AURO યુનિવર્સિટીમાં 12મા દીક્ષાંત સમારોહની ઉજવણી કરાય

Spread the love

સુરત, 6 ડિસેમ્બર, 2024 – AURO યુનિવર્સિટીએ ઈન્ટિગ્રલ અને ટ્રાન્સફોર્મેશનલ લર્નિંગ માટે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા દર્શાવવા માટે શુક્રવારે, ડિસેમ્બર 6, 2024 ના રોજ તેના 12મા દીક્ષાંત સમારોહની ઉજવણી કરી..
AURO યુનિવર્સિટીએ ઉત્કૃષ્ટ રેન્ક ધારકોને કુલ 41 મેડલ [16 ગોલ્ડ-પ્લેટેડ મેડલ અને 25 સિલ્વર મેડલ] એનાયત કર્યા હતા, જેમાં 23 ગર્લ્સ મેડલિસ્ટ્સ કે જેઓ 18 બોય્ઝ રેન્ક ધારકો સમાવિષ્ટ થયા.
કુલ મળીને, 275 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી જેમાં 156 છોકરાઓ અને 119 છોકરીઓનો સમાવેશ થાય છે. જેમાં 200 સ્નાતકો, 71, અનુસ્નાતક અને 04 સંશોધન વિદ્વાનોને સ્કૂલ ઑફ બિઝનેસ, લૉ, ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને લિબરલ આર્ટ્સ એન્ડ હેઠળ પીએચડીની ડિગ્રી આપવામાં આવી હતી. પદવીદાનના અનુક્રમે સ્કૂલ ઑફ બિઝનેસે યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું 120 ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી, ત્યારબાદ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી[44], લૉ [28] લિબરલ આર્ટસ એન્ડ હ્યુમન સાયન્સ અને હોસ્પિટાલિટી પ્રત્યેક [23] જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન [21] અને ડિઝાઇન [16] વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી.
, માનનીય વાઇસ ચાન્સેલર, પ્રોફેસર પરિમલ એચ. વ્યાસે તેમના પ્રેરણાદાયી સંબોધનમાં NEP-2020 ના અમલીકરણ સહિત, AURO યુનિવર્સિટીના મુખ્ય લક્ષ્યો અને નોંધપાત્ર સિદ્ધિઓ વિષે વાત કરી. તેમણે રેન્ક ધારકોને પણ અભિનંદન પાઠવ્યા હતા તેમજ 2024 ના વર્ગના મેરીટોરીયસ સ્નાતક વિદ્યાર્થીઓને ભવિષ્યની પ્રેરણા આપી અને તેમની સિદ્ધિની પ્રશંસા કરી હતી.

સ્થાપક પ્રમુખ અને માનનીય ચાન્સેલર શ્રી હસમુખ પી. રામાએ પ્રમુખીય પ્રવચનમાં જણાવ્યું કે, “અમે અમારા વિદ્યાર્થીઓને એવા મૂલ્યો અને સિદ્ધાંતો સાથે તૈયાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ જે તેમને અર્થપૂર્ણ જીવન જીવવામાં અને તેમને સમાજ ઉપયોગી સેવા આપવા માટે સક્ષમ બનાવે.”
વિશેષ અતિથિપદે ઉપસ્થિત શ્રેષ્ઠ ઉદ્યોગપતિ અને પદ્મશ્રી પુરસ્ક્રુત શ્રી સવજીભાઈ ધોળકિયા (હરી કૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા. લિ.ના સ્થાપક અને અધ્યક્ષ)એ તેમના ભાવનાત્મક ઉદબોધનમાં દ્વારા વિદ્યાર્થીઓને જીવનના મૂળભૂત મૂલ્યો માટે પ્રોત્સાહિત કર્યા અને સમાજ ઉપયોગી થવાનો સંદેશ આપ્યો. તેઓએ જણાવ્યું કે, “વિદ્યાર્થીઓએ માત્ર સફળતા માટે જ પ્રયત્ન નહીં કરવો જોઈએ, પરંતુ સમાજની સેવા કરવા અને રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા માટે સમર્પિત રહેવું જોઈએ.”
AURO યુનિવર્સિટીનો 12મોં દીક્ષાંત સમારોહ સર્વગ્રાહી શિક્ષણના ઉદ્દેશ્ય પ્રત્યેના તેના નીષ્ઠાત્મક પ્રયત્ન અને યુનિવર્સિટીની ટેગ લાઇન ‘લર્નર્સ ટુ લીડર્સ’ની અનુભૂતિને ગૌરવપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે, જેઓ ભારતને @2047માં “વિકસિત ભારત” માં રૂપાંતરિત કરવામાં તેમની સંપૂર્ણ પ્રતિબદ્ધતા અને નવીન દ્રષ્ટિ દ્વારા વિકાસ કરી રહ્યા છે જે આપણા પ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પરીકલ્પના મુજબ નજીકના ભવિષ્યમાં ‘નયા ભારત’નું નિર્માણ કરશે.