Uncategorized

લિંબાયત માં વેસ્ટેજ ટાઈલ્સ ના ઢગલા માંથી નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યુ, નિષ્ઠુર જનેતા સામે ફિટકાર

 

સુરત. સુરતમાં ફરી એક નિષ્ઠુર વ્યક્તિની કરતુત સામે આવી છે જેમાં નવજાત બાળકને મૃત હાલતમાં ત્યજી દેવાયો હોવાની ઘટના લિંબાયત વિસ્તારમાં બનતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

      સુરતમાં ફરી એક નવજાત મૃત હાલતમાં મળી આવ્યો છે. વાત એમ છે કે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ ખાડી કિનારે ટાઈલ્સના વેસ્ટ રૂમમાંથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો જેને લઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ નવજાતનો મૃતદેહ કબ્જે લઈ અજાણી નિષ્ઠુર વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધી, આસપાસ માં લગાવેલા સીસીટીવી ફૂટેજ તપાસી વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ નવજાતને મૃત હાલતમાં ત્યજી દેનાર જનેતા સામે લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો. હાલ તો પોલીસે નવજાતના મૃતદેહનો કબ્જો લઈ અજાણી નિષ્ઠુર જનેતા એ કયા કારણ વશ નવજાત બાળક ને ત્યજી દીધું છે તે અંગે ની સંપૂર્ણ તપાસ હાથ ધરી છે.
હવસખોર ના પંજા માંથી ૬વર્ષ ની બાળા પીંખાતા બાલ બાલ બચી

 

સુરત. સુરતમાં ફરી એક બાળા હવસખોરની શિકાર બનતા બાલ બાલ બચી ગઈ હતી. 6 વર્ષની બાળાના કપડા ઉતારી પાડોશીએ બળાત્કારનો પ્રયાસ કર્યો હતો

સુરતમાં ફરી એક બાળા હવસખોરની શિકાર બનતા બાલ બાલ બચી ગઈ હતી. 6 વર્ષની બાળાના કપડા ઉતારી પાડોશીએ બળાત્કારનો પ્રયાસ કર્યો હતો જો કે તે જ સમયે બાળાની નાની આવી જતા બુમાબુમ કરતા લોકોએ દોડી આવી નરાધમને મેથીપાક આપી પોલીસને સોંપતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

  પાંડેસરા શ્રમ વિસ્તારમાં નાનીને ત્યાં રહેતી 6 વર્ષની બાળકી પર તેના જ પડોશમાં રહેતા નરાધમે રેપ કરવાના ઈરાદે પોતાના રૂમમાં લઈ ગયો હતો. નાનીએ બાળકીને બૂમો પાડતા તેનો અવાજ બાજુના રૂમમાંથી આવ્યો હતો. આથી નાનીએ પડોશીનો દરવાજો ખખડાવ્યો છતાં તેણે ખોલ્યો ન હતો. નાનીએ પડોશીની રૂમની બારી જોર જોરથી ઠોકતા ખુલી ગઈ હતી. રૂમમાં જોતા નરાધમ પોતે નગ્ન હતો સાથે બાળકીના પણ કપડાં કાઢી નાખ્યા હતા. નાનીએ આજુબાજુમાં રહેતા લોકોને મદદ માટે બોલાવ્યા હતા. સ્થાનિકો બૂમ બરાડા સાંભળીને તાત્કાલિક જમાં એકઠા થઈ ગયા હતાં જમાં થયેલા લોકો રૂમ પાસે પહોંચી રૂમનો દરવાજો ખોલાવી પડોશીની બરાબરની ધોલાઈ કરી 100 નંબર પર પોલીસને જાણ કરી હતી જેથી પાંડેસરા પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી. હવસખોર પડોશી અનિરૂદ્ધ અનુજ અમરલાલસીંગને પકડી પાડી પોલીસે છેડતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
આખરે વિવાદોમાં ઘેરાયેલા સુરતના આરટીઓ ગજ્જર ની ગાંધીનગર બદલી

 

સુરત. આરટીઓ તરીકે ઓક્ટોબર મહિનામાં જ એટલે કે છ મહિના પહેલા જ સુરત આવેલા મેહુલ ગજ્જરની આખરે ગાંધીનગર ખાતે રોડ સેફ્ટી ઓથોરિટીમાં બદલી કરાઈ છે.

