પ્રદૂષણ ફેલાવતી તપેલા ડાઈંગો સામે લિંબાયત ઝોન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે કારણ કે હજી પણ મીઠી ખાડી ગોવિંદ નગર વિસ્તારમાં ગેરકાયદે તપેલા ડાઇંગ ચાલુ છે અને આ તસ્વીરો એ બાબતનો પુરાવો છે. દૃશ્યોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ગોવિંદ નગરની ગલીઓમાં કલર વાળું પાણી વહી રહ્યું છે. આ કલર વાળા પાણીની સમસ્યાથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને તેમના આરોગ્ય સામે જોખમ તોળાઈ રહ્યું છે તો બીજી બાજુ લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા એસી ચેમ્બરમાં બેસીને થોડી ઘણી તપેલા ડાઈંગ ને સીલ મારીને કાર્યવાહી કરવાનો સંતોષ માનીને બેઠા છે અને ઉચ્ચ અધિકારીઓની આંખમાં ધૂળ ઝોંકી રહ્યા છે. એટલું જ નહીં પણ કાર્યવાહીના નામે પણ સેટિંગ નો ખેલ ખેલાયો હોવાનું સ્થાનિક લોકો આપેક્ષ કરી રહ્યા છે. લોકોના ના જણાવ્યા મુજબ માત્ર નાના યુનિટો સામે કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે રાજકીય વગ ધરાવતા અને ઝોનના અધિકારીઓ સાથે મીઠા સંબંધો ધરાવતા લોકોના તપેલા ડાઈંગ હજી પણ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે.
Recent Posts
- AM/NS Indiaએ વૃક્ષારોપણ માટે સદ્દભાવના સેવા ફાઉન્ડેશન સાથે એમઓયુ કર્યો
- ડુમસ આર્ટ પ્રોજેક્ટે તેની દસમી એડિશનનો પ્રારંભ કર્યો
- MSU અને ISGJ દ્વારા સંયુક્તરૂપે જ્વેલરી ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગમાં ઉદ્યોગ-કેન્દ્રિત MBA-BBA કોર્સિસની શરૂઆત
- કલામંદિર જ્વેલર્સ સુવર્ણ મહોત્સવ 2.0 ની ભવ્ય સફળતા માટે ગ્રાહકોનો દિલથી આભાર
- 23 વર્ષના સંઘર્ષ બાદ રાજ બાસિરા (Raj Baasira) નું સ્વપ્ન થયું સાકાર, ‘સતરંગી રે’ 20 સપ્ટેમ્બર, 2024ને થશે રિલીઝ