સુરત જિલ્લાના ખેડૂતો માટે જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા માર્ગદર્શિકા જાહેર: ખેતરમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

District Agriculture Branch Releases Guidelines for Surat District Farmers: Things to Keep in Mind While Using Pesticides in the Farm
Spread the love

Surat News: સુરત જિલ્લાના ખેડૂતો માટે જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા ખેતરમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે એક માર્ગદર્શિકા જાહેર કરાય છે. જે અનુસાર જંતુનાશક દવાઓ બાળકોની પહોંચથી દૂર જ રાખવી જોઈએ. શક્ય હોય તો તેને એક રૂમમાં રાખીને તાળું મારી દેવું જોઈએ. જંતુનાશક દવાનો ઉપયોગ કરતાં પહેલા પેકિંગ પર લખેલી સૂચના કાળજીપૂર્વક વાંચવી જોઈએ. જંતુનાશક દવાનાં પેકિંગ પર સમાપ્તિ તારીખ તપાસવી અને સમાપ્તિ તારીખ પહેલા જ જંતુનાશક દવાઓ ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશક દવાનો છંટકાવ શરૂ કરતાં પહેલા સ્પ્રેયર (દવા છાંટવાનો પંપ) સારી હાલતમાં છે કે નહીં તેની ચકાસણી કરી લેવી જોઈએ. ટપકતા અને તૂટેલા સ્પ્રેયરનો ઉપયોગ કરવો નહીં.

અને જંતુનાશક દવાનાં પ્રવાહી મિશ્રણને સ્પ્રેયરની ટાંકીમાં ભરતી વખતે ગળણીનો ઉપયોગ અવશ્ય કરવો. પ્રવાહી મિશ્રણ ઉભરાય નહીં તેની ખાસ કાળજી રાખવી જોઈએ. જંતુનાશક દવાનો છંટકાવ કરતાં પહેલા છંટકાવ કરનારે હાથ મોજા, માસ્ક, પ્રોટેક્ટિવ કપડાં, ચશ્માં તથા ગમબુટ અવશ્ય પહેરવા જોઈએ. વાતાવરણ શાંત હોય ત્યારે સવારે અથવા સાંજે જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. દવાનો છંટકાવ કરતી વખતે સમયે શરીર પર જંતુનાશક દવા ન પડે તેની ખાસ કાળજી રાખવી. હંમેશા પવનની દિશામાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. જંતુનાશક દવાને શ્વાસમાં જતી અટકાવવા લાન્સ તથા નોઝલને વધુ ઊંચાઈએ રાખી છંટકાવ કરવો નહીં. જંતુનાશક દવાનો છંટકાવ કર્યા પછી પાણી પીતા, જમતા પહેલા, કોઇપણ વસ્તુ ખાતા કે ચાવતા પહેલા કે ધૂમ્રપાન કરતાં પહેલા હંમેશા હાથ-મોં સાબુથી ધોવા જોઈએ. જંતુનાશક દવા છાંટતી વખતે બેચેની જણાય તો તરત જ છંટકાવ બંધ કરવો.

અને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જંતુનાશક દવા વાપરી હોય તેવા ડબ્બાનો સંગ્રહ કરવા કે અન્ય કોઇપણ ઉપયોગ માટે વાપરવા જોઈએ નહીં. દવાના વરાયેલા ખાલી ડબ્બાઓ, બોટલોને તોડીને તેનો નાશ કરવો જોઈએ. જંતુનાશક દવાનો છંટકાવ પૂરો કર્યા પછી સાબુથી સ્નાન કરવું. પહેર્યા હોય તે કપડાંને પાણીથી ખૂબ સારી રીતે ધોવા જોઈએ.


ધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે-તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ-જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ ઉપયોગ કરવો. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અઘિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામમક(વિસ્તરણ) અથવા નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરી શકાશે એમ ખેતીવાડી અધિકારી-સુરતની યાદીમાં જણાવવામાં આવ્યું છે.