શિક્ષણ અને ટેકનોલજી

ઉત્કૃષ્ટતા અને સિદ્ધિનું ઉજવણી

 

સુરતના વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલની જુનિયર કેજીની પાંચ વર્ષની વિદ્યાર્થીની આરોહી જૈને અમારા સંસ્થાને અતિ વિશાળ ગૌરવ અને માન અપાવ્યું છે. તેણે હનુમાન ચાલીસા અને તેના સંબંધિત મંત્રોને માત્ર ત્રણ મિનિટ પાંત્રીસ સેકન્ડમાં પઠન કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પ્રતિષ્ઠિત સ્થાન મેળવ્યું છે. તેના આત્મવિશ્વાસ અને અદભુત પ્રતિભા વખાણ કરવા લાયક છે અને અમે તેની આ શાનદાર સિદ્ધિનો ઉજવણી કરીએ છીએ.
આ સિદ્ધિની ઉજવણી સ્વરૂપે શાળામાં એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં અમારી પ્રિન્સિપાલ, શ્રીમતી પૂર્વિકા સોલંકીએ આરોહીને સન્માનિત કરી અને તેને ઉત્તમતા માટે સતત પ્રયત્ન કરવા પ્રોત્સાહિત કર્યું. શ્રીમતી સોલંકીએ વિદ્યાર્થીઓ સાથે આરોહીની આકર્ષક સિદ્ધિઓનો વિસ્તૃત વર્ણન કર્યું, જેનાથી તેમને પણ સમર્પણ અને સફળતાની માર્ગ પર આગળ વધવા માટે પ્રેરણા મળી.

શિયાળામાં ઉર્જાનો સંચાર: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલની તાજગીભરી સવારો

 

શિયાળાની શરૂઆત સાથે, વધતા હવામાન પ્રદૂષણને કારણે સવારના સમયની ધુમ્મસને ધ્યાનમાં રાખીને, વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે સવારના શ્વાસ અને શારીરિક વ્યાયામ સત્રોની શ્રેણી શરૂ કરી છે. આ પ્રવૃત્તિઓનો હેતુ વિદ્યાર્થીઓને તાજગી આપવાનો, ઉર્જા સ્તર જાળવવાનો અને ઠંડા મૌસમ દરમિયાન તેમના શારીરિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવાનો છે. આ વ્યાયામોને રોજિંદી જીવનમાં સમાવેશ કરીને, સ્કૂલનો ઉદ્દેશ વિદ્યાર્થીઓની રોગપ્રતિરોધક શક્તિને વધારવો અને માનસિક સ્પષ્ટતા અને ધૈર્યને પ્રોત્સાહિત કરવો છે, જેથી તેઓ ઠંડા મૌસમ અને હવામાનની ગુણવત્તાની પડકારોને પહોંચી વળી સક્રિય અને સ્વસ્થ રહી શકે

સુપર 30 ફેમ અને જાણીતા શિક્ષણવિદ આનંદ કુમાર દ્વારા ‘મિશન કામયાબ’નું અનાવરણ

 

જી. ડી. ગોયંકા ઈન્ટરનેશનલ સ્કુલ દ્વારા સુરતના આંગણે JEE/NEET માટે આધુનિક ઈન્ટિગ્રેટેડ પ્રોગ્રામનો શુભારંભ
વિખ્યાત શિક્ષણવિદ આનંદ કુમાર 10મી નવેમ્બર, 2024ના રોજ સુરત ખાતે ‘મિશન કામયાબ’ના નામે એક અનોખો શૈક્ષણિક કાર્યક્રમ સુરતની પ્રખ્યાત જી.ડી. ગોયંકા ઇન્ટરનેશનલ સ્કુલમાં શરૂ કરી રહ્યા છે. આ પ્રોગ્રામ ખાસ કરીને JEE અને NEETના અભ્યાસાર્થીઓ માટે શરુ કરવામાં આવી રહ્યો છે. જેમાં આ કોર્સ સંબંધિત ઉચ્ચ ગુણવત્તાલક્ષી શિક્ષણ સામાન્ય વિદ્યાર્થી પણ મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ શાળાના પટાંગણમાં જ આપવામાં આવશે. આ કાર્યક્રમની રૂપરેખા નીચે પ્રમાણે છે:

‘મિશન કામયાબ’નો દૈનિક 6 કલાકનો કાર્યક્રમ: આ કાર્યક્રમમાં દરેક ધારા માટે જરૂરી મુખ્ય વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે: NEET માટે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને બાયોલોજી અને JEE માટે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત ઉપરાંત બોર્ડની આવશ્યકતા મુજબ અંગ્રેજી વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને કમ્પ્યુટર સાયન્સ અને ફિઝિકલ એજ્યુકેશન જેવા વૈકલ્પિક કોર્સની પણ પસંદગી મળે છે. આનંદ કુમારે આ સમગ્ર કાર્યક્રમમાં અંગત રસ લઈ ફેકલ્ટીની પસંદગી, તાલીમ અને અભ્યાસક્રમના વિકાસમાં વિશેષ દેખરેખ રાખી છે. આ ઉપરાંત તેઓ સતત વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને માર્ગદર્શન આપે છે, જેથી દરેક યોગ્ય વિદ્યાર્થી સાચું માર્ગદર્શન પ્રાપ્ત કરી સફળતા મેળવી શકે.

MKAT સ્કોલરશીપ કાર્યક્રમ: આ કાર્યક્રમ દર વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજવામાં આવે છે. આ યોજના અંતર્ગત ટોચના 40 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને 100% સુધી ની સ્કોલરશીપ આપવામાં આવે છે. આ કાર્યક્રમ હેઠળ JEE અને NEET માટે ફક્ત 120 બેઠકો રાખવામાં આવી છે. આ યોજનામાં ભાગ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક કક્ષાની પરીક્ષા આપવી પડશે. આ કાર્યક્રમનું આયોજન વિશેષરૂપે કક્ષા ૧૦ના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે.

મિશન કામયાબની વિશિષ્ટતાઓ: આ પ્રોગ્રામમાં અદ્યતન સુવિધાઓ સાથે સંકલ્પબદ્ધ ફેકલ્ટી તેમજ ડે-બોર્ડર્સ માટે સાંજના અભ્યાસસત્રો સામેલ કરવામાં આવ્યા છે, જે વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રક્રિયાનો એક અનોખો અનુભવ મેળવી આપશે. આનંદ કુમારે આ કાર્યક્રમના અનાવરણમાં જણાવ્યું કે , “અમારું લક્ષ્ય એક જ છે કે કોઈપણ લાયક ઉમેદવાર આર્થિક અડચણોના કારણે અભ્યાસમાં પાછળ ના રહે. દરેક વિદ્યાર્થીને સફળતા સુધી પહોંચવા માટે સમાન તક મળે એ જ અમારો મુખ્ય હેતુ છે.”

દિવાળીનો વિજય અને પરંપરાનો ઉત્સવ: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ પ્રકાશના દીવડા

 

દિવાળી, પ્રકાશનો આ તહેવાર, બુરાઈ પર સારો અને અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતીક છે. આ તે સમય છે જ્યારે સમાજો એકઠા થાય છે અને પરિવાર, આરોગ્ય અને સમૃદ્ધિના આશીર્વાદો પર મનન કરે છે. આ તહેવારનું નામ ઘરના બહાર પ્રજવળિત કાચા દીવડા (દીપ)ની કતારોમાંથી આવ્યું છે

જે આંતરિક પ્રકાશનું પ્રતિક છે, જે અમને આધ્યાત્મિક અંધકારથી સુરક્ષિત રાખે છે. દિવાળી ભારતભરમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવાય છે અને ભગવાનને શાંતિ, સમૃદ્ધિ અને ખુશીના રક્ષક અને પોષક તરીકે સન્માનિત કરે છે. ઉત્તર ભારતમાં, આ રામ રાજાના રાવણ પર વિજય મેળવીને અયોધ્યામાં પરત ફરવાનું પ્રતિક છે.