સુરતના વિવાદીત આરટીઓ ગજ્જરને ગાંધીનગર રોડ સેફ્ટી ઓથોરિટીમાં બદલી કરાઇ છે. ગુરૂવારે મોડી રાત્રે 16 આરટીઓની ટ્રાન્સ્ફરનો ગંજીપો ચીપાયો હતો. હવે સુરતમાં વડોદરાના ઇન્ચાર્જ આરટીઓ એ.એમ. પટેલને ચાર્જ સોંપાયો છે. આરટીઓ મેહુલ ગજ્જરની ઓક્ટોબરમાં જ સુરતમાં બદલી થઇ હતી. છ મહિનામાં તેમને લઈ અનેક નાના-મોટા વિવાદો છે. કેટલાક પ્રિય એજન્ટોના તમામ કામો થઇ જતા હોવાની પણ વાતો છે. બે મહિના પહેલા જ ગજ્જર સામે એસીબીમાં ફરિયાદ થઇ હોવાની વાત પણ હતી. જો કે, આ બાબતે કોઇ સમર્થન મળ્યું ન હતું.

વરાછામાં મોબાઇલ સ્નેચર્સનો આતંક, એક સાથે બની બે ઘટના

 

સુરત. વરાછા પોલીસ મથકની હદમાં વરાછા ઝોન ઓફિસ પાસેથી અને ત્રિકમનગર શહિદ વિર ભગતસિંહ ગાર્ડન પાસેથી બે યુવાનોના મોબાઈલ સ્નેચીંગ કરાયા હોવાની ફરિયાદ નોંધાવવા પામી છે.

સુરતમાં ઘણા સમયથી મોબાઈલ સ્નેચર ગેંગનો આતંક વધી રહ્યો છે. ત્યારે વરાછા પોલીસ મથકની હદમાં વરાછા ઝોન ઓપિસ સામે પંચવટીની વાડી પાસેથી પસાર થતા પુણાગામ ખાતે રેહતા પરિક્ષિત વસાણીના હાથમાંથી મોંઘોદાટ મોબાઈલ લુંટી બાઈકરો ભાગી છુટ્યા હતાં. જ્યારે વરાછા ત્રિકમનગર શહિદ વીર ભગતસિંહ ગાર્ડન પાસેથી પસાર થતા કામરેજ ખાતે રહેતા રવી રાઠોડના હાથમાંથી પણ બાઈકરો મોંઘોદાટ મોબાઈલ લુંટી ભાગી છુટ્યા હતાં. હાલ તો બનાવને લઈ વરાછા પોલીસે મોબાઈલ સ્નેચીંગની ફરિયાદો લઈ વધુ તપાસ હાથ ધરી છે.

દેશભરમાં આજે 74માં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

 

અઠવા ગેટ સ્થિત વનિતા વિશ્રામ શિક્ષા સંકુલ ખાતે પણ ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વનિતા વિશ્રામ પરિસરમાં આવેલા બાજી ગૌરી ઓપન એર થિયેટર ખાતે યોજાયેલ પ્રજાસત્તાક પર્વ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે વનિતા વિશ્રામ ના ચેરમેન કૃપલાણી દેસાઈ, વાઈસ ચેરમેન પ્રવીણ વોરા, સેક્રેટરી મનહર દેસાઈ અને પૂર્વ કુલપતિ ડૉ.દક્ષેશ ઠાકર હજાર રહ્યા હતા. આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને એનસીસી કેડેટ્સ દ્વારા પરેડ કરવામાં આવી હતી અને રાષ્ટ્રધ્વજને સલામી અપાઇ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ડાન્સ, લોકનૃત્ય અને નાટક વગેરે રજૂ કરી વિદ્યાર્થીઓએ સૌને મનોરંજન પુરૂ પાડ્યું હતું. આભાર વિધિ સાથે સમારોહનું સમાપન થયું હતું.

