ગુજરાત ખબર

પ્રજાસત્તાક દિને કાર્નિવલ થકી યુથ નેશને આપ્યો સે નો ટુ ડ્રગ્સ, યેસ ટુ લાઈફનો સંદેશ
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત રહ્યા ઉપસ્થિત
સુરત. યુવા પેઢીને ડ્રગ્સના નશાની ચંગુલથી બચવવા માટે છેલ્લા દસ વર્ષથી કાર્યરત યુથ નેશન સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજાસત્તાક દિનની ઉજવણી સાથે જ ડ્રગ્સ ના દૂષણ સામે લોક જાગૃતિ લાવવા માટે કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્નિવલમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સહિત શહેરની અનેક ગણમાન્ય વ્યક્તિઓ અને પોલીસ તેમજ જિલ્લા તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર આયોજન અંગે માહિતી આપતા યુથ નેશન ના સંસ્થાપક વિકાસ દોશીએ જણાવ્યું હતું કે આજે સમાજમાં ડ્રગ્સનુ દૂષણ ફેલાયેલું છે અને યુવાધન બરબાદીના માર્ગે આગળ વધી રહ્યું છે. ત્યારે સમાજને અને ખાસ કરીને યુવા પેઢીને ડ્રગ્સના દૂષણ થી બચાવવા યુથ નેશન સંસ્થા દ્વારા બીડું ઝડપવામાં આવ્યું છે. છેલ્લા દસ વર્ષથી સંસ્થા દ્વારા યુવાઓને ડ્રગ્સ ના વ્યસન સામે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જે લોકો ડ્રગની ચુંગલમાં ફંસાયેલા હોય તેવા લોકોની સારવારમાં મદદ કરી તેઓને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવે છે.

આ માટે દર વર્ષે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન પર રેલી, કાર્નિવલ જેવા આયોજન કરી સમાજને સે નો ટુ ડ્રગ્સ નો સંદેશ આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ 26મી જાન્યુઆરીના રોજ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક દિનની ઉજવણી સાથે જ સાંજે 5 વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુથી પ્રાઈમ શોપર્સ થી વાય જંકશન સુધી આ કાર્નિવલ યોજવામાં આવ્યો હતો. જેમાં દસ જેટલા સ્ટેજ બનાવમાં આવ્યા હતા અને તેના પર શહેરના નામી કલાકારો દ્વારા ડાન્સ, લાઈવ બેન્ડ, યોગા સહિત વિવિધ કાર્યક્રમોની પ્રસ્તુત થકી સે નો ટુ ડ્રગ્સ, યેસ ટુ લાઈફનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્નિવલમાં બાળકો માટે જગલર્સ, જોકર, કાર્ટૂન કેરેક્ટર જેવા મનોરંજન માટેના પાત્રો હતા. આ કાર્યક્રમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સહિત મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને શહેરના ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.

BNI સુરત દ્વારા આયોજિતબે દિવસીય બિઝનેસ કોન્ક્લેવનું સમાપન
બે દિવસીય કોન્ક્લેવમાં ભૂતપૂર્વ ક્રિકેટર વી.વી.એસ.લક્ષ્મણ, કેપી ગ્રુપના ફારુક પટેલ અને સંજય રાવલ જેવી હસ્તીઓએ સફળ બિઝનેસમેન બનવાની ટિપ્સ આપી
કોન્ક્લેવમાં ચાર દેશ, 100 થી વધુ શહેરોમાંથી 250 થી વધુ એઝસીબીટર્સ, 10,000 થી વધુ લોકોએ ભાગ લીધો
સુરત: BNI ગ્રેટર સુરત દ્વારા તેની ફ્લેગશિપ ઇવેન્ટ બિઝનેસ કોન્ક્લેવનું 18 અને 19મી જાન્યુઆરીએ આયોજન કરવામાં આવ્યું. શનિવારથી શરૂ થયેલી આ ઇવેન્ટનું રવિવારે સમાપન થયું. બે દિવસીય ઇવેન્ટમાં 50 કરોડ થી વધુની સફળ ડિલ્સ થઈ. સરસાણા સ્થિત કન્વેશન સેન્ટર ખાતે આયોજિત ઇવેન્ટમાં પ્રથમ દિવસે કી નોટ સ્પીકર તરીકે પૂર્વ ભારતીય ક્રિકેટર વી.વી.એસ.લક્ષ્મણ ઉપસ્થિત રહ્યા હતાં. જ્યારે બીજા દિવસે કેપી ગ્રુપના ફારુક પટેલ અને સંજય રાવલે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું. તેઓએ પોતાના અનુભવ રજૂ કરવા સાથે કેવી રીતે સફળ બિઝનેસમેન બની શકાય છે તે અંગે ટિપ્સ આપી. BNI સુરતની આ અત્યાર સુધીની સૌથી મોટી ઇવેન્ટ હતી. બિઝનેસ કોન્ક્લેવની આ વખતની થીમ કનેક્ટ, કોલાબ્રેટ અને કો ક્રીએટ રાખવામાં આવી હતી. બે દિવસની આ બિઝનેસ કોન્ક્લેવમાં વિવિધ ઉદ્યોગોના નિષ્ણાંતોએ ઉપસ્થિત રહી પેનલ ચર્ચા સાથે જ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું. સાથે જ સેક્ટર વાઇસ બિઝનેસ મીટ, ક્લાસિસ નું પણ આયોજન કરવામાં આવ્યું.. જેમાં જે તે સેક્ટરના નામાંકીત ઉદ્યોગપતિઓ કીનોટ સ્પીકર તરીકે ઉપસ્થિત રહ્યા અને માર્ગદર્શન પૂરું પાડ્યું. આ કોન્ક્લેવમાં ચાર દેશ, 100 શહેરોમાંથી 250 એઝસીબીટર્સ અને 10000 થી વધુ લોકોએ ભાગ લીધો.

