વ્યાપાર

સાઇ સ્વામી મેટલ્સ એન્ડ એલોય્ઝ લિમિટેડના પબ્લિક ઇશ્યૂને 543 ગણાથી વધુનું બમ્પર સબ્સ્ક્રીપ્શન મળ્યું
કંપનીના શેર્સ 8 મે, 2024ના રોજ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવશે
અમદાવાદ, 4 મે, 2024 – ડોલ્ફિન બ્રાન્ડ સ્ટેઇનલેસ સ્ટીલ કૂકવેર અને અપ્લાયન્સિસ તથા વિવિધ રેન્જની સ્ટેઇનલેસ સ્ટીલ પ્રોડક્ટ્સના નિર્માતા અમદાવાદ સ્થિત સાઇ સ્વામી મેટલ્સ એન્ડ એલોય્ઝ લિમિટેડને તેના રૂ. 15 કરોડના એસએમઈ આઈપીઓ માટે અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે અને તે 543 થીવધુ ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. રિટેલ સેગમેન્ટમાં તે 528.8 ગણો છલકાયો હતો જ્યારે નોન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર કેટેગરી 558.5 ગણો સબ્સ્ક્રાઇબ થઈ હતી.
પબ્લિક ઇશ્યૂમાં ઓફર કરવામાં આવેલા 25 લાખ શેર્સની સામે કંપનીને 128.96 કરોડથી વધુ ઇક્વિટી શેર્સ માટે બિડ્સ મળી હતી જેનું કુલ સબ્સ્ક્રીપ્શન મૂલ્ય રૂ. 7,737.60 જેટલું થાય છે. પબ્લિક ઇશ્યૂ સબ્સ્ક્રીપ્શન માટે 3 મેના રોજ બંધ થાય છે. કંપનીના શેર્સ 8 મે, 2024ના રોજ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવશે. કંપનીના શેર્સનું ગ્રે માર્કેટ પ્રિમિયમ વેબસાઇટ https://www.investorgain.com/ મુજબ શેરદીઠ રૂ. 53 હતુંજે અંદાજે88.33% નું પ્રીમિયમ લિસ્ટિંગ સૂચવે છે. સ્વસ્તિકા ઇન્વેસ્ટમાર્ટ લિમિટેડ આ ઇશ્યૂના લીડ મેનેજર છે.
આઈપીઓમાં પ્રત્યેક રૂ. 10ના ફેસ વેલ્યુના 25 લાખ ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. કંપની પબ્લિક ઇશ્યૂના ઇક્વિટી શેર દીઠ રૂ. 60નો ભાવ ફિક્સ કર્યો છે (જેમાં ઇક્વિટી શેર દીઠ રૂ. 50ના પ્રિમિયમનો સમાવેશ થાય છે). ઇશ્યૂની રૂ. 15 કરોડની રકમમાંથી કંપની કાર્યશીલ મૂડી જરૂરિયાતો માટે રૂ. 6 કરોડ, પેટા કંપનીમાં રોકાણ માટે રૂ. 4 કરોડ, મશીનરી ખરીદવા માટે રૂ. 2 કરોડ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે રૂ. 2 કરોડનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. અરજી માટેની લઘુતમ લોટ સાઇઝ 2,000 શેર્સ છે જેનું મૂલ્ય અરજી દીઠ રૂ. 1.2 લાખના રોકાણ જેટલું થાય છે. આઈપીઓ માટે રિટેલ ઇન્વેસ્ટર ક્વોટા નેટ ઓફરના 50 ટકા છે.
સાઇ સ્વામી મેટલ્સ એન્ડ અલોય્ઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી નિરૂપમ અનંતલાલ ભગતે જણાવ્યું હતું કે “અમે પબ્લિક ઇશ્યૂને મળેલા પ્રતિસાદથી ખૂબ આનંદિત છીએ અને તમામ રોકાણકારોનો કંપની તથા તેના મેનેજમેન્ટમાં મૂકેલા વિશ્વાસ તથા ભરોસા માટે આભાર માનીએ છીએ. માર્કેટિંગમાં એક નાની શરૂઆતથી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા સુધી અમે સ્ટેઇનલેસ સ્ટીલ ઉદ્યોગમાં એક ડાયનેમિક પ્લેયર તરીકે ઊભર્યા છીએ. અમને આશા છે કે સૂચિત પબ્લિક ઇશ્યૂ પછી અમે અમારી વૃદ્ધિ વ્યૂહરચના એ રીતે અમલમાં મૂકી શકીશું જેથી તમામ હિસ્સેદારો માટે મહત્તમ મૂલ્ય સર્જન થાય અને અમે સતત ગુણવત્તાસભર પ્રોડક્ટ્સ પૂરી પાડી શકીએ.”
Investor Category | Shares Offered | Bids Received (Shares) | Subscription (times) | Total Amount (In Rs. Cr.) |
HNI / Non-Institutional Investors | 11,86,000 | 66,24,22,000 | 558.53 | 3,974.53 |
Retail Individual Investors | 11,86,000 | 62,71,78,000 | 528.82 | 3,763.06 |
Total | 23,72,000 | 1,28,96,00,000 | 543.68 | 7,737.6 |
Source: BSE
સાઇ સ્વામી મેટલ્સ અને એલોય્ઝ લિમિટેડ વ્યાપક શ્રેણીની સ્ટેઇનલેસ સ્ટીલ પ્રોડક્ટ્સના ટ્રેડિંગ અને માર્કેટિંગ સાથે સંકળાયેલી છે જે અમારા માનવંતા ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો પૂરી કરે છે. કંપનીની પ્રોડક્ટ લાઇનમાં ડિનર સેટ્સ, એસ.એસ. કેસરોલ્સ, એસ.એસ. મલ્ટી કડાઈ, એસ.એસ. વોટર બોટલ્સ, સ્ટેઇનલેસ સ્ટીલ શીટ્સ, સ્ટેઇનલેસ સ્ટીલ સર્કલ્સ અને વિવિધ વાસણો જેવા વિવિધ કિચનવેરનો સમાવેશ થાય છે. ડોલ્ફિન બ્રાન્ડ કંપની અને તેની બે પેટાકંપનીઓ ભગત માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ અને ધ્રુવિશ મેટલ્સ એલએલપીની સ્ટેઇનલેસ સ્ટીલ કિચનવેર પ્રોડક્ટ્સના ટ્રેડિંગ અને માર્કેટિંગ માટે જાણીતી છે. 3 ડિસેમ્બર, 2023ના રોજ કંપની 6 ડિસ્ટ્રીબ્યુટર્સ અને 150થી વધુ સબ-ડીલર્સ/સ્ટોકિસ્ટ/રિટેલર્સનું નેટવર્ક અને ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્યોમાં વ્યૂહાત્મક જોડાણ ધરાવે છે.