આશા- એક ગુજરાતી અર્બન મૂવી, 22મી એપ્રિલ 2022ના રોજ સિનેમાઘરોમાં આવવાની તૈયારીમાં

 

અમદાવાદ: ગુજરાતી સિનેમા, જેને ઢોલીવુડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગુજરાતી ભાષાનો ફિલ્મ ઉદ્યોગ છે. તે ભારતના સિનેમાના મહત્વના પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગોમાંનું એક છે, જેણે તેની શરૂઆતથી અત્યાર સુધીમાં ૧૦૦૦+ ફિલ્મોનું નિર્માણ કર્યું છે.

શ્રી મુવી ડેવલપર્સ, શ્રી અમિત બી પટેલની માલિકીની મુંબઈ સ્થિત મૂવી પ્રોડક્શન કંપની, આશા – ગુજરાતી અર્બન મૂવી લઈને આવી રહી છે.
@dpatelofficial નો પરિચય દીપક તરીકે.

અમારી ફિલ્મનો હીરો દીપક જે આશા ને પાગલપણે પ્રેમ કરે છે તેને અપેક્ષા કરતાં વધુ પ્રેમ કરવા બદલ સજા મળે છે. એનો શું વાંક, કે એના મા-બાપે એનું નામ દીપક રાખ્યું, એ દીવો જે અંધારામાં પોતે જ પ્રગટે છે અને લોકોને પ્રકાશ આપે છે? તે રસ્તો બતાવે છે, ઓલવાઈ ગયા પછી પણ તેના ભાગ્યમાં અંધકાર આવે છે, અને તેણે જેમને પ્રકાશ આપ્યો હતો તે લોકો પણ ભૂલી જાય છે. એમને બીજા માટે એટલું બધું કર્યું તો પણ જોવો એમનું નસીબ કેવું છે.

@vimmybhat ને આશા તરીકે રજૂ કરી રહ્યા છીએ, એક મહિલા જે તેના સાચા પ્રેમ સામે તેની મહત્વાકાંક્ષાઓથી આગળ બલિદાન આપે છે. દરેક વ્યક્તિએ જોવી જોઈએ એવી ફિલ્મ. સ્ત્રી એક વણઉકેલાયેલ કોયડો છે, જેના ત્યાગની કોઈ મર્યાદા નથી, કહેવાય છે કે ભગવાન પણ સ્ત્રીને સમજી શક્યા નથી, તેના અનેક રૂપ છે. સ્ત્રી ક્યારે અને ક્યાં પોતાના માટે જીવી શકી છે, તે બાળપણમાં તેના માતાપિતા અને રમકડાંને પ્રેમ કરે છે. જ્યારે તેઓ ભાઈ-બહેન હોય ત્યારે તેઓ તેમને પ્રેમ કરે છે. લગ્ન પછી પતિ, સાસુ અને સસરા; પછી તે બાળકોને પ્રેમ કરે છે, સેવા કરે છે, પછી પુત્રવધૂની સંભાળ રાખે છે. સ્ત્રી પોતાના જીવનમાં પોતાના માટે જીવવા માંગતી હોય તો પણ ક્યારેય જીવી શકતી નથી, તેનું જીવન જોઈને ભગવાનની આંખોમાં આંસુ આવી જાય છે. અમારી ફિલ્મ આશાની વાર્તા, આશાને સર્વોચ્ચ બલિદાનનું પરિણામ શું મળે છે?

શું થયું, આશા અને દીપકનો પ્રેમ કોણે જોયો, સમાજના બંધનોએ તેમના પર નિયંત્રણો લાદ્યા કે પછી બંને સમાજની બેડીઓ સામે બળવો કરીને એક થઈ ગયા.

