વડોદરા, પ્રીમિયમ બ્રાન્ડેડ પ્રોડક્ટ્સને કિફાયતી કિંમતે ગ્રાહકો સુધી પહોંચાડતા અને ઝડપથી આગળ વધી રહેલ રિટેલ અને બી ટુ બી પ્લેટફોર્મ બ્રાન્ડેડ ફેક્ટરી દ્વારા 23 મે 2026, શનિવારના રોજ વડોદરામાં ગુજરાતના સૌથી મોટા બ્રાન્ડેડ ફેક્ટરી રિટેલ આઉટલેટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ મેગા લોન્ચ અને વિશેષ પ્રેસ કોન્ફરન્સમાં દેશના જાણીતા ઉદ્યોગપતિ, બિઝનેસ મેન્ટર તથા બડા બિઝનેસના સ્થાપક અને સીઈઓ ડૉ વિવેક બિન્દ્રાએ શેરહોલ્ડર તરીકે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી. આ પ્રસંગે અભિનેતા અને ઉદ્યોગપતિ વિવેક ઓબેરોય સહિત અનેક જાણીતી હસ્તીઓ પણ હાજર રહી.
બારોડા સ્ક્વેર, બી પી સી રોડ, અલ્કાપુરી સ્થિત આ મેગા આઉટલેટ એક લાખથી વધુ વર્ગફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે, જ્યાં ગ્રાહકો માટે એક લાખથી વધુ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. ફેશન, એક્સેસરીઝ, લાઇફસ્ટાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ સહિત અનેક કેટેગરીઝમાં ઉપલબ્ધ આ આઉટલેટ ગુજરાતના સૌથી મોટા વેલ્યુ-ડ્રિવન શોપિંગ ડેસ્ટિનેશન્સમાંનું એક માનવામાં આવી રહ્યું છે.
20 વર્ષથી વધુના હોલસેલ વિતરણના અનુભવ અને 150થી વધુ મુખ્ય બ્રાન્ડ્સ સાથેની મજબૂત ભાગીદારી દ્વારા બ્રાન્ડેડ ફેક્ટરી ગ્રાહકોને મોટા પાયે પ્રીમિયમ શોપિંગ અનુભવ આપવાની દિશામાં કાર્યરત છે. લોન્ચ પ્રસંગે વિવિધ કેટેગરીઝમાં 50 ટકાથી 90 ટકા સુધીના આકર્ષક ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યા હતા, જેના કારણે ગ્રાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.