કંપનીની ડોલ્ફિન બ્રાન્ડ સફળતાની મશાલ તરીકે ઊભી છે જે ગુજરાતના માર્કેટમાં કંપનીની સ્થિતિસ્થાપકતા તથા મજબૂત અસર દર્શાવે છે. છેલ્લા ત્રણ દાયકાથી તેણે ઇનોવેટિવ આઈડિયાઝને શ્રેષ્ઠ સ્ટેઇનલેસ સ્ટીલ મટિરિયલથી બનેલી ઉચ્ચ ગુણવત્તાની કિચનવેરની અલ્ટ્રામોર્ડન રેન્જમાં ફેરવ્યા છે. કંપની અને તેની બે પેટાકંપનીઓ ભગત માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ અને ધ્રુવિશ મેટલ્સ એલએલપી કૂક વેર્સ, કિચનવેર અને કટલરીમાં 1,200 અલગ અલગ મોડલ સાથે વિવિધ રેન્જનો પ્રોડક્ટ પોર્ટફોલિયો ધરાવે છે. આ દરેક પ્રોડક્ટ અનોખો દેખાવ, સ્ટાઇલ અને પર્સનાલિટી ધરાવે છે.
ડિસેમ્બર 2023ના રોજ પૂરા થતા નવ મહિના માટે કંપનીએ રૂ. 1.79 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 33.33 કરોડની આવક નોંધાવી છે જેની સામે નાણાંકીય વર્ષ 2022-23માં સંપૂર્ણવર્ષની નફાકારકતા રૂ. 3.83 લાખ અને આવક રૂ. 6.27 કરોડ હતી. ડિસેમ્બર 2023ના રોજ કંપનીની નેટવર્થ રૂ. 6.64 કરોડ, રિઝર્વ્સ અને સરપ્લસ રૂ. 2.53 કરોડ, એસેટ બેઝ રૂ. 26.17 કરોડ અને આરઓએનડબ્લ્યુ 27.02 ટકા હતી. કંપનીના શેર બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.

તીર્થ ગોપીકોનની પબ્લિક ઇશ્યૂથી રૂ. 44.40 કરોડ એકત્રિત કરવાની યોજના, આઈપીઓ 8 એપ્રિલે ખૂલશે
કંપની પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 39.99 લાખ ઇક્વિટી શેર ઇશ્યૂ કરશે જે શેરદીઠ રૂ. 111ના ફિક્સ પ્રાઇઝ પર રહેશે, એનએસઈના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટિંગની યોજના
અમદાવાદ, 5 એપ્રિલ: એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટ ખાસ કરીને રોડ, ગટર અને વોટર ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપતી અમદાવાદ સ્થિત તીર્થ ગોપીકોન લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂથી રૂ. 44.40 કરોડ સુધીની રકમ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર તેના પબ્લિક ઇશ્યૂને લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. પબ્લિક ઇશ્યૂ સબ્સ્ક્રીપ્શન માટે 8 એપ્રિલે ખૂલશે અને 10 એપ્રિલે બંધ થશે. પબ્લિક ઇશ્યૂથી મળનારી રકમનો કાર્યશીલ મૂડીની જરૂરિયાતો સંતોષવા તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ સહિતની કંપનીની વિસ્તરણ યોજનાઓને ભંડોળ પૂરું પાડવા માટે ઉપયોગ કરવામાં આવશે. ઇન્ટરેક્ટિવ ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ આ ઇશ્યૂના લીડ મેનેજર છે.
આઈપીઓમાં પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 39.99 લાખ ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. કંપનીએ પબ્લિક ઇશ્યૂ માટે ઇક્વિટી શેર દીઠ રૂ. 111 (ઇક્વિટી શેર દીઠ રૂ. 101ના પ્રિમિયમ સહિત)ની પ્રાઇઝ ફિક્સ કરી છે. રૂ. 44.40 કરોડની ઇશ્યૂની રકમમાંથી કંપની રૂ. 33.40 કરોડની રકમ કાર્યશીલ મૂડીની જરૂરિયાતો સંતોષવા અને રૂ. 10.24 કરોડની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. અરજી માટે લઘુતમ લોટ સાઇઝ 1200 શેર્સ છે જે અરજી દીઠ રૂ. 1.33 લાખના રોકાણમાં અનુવાદિત થાય છે. આઈપીઓ માટે રિટેલ ઇન્વેસ્ટર ક્વોટા નેટ ઓફરના 50 ટકા પર રાખવામાં આવ્યો છે.
વર્ષ 2019માં શરૂ કરાયેલી તીર્થ ગોપીકોન લિમિટેડ મધ્ય પ્રદેશમાં માર્ગ નિર્માણ, ગટર અને પાણી પુરવઠાના વ્યવસાય સાથે સંકળાયેલી છે. કંપનીનો વ્યવસાય મધ્ય પ્રદેશ રાજ્યમાં અને મુખ્યત્વે ઇન્દોર, છતરપુર, સાગર, દિંદોરી, જબલપુર તથા ઉજ્જૈન જેવા શહેરોમાં કેન્દ્રિત છે અને અન્ય રાજ્યોમાં તેની હાજરીને ક્રમિકપણે વિસ્તારી રહી છે. ISO 9001:2015, ISO 14001:2015 અને ISO 45001:2018 સર્ટિફાઇડ કંપની તરીકે તે ઓલ ક્લાસ સિવિલ એન્ડ ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર તરીકે પણ રજિસ્ટર્ડ થયેલી છે અને સરકારી વિભાગોના અનેક પ્રોજેક્ટ્સ પૂરા કરેલા છે. કંપનીએ આઈએસસીડીએલ, આઈએમસી, યુએસસીએલ, યુએમસી, એમપીજેએનએમ વગેરે જેવા વિવિધ કેન્દ્ર/રાજ્ય સરકારના વિભાગો માટે રજિસ્ટર્ડ સિવિલ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરેલું છે અને પ્રાઇવેટ સેક્ટર માટે બિલ્ડિંગ કામો પણ હાથ ધરેલા છે. 31 જાન્યુઆરી, 2024ના રોજ કંપનીની ઓર્ડર બુક રૂ. 904.98 કરોડની છે.