બિઝનેસ કોન્ક્લેવના આયોજન અંગે માહિતી આપતા ગૌરવ સિંઘવી અને ડો.નિધિ સિંઘવી, BNI ગ્રેટર સુરતના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એ જણાવ્યું કે બિઝનેસ કોન્ક્લેવનો ઉદ્દેશ્ય બિઝનેસ નેટવર્કિંગ, વિચારોનું આદાન પ્રદાન અને સહયોગ થકી બિઝનેસના વિસ્તરણ તકો માટે ઉદ્યોગ જગતના અગ્રણીઓ, ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકોને એક મંચ પર લાવવાનો હતો. આ વખતનું એડીશન એ નવમું એડીશન હતું અને અત્યાર સુધીનું સૌથી મોટુ આયોજન હતું. જેમાં 100થી વધુ શહેરો અને વિવિધ બિઝનેસ કેટેગરીના 250થી વધુ બિઝનેસ એક્સીબીશનની સહભાગિતા જોવા મળી.આ ઇવેન્ટમાં મેગા ટેકસટાઇલ, મેગા જ્વેલરી, મેગા ટ્રાવેલ મીટ અને પ્રોડેક્ટ લોન્ચનું આયોજન કરવામાં આવ્યું. અલગ – અલગ બિઝનેસ માટે અલગ અલગ મીટ અને પેનલ ચર્ચાઓ યોજાઈ. આ બિઝનેસ કોન્ક્લેવનો ઉદ્દેશ્ય સુરત શહેરની અર્થવ્યવસ્થા અને બિઝનેસ લેન્ડસ્કેપ ને વેગ આપવાનો હતો. ત્યારે બે દિવસીય આયોજનના અંતે 50 કરોડ થી વધુની સફળ ડીલ્સ થઈ.

HDFC બેંક દ્વારા પ્રજાસત્તાક દિન પૂર્વે સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે તિરંગા યાત્રાનું કરાયું આયોજન
દેશના નાગરિકોમાં દેશભક્તિની ભાવના વધુ મજબૂત બને અને લોકો ડિજિટલ છેતરપિંડી અંગે જાગૃત થાય એવા ઉદ્દેશ્ય સાથે થયેલા આયોજનમાં મોટી સંખ્યમાં નાગરિકોએ પણ ભાગ લીધો
સુરત. ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી HDFC બેંકે પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. બેંક દ્વારા પ્રજાસત્તાક દિનના ઉપલક્ષમાં એક સાથે સુરત, અમદાવાદ અને વડોદરામાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા ઉજવવા પાછળનો ઉદ્દેશ્ય નાગરિકોમાં દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત બનાવવા સાથે જ આજ કાલ વધી રહેલા સાયબર ફ્રોડના ગુનાઓ સામે લોકો જાગૃત થાય એ હતો. ત્રણેય શહેરોમાં યોજાયેલ તિરંગા યાત્રાને નાગરિકો દ્વારા ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો.
– સુરતમાં તિરંગા યાત્રા દરમિયાન માર્ગદર્શક પત્રિકાઓનું વિતરણ
સુરત ખાતે બેંકની પાર્લે પોઈન્ટ, સિટી લાઇટ શાખાથી તિરંગા યાત્રાની શરૂઆત થઈ હતી. આ તિરંગા યાત્રા ખાટુ શ્યામ, અલથાણ અને વીઆઈપી રોડ સહિત અનેક સ્થળોએથી પસાર થઈને વેસુ ખાતે સમાપ્ત થઈ હતી. આ યાત્રામાં બેંકના કર્મચારીઓ સહિત વિશાળ સમુદાયની સક્રિય ભાગીદાર જોવા મળી હતી. સહભાગીઓએ યાત્રાના માર્ગ પર ભારતીય તિરંગા અને સુરક્ષિત ડિજિટલ બેંકિંગ પદ્ધતિઓ પર માર્ગદર્શક પત્રિકાઓનું વિતરણ કર્યું હતું.
– વડોદરામાં મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે તિરંગા યાત્રાને આપી લીલીઝંડી
વડોદરા ખાતે ક્લસ્ટર હેડ રોશન ભટ્ટના માર્ગદર્શન હેઠળ ડિજિટલ છેતરપિંડી અંગે જાગૃતિ ફેલાવવાની સાથે દેશભક્તિને પણ પ્રોત્સાહન આપવામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખી તિરંગા યાત્રાને વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે મુખ્ય મહેમાન તરીકે રાવપુરા ખાતે લીલી ઝંડી આપી હતી. ગાયકવાડે રાષ્ટ્રીય ગૌરવને નાણાકીય શિક્ષણ સાથે જોડવાના બેંકના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગમાં બેંકના અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રાહકો અને સ્થાનિક લોકોએ પૂરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. યાત્રા રાવપુરાથી કોઠી રાવપુરા, સંગમ ચાર રસ્તા, કારેલીબાગ અને સમા સાવલી સહિત અનેક સ્થળોએથી આગળ વધી હતી. સહભાગીઓએ યાત્રાના માર્ગ પર નાગરિકોને ભારતીય ધ્વજ અને સલામત ડિજિટલ બેંકિંગ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપતી પત્રિકાઓનું વિતરણ કર્યું હતું.

