સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા મહિલા સ્ટાફ માટે નિઃશુલ્ક પૅપ ટેસ્ટ કેમ્પ

By on
In આરોગ્ય
Spread the love

મહિલા સ્ટાફ માટે નિઃશુલ્ક પૅપ ટેસ્ટ કેમ્પનું આયોજન સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા JCI સુરત મેટ્રો શક્તિના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ કેમ્પ 9મી સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 10:30 થી સાંજે 4:00 વાગ્યા સુધી સાર્વજનિક યુનિવર્સિટી બિલ્ડિંગ ખાતે યોજાયો હતો.

JCI સુરત મેટ્રો શક્તિ, પોતાની આરોગ્ય જાગૃતિ અભિયાન “એક સુર એક જંગ : સર્વિકલ કેન્સર કેમ્પ” અંતર્ગત આ પહેલમાં સહયોગી બન્યું હતું.

આ કેમ્પનો હેતુ મહિલાઓમાં સ્વાસ્થ્ય જાગૃતિ અને પ્રિવેન્ટિવ કાળજી અંગે પ્રોત્સાહન આપવાનો હતો. મહિલા સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લઈ આ પહેલને સાર્થક બનાવી યુનિવર્સિટી ના પ્રોવોસ્ટ Dr. કિરણ પંડ્યા અને રેજીસ્ટ્રાર શ્રી આશિષ દેસાઈ એ ભવિષ્ય માં આ પ્રકાર ની પ્રવૃત્તિ માટે પોતાનો સહકાર વ્યક્ત કર્યો હતો.

સાર્વજનિક યુનિવર્સિટી તથા JCI સુરત મેટ્રો શક્તીએ તમામ ભાગલેનાર મહિલાઓનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં આવા હેલ્થ અવેરનેસ કાર્યક્રમો આયોજિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.