ખાખી વર્દીની પાછળ છુપાયેલી માનવતા ના થયાં દર્શન, ડુમ્મસ પોલીસે વૃદ્ધાશ્રમના વૃદ્ધોને કરાવી ડુમ્મસની સહેલગાહ

Spread the love

સુરત. ડુમસ પોલીસ દ્વારા આજે એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. ડુમસ પોલીસે વૃદ્ધાશ્રમમાં રહેતા વયો વૃદ્ધ માટે અનોખો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને ડુમસ બીચ ખાતે ફરવા લાવવામાં આવ્યા હતા જ્યાં તમામની સાથે પોલીસે અલગ મલકની વાતો કરી હતી

      પોલીસ ગુનેગારો માટે કડક કાર્યવાહી કરવા માટે જાણીતી છે. પરંતુ પોલીસની ખાખી પાછળ તેમની માનવતા અને સહજતા પણ રહેલી છે. તે આજે જોવા મળ્યું હતું. સુરતમાં પોલીસ દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઋણ સ્વીકાર નામના કાર્યક્રમ હેઠળ પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને ડુમસ બીચ ખાતે ફરવા લઇ જવામાં આવ્યા હતા. તેમજ તેમની ઉંમરને લગતી વિવિધ ગેમ તેમજ દરીયા કિનારા પર ડુમસના ભજીયાનો સ્વાદ માણી તેમના જીવનની કેટલીક પળોને યાદગાર તથા આનંદદાયક બનાવવામાં આવી હતી. જેમાં ભારતીમૈયા વૃધ્ધાશ્રમના વયોવૃધ્ધો વડીલો કે જેમણે આજીવન આપણા દેશની પ્રગતિ અને ઉન્નતી માટે કોઇને કોઇ માધ્યમ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ફાળો આપ્યો છે. જેથી આ વડીલોએ પોતાના જીવનમાં દેશની ઉન્નતી માટે આપેલ અનુદાનને ઋણ તરીકે ગણી, આજે પોલીસ પણ પ્રજાનો મિત્ર છે તેવી ભાવનાને ધ્યાને રાખી તથા પોલીસ હરપળ તેમની સાથે જ છે. તેવો તેમને અનુભવ થાય તેવી શુભ આશય સહ આ વડીલોને આજે ડુમસ પોલીસ દ્વારા દરિયા ગણેશ બીચ પર ફરવા માટે લાવવામાં આવ્યા હતા.

      ડુમસ પોલીસ દ્વારા વડીલો સાથે આજે ખાસ સમય વીતાવવામાં આવ્યો હતો જેમાં પોલીસે વૃધ્ધો સાથે જીવનની વિવિધ પ્રકારની અલક-મલકની વાતો કરી હતી.તેમજ તેમની ઉંમરને લાગતી નાની-મોટી રમતો રમાડવામાં આવી હતી. દરિયા કિનારે વૃદ્ધોને પોલીસે સંગીત ખુરશી જેવી રમતો રમાડી હતી. સાથે દરીયા કિનારા પર પોલીસે ડુમસના ભજીયા ખવડાવી તમામને તેમના જીવનની કેટલીક પળોને યાદગાર તથા આનંદદાયક બનાવવા વિશેષ પ્રયાસ કર્યો હતો.