ગ્રીનમેન વિરલ દેસાઈએ સુરતના ગરિમા વયસ્ક વામા ગ્રુપ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ વિશે માર્ગદર્શન આપ્યું

By on
In ગુજરાત ખબર
Spread the love

સુરત, 13 જૂન 2025: જાણીતા પર્યાવરણવિદ્ અને ‘ગ્રીનમેન’ તરીકે ઓળખાતા શ્રી વિરલ દેસાઈએ સુરતના ગરિમા વયસ્ક વામા ગ્રુપની સખીવૃંદના વાર્ષિક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે સિનિયર સિટિઝન મહિલાઓ સાથે પર્યાવરણ સંરક્ષણ અને સસ્ટેનેબલ જીવનશૈલી વિશે રસપ્રદ અને પ્રેરણાદાયી વાતચીત કરી હતી.

કાર્યક્રમ દરમિયાન વિરલ દેસાઈએ સિનિયર સિટિઝન મહિલાઓને પર્યાવરણ સંરક્ષણના મહત્વ અંગે જાગૃત કર્યા. તેમણે ખાસ કરીને નવી પેઢીના બાળકોને પર્યાવરણ અને પ્રકૃતિ સંરક્ષણની વાર્તાઓ દ્વારા પ્રેરણા આપવા અને તેમને ટકાઉ જીવનશૈલી અપનાવવા માટે તૈયાર કરવાની જવાબદારી વિશે માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે દાદી અને નાની તરીકે આ મહિલાઓ બાળકોને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ સાથે જ વિરલ દેસાઈ વડીલો સમક્ષ તેમની મુવમેન્ટ ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાયમેટચોન્જ’ની સમજણ આપી હતી. અને જનજનને કોઈ રીતે આ મુહિમ સાથે જોડીને પર્યાવરણ સંરક્ષણના કાર્યો કરી શકાય એ વિશે કહ્યું હતું.

આ કાર્યક્રમમાં હાજર તમામ સિનિયર સિટિઝન મહિલાઓએ વિરલ દેસાઈના પ્રેરણાદાયી વિચારોની પ્રશંસા કરી અને તેમને અંતરના આશીર્વાદ આપ્યા. તેમણે દેસાઈને શુભેચ્છા પાઠવી કે તેઓ પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં વધુ ને વધુ ઉત્તમ કાર્ય કરે.

આ પ્રસંગે વિરલ દેસાઈએ પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું, ‘અનુભવી વડીલોને પર્યાવરણ સંરક્ષણ વિશે શીખવવું એ મારા ગજાની બહારની વાત છે. પરંતુ તેમના આશીર્વાદ લેવા એ મારા માટે અત્યંત અહોભાગ્યની ક્ષણ છે. તેમનો પ્રેમ અને સમર્થન મને પર્યાવરણ સંરક્ષણના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપે છે.