્વાદ આપ્યા એ સૌને પણ ધન્યવાદ આપું છું. મારા સમગ્ર પરિવાર ને શત શત નમન કે જેમણે મને દિવસ રાત વગર માગ્યાનો સહકાર અને પ્રોત્સાહન બળ આપ્યું.