– અમદાવાદમાં રિફિલ રોડ ખાતેથી નીકળી તિરંગા યાત્રા
HDFC બેંક દ્વારા સુરત અને વડોદરાની જેમ અમદાવાદ ખાતે પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા રિલીફ રોડ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે શરૂ થઈ હતી અને ગાંધી રોડ, ખડિયા, સુમેલ બિઝનેસ પાર્ક, સારંગપુર, સ્વામિનારાયણ મંદિર અને શાહીબાગ વગેરે વિવિધ વિસ્તારોમાંથી પસાર થયા પછી અસારવા ખાતે સમાપ્ત થઈ હતી. આ યાત્રામાં બેંક અધિકારીઓ, ગ્રાહકો અને સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમણે યાત્રા દરમિયાન રાષ્ટ્રીય ધ્વજ અને માહિતીપ્રદ પત્રિકાઓનું વિતરણ કર્યું હતું. જેમાં રાષ્ટ્રીય ભાવનાના સંદેશ અને સુરક્ષિત ડિજિટલ બેંકિંગ પ્રથાઓના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
એક સાથે ત્રણ શહેરોમાં યોજાયેલી તિરંગા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના નાગરિકોને આજના ડિજિટલ યુગમાં સાયબર છેતરપિંડી સામે સાવચેત રહેવાની જરૂરિયાત વિશે શિક્ષિત કરવાની સાથે રાષ્ટ્રના મૂલ્યોનું સન્માન કરવાનો હતો. રાષ્ટ્રીય ગૌરવને નાણાકીય શિક્ષણ સાથે જોડીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવાની આ ખરેખર એક અનોખી રીત હતી. ત્યારે ડિજિટલ સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટેના HDFC બેંકના પ્રયાસોએ લોકોને પ્રભાવિત કર્યા હતા અને યાત્રાને જબરદસ્ત સફળતા મળી હતી.

સખીયા સ્કિન ક્લિનિકનો ગ્રોથ પ્લાન : બે વર્ષમાં દેશભરમાં 100 ક્લિનિક સુધી પહોંચવાનું લક્ષ્ય
સુરત : ભારતમાં ડર્મેટોલોજી અને સૌંદર્ય ચિકિત્સા ક્ષેત્રે અગ્રણી “સખીયા સ્કિન ક્લિનિક”, સ્કિનકેર અને હેરકેરમાં તેની સ્થિતિ વધુ મજબૂત કરીને આગળ ઝડપી વૃદ્ધિ માટે તૈયાર છે. તેની મહત્વાકાંક્ષી વૃદ્ધિ વ્યૂહરચનાના ભાગરૂપે, સંસ્થા દ્વારા નવા ક્લિનિક શરૂ કરીને બે વર્ષમાં દેશભરમાં 100 જેટલા ક્લિનિક સંચાલિત કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 1998માં જાણીતા ત્વચારોગ વિશેષજ્ઞ ડૉ. જગદીશ સખીયા દ્વારા સ્થાપિત, સખીયા સ્કિન ક્લિનિક હાલમાં સમગ્ર ભારતમાં ૩૫ ક્લિનિકનું સંચાલન કરે છે. ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં આ સંખ્યા વધીને 40 થઈ જવાનું અનુમાન છે.
સખીયા સ્કિન ક્લિનિક દ્વારા પ્રદાન કરવામાં આવતી સારવારમાં ખીલની ટ્રીટમેન્ટ, એંટી એજીંગ ટ્રીટમેન્ટ અને અદ્યતન કોસ્મેટિક પ્રક્રિયાઓ સામેલ છે. આ તમામ ઉપચાર અને પ્રક્રિયાઓ US FDA-મંજૂર ટેકનોલોજી દ્વારા સંચાલિત છે.
સખીયા સ્કિન ક્લિનિકના સંસ્થાપક ડૉ. જગદીશ સખીયાએ જણાવ્યું હતું કે, “અમારું લક્ષ્ય હંમેશા સલામતી, ચોકસાઈ અને દર્દીના સંતોષ પર ધ્યાન કેન્દ્રિત કરીને વિશ્વ સ્તરીય દેખરેખ પૂરી પાડવાનું રહ્યું છે. અમે અમારા બધા ક્લિનિકમાં લેટેસ્ટ ટેકનોલોજી અપનાવીને તેમજ બેસ્ટ ક્વોલિટીની પ્રોડક્ટનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરવા ઉપરાંત તેનાથી વધુ આગળ વધીને ઉત્તમ પરીણામ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારું લક્ષ્ય દર્દીઓ તેમના આત્મવિશ્વાસ અને ફરીથી સુંદરતા મેળવવામાં મદદ કરવાનું છે. વર્ષ 2027 ના અંત સુધીમાં કુલ 100 ક્લિનિક સુધી પહોંચવાનું અમારું લક્ષ્ય તે દિશામાં જ એક પ્રયાસ છે.”
સખીયા સ્કિન ક્લિનિકના તમામ કેન્દ્રો પર, અત્યંત કુશળ ડર્મેટોલોજિસ્ટ, કોસ્મેટોલોજિસ્ટ અને થેરાપિસ્ટ કાર્યરત છે, જેઓ દરેક સારવાર માટે દર્દી કેન્દ્રિત અભિગમ અપનાવે છે.
સખીયા સ્કિન ક્લિનિક “જસ્ટ સ્કિન એન્ડ હેર ક્લિનિક” પણ લોંચ કરવા માટે તૈયાર છે. જે ટાયર-3 શહેરોમાં વ્યાજબી દરે, ઉચ્ચ ગુણવત્તા વાળા સ્કિનકેર સોલ્યુશન પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી રચવામાં આવનાર સમર્પિત ડિવિઝન છે.
સખીયા સ્કિન ક્લિનિકના પ્લાસ્ટિક સર્જરી સેન્ટર માં બધી સર્જિકલ અને નોન-સર્જિકલ પ્રક્રિયાઓ પ્રદાન કરે છે. આ ઉપરાંત, તેના પ્રોડક્ટ ડિવિઝન, ડૉ. સખીયા એડવાન્સ્ડ સ્કિન સાયન્સમાં, સ્કિનકેર પ્રોડક્ટ્સની વિશાળ પ્રોડક્ટ-શ્રેણી બનાવવામાં આવે છે. સખીયા સ્કિન ક્લિનિક સમાજને કઈક પરત આપવામાં પણ દ્રઢ વિશ્વાસ ધરાવે છે. તેની સમાજસેવા સાથે સંકળાયેલી શાખા, PJ સખીયા ચેરિટેબલ ટ્રસ્ટ, નિ:શુલ્ક આરોગ્ય શિબિરોનું આયોજન કરે છે અને વિવિધ શૈક્ષણિક પહેલોના માધ્યમથી જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે.