દક્ષિણ ભારતમાં, આ તહેવાર ભગવાન કૃષ્ણ દ્વારા દાનવ નરકાસુરના સંહારનું ઉજવણી કરે છે, અને પશ્ચિમ ભારતમાં, આ વિષ્ણુ ભગવાને રાજા બલિને પાતાળ લોકમાં મોકલવાનો દિવસ છે, જે પૃથ્વી પર સંતુલન અને શાંતિ જાળવી રાખે છે. વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમારા વિદ્યાર્થીઓએ ઉત્સાહી ભાવ સાથે આ તહેવારને આલિંગન આપ્યો.

તેમણે અમારી સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરને જાળવી રાખીને સુંદર કંદીલ અને દિવાલની સજાવટ બનાવી. તેમના સર્જનાત્મકતા અને ઉત્સાહે આ આનંદમય અને રંગીન તહેવારને આવકારવા માટે એક નવી કિરણ ફેલાવી.

વાત્સલ્યધામ ખાતે સુનીતાઝ મેકરસ્પેસ દ્વારા “Plant a Smile” રેલી નો શુભારંભ

 

સુરત, 04 ઓક્ટોબર: આજે ૩ ઓક્ટોબર ૨૦૨૪ – પ્રથમ નવરાત્રિના દિવસે વાત્સલ્યધામ ખાતે સુનીતાઝ મેકરસ્પેસના પ્લેટફોર્મ પરથી Plant a Smile Campaign નો શુભારંભ કરવામાં આવ્યો છે. Plant a Smile એક એવી પહેલ છે જે સમાજને આનંદિત રહેવા અને સંસ્કારી વ્યક્તિઓ તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કરતી પ્રવૃત્તિઓ તરફ લક્ષ્ય રાખે છે. “Plant a Smile” નું લક્ષ્ય એક બીજા પ્રત્યે સ્નેહ વધે, સર્જનાત્મકતા સભર વર્કશોપ અને પર્યાવરણ સંરક્ષણ જેવી પ્રવૃત્તિઓ પર ભાર આપવામાં આવે છે.લોકો તેમની આસપાસના જીવાવરણમાં અન્ય પ્રત્યે સદભાવ વધે, જ્ઞાનની આપ લે કરે, ખુશીઓની વહેંચણી કરે અને તેના થકી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું છે.
Plant a Smile – રેલી ૩ ઓક્ટોબરે અનાથઆશ્રમ વાત્સલ્યધામ થી મશાલ સાથે શરૂ થઈ 11 ઓક્ટોબર સુધીમાં વિવિધ 100 શૈક્ષણિક સંસ્થાઓમાં થઈ લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ પહોંચશે. ત્યાંથી વધુ દસ દિવસ દરમિયાન લક્ષ્મી વિદ્યાપીઠના બાળકો અંતરિયાળ વિસ્તાર સુધીમાં Plant a Smileનો સંદેશો પહોંચાડશે. આ મશાલ રેલી દરમિયાન વાત્સલ્યધામના બાળકો એક સંસ્થા પર જશે અને ત્યાંના બાળકો સાથે મળી પાંચ વૃક્ષારોપણ કરશે ત્યારબાદ આ સંસ્થાના બાળકો વાત્સલ્યધામના બાળકો સાથે આગળની સંસ્થામાં જશે અને તે સંસ્થાના બાળકો સાથે વૃક્ષારોપણ કરશે. ત્યાંથી પહેલાની સંસ્થાના બાળકો પાછા ફરશે અને નવી સંસ્થાના બાળકો વાત્સલ્યધામના બાળકો સાથે મળી તેની આગળની સંસ્થા સુધી મશાલ રેલી મારફતે આગળ વધશે. આ રીતે ૧૦ દિવસ દરમિયાન ૧૦૦ જેટલી શાળાઓ પર Plant a Smile મશાલ રેલી પર્યાવરણના જતનનો સંદેશો ફેલાવશે.