કંપની બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, વોટર સપ્લાય, પાઇપલાઇન્સ, સીવેજ નેટવર્ક, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નલ્લા ટેપ્સ, રિયુઝ નેટવર્ક, ઓવરહેડ ટાંકી, જીએસઆર, રોડ કન્સ્ટ્રક્શન, જળાશયોના પુનઃનિર્માણ વગેરે જેવા વિવિધ સિવિલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે. 29 ફેબ્રુઆરી, 2024ના રોજ કંપની વિવિધ વિભાગોમાં 164 કાયમી કર્મચારીઓ (વર્કમેન સહિત) ધરાવતી હતી.
તીર્થ ગોપીકોન લિમિટેડના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર ડો. મહેશભાઈ કુંભાણીએ જણાવ્યું હતું કે કંપની છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્કૃષ્ટ ઓપરેશનલ અને ફાઇનાન્શિયલ પર્ફોર્મન્સ ધરાવે છે. કંપનીનો હાલનો બિઝનેસ મધ્ય પ્રદેશમાં સ્થિત છે અને અમે તબક્કાવાર અન્ય રાજ્યોમાં વિસ્તરણ કરવાની યોજના ધરાવીએ છીએ. અમને આશા છે કે સૂચિત પબ્લિક ઇશ્યૂ પછી અમે અમારી વૃદ્ધિ વ્યૂહરચનાને એ પ્રમાણે અમલમાં મૂકીશું જેથી ગુણવત્તાસભર પ્રોડક્ટ્સ સતત પૂરી પાડવાની સાથે તમામ હિસ્સેદારો માટે મહત્તમ મૂલ્યસર્જન થાય.
કંપનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી દર્શાવી છે. કંપનીએ આવક તથા નફાકારકતામાં અનેકગણો વધારો જોયો છે. જાન્યુઆરી, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2023-24ના 10 મહિનામાં કંપનીએ રૂ. 7.84 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 69.70 કરોડની આવક નોંધાવી છે જેની સામે નાણાંકીય વર્ષ 2022-23માં સંપૂર્ણ વર્ષની નફાકારકતા તથા આવકો અનુક્રમે રૂ. 1.80 કરોડ અને રૂ. 39.15 કરોડ હતી. 31 જાન્યુઆરી, 2024 રોજ કંપનીની નેટવર્થ રૂ. 15.72 કરોડ, રિઝર્વ્સ અને સરપ્લસ રૂ. 7.73 કરોડ તથા એસેટ બેઝ રૂ. 137.20 કરોડ હતી. 31 જાન્યુઆરી, 2024ના રોજ કંપનીની આરઓઈ 66.40 ટકા, આરઓસીઈ 48.40 ટકા અને આરઓએનડબ્લ્યુ 22.72 ટકા હતું. કંપનીના શેર્સ એનએસઈના ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવશે.
IPO Highlights – Teerth Gopicon Ltd | |
IPO Opens on | April 8, 2024 |
IPO Closes on | April 10, 2024 |
Issue Price | Rs. 111 Per Share |
Issue Size | 39.99 lakh shares – up to Rs. 44.40 crore |
Lot Size | 1200 Shares |
Listing on | NSE Emerge Platform of National Stock Exchange |

કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ.નો SME પ્લેટફોર્મ પર સૌથી મોટો રૂ. 189.50 કરોડનો IPO, પ્રથમ રોડ-શો સુરતમાં યોજાયો
KP ગ્રીન એન્જિયરીંગ લિમિટેડનો SME પ્રારંભિક જાહેર ઓફર(IPO) શુક્રવાર, 15મી માર્ચ, 2024 ના રોજ ખુલશે, પ્રતિ ઈક્વિટી શેર ₹137/- થી ₹144/- પ્રાઇસ બેન્ડ નક્કી કરાય,
22 માર્ચે સુરતમાં જ બેલ સેરમેની કરી નવો ચિલો ચાતરશે કેપી ગ્રુપ
સુરત: 11 માર્ચ 2024 સુરત ગુજરાત સ્થિત કેપી ગ્રુપની 25 વર્ષ પુરાણી ફ્લેગશીપ કંપની કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડનો એસએમઈ પ્લેટફોર્મ પર સૌથી મોટો રૂ. 189.50 કરોડનો આઈપીઓ આવી રહ્યો છે. તેનો પ્રથમ રોડ શો (ઈન્વેસ્ટર, બ્રોકર મીટ) સુરતની લે-મેરિડિયન હોટલ ખાતે યોજાયો હતો. અત્યારસુધી પ્રથમ રોડ શોનું ચલણ દિલ્હી અથવા મુંબઈ રહ્યું છે પરંતુ કંપનીનું હેડક્વાટર્સ સુરત હોય અહીં એક નવો ચિલો પાડવામાં આવ્યો છે. કંપની તા. 22 માર્ચના રોજ બેલ સેરમની પણ સુરતમાં જ કરવા જઈ રહી છે.
માહિતી આપતા કેપી ગ્રુપના ચેરમેન-મેનેજિંગ ડિરેક્ટર ડો. ફારુક જી. પટેલે કહ્યું હતું, IPO માટે પ્રત્યેકની ₹5/- ફેસ વેલ્યુ સાથે પ્રતિ ઈક્વિટી શેર ₹137/- થી ₹144/- પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવીછે. આઈપીઓ શુક્રવાર, 15મી માર્ચ, 2024ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને મંગળવાર, 19મી માર્ચ, 2024ના રોજ બંધ થશે. આ પહેલા અમારી બે કંપની સ્ટોક માર્કેટમાં આવી ચુકી છે. જેમાં કેપી એનર્જી લિ. વર્ષ 2016માં લિસ્ટેડ થઈ હતી. કેપી એનર્જીની માર્કેટ કેપ આજે રૂ. 2638 કરોડ છે. બીજી કંપની KPI ગ્રીન એનર્જી લિમિટેડ વર્ષ 2019માં લિસ્ટેડ થઈ હતી. આ કંપનીનું માર્કેટ કેપ 10404 કરોડ રૂપિયા છે. અમે વિચાર્યું હતું કે, ડોલર જેટલી આપણી કિંમત થાય અને કેપીઆઈ ગ્રીનનો એક રૂપિયો બરાબર 84 રૂપિયા થઈ ગયો. આ પર્ફોમન્સ અમારું રહ્યું છે. કેપી ગ્રુપનું રૂ. 150 અબજથી વધુનું બિઝનેસ એમ્પાયર છે. બંને કંપનીઓ રિન્યુએબલ એનર્જી સેક્ટર સોલાર-વિન્ડ પાવર અને હાઇબ્રિડમાં સારું પ્રદર્શન કરી રહી છે અને જેનો આઈપીઓ લાવી રહ્યાં છે તે કેપી ગ્રીન એન્જિનિયરિંગ 25 વર્ષથી કામ કરી રહી છે, એટલે હું ચોક્કસ કહીંશ કે તે સારું જ પ્રદર્શન કરશે. અમે વડાપ્રધાન મોદીના રિન્યુએબલ સેક્ટરમાં વર્ષ 2030માં 500 ગીગાવોટ્સના ટાર્ગેટ સુધી પહોંચવામાં એગ્રેસીવલી આગળ ધપી રહ્યાં છે અને દેશની બીજા દેશો પરની નિર્ભરતા ધટાડી રહ્યાં છે.