રોજિંદા હીરો અમારી સેવા કરતા હાથનું સન્માન
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમે પૂર્વ-પ્રાથમિક અને પ્રાથમિક વિદ્યાર્થીઓ માટે એક પ્રવૃત્તિ હાથ ધરી હતી જેથી નાના બાળકોને સમજાય કે કેવી રીતે સામુદાયિક સહાયકો સારી રીતે કાર્યરત, સુમેળભર્યા સમાજના નિર્માણમાં આવશ્યક ભૂમિકા ભજવે છે. તેઓ આપણા સમુદાયોની કરોડરજ્જુ છે, આપણું જીવન સરળતાથી અને તણાવમુક્ત ચાલે તેની ખાતરી કરવા માટે અથાક કામ કરે છે. દરેક વ્યાવસાયિક સલામતી, આરોગ્ય, શિક્ષણ અને એકંદર સુખાકારી જાળવવા માટે અનન્ય અને મહત્વપૂર્ણ હેતુ પૂરો પાડે છે.
આ રોજબરોજના હીરો માત્ર સેવાઓ જ આપતા નથી પરંતુ પડકારજનક સમયમાં સુરક્ષા, આરામ અને સમર્થન પણ આપે છે. આપણને સાજા કરવા માટે હેલ્થકેર પ્રોફેશનલ્સ વિનાની દુનિયાની કલ્પના કરો, આપણું રક્ષણ કરવા માટે અગ્નિશામકો, અથવા ખેડૂતોને ખોરાક પૂરો પાડવા માટે-આપણી દિનચર્યાઓ અનિશ્ચિતતા અને મુશ્કેલીઓથી ભરેલી હશે. સામુદાયિક સહાયકો આ અંતરને દૂર કરે છે, સ્થિરતા અને વ્યવસ્થા સુનિશ્ચિત કરે છે, આપણું જીવન વધુ વ્યવસ્થિત અને શાંતિપૂર્ણ બનાવે છે.

નાની ઉંમરથી આ ભૂમિકાઓને ઓળખવા અને આદર આપવાથી સહાનુભૂતિ, કૃતજ્ઞતા અને સામાજિક જાગૃતિ વધે છે. તે બાળકોને સહયોગ અને પરસ્પર આદરનું મહત્વ શીખવે છે, દયા અને જવાબદારીના મૂલ્યો સ્થાપિત કરે છે. કોમ્યુનિટી હેલ્પર્સ ડ્રેસ-અપ ડેની ઉજવણી કરીને, અમારો ઉદ્દેશ્ય અમારા યુવા શીખનારાઓને આ વ્યક્તિઓની મહેનતની કદર કરવા અને દરેક ભૂમિકા સમાજની સુધારણામાં કેવી રીતે ફાળો આપે છે તે સમજવા માટે પ્રેરિત કરવાનો છે.
જેઓ પોતાનું જીવન અન્યની સેવા કરવા માટે સમર્પિત કરે છે તેઓનું આપણે સન્માન કરવાનું ચાલુ રાખીએ, કારણ કે તેમના યોગદાન એક સમૃદ્ધ, તણાવમુક્ત સમુદાયનો પાયો

ઉત્તરાયણ પર્વ પર પતંગ છોડી સમાજ સેવાને મહત્વ આપ્યું, વી.એન. ગોધાણી સ્કૂલના 56 વિદ્યાર્થીઓએ દાન એકત્રિત કર્યું
એકત્રીત થયેલ દાન, વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ અને બહેરા મૂંગા બાળકોની સંસ્થાને આપશે
સુરત. ઉત્તરાયણ પર્વ એટલે કે મકર સંક્રાંતિ પર પતંગ સાથે ઉજવણીનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ દાનનું પણ છે. ત્યારે શહેરની વી.એન. ગોધાણી સ્કૂલના 56 જેટલા વિદ્યાર્થીઓએ આજરોજ પતંગ સાથે પર્વની ઉજવણી કરવાના બદલે દાન એકત્રીત કર્યું હતું અને આ એકત્રિત થયેલ દાન હવે વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ અને બહેરા મૂંગા બાળકોની સંસ્થાને આપવામાં આવશે.
હિન્દુઓ માટે ઉત્તરાયણ પર્વ દાન આપવા માટેનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. અમીર – ગરીબ સૌ કોઈ પોતાની ક્ષમતા – અનુકૂળતા મુજબ ગૌશાળા – ધર્મસ્થાનો – વૃદ્ધાશ્રમ – અનાથ આશ્રમમાં દાન આપતા હોય છે. ત્યારે મૂંગા પશુ – પક્ષી, વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ માટે દાન એકત્ર કરી, આવી અલગ – અલગ સંસ્થાઓમાં વી. એન. ગોધાણી ઈંગ્લીશ સ્કૂલના માધ્યમથી પહોંચાડવામાં આવે એવો વિચાર ધોરણ-૯ અને ધોરણ-૧૧ ના વર્ગમાં વહેતો મૂકવામાં આવેલ.

