સુરતમાં પ્રથમ વખત ઇવેન્ટ કોન્ક્લેવ: ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીને મળશે નવો આયામ

By on
In ગુજરાત ખબર
Spread the love

તારીખ: 23 ઑગસ્ટ 2025 સ્થળ: એડવૈતા બૅન્ક્વેટ એન્ડ લોન, ડુમસ એરપોર્ટ રોડ, સુરત

સુરત. સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિયેશન (SGEMA) દ્વારા સુરતમાં પ્રથમ વખત ભવ્ય ઇવેન્ટ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મંચ ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીના પ્રોફેશનલ્સ, નિષ્ણાતો અને ઉત્સાહી લોકોને એક સાથે લાવીને જ્ઞાન-વિનિમય, નેટવર્કિંગ અને વ્યવસાયના વિસ્તરણ માટે નવા અવસર પૂરા પાડશે. આ કાર્યક્રમમાં 500+ વ્યક્તિઓ જોડાશે તેવી અપેક્ષા છે.આ
કાર્યક્રમનો પ્રારંભ 23 ઑગસ્ટ સવારે 10:00 વાગ્યે થશે. કીનોટ એડ્રેસ સબ્બાસ જોસેફ આપશે, જે રાષ્ટ્રીય સ્તરે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીનું પ્રતિષ્ઠિત નામ છે. ત્યારબાદ ચાર સત્રો—સંગમ, મंथન, બજાર અને ઉત્સવ—રૂપે કાર્યક્રમ આગળ વધશે.
SGEMA ના પ્રમુખ હર્ષ ભાયાએ જણાવ્યું હતું કે
“સુરત દેશના સૌથી ઝડપી ઊભરતા ઇવેન્ટ હબમાંનું એક છે. SGEMAનો પ્રયાસ છે કે અમે પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સને વધુ ઊંચું લઈ જઈએ, યુવાઓને મેન્ટરશિપ આપીએ અને વર્લ્ડ-ક્લાસ ઇવેન્ટ્સ માટે લોકલ ઇકોસિસ્ટમને સક્ષમ બનાવીએ।” તેમના નેતૃત્વ હેઠળ SGEMA ઇન્ડસ્ટ્રી સહયોગ, કૌશલ્ય વિકાસ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપતા કાર્યરત છે.
SGEMA ના ફાઉન્ડર મેમ્બર તથા SGEMA EVOLVE 2025 ના ઇવેન્ટ ચેરમેન વૈભવ અગ્રવાલે જણાવ્યું હતું કે “આ કોન્ક્લેવ સુરતની ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી માટે ઐતિહાસિક પગલું છે. અમારો હેતુ સ્થાનિક પ્રોફેશનલ્સને વૈશ્વિક મંચ પર ઓળખ અપાવવાનો તથા મોટા ઇવેન્ટ્સના આયોજનમાં નિપુણતા મેળવવાનો અવસર પૂરો પાડવાનો છે, જેથી તેઓ નવા ટ્રેન્ડ્સ, ટેકનોલોજી અને નેટવર્કિંગ દ્વારા પોતાના વ્યવસાયને નવા સ્તરે લઈ જઈ શકે.
ચાર સત્રો – ચાર ફોકસ એરિયા
સંગમ: ઉદ્યોગ નિષ્ણાતો, કીનોટ સ્પીકર્સ અને પ્રોફેશનલ્સ સાથે હાઇ-ઇમ્પેક્ટ નેટવર્કિંગ અને આઈડિયા એક્સચેન્જ.
મંથન: ઇન્ડસ્ટ્રી ટ્રેન્ડ્સ, મોટા ઇવેન્ટ્સની પ્લાનિંગ, AI નો ઉપયોગ (લાભ-ગેરલાભ), ઇવેન્ટ સેફ્ટી અને Weddings in India જેવા વિષયો પર ઊંડાણભરી ચર્ચા.
બજાર: ઝડપી વધતા ઇવેન્ટ માર્કેટ, તેની જરૂરિયાતો અને નવા બિઝનેસ મોડલ્સ પર ફોકસ.
ઉત્સવ: સમાપન ભવ્ય સમારોહ સાથે, જ્યાં પ્રતિભાગીઓ દિવસભરની શિખામણની ઉજવણી કરશે અને સહકારના નવા અધ્યાય શરૂ કરશે।