આ રેલી દ્વારા પર્યાવરણ જતન સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવણીનો સંદેશ પણ ફેલાશે. વાત્સલ્યધામના બાળકો સમાજની મુખ્ય ધારાના બાળકોને મળશે અને તેમની સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરશે જેથી સમાજમાં અમીરી ગરીબી વચ્ચેની ખાઈનું અંતર ઘટશે, આ રેલી દરમિયાન વિવિધ શાળાઓના ૫૦૦ કરતાં વધારે બાળકો રેલીનો હિસ્સો બનશે. સમાજમાં ખુશીઓ એકબીજા સાથે વહેંચવા તથા ખુશીઓમાં વધારો કરવા આ રેલી મધ્યસ્થીની ભૂમિકા અદા કરશે. સુનીતાઝ મેકર્સ સ્પેસના ફાઉન્ડર કુ.કિંજલ ચુનીભાઇ ગજેરાના વિઝન મુજબ આ વિશ્વને જીવવા માટેનું ઉત્તમ સ્થળ બનાવવું હશે તો દરેક વ્યક્તિએ પોતાની ખુશી બીજાને વહેંચી અને ખુશીઓની એક લહેર ઊભી કરવી પડશે. તેમના મત અનુસાર આજે આ રેલી દ્વારા ખુશીઓનું બીજ કે નાનો છોડ વાવ્યો છે તે સમય જતા વટવૃક્ષ બનશે અને સમાજમાં ખુશી અને આનંદ સાથે મજબૂત રીતે આગળ વધશે. “ONE HAPPINESS” એ જ વિશ્વને નક્કર રીતે આગળ વધવાનો માર્ગ છે અને તે માટે “Plant a Smile” રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

AMNS ઇન્ટરનેશનલ સ્કૂલના15 વિદ્યાર્થીઓની CBSE નેશનલ મીટ માટે પસંદગી

 

હજીરા-સુરત, ઓક્ટોબર 01, 2024: સુરતના હજીરા ખાતે આવેલી AMNS ઇન્ટરનેશનલ સ્કૂલના 15 વિદ્યાર્થીઓ વારાણસીમાં યોજાનારી આગામી CBSE નેશનલ મીટ 2024 માટે પસંદગી થયા છે, જે શાળા માટે એક અનેરી સિદ્ધિ છે.

અમદાવાદની સુમન નિર્મલ મિંડા સ્કૂલ ખાતે સપ્ટેમ્બર 23 થી 27, 2024 દરમિયાન યોજાયેલી CBSE ક્લસ્ટર XIII એથ્લેટિક્સ મીટમાં AMNS ઇન્ટરનેશનલ સ્કૂલે ફરી એકવાર એથ્લેટિક્સની વિવિધ કેટેગરીમાં ઝળહળતો દેખાવ કર્યો છે. શાળાએ 18 ગોલ્ડ મેડલ, 11 સિલ્વર મેડલ અને 10 બ્રોન્ઝ મેડલ મેળવીને રમત-ગમતના શ્રેત્રમાં પણ પોતાનો સિક્કો જમાવ્યો છે.

AMNS ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ સમગ્ર રાજ્યમાંથી આવેલા ખેલાડીઓ સાથે સ્પર્ધા કરીને અંડર-19 ગ્રુપ બોયઝ ચેમ્પિયનશિપ અને ઓવરઓલ સ્કૂલ ચેમ્પિયનશિપ ટ્રોફી બંને જીતી છે.