ત્યારે બાળકોએ પણ આ નિર્ણયને વધાવી લીધેલ. સામાન્ય રીતે બાળકો ઉત્તરાયણ પર્વનો વિશેષ આનંદ ઉઠાવતા હોય છે. વહેલી સવારથી જ અગાશી પર પતંગ ચગાવવા આવી જતાં હોય, આખો દિવસ અગાશી પર DJ (માઇક-સ્ટીરીયો) પર ગીતો વગાડી નાચ-ગાન કરતાં હોય. મોટાભાગે જમવાનું અને નાસ્તો બધુ અગાશી પર જ થતું હોય, પરંતુ આવા આનંદના સમયમાં મિત્રો-કઝિન્સ અને ફેમિલી સાથે એન્જોય કરવાનું મૂકીને વી.એન.ગોધાણી શાળામાં ધોરણ 9 અને 10ના 56 જેટલા બાળકો અને શિક્ષકોએ સવારના ૮-૦૦ કલાકથી બપોરે ૨-૦૦ કલાક સુધી દાન એકત્ર કર્યું હતું. આ બાળકો અને શિક્ષકો સ્કૂલના યુનિફોર્મ પહેરીને કતારગામ વિસ્તારમાં સન્ડે હબ, ડભોલી ચારરસ્તા, સિંગણપોર ચાર રસ્તા તેમજ સ્વામીનારાયણ મંદિર, કતારગામ કુલ – ૪ જગ્યાઓ પર ઉપસ્થિત રહ્યા હતા અને દાન સ્વીકાર્યું હતું. શાળાના બાળકો દ્વારા એકત્રિત કરવામાં આવેલ આ દાન હવે વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ, બહેરા મૂંગા બાળકોની સંસ્થાને અર્પણ કરવામાં આવશે.
શાળાના બાળકો દ્વારા કરવામાં આવેલા આ કાર્ય બદ્દલ શાળાના વડા ગોવિંદકાકા એ જણાવ્યું હતું કે,
આ પ્રયોગ કરવાનું વિચાર એટલે જ આવ્યો કે, આ ઉંમરે વિદ્યાર્થીને ખબર પડે કે, બીજા માટે દાન કેમ માંગવું..? આવેલા દાનનો ઉપયોગ કોના માટે કરવો..?
ટૂંકમાં વિદ્યાર્થીઓમાં આપવાની ભાવના કેળવાય એને સમાજ શિક્ષણની તંદુરસ્તી સ્કુલમાં જ મળી જાય એ ભાવ સાથે આગળ વધી રહ્યા છીએ..

સ્કુલના ડાયરેક્ટર ભાવેશ લાઠિયા જણાવ્યુ હતુ કે, ઉત્તરાયણના પર્વમાં દાનનો પણ એટલો જ પારંપરિક મહિમા છે ત્યારે, આ રીતે દાન એકત્ર કરીને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવું જવાબદારી વિદ્યાર્થીમા આવે એ મહત્વ સમજાવવા આ પ્રમાણેના પ્રયોગો સ્કુલ દ્વારા કરવામાં આવે છે.
ભારતનો આ વારસો આવનારી પેઢીમાં જળવાય તે માટે આ એક શરૂઆત છે . આવી પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં જીવદયા, કરુણા, જરૂરિયાત વાળા લોકોને મદદરૂપ થવું તેવા સદગુણોનું ચિંતન થાય તે હેતુ ની સાથે સાથે સમાજ પ્રત્યેની જવાબદારી અને વ્યક્તિઓને મદદ કરવાની ભાવનાના બીજ આ કુમળા માનસમાં જ રોપાય જાય, જે સમય જતાં સારા નાગરિક તરીકે સમાજને અને પરિવારને દરેક આપત્તીના સમયે સમાજ સાથે ઊભા રહેવાની પ્રેરણા આપતું રહે તે ઉપરાંત અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ, બહેરા-મૂંગા માટેની સંસ્થાઓમાં પણ દાન મળી રહે તેવા હેતુથી આ પ્રવૃતિ કરવામાં આવી હતી.
આવેલા દાનને વિદ્યાર્થીઓ જ જરૂિયાતમંદોને પહોચાડવાના છે અને ત્યાબાદ જે તે ચોકમાં આવેલા દાનનો હિસાબ પણ વિદ્યાર્થીઓ જે તે જગ્યાએ પારદર્શકતા સાથે આપવાના છે.
ટૂંકમાં લીધા પછી સમાજને હિસાબ કેમ અપાય એ પણ જાહેરમાં આપવનું શિક્ષણ પણ બાળકોના હૃદયમા જગાડવાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે

મકર સંક્રાંતિ: ઉર્જા અને નવી શરૂઆતનો સ્વાગત
મકર સંક્રાંતિનું આગમન આપણને યાદ કરાવે છે કે કઠોર શિયાળો પણ અંતે સુખદ અને મીઠી ધુપમાં પરિવર્તિત થાય છે, જે જીવનનો એક ઊંડો પાઠ આપે છે – સકારાત્મકતા અને નવી શરૂઆતને સ્વીકારવાનો. આ તહેવાર આપણને ખુશી ફેલાવવા અને બધાં સાથે મીઠી બોલવાની પ્રેરણા આપે છે, જેને મરાઠી કહેવત “તિલગુલ ઘ્યા, ગોડ ગોડ બોલા” – “તિલગુલ લો અને મીઠું બોલો” દ્વારા સુંદર રીતે વ્યક્ત કરવામાં આવ્યું છે.
મકર સંક્રાંતિ એ નવી પાકલીઓની કાપણીના સિઝનની શરૂઆત સૂચવે છે, જયારે તાજી પાકેલ ફસલોનું પૂજન થાય છે અને આભાર અને સમૃદ્ધિના પ્રતીક તરીકે બધાં સાથે વહેંચાય છે. આ તહેવાર એક ખગોળીય પરિવર્તનનો પણ સંકેત આપે છે, જ્યારે સુર્ય દક્ષિણાયનમાંથી ઉત્તરાયણમાં પ્રવેશ કરે છે, જે શિયાળાના અંત અને લાંબા, ઉર્જાશીલ અને ઉષ્ણ દિવસોની શરૂઆત દર્શાવે છે.
ભારતમાં આ તહેવાર વિવિધ રાજ્યોમાં અલગ-અલગ નામોથી ઉજવાય છે, જે દેશની સાંસ્કૃતિક વિવિધતાને વ્યક્ત કરે છે. તમિલનાડુમાં તે પોંગલ તરીકે, પંજાબ અને હરિયાણામાં લોહડી, આસામમાં મઘ બીહુ અને ઉત્તર પ્રદેશ અને બિહારમાં ખીચડી તરીકે ઉજવાય છે. પ્રાદેશિક વિવિધતાઓ હોવા છતાં, આ તહેવારનો મુખ્ય સત્વ – કૃતજ્ઞતા, સમૃદ્ધિ અને ઉષ્મા – સર્વત્ર એકસરખો રહે છે.

