
19 ઓગસ્ટ, 2025 “એક દેશ, એક મિશન – પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” વિષય પર આજે તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરતના ધોરણ 6 થી 7 ના વિદ્યાર્થીઓ દ્વારા વી. આર. મોલ ખાતે એક અર્થપૂર્ણ અને જાગૃતિસભર નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન માત્ર મનોરંજક જ ન હતું, પરંતુ સમાજમાં એક ઊંડો સંદેશ છોડી જતો કાર્યક્રમ બન્યો હતો.
આ નાટક દ્વારા વિદ્યાર્થીઓએ વડાપ્રધાનશ્રીએ લીધેલા “વર્ષ 2025ના અંત સુધી ભારતમાં એકલ ઉપયોગવાળી પ્લાસ્ટિકને સંપૂર્ણપણે બંધ કરવાની પ્રતિબદ્ધતા” ને સાકાર બનાવવા પોતાની ભૂમિકા નિભાવવાનો પ્રયાસ કર્યો. સાથે જ પ્લાસ્ટિકના ઉપયોગથી થતું પ્રદૂષણ, આરોગ્ય પર થતો પ્રભાવ અને પર્યાવરણના સંકટને રસપ્રદ સંવાદો, ભાવનાત્મક દ્રશ્યો અને અસરકારક અભિનય દ્વારા રજૂ કરવામાં આવ્યા.
નાટકની ખાસિયત એ રહી કે તેમાં વર્તમાન સમયની સચ્ચાઈ, સમાજની ભૂમિકા અને ઉકેલના સૂચનોને સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યા.
વિદ્યાર્થીઓએ સંદેશ આપ્યો કે –
પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરો,
પુનઃઉપયોગ (Reuse) અને પુનઃચક્રણ (Recycle) અપનાવો,
ઘરેલુ ઉપયોગ માટે કપડાના કે જુટના થેલાં વાપરો,
અને સમાજમાં જાગૃતિ ફેલાવો.
વિદ્યાલયની આ પહેલ “ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન” અને સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસના લક્ષ્યો (SDGs) ને અનુરૂપ એક પગલું હતું, જે દર્શાવે છે કે પરિવર્તનની શરૂઆત શાળાઓમાંથી પણ થઈ શકે છે.
આ પ્રસંગે વાલીઓ, શિક્ષકો અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમની ગૌરવવૃદ્ધિ કરી. સૌએ વિદ્યાર્થીઓના ઉત્સાહ અને સામાજિક જાગૃતિની પ્રશંસા કરી.
“એક દેશ – એક મિશન: પ્લાસ્ટિક મુક્ત ભારત” ની આ અભિયાન શાળા સ્તરે પણ સંપૂર્ણપણે જીવંત દેખાઈ.
સંપર્ક માટે:
તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