- નવું ફેક્ટરી યુનિટ બનાવી રહી છે
કેપી ગ્રીન એન્જિનયરિંગ લિ.ના વ્હોલ ટાઈમ ડિરેક્ટર મોઈનુલ કડવાએ કહ્યું હતું, કંપની ભરૂચ જિલ્લાના માતર ગામમાં એક વિશાળ ફેક્ટરી નિર્માણ કરી રહી છે. તેમાં ઉત્પાદન સુવિધાનો એકંદર પ્રોજેક્ટ ખર્ચ રૂ. 174.04 કરોડ છે. ઓફર મારફત એકત્ર થનારી રકમમાંથી રૂ. 156.14 કરોડ સુધીની રકમનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ અમે મૂક્યો છે. હાલ ડભાસા સ્થિત 2 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલી ફેક્ટરીમાં વાર્ષિક 53,000 મેટ્રીક ટન છે, તે નવા એકમ માતરમાં વાર્ષિક 294,000 મેટ્રીક ટનની ક્ષમતા સાથે ઉત્પાદન સુવિધા વધારવાની યોજના છે. 31 ડિસેમ્બર, 2023 સુધીમાં, કંપની પાસે આશરે રૂ. 233.91 કરોડની કુલ ઓર્ડર બુક મૂલ્ય સાથે 69 પ્રોજેક્ટ્સ છે.
– ઈન હાઉસ ફેસિલિટી:
વર્ષ 2001 માં સ્થપાયેલી કેપી ગ્રીન એન્જિનિયરિંગ કંપની હોટ-ડીપ ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ વસ્તુઓના ઉત્પાદનમાં વિશેષતા ધરાવે છે. તેની વ્યાપક ઉત્પાદન શ્રેણીમાં લેટીસ ટાવર સ્ટ્રક્ચર્સ, સબસ્ટેશન સ્ટ્રક્ચર્સ, સોલર મોડ્યુલ માઉન્ટિંગ સ્ટ્રક્ચર્સ, કેબલ ટ્રે, અર્થિંગ સ્ટ્રીપ્સ, બીમ ક્રેશ બેરિયર્સ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. વધુમાં, તે ઓપ્ટિકલ ફાઈબર કેબલ્સ, ગેલ્વેનાઇઝિંગ જોબ વર્ક અને સોલર ઇન્સ્ટોલેશન સેવાઓ માટે ફોલ્ટ રેક્ટિફિકેશન સર્વિસિસ (FRT) ઓફર કરે છે. સાથે તે રિન્યુએબલ એનર્જી સેક્ટરને સપોર્ટિંગ ફેબ્રિકેશન સોલાર એમએમએસ સ્ટ્રક્ચર, વિન્ડ લેટિસ ટાવર, ટ્રાન્સમિશન ટાવર, પોલનું પણ નિર્માણ કરે છે. કંપની GETCO (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ) અને MSETCL (મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કંપની) દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે અને હાલમાં તે અનુક્રમે 400 Kw અને 220 Kw સુધીની જરૂરિયાતો પૂરી કરે છે.
– કંપનીનું નાણાંકિય મેનેજમેન્ટ:
કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિએ નાણાકીય વર્ષ FY23માં રૂ. 12.40 કરોડનો નફો કર્યો હતો, જે અગાઉના વર્ષના રૂ. 4.54 કરોડથી વધીને નફામાં 2.73 ગણો જેટલો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ 23 દરમિયાન આવક અગાઉના વર્ષના રૂ. 77.70 કરોડની સરખામણીએ નોંધપાત્ર રીતે વધીને રૂ. 114.21 કરોડ થઈ છે, જે 47% નો વધારો દર્શાવે છે. આનું મુખ્ય કારણ ઉત્પાદનો અને સેવાઓના વેચાણમાંથી આવકમાં વધારો છે. કંપનીએ સપ્ટેમ્બર-2023 સુધી માત્ર 6 મહિનામાં નાણાકીય વર્ષ 2022-23ની લગભગ સમાન આવક અને PAT હાંસલ કરી છે. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા છ મહિનામાં, ઑપરેશન સંચાલનમાંથી આવક રૂ. 103.93 કરોડ હતી અને કર પછીનો નફો રૂ. 11.27 કરોડ હતો.

સુરતની Vijay Dairyને ખાદ્ય ખોરાક 2023માં Best Innovative Display નો એવોર્ડ આપવામાં આવ્યો
સુરત ની વિજય ડેરીને ખાદ્ય ખોરાક 2023 માં Best Innovative Display નો એવોર્ડ મળ્યો
સુરત ની Vijay Dairy એ ગાંધીનગરના હેલીપેડ એક્સઝીબેશન ગ્રાઉન્ડ ખાતે તારીખ 17 ડિસેમ્બર થી 20 ડિસેમ્બર દરમિયાન થયેલ ખાદ્ય ખોરાક 2023 માં પ્રથમ વખત ભાગ લીધો હતો, જેમાં વિજય ડેરી ને ખાદ્ય ખોરાકના આયોજકો તરફ થી Best Innovative Display નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
વિજય ડેરીની મીઠાઈઓ, નમકીન અને ઘી ના પેકેજિંગ બધાથી અલગ અને નવીતમ હતા. જેણે લોકોને આશ્ચર્યચકિત કરી મુક્યા હતા. મુલાકાતીઓ ઘી ના પેકેજિંગથી ઘણા આકર્ષાયા હતા. વિજય ડેરીના ઘી પેકેજિંગ ની ખાસિયત એ હતી કે ઘી ને PET જારમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. PET જારનો અનોખો આકાર અને ખાસ રંગ લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો હતો. વિજય ડેરીની આ તમામ ડીઝાઈનની ટ્રેડમાર્ક અને કોપીરાઇટ નોંધણી થયેલ છે.