વિશિષ્ટ રીતે, મકર સંક્રાંતિ એ એકમાત્ર હિન્દુ તહેવાર છે જે સૂર્ય પંચાંગ પર આધારિત છે, જ્યારે અન્ય તમામ તહેવારો ચંદ્ર પંચાંગ પ્રમાણે ઉજવાય છે. આ દિવસે સૂર્ય દેવની પૂજા કરવામાં આવે છે, જે પ્રકાશ, સકારાત્મકતા અને આધ્યાત્મિક જાગૃતિના મહત્વને ઉજાગર કરે છે.
આ આનંદમય તહેવારનું મહત્વ અમારા વિદ્યાર્થીઓને સમજાવવા અને અનુભવ આપવા માટે, અમે રોમાંચક રીતે મકર સંક્રાંતિનો ઉજવણીઓ યોજી. બાળકોને આ સાંસ્કૃતિક અને ઋતુગત તહેવારનું મહત્વ સમજાવવા માટે, તેમણે રંગબેરંગી પતંગો બનાવવી અને ડેકોરેટ કરવી. તેમણે તેજસ્વી શિયાળાની ધૂપમાં આકર્ષક પતંગો ઊડાવવાની મજા માણી. આ અનુભવે ન માત્ર તેમની સાંસ્કૃતિક સમજણમાં વધારો કર્યો, પણ એ દિવસ હાસ્ય, સર્જનાત્મકતા અને યાદગાર પળોથી ભરાયો.

અવિન્યા સ્ટાર્ટઅપ મિક્સર 2.0 થકી SIDBI ના સમર્થન સાથે પ્રાદેશિક સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં આવ્યું
સુરત, 6 જાન્યુઆરી, 2025 – અવિન્યા વેન્ચર્સે તેનું સ્ટાર્ટઅપ મિક્સર 2.0 ધ અમોર, સુરત ખાતે યોજવામાં આવ્યું હતું, જેણે ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહિત કરવામાં તેની ભૂમિકાને ફરીથી રેખાંકિત કરી. આ વર્ષ સ્ટાર્ટઅપ મિશન 2025નું 10મું વર્ષ છે, જેનો ઉદ્દેશ્ય ભારતના ટિયર II અને ટિયર III શહેરોમાં સ્ટાર્ટઅપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે.
SIDBI સ્થાનિક સાહસિકોને તેમના અનન્ય પડકારોને અનુરૂપ નાણાકીય સહાય, માર્ગદર્શન અને સંસાધનો પ્રદાન કરીને સ્ટાર્ટઅપ ઈન્ડિયા મિશનને સમર્થન આપે છે. તેના પ્રયાસોમાં આ ક્ષેત્રોમાં ભંડોળની પહોંચ સુધારવા અને આર્થિક વૃદ્ધિ અને રોજગાર સર્જનમાં યોગદાન આપતા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કાર્યક્રમો અને ભાગીદારી શરૂ કરવાનો સમાવેશ થાય છે. આ મિશન ભારતમાં તમામ શહેર સ્તરોમાં વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પોષવામાં મદદ કરવા માટે SIDBIની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
કાર્યક્રમની શરૂઆત સત્ય પ્રકાશ સિંઘ, ચીફ જનરલ મેનેજર, વેન્ચર ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્ટિકલ, SIDBIના ઉદ્ઘાટન પ્રવચન સાથે થઈ હતી, જેમણે ભારતીય સ્ટાર્ટઅપ પ્રવાસમાં SIDBIની મહત્વની ભૂમિકાને વિસ્તૃત રીતે પ્રકાશિત કરી હતી. તેમણે ફંડ ઓફ ફંડ્સ ફોર સ્ટાર્ટઅપ્સ (FFS) જેવી ચાવીરૂપ પહેલોનો ઉલ્લેખ કર્યો જે વેન્ચર કેપિટલ એકત્ર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે અને નાના શહેરોમાં સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય, માર્ગદર્શન અને નીતિ સહાય પૂરી પાડવા માટે SIDBIના પ્રયાસોને શેર કર્યા.
અવિન્યા વેન્ચર્સ, જે તેની સાહસિકતા અને વૃદ્ધિમાં પ્રતિબદ્ધતા માટે જાણીતી છે, તેણે ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં સ્ટાર્ટઅપ્સની સંભાવનાઓને પ્રકાશિત કરતા નોલેજની વહેંચણી અને સહયોગ માટે ઇવેન્ટનું આયોજન કર્યું હતું. પ્રાદેશિક જાગરૂકતા બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, આ ઈવેન્ટે ઉદ્યોગસાહસિકોને રોકાણકારો અને ઉદ્યોગના આગેવાનો સાથે જોડાવા માટે એક વ્યાપક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું, જે વિવિધ ભૌગોલિક વિસ્તારોમાંથી સ્ટાર્ટઅપ્સને સશક્ત બનાવવાના અવિન્યાના વિઝન સાથે સુસંગત છે.