નિસર્ગ ત્રિવેદી, કોમલ પંચાલ, હરેશ દાગીયા, મુકેશ રાવ, મમતા ભાવસાર, વિધિ શાહ, મેહુલ ભોજક, સોનાલી નિકમ, જીગ્નેશ મોદી, પૂજા પટેલ, યામિની જોશી, નીલ સોની, રમીલા મિસ્ત્રી, મુકેશ જાની, ખુશ્બુ પટેલ, રવિ રાઠોડ સ્ટારર ફિલ્મ. મિતેન રાવલ, આકાશ ઝાલા, નિલેશ બ્રહ્મભટ્ટ, કાર્તિક દવે, નિકિતા શર્મા, ભરત પટેલ, નરેશ પ્રજાપતિ, સારેખ્યા જયસ્વાલ, અરમાન સોથ, અનિલ પટેલ, યતિન જૈન, પ્રિન્સી કંસારા, ત્રિશા પરમાર, સોહન સોલંકી અને કેવિન ગાંધી.
ગુજરાતી અર્બન ફિલ્મ, આશા, ૨૨ એપ્રિલ ૨૦૨૨ ના રોજ સમગ્ર ગુજરાતમાં ૩૦ થી વધુ શહેરો અને ૭૦ થી વધુ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. તો તમારા પરિવાર સાથે જાઓ અને તમારા નજીકના સિનેમા ઘરોમાં ચોક્કસ જુઓ અને તમારા રિવ્યુ અમારા સોશિયલ મીડિયા પર મોકલો.

પ્રખ્યાત ગુજરાતી ભજન હરી તું નું જગદીશ ઇટાલિયા દ્વારા રીમેક વર્જન રજૂ કરાયું

 

સુરત: લોકમુખે સતત ગવાતા સંભળાતા પરંપરાગત ગુજરાતી લોકગીતો, ભજનોને આકર્ષક અને આધુનિક રીતે રીમેક કરીને યંગસ્ટર્સના વિશાળ વર્ગમાં ગુજરાતી લોકસંગીતને પ્રચલિત કરવામાં હાલના દિવસોમાં નોંધપાત્ર પ્રદાન કરી રહેલા સુરતના જગદીશ ઇટાલિયા વધુ એક ગુજરાતી ભજન ” હરી તુ” નું અફલાતૂન રીમેક પોપ સ્કોપ મ્યુઝિક ના સથવારે લઇને આવી રહ્યા છે.
વાસ્તવમાં ગુજરાતી સંગીતમાં જેમનું યોગદાન મુઠ્ઠી ઉંચેરું છે એ પ્રફુલ દવેના કંઠે ગવાયેલુ અને ગુજરાત જ નહીં બલ્કે વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી સમાજના લોકોના કંઠે વારંવાર જે સાંભળવા કે સંભળાતું જોવા મળે છે એ
” હરી તુ” ની @jagdishitaliya દ્વારા થઇ રહેલી રિમેક ફરીવાર અબાલવૃદ્ધ ગુજ્જુઓને ઘેલું લગાડશે એવું તેના પ્રોમોસ પરથી વર્તાય રહ્યું છે.
લોકડાઉનના સમયમાં જ્યારે વાહન વ્યવહારની સુવિધાની પરવાહ કર્યા વગર પરિવાર સમેત પગપાળા વતનની વાટે નીકળી પડેલા શ્રમજીવી પરિવાર ને વતન પહોચવા પડેલી પારાવાર મુશ્કેલીઓને @jagdishitaliya ” હરી તુ ” ને સંગીતથી મઢવા સાથે ફિલ્માંકિત કરવાનો અદભૂત પ્રયાસ કર્યો છે.
@jagdishitaliya ની સતત પડખે રહેતા @ajitaitaliya એ આ વિડીયોના કોન્સેપ્ટ ને વિઝયુલાઇઝ કર્યો છે. ફરી એક વાર હાર્દિક ટેલરે ગુજરાતી સંગીતમાં કંઇક નવીન પ્રદાન કરવાના ઉમળકા સાથે
” હરી તુ ” માં કર્ણપ્રિય સંગીતનું સર્જન કર્યું છે.
અગાઉ જગદીશ ઇટાલિયાના કંઠે ગવાયેલું આંખનો અફિણી વિડીયો સોંગ કે જેને 80 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, વાલમ આવો ને 20 લાખથી વધુ વ્યૂઝ સાથે ગુજરાતીઓની પસંદને પામ્યા છે.