ખાદ્ય ખોરાક 2023 માં વિજય ડેરી એ 7 પ્રકાર ના નમકીન પણ પ્રદર્શિત કાર્ય હતા. તમામ નમકીન 170 ગ્રામ, 400 ગ્રામના પાઉચમાં ઉપલબ્ધ હતા. નમકીન ના પેકેજિંગ માટે પણ બીજાથી અલગ તરી આવ્યા હતા.
વિજય ડેરીની મીઠાઈઓના પેકેજિંગે પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. મીઠાઈઓની નવીનતમ પેકેજિંગે લોકોને ચોંકાવી દીધા હતા.એમની મીઠાઈનું પેકેજિંગ MAP ( મોડીફાઈટ એટમોસ્ફેરિક પેકેજ ) પદ્ધતિથી કરે છે. આ ટેકનોલોજીના ઉપયોગથી મીઠાઈની સેલ્ફ લાઈફ 20 દિવસથી વધુની થઈ જતી હોય છે.આ ટેકનોલોજીનો પેકેજિંગમાં ઉપયોગ એમને અલગ તારવતો હતો.સૌના આકર્ષણના કેન્દ્ર બન્યો હતો.
ખાદ્ય ખોરાક 2023 માં વિજય ડેરીએ બીજી ઘણી પ્રોડક્ટ્સ ડિસ્પ્લે કરી હતી જેમાં દૂધ, છાસ, દહીં, લસ્સી કપ, કોલ્ડ કોકો કપ અને પનીરનો સમાવેશ થતો હતો. દરેક પ્રોડક્ટ્સનું પેકેજિંગ અજોડ અને નવીનતમ હતું. જે બજારની રેગ્યુલર પેકેજિગથી અલગ તારવતું હતું. આ દરેક પ્રોડક્ટ્સની પેકેજિંગ અને રજુઆતમાં વિજય ડેરીએ બાજી મારી હતી. વિજય ડેરી ખાદ્ય ખોરાક 2023 માં લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી હતી. વિજય ડેરી ખાદ્ય ખોરાક 2023 માં લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની હતી અને Best Innovative Display નો એવોર્ડ મેળવવમાં સફળતા મેળવી હતી. જે વિજય ડેરી માટે ગર્વની બાબત કહી શકાય.

30 વર્ષ જૂનો કૂલિંગ ટાવર માત્ર 20સેકંડ માં થયો ધ્વસ્ત
સુરત.ઉત્રાણ પાવર સ્ટેશનમાં 30 વર્ષ જૂના કુલિંગ ટાવરને ડિમોલિશન કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સવારે 11:00 વાગ્યાથી 11:30ના સમય દરમિયાન કુલિંગ ટાવર ઉતારી લેવા માટે આયોજન કરાયું છે. આધુનિક ટેક્નોલોજીની મદદથી 85 મીટર ઊંચા ટાવરને ધ્વસ્ત કરવામા આવ્યું.
સુરતના ઉત્રાણ ખાતે આવેલ 30 વર્ષ જુના કુલિંગ ટાવરનું ડિમોલીશન આજરોજ કરવામાં આવ્યું છે. કુલિંગ ટાવર ઉતારી પાડવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ હવે ધીરે ધીરે આપણા દેશમાં પણ શરૂ થયો છે. વિદેશોમાં ઘણાં વર્ષોથી આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિશેષ કરીને ઊંચી ઇમારતોને ગણતરીની સેકન્ડોમાં જ ધરાશાયી કરવા માટે આ સાયન્ટિફિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ ઈમારતના જે પિલર હોય છે તે પિલર ઉપર આ એક્સપ્લોઝિવ લગાડવામાં આવે છે અને જેટલો પણ કાટમાળ હોય છે એ સીધેસીધો નીચે બેસી જાય એ પ્રકારની ટેક્નોલોજી હોય છે. જેથી કરીને આસપાસનાં અન્ય બાંધકામોને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. કુલિંગ ટાવરના બ્લાસ્ટ માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કંટ્રોલ એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેક્નોલોજીની મદદથી ગણતરીના સેકન્ડોમાં જ વિશાળ ટાવરને ઉતારી લેવામાં આવ્યું હતું. આ ટાવરની કુલ ઊંચાઈ 85 મીટર હતી અને તેના 72 જેટલા પિલર આવેલા હતાં. આ પિલરમાં હોલ કરી તેમાં પ્રવાહી સ્વરૂપનું એક્સપ્લોઝિવ નાખવામાં આવ્યું હતું. આ એક્સપ્લોઝિવને રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ કરવામાં આવ્યું હતું અને 85મીટર નું ટાવર માત્ર સાત સેકંડ ની અંદર જ જમીનદોસ્ત થઈ ગયું હતું. છેલ્લા બે મહિનાથી એક્સપ્લોઝિવને મૂકવા માટેની કાર્યવાહી ટેક્નિકલ ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી. એક પિલરની અંદર 20 જેટલા હોલ કરવામાં આવ્યાં હતાં અને તે હોલની અંદર આ એક્સપ્લોઝિવને મૂકી દેવામાં આવ્યાં હતા.

ઝોડિયાકના ‘વન્સ ઇન અ યર સેલ’ માટે વીઆઇપી એક્સેસ મેળવો
ભારતમાં પુરુષો માટે ઉત્કૃષ્ટ ક્લોથિંગ બ્રાન્ડ ઝોડિયાક ક્લોથિંગ કંપની લિમિટેડ (ઝેડસીસીએલ)એ ગુણવત્તા અને ડિઝાઇન બાબતે વિશિષ્ટ ઓળખ અને પ્રતિષ્ઠા હાંસલ કરી છે.
આ બ્રાન્ડ તેના ‘વન્સ ઇન અ યર’ સેલ માટે જાણીતી છે અને તે પણ ખૂબજ મર્યાદિત સમયગાળા માટે. હકીકતમાં બ્રાન્ડને ખૂબજ પસંદ કરતાં ગ્રાહકો માટે ઝોડિયાક એન્યુઅલ સેલની આતુરતાથી રાહ જોવાય છે.