આ ઇવેન્ટમાં “સ્ટાર્ટઅપ જર્ની: 0 થી 1 અને 1 ટુ 100” પર એક ડાયનેમિક પેનલ ચર્ચા દર્શાવવામાં આવી હતી, જેની આગેવાની ગૌરવ વીકે સિંઘવી, મેનેજિંગ પાર્ટનર, અવિન્યા વેન્ચર્સ અને નિખિલ વોહરા, સ્થાપક અને સીઇઓ, સિક્સ્થ સેન્સ વેન્ચર્સ દ્વારા કરવામાં આવી હતી. તેમણે વ્યવસાયોને માપવા, ઓપરેશનલ પડકારો ઉકેલવા અને સ્પર્ધાના સમયમાં પ્રોડક્ટ-માર્કેટ મજબૂત હાંસલ કરતી વખતે વ્યવહારુ અભિગમ કેવો હોવો જોઈએ તેની સમજ આપી હતી. પ્રતિભાશાળી સ્ટાર્ટઅપ્સે પણ અનુભવી રોકાણકારોની પેનલ સમક્ષ તેમના વિચારો રજૂ કર્યા, જેનાથી ભંડોળની માટેના અનેક રસ્તાઓ મળ્યા.
ફિલ્ટર કેપિટલ ના મેનેજિંગ પાર્ટનર નીતિન નાયરે “રોકાણકારોને સ્ટાર્ટઅપ પરીકથામાં ખરેખર શું જોઈએ છે?” આ અંગે એક રસપ્રદ સત્ર રજૂ કર્યું. તેમણે મુખ્યત્વે સ્થાપક, એડ્રેસેબલ માર્કેટ અને પ્રોડક્ટ-માર્કેટ ફિટના મહત્વ પર ભાર મૂક્યો હતો.
કાર્યક્રમની કેન્દ્રીય થીમ પ્રાદેશિક સાહસિકતા હતી, જે સુરતના સ્ટાર્ટઅપ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અવિન્યા વેન્ચર્સે મેટ્રોપોલિટન અને પ્રાદેશિક ઇકોસિસ્ટમ વચ્ચેના અંતરને દૂર કરવા માટે સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ્સ માટે એક સામાન્ય પ્લેટફોર્મ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં શુભલક્ષ્મી પોલિએસ્ટર લિમિટેડના એમડી અજય અગ્રવાલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આ કાર્યક્રમમાં SIDBIના ડેપ્યુટી જનરલ મેનેજર રવિ કિશોર પણ હાજર હતા. સમાપન સંબોધનમાં તેમણે સ્ટાર્ટઅપ્સ માટે SIDBIની સતત પ્રતિબદ્ધતા અને વૃદ્ધિ માટે સહયોગનું મહત્વ શેર કર્યું.
ઇવેન્ટનું સમાપન નેટવર્કિંગ લંચ સાથે થયું જેણે ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને માર્ગદર્શકો વચ્ચે અર્થપૂર્ણ જોડાણને પ્રોત્સાહન આપ્યું. આ ક્રિયાપ્રતિક્રિયાઓએ ભાવિ સહયોગ માટે માર્ગ મોકળો કર્યો, સ્ટાર્ટઅપ્સ અને વૃદ્ધિ માટે ફળદ્રુપ જમીન બનાવી.
સ્ટાર્ટઅપ મિક્સર 2.0 જેવા કાર્યક્રમો દ્વારા, અવિન્યા વેન્ચર્સ ભારતના ઉદ્યોગ સાહસિકતા ઇકોસિસ્ટમનો અભિન્ન ભાગ બની રહી છે. SIDBIના મિશન સાથે સંરેખિત થઈને અને પ્રાદેશિક સ્ટાર્ટઅપ્સને ટેકો પૂરો પાડીને, અવીન્યા વેન્ચર્સ ભારતમાં સ્ટાર્ટઅપ્સના ભવિષ્યને સક્રિયપણે આકાર આપી રહ્યું છે.
અવિન્યા વેન્ચર્સ વિશે:-
અવિન્યા વેન્ચર્સ એ પ્રારંભિક તબક્કાની વેન્ચર કેપિટલ ફર્મ છે જે સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય, માર્ગદર્શન અને વ્યૂહાત્મક સહાય પૂરી પાડવા માટે સમર્પિત છે. પ્રાદેશિક સમાવેશ અને સ્ટાર્ટઅપ-પ્રેરિત સોલ્યુશન્સ પર મજબૂત ફોકસ સાથે, અવિન્યા વેન્ચર્સ ભારતના સ્ટાર્ટઅપ લેન્ડસ્કેપમાં વૃદ્ધિ માટે ઉત્પ્રેરક બની રહ્યું છે.
વધુ માહિતી માટે, અવિન્યા વેન્ચર્સની વેબસાઇટની મુલાકાત લો.

ડૉ. હેગડેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું સફળ આયોજન
ચાર કેટેગરીમાં યોજાયેલ મેરેથોન દોડમાં વિજેતાઓને 15 લાખ રૂપિયાના ઇનામો અપાયા
સુરત. ડૉ. હેગડેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા આજ રોજ સુરત ખાતે AM/NS રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. દીકરીઓ કલ્યાણ અને શિક્ષા માટે સમાજને જાગૃત કરવાનો ના ધ્યેય સાથે મોટી સંખ્યામાં શહેરીજનોએ દોડમાં ભાગ લઈ આયોજનને સફળ બનાવ્યું હતું. સંસ્થા દ્વારા વિવિધ કેટેગરીમાં વિજેતા રહેલા દોડવીરોને 15 લાખ રૂપિયાના ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ અંગે સંસ્થા વતી માહિતી આપતા મંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતું કે દીકરીઓને સશકત બનાવવા અને તેમના કલ્યાણ અને શિક્ષણ માટે સરકાર દ્વારા તો પ્રયત્ન થઈ રહ્યા છે પણ સાથે જ સમાજ અને સામાજિક સંસ્થાઓની પણ આ જવાબદારી છે. જેને ધ્યાનમાં રાખીને ડૉ. હેગડેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા આજરોજ સુરત ખાતે AM/NS રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં સામાન્ય નાગરિકો સાથે જ વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સવારે ૫:૪૫ વાગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીખાતેથી દોડની શરૂઆત થઈ હતી. 21 કિમી, 10 કિમી, 5 કિમી અને 2 કિમી એમ કુલ ચાર કેટેગરીમાં આ મેરથોન દોડ યોજાઈ હતી. દોડના અંતે અલગ અલગ 96 કેટેગરીમાં વિજેતાઓને 15 લાખ રૂપિયાના ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પદ્મ શ્રી મથુર ભાઈ સવાણી ઉપસ્થિત રહ્યા હતા.