સુનિતા મટુ, આચાર્ય, AMNS ઇન્ટરનેશનલ સ્કૂલએ જણાવ્યું હતું કે, “CBSE ક્લસ્ટર મીટમાં અમારા વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન તેમની સખત મહેનત અને સમર્પણને આભારી છે. AMNS ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં માનીએ છીએ. રમત-ગમત વ્યક્તિત્વને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અમને અમારા વિદ્યાર્થીઓ પર ખૂબ જ ગર્વ છે. CBSE નેશનલ મીટમાં પણ તેઓ સફળ થશે તેવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે.”

વિદ્યાર્થીઓનું આ ઉત્કૃષ્ટ પ્રદર્શન AMNS ઈન્ટરનેશનલ સ્કૂલમાં એથ્લેટિક્સના ક્ષેત્રમાં તાલીમનું સ્તર અને શાળામાં ખેલદિલીની સંસ્કૃતિ કેળવવા માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

રાંદેર ઝોનમાં CRC કક્ષાના કલા ઉત્સવ ઉજવણી..

 

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત અને સમગ્ર શિક્ષા, સુરતના માર્ગદર્શન હેઠળ “ગરવી ગુજરાત” થીમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ દ્વારા બાળકોની ક્ષમતાઓ ઉજાગર કરતાં કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે રાંદેર ઝોનના C.R.C. 01 અને C.R.C. 03ના C.R.C. કો.ઑર્ડિનેટરશ્રી ડોનિકા ટેલર તથા અમિતકુમાર ટેલરના સંયુક્ત આયોજન હેઠળ રાંદેર ઝોનમાં સી.આર.સી. કક્ષાના “કલા ઉત્સવ”નું આયોજન વીર કવિ નર્મદ પ્રાથમિક શાળા ક્રમાંક 156, માંડવી ઓવારા ખાતે કરવામાં આવેલ હતું. જેમાં સી.આર.સી. કક્ષાની ચિત્ર સ્પર્ધા, બાળકવિ સ્પર્ધા, સંગીત વાદન અને ગાયન જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ 17 જેટલી શાળાઓના 70થી વધુ બાળકોએ ભાગ લીધેલ હતો. બાળકોએ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ, સાહિત્ય, સંસ્કૃતિ, સ્થાપત્યને પોતાના ચિત્રો અને સ્વ રચીત કવિતાઓમાં રજૂ કરવાનો સર્વશ્રષ્ઠ પ્રયાસ કર્યો. સંગીત ગાયન અને વાદનમાં પણ વિદ્યાર્થીઓએ ગુજરાતની અસ્મિતા અને ગરીમાને ઉજાગર કરતા ગીતોનો રસાસ્વાદ રજૂ કર્યો. સ્પર્ધામાં પ્રથમ, બીજો અને ત્રીજો ક્રમે વિજેતા થનાર સ્પર્ધકોને પ્રોત્સાહન સ્વરૂપે અનુક્રમે 300/-, 200/- અને 100/-નું રોકડ ઈનામ આપવામાં આવ્યું. સંગીત સ્પર્ધા માટે સંગીત વિશારદ શ્રી રીયાબેન પટેલ, શ્રી ગીતાબેન પટેલ અને શ્રી કુંદનબેન પટેલની સેવાઓ લેવામાં આવી. ચિત્ર સ્પર્ધા માટે ATD અને ચિત્રમાં રસ ધરાવતા શિક્ષકો તથા અન્ય સ્પર્ધાઓ માટે તમામ ક્ષેત્રના જાણકાર તજજ્ઞોએ પોતાની સેવા આપી. નિર્ણાયક તરીકે સેવા આપનાર સૌ મિત્રોને પણ રોકડ પુરસ્કાર આપી તેમની સેવાઓને બિરડાવવામાં આવી.
કલા ઉત્સવની ચાર વિવિધ સ્પર્ધાઓના તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરી અને પેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સ્પર્ધાઓમાં ભાગ લીધેલ તમામ બાળકો, માર્ગદર્શક શિક્ષકો, નિર્ણાયકશ્રીઓ અને આચાર્યશ્રીઓને આયોજકો તરફથી નાસ્તા તથા કોકોની લહેજત કરાવવામાં આવી. સદર કાર્યક્રમમાં બાળકો અને શિક્ષકોને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર શિક્ષા, સુરત કોર્પોરેશનના ઝોન-1 ના યુ.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી રમેશભાઈ પટેલ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી. કાર્યક્રમમાં ઉદઘોષક તરીકે શ્રી નીનાબેન દેસાઈએ સમગ્ર દોર સંભાળ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ તમામ મિત્રો સમગ્ર આયોજનને માણી ખૂબ આનંદિત અને પ્રોત્સાહીત થયા. આ ઉત્સવને મહોત્સવ બનાવવા બદલ જહેમત ઉઠાવનાર શાળા ક્રમાંક 156ના મુખ્યશિક્ષક શ્રી તરલ પટેલ તથા શાળા ક્રમાંક 164ના મુખ્યશિક્ષક શ્રી સઈદભાઈ પટેલ અને શાળા પરિવારના આભાર CRC શ્રી અમિત ટેલર દ્વારા કરવામાં આવ્યો. CRC શ્રી ડોનિકા ટેલર દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને આગળના સ્તરની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.