આ વર્ષે ઝોડિયાક તેના ગ્રાહકોને વાર્ષિક સેલ માટે વીઆઇપી એક્સેસ ઓફર કરી રહ્યું છે. દરેક માટે સેલ શરૂ થાય તે પહેલાં https://bit.ly/ZodiacVIPAccess ઉપર નોંધણી કરાવનાર પ્રત્યેક ગ્રાહક એક દિવસ પહેલાં સેલની એક્સેસ મેળવશે. તેનો મતલબ પ્રોડક્ટ્સ સમાપ્ત થતાં પહેલાં વ્યક્તિ તેને વહેલા ખરીદી કરવાનો લાભ મેળવી શકશે. આ સેલ સમગ્ર ભારતમાં કંપની દ્વારા સંચાલિત 100થી વધુ સ્ટોર્સ ઉપર તબક્કાવાર રીતે યોજાશે.
ઝોડિયાક સ્ટોર પાસે ત્રણ પ્રીમિયમ મેન્સવેર બ્રાન્ડ છે, જે ગ્રાહકની વિશિષ્ટ જરૂરિયાતોને પૂર્ણ કરે છે. ક્લાસિક થતાં કન્ટેમ્પરરી મેલ્સ કોર્પોરેટ વોડ્રોબ માટે ઝોડિયાક, ટ્રેન્ડી માટે ઝોડ ક્લબ વેર, કેઝ્યુઅલ વેર માટે ઝેડ3 રિલેક્સ્ડ લક્ઝરી તેમાં સામેલ છે.
વીઆઇપી એક્સેસ માટે નોંધણી કરાવ્યાં બાદ આમંત્રણનો એક મેસેજ તથા સેલની તારીખ ગ્રાહકને અગાઉથી મોકલી આપવામાં આવશે.
ઝેડસીસીએલ વિશેઃ
ઝોડિયાક ક્લોથિંગ કંપની લિમિટેડ (ઝેડસીસીએલ)એ વર્ટિકલી ઈન્ટીગ્રેટેડ, ટ્રાન્સ-નેશનલ છે, જે ડિઝાઈન, ઉત્પાદન, વિતરણથી લઈને રિટેઇલ વેચાણ સુધીની સમગ્ર ક્લોથિંગ ચેઇનને નિયંત્રિત કરે છે. ભારતમાં ઉત્પાદન આધાર તથા સમગ્ર ભારત, યુકે, જર્મની અને યુએસએમાં સેલ્સ ઓફિસ સાથે ઝેડસીસીએલ પાસે લગભગ 2500 કર્મચારીઓ ધરાવે છે. કંપનીનો મુંબઈ કોર્પોરેટ ઓફિસમાં 5000 ચોરસ ફૂટનો ઈટાલિયન પ્રેરિત ડિઝાઈન સ્ટુડિયો કાર્યરત છે, જે એલઇઇડી ગોલ્ડ પ્રમાણિત બિલ્ડિંગ છે. સમગ્ર ભારતમાં 100 થી વધુ કંપની સંચાલિત સ્ટોર્સ, 1200 મલ્ટિ-બ્રાન્ડ રિટેલર્સ અને www.zodiaconline.com દ્વારા પ્રીમિયમ ભાવે બ્રાન્ડનું છૂટક વેચાણ થાય છે.

ટી રેક્સ દ ટોય લેન્ડ બ્રાન્ડના રમકડાંનો શોરૂમ હવે અમદાવાદમાં
અમદાવાદ: બ્રાન્ડેડ રમકડાંના શોખીનો માટે હવે અમદાવાદમાં જ ઘર આંગણે બ્રાન્ડેડ રમકડાંઓની વિશાળ શ્રેણીઓ ધરાવતો ટી રેક્સ દ ટોય લેન્ડ શોરૂમ નો આરંભ થયો છે.
બોડકદેવ ખાતે જજીસ બંગલા રોડ પર કદમ કોમ્પલેક્ષ માં આજરોજ શોરૂમ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ટી રેક્સ નું હેડ ક્વાટર સુરત ખાતે આવેલું છે. શોરૂમની શાખાઓ વાપી અને વડોદરા બાદ હવે અમદાવાદમાં શરૂ થઈ છે. ટી રેક્સ શોરૂમ માં દરેક મુખ્ય બ્રાન્ડના રમકડાં ઉપલબ્ધ છે.
ટી રેક્સ ની સંસ્થાપક સ્નેહા મકવાણા એ જણાવ્યું હતું કે શોરૂમ માં મટેલ, હેસબ્રો, ફન સ્કૂલ, સિંબા, મિરાડા જેવી પ્રખ્યાત બ્રાન્ડના રમકડાંઓની વિશાળ શ્રેણીઓ ઉપલબ્ધ છે. આ રમકડાં ઓમા એજ્યુકેશનલ, કાર એન્ડ કલેકટ બોક્સ, ગન એન્ડ ટાર્ગેટ, ડોલ એન્ડ ડોલ હાઉસ, સ્પોર્ટ્સ, પઝલ અને ક્યૂબ જેવી કેટેગરી સામેલ છે. અમદાવાદની ફ્રેંચાઇજી ના પાર્ટનર મેઘા ખામરે જણાવ્યુ હતું કે કંપની તરફથી જે રમકડાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે તે વિખ્યાત બ્રાન્ડના છે, જે ગ્રાહકોને ખુબજ પસંદ પડશે.

ગ્રીનમેન વિરલ દેસાઈને રાષ્ટ્રપતિના હાથે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત થયો
સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈને દેશમાં ઊર્જા સંરક્ષણના ક્ષેત્રમાં સર્વોચ્ચ ગણાતો નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત થયો છે. ઊર્જા મંત્રાલય દ્વારા એનાયત થતો આ પ્રતિષ્ઠિત એવોર્ડ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે તેમને દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે એનાયત કરવામાં આવ્યો હતો.
આ રાષ્ટ્રીય સન્માન દેશના વિવિધ ક્ષેત્રોમાં ઊર્જા સંરક્ષણ માટે કાર્યરત લોકો અને સંસ્થાઓને એનાયત થાય છે, જેમાં દેશભરમાંથી ટેક્સટાઇલ્સ ક્ષેત્રમાંથી વિરલ દેસાઈની કંપની ઝેનિટેક્સને પ્રથમ સ્થાન મળ્યું છે, જેને લઈને સુરત તેમજ ગુજરાતભરના ટેક્સટાઇલ્સ ક્ષેત્રોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.
