
ગુજરાતમાં ભારતની પ્રજાપતિ સમાજની સૌથી જુની સંસ્થા ગુજરાત પ્રજાપતિ સમાજ, અમદાવાદ દ્વારા ૧૦૦ વર્ષની ઉજવણીરૂપે શતાબ્દી મહોત્સવનું ઐતિહાસિક આયોજન ૧૩ એપ્રિલ, ૨૦૨૫, રવિવારના રોજ શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે પ્રમુખશ્રી કેશવલાલ એસ. પ્રજાપતિની આગેવાનીમાં ભવ્યતાથી સંપન્ન થયું. સમગ્ર ગુજરાતમાંથી સૌ પ્રથમવાર ૩૦૦ થી વધારે ગોળ સમાજના પ્રમુખો, આગેવાનો અને શ્રેષ્ઠીઓ સાથે ૧૫૦૦૦ થી વધુ ભાઈઓ-બહેનોએ પરિવાર સાથે ઉપસ્થિત રહીને શતાબ્દી મહોત્સવને ભવ્ય અને યાદગાર બનાવ્યો હતો.
શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે સમાજ દ્વારા ૫૦૦ દિકરીઓ માટે રૂા. ૩૫ કરોડના ખર્ચે અઘતન સુવિધાઓ યુક્ત કન્યા છાત્રાલયનું નિમાંણ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ પ્રસંગે BAPS સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીએ નિર્માણાધીન કન્યા છાત્રાલયના બ્રોશરનું વિમોચન કર્યું હતું તેમજ સામાજિક એકતા અને સર્વાંગી વિકાસ માટે ખુબ જ સચોટ પ્રવચન અને માર્ગદર્શન પુરું પાડયું હતું. ઉપસ્થિત તમામ જ્ઞાતિબંધુઓને સંસ્થાને પ્રતિબદ્ધ રહીને દરેક કાર્યમાં એકતા સાથે સહયોગ આપવાના પ્રણ લેવડાવ્યા હતા.

આ સમારંભમાં માનનીય સાસંદ શ્રી મયંકભાઈ નાયક તેમજ શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ (ભાજપ, નેતાશાસક પક્ષ AMC) એ ઉપસ્થિત રહીને પ્રસંગને દિપાવ્યો હતો. મયંકભાઈ નાયકે પ્રસંગોચિત ઉદબોધનમાં સમાજના સર્વાંગી વિકાસ અને શિક્ષણ અંગે માર્ગદર્શન પુરું પાડયું હતું તેમજ સમાજને નિર્માણાધીન કન્યા છાત્રાલય રૂ।. ૧૧ લાખનું દાન જાહેર સામાજિક સમરસતાનો એક ઉત્તમ દાખલો બેસાડયો હતો.
અમદાવાદ, સુરત, નવસારી, ઉત્તર ગુજરાત તેમજ ગુજરાતના અન્ય ભાગમાંથી પણ શ્રેષ્ઠીઓ અને દાતાઓએ રૂા. ૨૦ કરોડથી પણવધારેનું દાન લખાવ્યું હતું. જંખીતભાઈ સી. પ્રજાપતિ, અમદાવાદનાં અધ્યક્ષ સ્થાને તેમજ દિનેશભાઈ ડી. મિસ્ત્રી, નવસારીની વિશેષ ઉપસ્થિતિમાં આ સમારંભના મંચ પર સમાજના દાનવીર શ્રેષ્ઠીઓની સાથે શૈલેષભાઈ કે. પ્રજાપતિ (IAS, કલેકટરશ્રી, મહેસાણા), જયંતિભાઈ એસ. પ્રજાપતિ (IAS, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મોરબી), હસમુખભાઈ ડી. પ્રજાપતિ (IAS, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પોરબંદર), બાબુભાઈ એમ. પ્રજાપતિ (IAS, એડિશનલ કમિશનરશ્રી ડેવલોપમેન્ટ, ગાંધીનગર) એ ઉપસ્થિત રહીને સમારંભની શોભામાં વધારો કર્યો હતો.

આ સમગ્ર પ્રસંગના અભૂતપૂર્વ આયોજનમાં ડૉ. પ્રો. જયંતિભાઈ પ્રજાપતિ, વિજયભાઈ કે. પ્રજાપતિ, વસંતભાઈ જે. પ્રજાપતિ, કાંતિભાઈ જે. ઓઝા (સુરત), લાલજીભાઈ કે. પ્રજાપતિ અને સમાજના મહિલા સંયોજક વર્ષાબેન હારેજા અને અરુણાબેન પ્રજાપતિ સાથે ડૉ. વિધિ એન. ઓઝા, રાણીપ વિમેન્સ ક્રિએટિવ ગ્રુપના સભ્યો તેમજ અનેક કન્વીનર ભાઈઓ-બહેનોએ અથાગ પરિશ્રમ કર્યો હતો. જેના પરિણામ સ્વરૂપે ગુજરાત પ્રજાપતિ સમાજનું આ મહાસંમેલન સામાજિક એકતા માટેના તેના ઉદ્દેશ્યમાં સમાજની વિવિધ પેટા જ્ઞાતિઓને સાથે રાખીને અતિ ભવ્ય રીતે સફળ થયું હતું.