
- ‘ક્વેન્ચ્ડ એન્ડ ટેમ્પર્ડ પ્લેટ્સ‘ (IS 2062: ભાગ 2) અને અદ્યતન ‘Zn-Al-Mg કાટ-પ્રતિરોધક કોટિંગ્સ‘ (IS 19210) માટેનું લાઇસન્સ મેળવનાર ભારતની પ્રથમ સ્ટીલ ઉત્પાદક કંપની બની
- AM/NS Indiaએ આત્મનિર્ભર ભારતના માનાંક હેઠળ વ્યૂહાત્મક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રક્ષા અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં ઊંચી ગુણવત્તાવાળા સ્થાનિક પ્રોડક્ટ મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બનાવી
હજીરા – સુરત, સપ્ટેમ્બર 17, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) એ બે મહત્વપૂર્ણ નવાં ધોરણો હેઠળ ભારતીય માનક બ્યૂરો (BIS)નાં લાઇસન્સ મેળવીને અદ્યતન સ્ટીલ ઉત્પાદન ક્ષેત્રે પોતાના મોખરાના સ્થાનને વધુ મજબૂત બનાવ્યું છે. આ સિદ્ધિથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેવી એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં નવી તકના દ્વાર ખુલવાની સાથો-સાથે, ઇનોવેશન, ગુણવત્તા અને ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા મેક ઇન ઇન્ડિયા તથા આત્મનિર્ભર ભારત પહેલના આહ્વાન પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતા વધુ દૃઢ બની છે.
AM/NS India હવે હોટ રોલ્ડ ક્વેન્ચ્ડ એન્ડ ટેમ્પર્ડ (Q&T) સ્ટીલ પ્લેટ્સ, શીટ્સ, સ્ટ્રિપ્સ અને વાઇડ ફ્લેટ્સ માટેના નવા અમલમાં મૂકાયેલા માનક IS 2062 (Part 2):2026 માટે ઓલ ઇન્ડિયા ફર્સ્ટ BIS લાઇસન્સ મેળવનારી ભારતની પ્રથમ સ્ટીલ ઉત્પાદક બની ગઈ છે. સાથે જ, કંપનીએ પ્રી-પેઇન્ટેડ ઝિંક-એલ્યુમિનિયમ-મેગ્નેશિયમ (Zn-Al-Mg) એલોય કોટેડ સ્ટીલ સ્ટ્રિપ અને શીટ માટે IS 19210:2025 હેઠળ BIS લાયસન્સ પણ મેળવ્યું છે, જે ભારતીય બજારમાં વૈશ્વિક સ્તરે અદ્યતન સ્ટીલ સોલ્યુશન્સ લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે.
BIS લાયસન્સના ઓપરેશનલ અને કોમર્શિયલ પ્રભાવ:
- જાહેર ખરીદી માટે નિયમનકારી પાલન: સરકારી ભંડોળ આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંરક્ષણ અને જાહેર ક્ષેત્રના પ્રોજેક્ટ્સને સ્ટીલ પૂરું પાડવા માટે BIS પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત પૂર્વશરત છે. આ લાઇસન્સ ફરજિયાત ખરીદી માપદંડોને પૂર્ણ કરે છે, જે AM/NS Indiaને આ પ્રમાણિત ગ્રેડની જરૂર હોય તેવા સરકારી ભંડોળ આધારિત પ્રોજેક્ટ્સને સપ્લાય કરવાની મંજૂરી આપે છે.
- સ્થાનિક ઉપલબ્ધતા અને આયાતનો વિકલ્પ: IS 2062 (Part 2):2026 માટેના પ્રથમ સ્થાનિક લાયસન્સધારક તરીકે, AM/NS Indiaની Q&T સ્ટીલ પ્લેટ્સ માટે સ્થાનિક પુરવઠાનો સ્રોત પૂરો પાડે છે અને એવા બજાર સેગમેન્ટ્સની જરૂરિયાતો પૂરી કરે છે જે અગાઉ આયાતી સામગ્રી પર નિર્ભર હતા.