સુરતના પાલમાં ઓરાન રેસ્ટોરેન્ટની શરૂઆત: તાપીના અદ્ભૂત નજારા સાથેનું રૂફટોપ પર ટેસ્ટી ફૂડની મઝા લો
સુરત, 25મી ડિસેમ્બર -શહેરના સૌથી નવા ડાઇનિંગ ડેસ્ટિનેશન- ઓરાનની સુરતના પાલમાં ધમાકેદાર શરૂઆત થઇ ચૂકી છે. સમાજને પરત આપવાની ઉદ્દાત ભાવના સાથે ફૂડ લવર્સના શહેરને કંઇક નવું અનોખું આપવાની આ નેમ છે. તાપી રિવરફ્રન્ટના સુંદર વિહંગમ દૃશ્યો માણવા સાથે રૂફટોપ પર જમવાનો અનેરો અનુભવ પ્રદાન કરે છે.
“ઓરાન” શબ્દનો અર્થ “પ્રકાશ” થાય છે. તેમાં માત્ર ચળકાટ અને રંગો જ નહીં પરંતુ ગમતી ક્ષણો અને યાદોનો પણ સમાવેશ થાય છે. ઓરાન નામ રાખવા પાછળનો એક હેતુ છે – ભારતની ભાતીગળ રાંધણ પરંપરાઓને વધુમાં વધુ પ્રકાશમાં લાવવાનો. આ રેસ્ટોરન્ટ સ્વાદપ્રિય સુરતીઓને વધુ એક આહલાદક અનુભવ આપવા તૈયાર છે.
એક મિશન છે- બિયોન્ડ ડાઇનિંગ
ઓરાનની ટીમ (સ્પાઈસ વિલા, લિયોનાર્ડો અને પેવેલિયનની સિસ્ટર રેસ્ટોરન્ટ) માને છે કે ભોજનમાં લોકોને એકસાથે લાવવા અને પ્રેમ ફેલાવવાની શક્તિ છે. સમાજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, ઓરાને 24મી ડિસેમ્બરના રોજ વેસુમાં વિશ્વ જાગૃતિ મિશન બાલાશ્રમના 70 બાળકોને જમાડ્યા હતા. જ્યારે પીપલોદમાં શ્રી ભારતીમૈયા આનંદધામ (વૃદ્ધાશ્રમ)ના 30 વૃદ્ધોને પણ ભોજન કરાવીને રેસ્ટોરેન્ટ શરૂ કરી હતી. વધુમાં એવા 40 વૃદ્ધોને પણ ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું જેઓ રેસ્ટોરન્ટમાં જઈ શકતા ન હતા.
રેસ્ટોરેન્ટના સ્થાપક ઉમેશ પવસીયાએ કહ્યું, “દરેક વ્યક્તિને રેસ્ટોરન્ટમાં પોતાના ગમતા લોકો સાથે ભોજનનો આનંદ લેવાનો હક છે. અમારા આ વિનમ્ર પ્રયાસનો ઉદ્દેશ્ય માત્ર ભોજન કરાવવાનો ન હતો. પરંતુ ઉજવણીના આ સમયમાં બધાને એકસાથે લાવીને તેમની ખુશી વહેંચવાનો હતો. તેમને એ અનુભવ કરાવવાનો હતો કે આપણે બધા એક જ કુટુંબ છીએ. વસુધૈવ કુટુંબકમની ભાવના આ દુનિયાને શીખવનાર દેશના સંતાન છીએ.
બાળકો અને વૃદ્ધોને જમાડવા એ ગ્રુપની વાર્ષિક પરંપરા છે
દર વર્ષે, ઓરાનની સિસ્ટર રેસ્ટોરન્ટ્સ – સ્પાઈસ વિલા, લિયોનાર્ડો અને પેવેલિયન – અનાથાશ્રમના બાળકો માટે ખાસ ચિલ્ડ્રન્સ ડેની ઉજવણીનું આયોજન કરે છે. જ્યાં તેઓને એકસાથે આમંત્રણ અપાય છે. તેઓ ત્યાં મઝા કરે છે, રમે છે અને કાયમી યાદો લઇને જાય છે. આ ઇવેન્ટ્સ દરમિયાન, રેસ્ટોરન્ટ દ્વારા બાળકોના વિકાસ માટે જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ પણ કરાય છે. જ્યારે વૃદ્ધો માટે તેમની ટીમ એ વાતનું ધ્યાન રાખે છે કે તેમને પોતાના પરિવાર સાથે જમતા હોય તેવો જ અનુભવ થાય. કુટુંબ તરફથી મળતી હૂંફ અને પ્રેમ જેવો જ અનુભવ થાય, તે રીતે આ કાર્યક્રમ કરાય છે.
25મી ડિસેમ્બરથી શરૂ
ઓરાન રૂફટોપ રેસ્ટોરેન્ટ 25મી ડિસેમ્બરથી શરૂ થઇ ગઇ છે. પાલ તરફ પાલ-ઉમરા બ્રિજના છેડે રિયો એમ્પાયરના ચોથા માળે સ્થિત છે.
ઓરાન વિશે
તાપી નદીના વિહંગમ રિવરફ્રન્ટ દૃશ્યો સાથે રૂફટોપ પર આવેલું ઓરાન એ એક મલ્ટિ-કૂઝિન રેસ્ટોરન્ટ છે જે ભારતીય અને આંતરરાષ્ટ્રીય વાનગીઓનું વિશાળ મેનૂ દિવસભર ઓફર કરે છે. ઓરાનમાં તમને અનુભવ થશે કે તમારે જો ભોજનનો અનોખો અનુભવ કરવો હોય તો સ્વાદની સાથે એમ્બિયન્સ પણ એટલું જ જરૂરી છે. આ રેસ્ટોરન્ટમાં તમને દિવસ અને રાતના અનુભવમાં મોટો ફેરફાર દેખાશે.