આ સંદર્ભે વિરલ દેસાઈએ કહ્યું હતું, ‘અમારા પ્રયત્નો અને ઈનિશિયેટિવ્સની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ અને ટેક્સટાઈલ્સ ક્ષેત્રે અમને ફરી એકવાર પ્રથમ સ્થાન મળ્યું એને માત્ર અમારું જ નહીં પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ કહી શકાય. આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યશસ્વી આગેવાનીમાં ગુજરાતે સૌથી પહેલા રિન્યુએબલ એનર્જી અને ઉર્જા સંરક્ષણની દિશામાં નક્કર શરૂઆત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘આવનારા વર્ષોમાં ભારત ઊર્જા સંરક્ષણ અને ક્લાયમેટ ચેન્જની દિશામાં વિશ્વ આખા માટે એક આદર્શ બનવાનું છે. ત્યારે અમૃત કાળના આ યુગમાં આપણને આ મહાયજ્ઞમાં યોગદાન આપવાની તક મળી રહી છે એ અત્યંત આનંદની વાત છે.’
ઉલ્લેખનીય છે કે પર્યાવરણ અને ઊર્જા સંરક્ષણના ક્ષેત્રમાં પ્રશંસનીય કાર્ય કરવા બદલ વિરલ દેસાઈને આ પહેલા પણ ચાર વાર એનર્જી કન્ઝર્વેશનનું સન્માન પ્રાપ્ત થયું છે, જેમાં ત્રણવાર તેઓ દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યા હતા. તો અનેક આંતરરાષ્ટ્રીય મંચોએ પણ તેમને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સન્માનોથી સન્માનિત કર્યા છે. તેમના દ્વારા શરૂ કરવામાં આવેલી ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ’ મુહિમને રાષ્ટ્રીય સ્તરે અત્યંત પ્રતિસાદ સાંપડયો છે.

આપણી સ્થાપત્યવિષયક ઈંટ ઉત્પાદન પ્રક્રિયા ખરા અર્થમાં મેક ઈન ઈન્ડિયા પ્રયાસ છેઃ ઉબૈદ અઝીઝ બારુદગર
આ મેક ઈન ઈન્ડિયા પહેલ બિલ્ડિંગ બ્રિક્સ ઈન્ડિયાએ મહારાષ્ટ્રના કરજતમાં સ્થાપિત કરેલું એકમ ખરા અર્થમાં આપણા સન્માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો આપે છે
મિડિયા સાથે વાત કરતાં બિલ્ડિંગ બ્રિક્સ ઈન્ડિયા પ્રા. લિ.ના ડાયરેક્ટર ઉબૈદ અઝીઝ બારુદગરે ગૌરવપૂર્વક જાહેર કર્યું કે તેઓ ભારતમાં આ ટેકનોલોજી લાવવામાં આગેવાન છે. અમારી નવીનતમ રોબોટિક ટેકનોલોજી ઉપયોગ કરનારી પ્રથમ ઈંટ ઉત્પાદન કંપની છે, જે ફેક્ટરી અમે કરજતમાં સ્થાપી છે. આ પર્યાવરણ અનુકૂળ ઈંટોએ નવા યુગના વિકાસનો માર્ગ બતાવ્યો છે. ઈંટો નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદન કરવામાં આવી રહી હોઈ તે પર્યાવરણ અનુકૂળ છે, એમ જાહેર કરતાં તેમણે ઉમેર્યું કે ભારતમાં પહેલી વાર અમે રજૂ કરેલી આ ટેકનોલોજી સાથે પર્યાવરણને કોઈ હાનિ થતી નથી.
ત્રણ દાયકાનો અનુભવન અને 1 મિલિયનથી વધુ ચોરસફૂટ બાંધકામ કરરનારા ગેલેક્સી ગ્રુપનો હિસ્સો બિલ્ડિંગ બ્રિક્સ ઈન્ડિયા, બીબીઆઈ પ્રા. લિ.ની રચના મેક ઈન ઈન્ડિયાની સરકારની પહેલ હેઠળ ભારતમાં સૌથી વિશાળ સ્થાપત્યવિષયક ઈંટ ઉત્પાદન કંપની બનવા માટે ઝડપથી વૃદ્ધિ કરવાના ધ્યેય સાથે 14મી ડિસેમ્બર, 2014ના રોજ રચવામાં આવી હતી. આ એરમ ડોલવલી ખાતે ખોપોલી નજીક 10 એકર જગ્યામાં છે, જે દિવસના આશે 50,000 ઈંટનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.
ડાયરેક્ટર દીપક નાઈકે મિડિયાને વધુ વિગતો આપતાં જણાવ્યું કે કાચા માલોની પસંદગીથી ટેકનોલોજી અને ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રક્રિયા સુધી ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરાતી નથી. આ ત્રણ અલગ અલગ આકારમાં બનાવવામાં આવતી વાસ્તવિક સ્થાપત્યવિષયક આકારની ઈંટો છે, જે બિન- પ્રદૂષિત, પર્યાવરણ અનુકૂળ, એકધાર્યો આકાર અને કદ ધરાવે છે. રોબોટિક કોમ્પ્રેશનનું આ પરિણામ છે અને તે ઉચ્ચ કક્ષાની નૈસર્ગિક માટીનો ઉપયોગ કરીને ઉત્પાદન કરાય છે.
બિલ્ડિંગ બ્લોક્સ જર્મન ઓટોમેટેડ પ્રોસેસ ટેકનોલોજી અને જાપાનીઝ રોબોટિક કોમ્પ્રેશન પ્રોડકશન લોજિક કંટ્રોલ (પીએલસી), વીએફએક્સ- બ્રિક્સ ફોર્મેશન રોબોટિક કોમ્પ્રેશન સાથેના મશીનો પર ઉત્પાદન કરાય છે. વિવિધ પ્રક્રિયાને લીધે ઈંટોની રચનામાં 0 ટકા બગાડ થાયછે. હાથ ધરવા દરમિયાન તે તૂટતી નથી. તે કાર્યક્ષમ રીતે સાઉન્ડ પ્રૂફ છે, થર્મલ કંડક્ટિવિટીને લીધે 20 ટકા વધુ ઊર્જા કાર્યક્ષમ છે, જેને લીધે નિયમિત ઈંટોની તુલનામાં એકંદરે 35 ટકા બચત થાય છે.
નૈસર્ગિક ઉચ્ચ કક્ષાની માટીનો ઉપયોગ કરીને ઉત્પાદન કરાતી નવા યુગની ઈંટો બહારી સાથે ભીતરની દીવાલોને પણ ડિઝાઈનની વરાઈટીના ઉત્તમ અનુભવ આપે છે, જે જંત અને અગ્નિ પ્રતિરોધક, હવામાન અને સિસ્મિક પ્રતિરોધક છે, જેને લીધે બહાર અને અંદર ઉપયોગ માટે ઉત્તમ કક્ષાની ઈંટ છે.
