
વિપુલ જોશી & અસોસિયેટ્સ ફર્મની યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા ઈનબાઉન્ડ ઇમિગ્રેશનમાં વિશેષતા
સુરત: સુરતના હિલ્ટન હોટેલ ખાતે આયોજિત પ્રેસ મીટમાં ઇમિગ્રેશન ક્ષેત્રમાં 20 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા તેમજ અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન (AILA)ના સભ્ય વિપુલ જોશીના આગેવાની હેઠળ એક પ્રતિષ્ઠિત લૉ ફર્મ વિપુલ જોશી & અસોસિયેટ્સએ હવે સુરતમાં પોતાની સેવાઓનું વિસ્તરણની જાહેરાત કરાઈ હતી. આ ફર્મ આંતરરાષ્ટ્રીય સ્તરના ઇમિગ્રેશન પ્રેક્ટિસ ધોરણોને અનુસરે છે અને મુખ્યત્વે અમેરિકા, કેનેડા અને ભારતમાં ઇનબાઉન્ડ ઇમિગ્રેશન સંબંધિત કેસોમાં વિશિષ્ઠ સ્તર ધરાવે છે.
આ ફર્મે અત્યાર સુધીમાં 100થી વધુ સબસ્ટિટ્યુશન કેસ સફળતાપૂર્વક સંભાળ્યા છે, જેમાં મૂળ અરજદારના અવસાન બાદ અરજી રદ થઈ ગયેલી હોય તેવી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. આવા કેસોમાં જૉઇન્ટ સ્પોન્સર ઉમેરવા જેવી કાનૂની પ્રક્રિયાથી અરજીઓને ફરી આગળ વધારવામાં સફળતા મેળવી છે. ઉપરાંત, ફર્મ જટિલ વેવર કેસોમાં પણ વિશેષ કુશળતા ધરાવે છે.

આ પ્રસંગે માહિતી આપતા વિપુલ જોશીએ જણાવ્યું હતું કે વિવિધ ઉદ્યોગોના ક્લાયન્ટ્સ સાથે કામ કરવાનો અનુભવ ધરાવતી આ ફર્મે સુરત તેમજ ગુજરાતના હીરા વેપારીઓને L-1 અને EB-5 પિટિશન ફાઈલ કરવામાં સહાયતા આપી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ફર્મે રોમાનિયા નાગરિકો માટે ભારતના બિઝનેસ વિઝા મેળવ્યા બાદ તેમના ભારતીય નાગરિક સાથે લગ્ન થયા પછી X-1 વિઝા મેળવવામાં મદદ કરી છે. ઉપરાંત ઝિમ્બાબ્વેના નાગરિકો માટે પણ બિઝનેસ વિઝા પ્રક્રિયામાં સહાયતા પૂરી પાડી છે.
ફર્મ OCI રિનન્સિએશન અને OCI એપ્લિકેશન જેવી સેવાઓ પણ પૂરી પાડે છે. સાથે જ રશિયા, યુનાઇટેડ કિંગડમ, દુબઈ સહિતના દેશોમાં વિઝા રિફ્યુઝલ બાદ ક્લાયન્ટ્સને સફળતા અપાવવામાં પણ મદદ કરી છે. તેમજ ક્લાયન્ટની માંગને ધ્યાનમાં રાખીને ફર્મ પોલેન્ડ અને શેન્ગેન વિઝા માટે પણ માર્ગદર્શન આપે છે, જોકે આ તેમનું મુખ્ય વિશેષ ક્ષેત્ર નથી. ફર્મની કામગીરીનું કેન્દ્રબિંદુ ક્લાયન્ટ-સેન્ટ્રિક અભિગમ છે, જેમાં દરેક કેસ માટે વિગતવાર બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવે છે અને સંપૂર્ણ પારદર્શિતા સાથે ક્લાયન્ટને સંભવિત પડકારો અને વાસ્તવિક પરિણામોની જાણ કરવામાં આવે છે.
વધુમાં મુંબઈ સ્થિત ઓફિસ સાથે કાર્યરત આ ફર્મે 9 એપ્રિલ 2026ના રોજ પોતાની બીજી વર્ષગાંઠ ઉજવી હતી અને આ જ દિવસે પોતાની પ્રથમ ઓફિશિયલ ન્યૂઝલેટર પણ લોન્ચ કરી હતી.