સહયોગ ફિઝિયોથેરાપી અને ફિટનેસ સેન્ટરના પ્રારંભે આ એરોબિકસ જુમ્બા અને યોગ ગરબાનું આયોજન કર્યું હતું. આ અનોખા કાર્યક્રમની શરૂઆત મ્યુઝિકના રિથ્મ પર એરોબિકસ, જૂમ્બા, અને યોગ ગરબાના તાલે થઈ, જેમાં લોકોએ મજા કરીને ફિટનેસના પરિપ્રેક્ષ્યમાં પાર્ટી કરી
આ અનોખી ઉજવણીમાં હાજર લોકોએ આરામ કરવા માટે થોડીવાર ફૂલો અને યોગદાનના સંસ્કારોથી ઠંડી હવા માં આરામ લીધો હતો. નવા વર્ષની શરૂઆતમાં હેલ્થ પરફોર્મન્સ માટે તમામ લોકોએ સંકલ્પ લીધો હતો. આ યોગમાં લોકોએ આંખ પર પટ્ટી બાંધીને સંપૂર્ણ મન એકાગ્રતા સાથે યોગ કરવામાં નિષ્ણાત બન્યા હતા આ સાથે જ મંદિરમાં ગુંજતા ઘંટના અવાજ સાથે મેડિટેશન કરવામાં આવ્યું હતું.
જેનો ઉદ્દેશ શાંતિ અને માનસિક સક્રિયતા પ્રદાન કરવાનો હતો. ફિટનેસ પ્રતિબદ્ધતાએ ડૉ. આફરીન અને તેમની ટીમે સંદેશ આપ્યો કે, ફિટ રહેવા માટે બહાનાઓ નથી, હવે બહાર નીકળી અને કસરત કરવાની જરૂર છે. લોકો ને ફિટનેસ તરફ મોટીવેટે કરી ને પેઈન ફ્રી ઇંડિયા બનાવા માટે લોકોએ સંકલ્પ લીધો હતો.