Surat Athava Geta News: અઠવા ગેટ સ્થિત વનીતા વિશ્રામ કેમ્પસ ખાતે આજરોજ વીડીટી ગર્લ્સ હાઈસ્કૂલમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના સાથે થઈ હતી. તિલક લગાવી આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ શાળામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓનું આવકાર અપાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. સાથે જ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીનીઓ ને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળામાં આચાર્ય અને શિક્ષક સ્ટાફ દ્વારા વૃક્ષા રોપણ કરી પર્યાવરણ સંરક્ષણ નો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.