- બે દિવસમાં 34 હજારથી વધુ મુલાકાતીઓ, આજે અંતિમ દિવસે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પહોંચવાની આશા
સુરત: કદી ન અટકતા વિકાસ અને સતત વિસ્તરતા શહેર સુરતમાં ક્રેડાઈ સુરત દ્વારા આયોજિત GLAM સુરત પ્રોપર્ટી શો 2026ને શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. “ચમ-ચમાતા સુરતમાં ધમ-ધમતું” થીમને સાકાર કરતો આ ભવ્ય પ્રોપર્ટી શોનો છઠી આવૃત્તિ 9 થી 11 જાન્યુઆરી 2026 દરમિયાન વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ, અઠવા ખાતે યોજાઈ છે.
પ્રદર્શનના પ્રથમ બે દિવસમાં જ 34 હજારથી વધુ લોકો એ શોમાં હાજરી આપી છે. આયોજકોના જણાવ્યા અનુસાર રવિવારે અંતિમ દિવસ હોવાથી રેકોર્ડ બ્રેક જનમેદની ઉમટવાની શક્યતા છે. રિયલ એસ્ટેટમાં રોકાણ અને ઘર ખરીદી માટે શહેરવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના કારણે સમગ્ર સ્થળ ઉત્સવમય બની ગયું છે.
– “મળી જશે!” – દરેક સપનાની પ્રોપર્ટી એક જ છત નીચે
આ વર્ષે GLAM સુરત પ્રોપર્ટી શોનું મુખ્ય અભિયાન “મળી જશે!” લોકોને ખાસ આકર્ષી રહ્યું છે. સામાન્ય બજેટના ફ્લેટથી લઈને લક્ઝરી વિલા, સ્માર્ટ ઓફિસ, કમર્શિયલ સ્પેસ તથા ઇન્ડસ્ટ્રિયલ પ્લોટ સુધી દરેક વર્ગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા છે.
850થી વધુ ડેવલપર્સની હાજરી સાથે આ શો સુરતના GLAM એટલે કે Growth (વિકાસ), Luxury (વૈભવ), Amenities (સુવિધાઓ) અને Modernity (આધુનિકતા) ને મજબૂત રીતે પ્રદર્શિત કરે છે.

– ઘર ખરીદદારો અને રોકાણકારો માટે સુવર્ણ તક
GLAM પ્રોપર્ટી શોમાં અફોર્ડેબલ હાઉસિંગથી લઈને અલ્ટ્રા-લક્ઝરી સ્માર્ટ રેસિડેન્સ સુધીનું વિશાળ પોર્ટફોલિયો જોવા મળી રહ્યું છે. ક્રેડાઈ સાથે સંકળાયેલા ટોચના ડેવલપર્સ સાથે સીધો સંવાદ થવાથી ખરીદદારોમાં વિશ્વાસ અને પારદર્શિતા વધતી જોવા મળી રહી છે.
સાથે જ સુરતના ઝડપથી વિકસતા વિસ્તારોમાં દીર્ઘકાલીન રિટર્નની સંભાવનાઓને લઈને રોકાણકારોમાં વિશેષ રસ જોવા મળી રહ્યો છે.
30 વર્ષનો વિશ્વસનીય વારસો
ક્રેડાઈ સુરતના 30 વર્ષના પારદર્શક અને નૈતિક રિયલ એસ્ટેટ વ્યવસાયની છાપ આ ઇવેન્ટમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. વર્ષ 2026ની આ આવૃત્તિ માત્ર ઇમારતો પૂરતી સીમિત નથી, પરંતુ ‘સસ્ટેનેબલ લિવિંગ’ની વિચારધારાને પણ મજબૂતીથી આગળ ધપાવે છે. ગ્રીન એનર્જી, જળ સંરક્ષણ અને ટેકનોલોજી આધારિત સુરક્ષા ધરાવતા પ્રોજેક્ટ્સ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ક્રેડાઈ સુરતના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “સુરત સપનાઓ અને ઝડપી પરિવર્તનનું શહેર છે. GLAM સુરત પ્રોપર્ટી શો 2026 દ્વારા અમે એવું માહોલ સર્જી રહ્યા છીએ કે જ્યાં દરેક મુલાકાતી આ વિશ્વાસ સાથે પરત ફરે કે તેની સપનાની પ્રોપર્ટી તેને અહીં ‘મળી જશે’।”