એમ.એસ યુનિવર્સિટીના ભૂમિ ફેસ્ટમાં ગ્રીનમેન વિરલ દેસાઈએ સંવાદ કર્યો

 

વડોદરા: મહારાજા સૈયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના જિયોગ્રાફી ડિપાર્ટમેન્ટ દ્વારા દર વર્ષે યોજાતા વાર્ષિક ‘ભૂમિ ફેસ્ટ’માં ગ્રીનમેન વિરલ દેસાઈએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને તેમણે વિદ્યાર્થીઓ સાથે ક્લાયમેટ એક્શન સંદર્ભે સંવાદ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે એમ. એસ યુનિવર્સિટીના જિયોગ્રાફી ડિપાર્ટમેન્ટ દ્વારા ભૂમિ ફેસ્ટિવલનું વાર્ષિક આયોજન થતું હોય છે, જેમાં ડિપાર્ટમેન્ટ દ્વારા યુનિવર્સિટીના વિવિધ ડિપાર્ટમેન્ટ્સ વચ્ચે અનેકવિધ રસપ્રદ સ્પર્ધાઓનું આયોજન થતું હોય છે. એમ. એસ. યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓ વચ્ચે લોકપ્રિય બનેલા આ ફેસ્ટિવલમાં ઉદ્યોગપતિ અને જાણીતા પર્યાવરણવિદ્ વિરલ દેસાઈએ ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી.
આ પ્રસંગે વિરલ દેસાઈએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી તેમને પોતાની મુહીમ ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન’માં જોડાઈ ‘પર્યાવરણ સેનાની’ બનવા અહ્વાન કર્યું હતું. તેમજ તેઓ વ્યક્તિગત ધોરણે પર્યાવરણ સંરક્ષણમાં તેમનું યોગદાન કઈ રીતે આપી શકે એ માટેની તલસ્પર્શી જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘ક્લાયમેટ ચેન્જની સમસ્યા વૈશ્વિક રીતે એટલી બધી વકરી છે કે એ સમસ્યાઓ સામે બાથ ભીડવા માટે જનજન સુધી આ આંદોલન પહોંચવું અને જનજનનું જાગૃત થવું અત્યંત જરૂરી છે. મને વિશ્વાસ છે કે એમ.એસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એ બાબતે જાગૃત થશે અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં નક્કર પગલાં ભરશે.’
કાર્યક્રમ દરમિયાન જિયોગ્રાફી ડિપાર્ટમેન્ટના હેડ ઑફ ધ ડિપાર્ટમેન્ટ ડૉ. બિન્દુ ભટ્ટે વિશેષ રાજીપો વ્યક્ત કર્યો હતો અને વિરલ દેસાઈને ધરપત આપી હતી કે તેમના વિદ્યાર્થીઓ પણ પર્યાવરણ સેનાની બનશે. અંતમાં ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણના શપથ લેવડાવીને તેમને ‘પર્યાવરણ સેનાની’ બનાવ્યા હતા અને ડિપાર્ટમેન્ટ ખાતે વૃક્ષારોપણ કરાયું હતું.

ગૃહમંત્રી સાહેબ જુઓ આ રીતે લિંબાયત પોલીસ બનાવી રહી છે ઉલ્લું: લિંબાયતને નશામુક્ત-ક્રાઇમ મુક્ત બનાવવા જે ગ્રાઉંડ પર કરાયું છે ક્રિકેટ ટુર્નામેંટનું આયોજન તે જ ગ્રાઉંડ પર ધમધમી રહ્યો છે દારૂનો અડ્ડો..!

 

લિંબાયત પોલીસના ક્રાઇમ છોડો, નશો છોડો અભિયાનની પોલમપોલ…

Continue reading...
ડ્રગ્સ કેસઃ આર્યન ખાનને જામીન મળ્યા છતા વધુ ઍક રાત જેલમાં જ વિતાવવી પડશે

 

કાર્યવાહી નહીં થતા ઍક જેલથી બહાર નહીં આવી શક્યો આર્યન

Continue reading...