- પ્રોડક્ટ પોર્ટફોલિયોનું વિસ્તરણ: આ લાયસન્સથી કંપનીના હજીરા અને પુણે સ્થિત પ્લાન્ટ્સમાં ઉત્પાદિત વિશિષ્ટ ઉત્પાદનોનું વ્યાવસાયિક ધોરણે વિતરણ શક્ય બનશે; આ ઉત્પાદનોમાં ભાર સહન કરવો પડે તેવા સ્ટ્રક્ચરલ ઉપયોગો અને કાટ-પ્રતિરોધક કોટિંગ ધરાવતા ઉત્પાદનોનો સમાવેશ થાય છે
હજીરા અને પુણે ખાતે આવેલી AM/NS Indiaની અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓમાં ઉત્પાદિત આ પ્રમાણિત ઉત્પાદનો, ઝડપથી બદલાઈ રહેલી ઔદ્યોગિક જરૂરિયાતોને અનુરૂપ વિશિષ્ટ ઉકેલો વિકસાવવાની કંપનીની ટેકનિકલ ક્ષમતા અને તત્પરતા બતાવે છે. આ સિદ્ધિ કંપનીના પ્રતિષ્ઠિત ટ્રેક રેકોર્ડમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરે છે;
પહેલાંથી જ AM/NS Indiaનું સ્ટીલ ચેનાબ રેલ બ્રિજ અને INS સુરત, INS વિશાખાપટ્ટનમ તથા તાજેતરમાં સેવામાં નિયુક્ત કરવામાં આવેલા INS માલવણ જેવા વ્યૂહાત્મક નૌકાદળના પ્લેટફોર્મ્સ સહિતની મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સંપત્તિઓના નિર્માણમાં યોગદાન આપી રહ્યું છે.
તાજેતરમાં રજૂ કરાયેલ IS 2062 (ભાગ 2):2026 ખાસ કરીને ક્વેન્ચ્ડ એન્ડ ટેમ્પર્ડ સ્ટીલ પ્લેટ્સ માટે વિકસાવવામાં
આવેલું પ્રથમ BIS માનક છે. વિશિષ્ટ હીટ-ટ્રીટમેન્ટ પ્રક્રિયા દ્વારા ઉત્પાદિત Q&T સ્ટીલ અસાધારણ મજબૂતી અને ટકાઉપણું આપે છે, જેનાથી વધુ વજન સહન કરી શકે તેવા હળવા છતાં મજબૂત માળખાઓનું નિર્માણ કરવાનું શક્ય બને છે. આ ઉત્પાદનો સલામતી અને કાર્યક્ષમતા અત્યંત મહત્વપૂર્ણ હોય તેવા પુલ, ભારે એન્જિનિયરિંગ સાધનો, ખાણકામની મશીનરી, ઓફશોર સ્ટ્રક્ચર્સ, દરિયાઇ ક્ષેત્રના ઉપયોગો અને અન્ય પડકારજનક ઔદ્યોગિક વાતાવરણમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.
IS 19210:2025 માનક પ્રી-પેઇન્ટેડ ઝિંક-એલ્યુમિનિયમ-મેગ્નેશિયમ કોટેડ સ્ટીલ ઉત્પાદનો માટે ગુણવત્તા ફ્રેમવર્ક સ્થાપિત કરે છે. આ કેટેગરી હેઠળ AM/NS India દ્વારા પૂરું પાડવામાં આવતું ઉત્પાદન Optigal® પર આધારિત છે, જે આર્સેલરમિત્તલની વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ઝિંક-એલ્યુમિનિયમ-મેગ્નેશિયમ કોટેડ સ્ટીલ ટેકનોલોજી છે. પરંપરાગત કલર કોટિંગવાળા સ્ટીલનાં ઉત્પાદનોની તુલનામાં, અદ્યતન કોટિંગ નોંધપાત્ર રીતે શ્રેષ્ઠ કાટ પ્રતિકાર, ઉન્નત અદ્યતન સ્તરનું રક્ષણ, લાંબી આવરદા અને ઓછી જાળવણીની જરૂરિયાતો જેવા લાભો આપે છે. આ ઉત્પાદનોનો વ્યાપકપણે છત અને ક્લેડીંગ, પ્રી-એન્જિનિયર્ડ ઇમારતો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વેરહાઉસિંગ, રેલ્વે અને ઔદ્યોગિક બાંધકામમાં ઉપયોગ થાય છે.
AM/NS India હાલમાં 25 BIS લાઇસન્સ ધરાવે છે, જેમાં IS 3039, IS 18809:2024 અને IS 2062 (ભાગ 2):2026 હેઠળના 3 પ્રતિષ્ઠિત ઓલ ઇન્ડિયા ફર્સ્ટ લાઇસન્સનો સમાવેશ થાય છે; આ બાબત ભારતીય બજારમાં અદ્યતન સ્ટીલ ટેકનોલોજી અને વિશ્વ-સ્તરીય ઉત્પાદનો પૂરા પાડવામાં કંપનીનું સતત મોખરાનું સ્થાન બતાવે છે.
તાજેતરમાં પ્રાપ્ત થયેલી આ સ્વીકૃતિઓ કંપનીની પ્રતિષ્ઠાને આ ક્ષેત્રમાં એક પ્રચંડ અગ્રણી તરીકે રજૂ છે, જે વૈશ્વિક સ્તરે સ્થાપિત થયેલા સ્ટીલ સંબંધિત સોલ્યુશન્સ પૂરા પાડવા માટે સક્ષમ છે અને ભારતના લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્પાદન વિકાસને તાકાત આપે છે.