ગણેશોત્સવ: દીપ દર્શન વિદ્યા સંકુલમાં પર્યાવરણ અનુકૂળ ગણેશ વંદના કાર્યક્રમનું આયોજન

 

દીપ દર્શન વિદ્યા સંકુલમાં ગણેશોત્સવ: પર્યાવરણ-મૈત્રીપૂર્ણ ગણેશ પ્રતિમા અને સંસ્કૃતિની ઉજવણી

દીપ દર્શન વિદ્યા સંકુલમાં ગણેશોત્સવ: પર્યાવરણ-મૈત્રીપૂર્ણ ગણેશ પ્રતિમાની રચના અને સંસ્કૃતિને ઉજાગર કરવા માટેના શૈક્ષણિક પ્રવૃત્તિઓ

સુરત: આજ રોજ દીપ દર્શન વિદ્યા સંકુલ, પ્રાથમિક વિભાગ, અંગ્રેજી માધ્યમમાં પર્યાવરણ અનુકૂળતા લક્ષી ગણેશોત્સવ નિમિત્તે ગણેશ વંદના કાર્યક્રમનું આયોજન ખૂબ આનંદપૂર્વક અને ઉત્સાહથી ઉજવવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સ્કૂલના સંચાલક શ્રી દશરથભાઈ પટેલ, તમામ આચાર્ય અને શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો.

આ દિવસની વિશેષતા એ હતી કે, આજે ટેકનોલોજી અને AI ના યુગમાં દીપ દર્શન સ્કુલના નાના બાળકો એ પર્યાવરણને અનુલક્ષીને ઝાડના પાન અને પ્રાકૃતિક માટીનો ઉપયોગ કરીને ગણેશજીની પ્રતિમા બનાવવામાં ખાસ રસ લીધો. આ રીતે વિસર્જન સમયે પાણીમાં રહેલા જીવ માટે ગણેશજીની પ્રતિમા આશીર્વાદરૂપ બની રહી છે, અને હાનિકારક પુરાવા નહીં બની શકે.

શિક્ષણની સાથે સંસ્કૃતિ અને પરંપરાઓને મનમન્નાવું, તે માટે બાળકો એ સ્વિદિષ્ટ નૈવેદ્ય બનાવવામાં રસ દાખવ્યો. તેમાં નાળિયેરના મોદક, ખજૂરના મોદક, ચોકલેટના મોદક તથા વિવિધ પ્રકારનાં ચૂરમાના લાડુ અને મોતીચૂરના લાડુનો સમાવેશ થતો હતો.