હાથથી બનાવવામાં આવતી ઈંટના વેન્ડરોને હવે સુપ્રીમ કોર્ટે બંધી કરી છે. વૈશ્વિક પર્યાવરણ અને પ્રદૂષણ માટે તે જરૂરી છે. ઈંટ બનાવવાની જૂની રીતમાં અનેક આરોગ્યનાં જોખમો છે, એમ બારુદગરે જણાવ્યું હતું. અમારી ભારતમાં રોબોટિક ઈંટો બનાવતી પ્રથમ ફેકટરી છે. દરેક ઈંટો સેંકડો ગુણવત્તા નિયંત્રણ પરીક્ષણો હેઠળ પસાર થાય છે, જેમ કે, શક્તિ, સખતપણાની પરીક્ષા, આકાર, કદ અને રંગનું પરીક્ષણ, મજબૂતીનું પરીક્ષણ, એમ બારુદગરે મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ પર ભાર આપતાં જણાવ્યું હતું.www.buildingbricksindia.com

દુબઇની ઇન્વેસ્ટમેન્ટ ઓફિસના શેખ હમદન બીન એહમદ અલ મક્તુમ અને CTEXએ સૌપ્રથમ બ્લોક ચેઇન આધારિત ડિસેન્ટ્રલાઇઝ્ડ ડેટા મેનેજમેન્ટ પ્લેટફોર્મની સ્થાપના કરી
ક્રિપ્ટો ટેક્સએ વિશ્વમા સૌપ્રથમ બ્લોકચેઇન-ડિસેન્ટ્રલાઇઝ્ડ ડેટા મેનેજમેન્ટ પ્લેટફોર્મની સ્થાપના કરવા દુબઇના શેખ હમદન બીન એહમદ અલ મક્તુમ સાથે ભાગીદારી કરી
વિશ્વનું સૌપ્રથમ ડિસેન્ટ્રલાઇઝ્ડ ડેટા પ્લેટફોર્મ લોન્ચ કરવા દુબઇના શેખ હમદન બીન એહમદ અલ મક્તુમએ CTEXમાં રોકાણ કરવાની ખાતરી આપી
સુરત: દુબઇની પ્રાયવેટ ઓફિસના માનનીય શેખ હમદન બીન એહમદ અલ મક્તુમએ બ્લોકચેઇન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા અને વિશ્વના સૌપ્રથમ બ્લોકચેઇન આધારિત ડિસેન્ટ્રલાઇઝ્ડ ડેટા મેનેજમેન્ટ પ્લેટફોર્મ લોન્ચ કરવા માટે ક્રિપ્ટો ટેક્સ (CTEX) ટોકન સાથે ભાગીદારી કરી છે.
CTEXએ ઉભરતા બજારોનો લાભ ઉઠાવવા અને વિશ્વની અન્ય તકોને ઝડપી લેવા માટે માનનીય શેખ હમદન બીન એહમદ અલ મક્તુમ દ્વારા સ્થાપવામં આવેલી પ્રાયવેટ ઓફિસ પાસેથી રોકાણની બાંયધરી પ્રાપ્ત કરી લીધી છે.
અદ્યતન ક્રિપ્ટોગ્રાફીક ટેકનોલોજીનો ઉપયોગ કરતા, CRYPTO TEXએ એવા ટ્રેડિંગ પ્લેટફોર્મની રચના કરી છે જ્યાં બાયર્સ અને સેલર્સ (ખરીદનાર અને વેચનાર) શાંતિથી વ્યવહારો કરી શકે છે. ડિજીટલ આર્બિટ્રેજ સિસ્ટમની શક્યતાઓ પરાંત આ એસેટ પ્લેટફોર્મ અનેક ઝડપી અને અત્યંત સ્વીકાર્ય પ્લેટફોર્મ્સમાંનું એક છે.
તમામ કંપનીના કર્મચારીઓની વ્યક્તિગત અને વ્યવસાયિક એસેટ્સને એક બ્લોકચેઇન ઇકોસિસ્ટમમાં એકીકૃત કરવાનો અંતિમ ધ્યેય છે. તે કંપનીને વધુ પારદર્શક, કાર્યક્ષમ અને વિશ્વાસપાત્ર બનાવે છે. CRYPTO TEX વપરાશકર્તા-લક્ષી, સુરક્ષિત અને કાર્યક્ષમ બ્લોકચેન-આધારિત ક્રિપ્ટો સોલ્યુશન્સ ઓફર કરે છે.
“ક્રિપ્ટો ટેક્સે બ્લોકચેઇન સીટેક્સ સ્કેન લોન્ચ કર્યું છે, જે ડિસેન્ટ્રલાઇઝ્ડ અને સેન્ટ્રલાઇઝ્ડ (વિકેન્દ્રિત અને કેન્દ્રીયકૃત) ઉકેલો વચ્ચેના આંતર-જોડાણને ધીમે ધીમે અમલમાં મૂકીને આર્થિક અને ટેકનોલોજીકલ ચિંતાઓને ઉકેલે છે,” એમ CTEXના પ્રવક્તાએ જણાવ્યું હતું. “Ctex સ્કેન સોલ્યુશન ખર્ચ-અસરકારક અને સમજવા માટે સરળ છે, અને તે જોખમોને ટાળીને ડિજિટલ એસેટ માલિકોના વિશાળ અને વિસ્તરતા પૂલના લક્ષ્યાંકિત નિષ્ક્રિય લાભ ઉપાર્જનને પહોંચી વળવા સક્ષમ છે.” દરેક વ્યક્તિ, આર્થિક અથવા ટેકનોલોજીકલ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના, ડિજિટલ એસેટ માર્કેટની ભાવિ પેઢીમાં ભાગ લઈ શકે છે.”
Ctex સ્કેન ઇનોવેશન સૌથી સુરક્ષિત, માપી શકાય તેવા અને ખર્ચ-અસરકારક બ્લોકચેઇન અને ક્રિપ્ટો પ્રોજેક્ટ્સનો ઉપયોગ કરીને એક અનન્ય ઇકોસિસ્ટમના નિર્માણમાંથી પ્રાપ્ત થાય છે. Ctex Scan એ બ્લોકચેન છે જે વ્યવહારની ગતિ અને સિક્યોરિટી, તેમજ નોંધપાત્ર સ્કેલેબિલીટી બંને આપીને બ્લોકચેઇન કોન્ડ્રમને ઉકેલી શકે છે.
વધુ વિગતો માટે:
તમે www.ctextoken.io પર અમારી મુલાકાત લઈ શકો છો અથવા અમને info@ctextoken.io પર ઇમેઇલ કરી શકો છો