દેશમાં સૌ પ્રથમ વખત, સુરતની કિરણ હોસ્પીટલમાં એકજ બ્રેઈન ડેડ વ્યક્તિના અંગો, એક દિવસે, એક સાથે ૭ વ્યક્તિઓમાં સફળ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા.

By on
In આરોગ્ય
Spread the love

કિરણ હોસ્પીટલે દેશમાં આરોગ્ય ક્ષેત્રે એક વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દેશના ઓર્ગન ફેલ્યોર લોકો માટે કિરણ હોસ્પિટલ આશાનું કિરણ બની છે. અંગદાતાઓના અંગો થકી અને કિરણ હોસ્પિટલના માધ્યમથી ઓર્ગન ફેલ્યોર લોકોને નવું જીવન મળે છે. 23 એપ્રિલના રોજ સુરતના 51 વર્ષીય બ્રેઈન ડેડ પન્નાબેન ના અંગોના દાન થકી ૭ લોકોને નવું જીવન મળ્યું છે, જેમાં ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ 34 વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું, લીવરનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના 42 વર્ષીય પુરુષમાં કરવામાં આવ્યું. કિડની નું ટ્રાન્સપ્લાન્ટ 38 વર્ષીય મહિલા અને 57 વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું. હાથનું ટ્રાન્સપ્લાન્ટ 43 વર્ષની મહિલામાં કરવામાં આવ્યું. આંખ(કોર્નિયા) નું ટ્રાન્સપ્લાન્ટ હૈદરાબાદ ની 40 વર્ષની મહિલામાં અને 62 વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું.

દેશમાં પ્રથમ વખત એક બ્રેઈન ડેડ વ્યક્તિના અંગોથી એકજ હોસ્પિટલમાં એક સાથે 7 વ્યક્તિઓમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયા હોય તેવી આ દેશની પ્રથમ ઘટના છે.

બ્રેઈન ડેડ માનવીના વિવિધ પ્રકારના અંગોનું ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરતી હોસ્પીટલની સંખ્યા દેશમાં ખુબજ ઓછી છે. સાત પ્રકારના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ધરાવતી હોસ્પીટલની સંખ્યા તો આંગળીના વેઢે ગણી શકાય એટલીજ છે, જયારે કિરણ હોસ્પિટલમાં 7 પ્રકારના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ વિભાગો કાર્યરત હોવાથી કિરણ હોસ્પીટલમાં એકજ દિવસે, એક સાથે 7 વ્યક્તિઓમાં સફળ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થઈ શક્યા છે.

કિરણ હોસ્પીટલ તમામ જટિલ બીમારીઓના ઈલાજ માટે સક્ષમ છે, 900 બેડ ધરાવતી કિરણ હોસ્પિટલમાં 8 વર્ષમાં 34 લાખથી વધારે દર્દીઓએ કિરણ હોસ્પિટલની સેવાનો લાભ લીધો. અતિ આધુનિક 400 કરોડના સાધનો સાથે શરીરમાં થતા તમામ રોગોના નિદાન અને સારવાર માટે 24 કલાક કિરણ હોસ્પિટલના 45 વિભાગો કાર્યરત છે.

દેશભરના લોકો કિરણ હોસ્પિટલમાં આવીને તમામ પ્રકારની જટિલ બીમારીઓની રીઝનેબલ પ્રાઈઝમાં ક્વોલીટી સારવાર લઈ રહ્યા છે. ફૂલ ટાઈમ 105 સુપર સ્પેશિયાલિસ્ટ અને 300 સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરો સાથે 2700 લોકોનો પેરામેડીકલ સ્ટાફ, લોકોને ઉત્તમ સારવાર આપવા માટે 24 કલાક પ્રયત્નશીલ રહે છે. દેશ-વિદેશના લોકો કિરણ હોસ્પિટલની સેવાનો લાભ મોટી સંખ્યામાં લઈ રહ્યા છે.

મથુરભાઈ સવાણી ચેરમેન કિરણ હોસ્પિટલ