જ્યાં આજકાલના બાળકો ઘણા વખતથી પોતાના ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે દિશાહીન બનતા જોવા મળે છે, ત્યાં આ સ્કુલએ પોતાના વિદ્યાર્થીઓને પોતાની ઓળખ અને સંસ્કૃતિને સમજવાનો અને આત્મસાત કરવાનો અનોખો પ્રયાસ કર્યો છે.

આજના કાર્યક્રમમાં, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને યોગ્ય પસંદગી કરવા માટે, સ્કુલના બાળકોના વાલીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

પથદર્શક પ્રકાશ: અમારા શાળાના જ્ઞાન વણનારાઓને શ્રદ્ધાંજલિ

 

ટીચર્સ ડેના પ્રસંગે વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકો અને માર્ગદર્શકોનું સન્માન કર્યું અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી, જેમણે તેમને તકો અને સફળતાની દુનિયા તરફ માર્ગદર્શન આપ્યું. આ ઉજવણીએ શિક્ષણનું મહત્વ અને શિક્ષકોની નવી પેઢીને ઘડવામાં મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો, જે વિદ્યાર્થીઓની અંદરની ક્ષમતાનો જાગૃત કરે છે અને વિવિધ કારકિર્દીના માર્ગો ખોલે છે.

વિદ્યાર્થીઓએ નાટકો, નૃત્ય બેલેટ અને ગીતો દ્વારા સમગ્ર ફેકલ્ટી પ્રત્યે પ્રેમ અને આદર વ્યક્ત કર્યો. આ દિવસ આનંદ અને હાર્દિક શ્રદ્ધાંજલિથી ભરેલું હતું, જેના કારણે શિક્ષકોને તેમના પસંદ કરેલા વ્યવસાય પર ગર્વ અનુભવાયો – એક એવો વ્યવસાય જે માનવજાત અને સમગ્ર વિશ્વના ભવિષ્યને ઘડવાની શક્તિ ધરાવે છે.

Opposition leader of Education Committee, Mr. Rakesh Hirpara, while visiting Ichhapor School, said the following: The situation came to mind.
શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા શ્રી રાકેશ હિરપરાએ ઈચ્છાપોર શાળાની મુલાકાત લેતા નીચે પ્રમાણેની પરિસ્થિતિ ધ્યાને આવી.

 

શાળા રોડ કરતા નીચાણવાળા ભાગમાં હોવાથી વરસાદનું પાણી શાળામાં આવે છે અને પાણીનો ભરાવો થાય છે. ચાંદીપુરા ના ખતરા વચ્ચે આ પરિસ્થિતિ ગંભીર છે.

એક તરફ મહાનગરપાલિકા સામાન્ય લોકો પાસેથી પાણીના ભરાવા બદલ દંડ લે છે, બીજી બાજુ મહાનગરપાલિકાની પોતાની મિલકતમાં જ પાણી ભરાય છે.

શાળાના નામે માત્ર 4 ઓરડા છે, જેમાંથી બે ઓરડામાં પાણી ટપકે છે એટલે માત્ર બે ઓરડા જ વાપરી શકાય એમ છે.

બાલવાડી થી ધોરણ 5 સુધીના 6 વર્ગોમાં 75 બાળકો છે, માત્ર ત્રણ શિક્ષકો છે અને ચાર ઓરડાઓ છે જેમાંથી બે ઓરડામાં પાણી ટપકે છે.

વરસાદની સિઝનમાં આ બે જ ઓરડામાં આચાર્યની ઓફિસ, બાળકોએ ભણવાનું, જમવાનું, રમવાનું, વગેરે બધું જ… ટુંકમાં આ બે ઓરડા એટલે શાળા…

(ફોટો અને વીડિયો ઉપર મોકલી આપેલ છે)