અભય વિશેષ

સ્ટાર્ટ-અપ ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ તરીકે ઉભરી રહ્યું છે સુરત

 

સુરતમાં યોજાયેલી સમિટમાં 300 થી વધુ રોકાણકારોએ ભાગ લીધો

સુરત: ઇન્વેસ્ટમેન્ટ ક્લાસ તરીકે સ્ટાર્ટ-અપ્સ પ્રત્યે રોકાણકારોની રૂચિમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં સુરત ઝડપથી સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ તરીકે પોતાની ઉપસ્થિતિને સતત મજબૂત કરી રહ્યું છે.

દેશની ઝડપી પ્રગતિ સાધતી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવા તથા તેમાં રોકાણ દ્વારા ઉભરતાં ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા તથા આર્થિક વૃદ્ધિમાં તેમના યોગદાનની સ્વિકૃતિ કરવાના ઉદ્દેશ્ય સાથે થોડાં સમય પહેલાં યુનિસિન્ક એન્જલ્સ દ્વારા સ્ટાર્ટ-અપ ઇન્વેસ્ટમેન્ટ સમીટ – સુરત 2022નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. એન્જલ ઇન્વેસ્ટિંગ સિમ્પલિફાઇડ થીમ આધારિત આ સમીટમાં 300થી વધુ એન્જલ ઇન્વેસ્ટર્સ, ઇન્ડસ્ટ્રી લીડર્સ અને ઇકોસિસ્ટમ પાર્ટનર્સે ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં આવિષ્કાર ગ્રૂપના સ્થાપક અને ચેરમેન વિનિત રાયે છેલ્લાં 20 વર્ષમાં સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કરવાના તેમના અનુભવો વર્ણવ્યાં હતાં. આવિષ્કાર 1 અબજ યુએસ ડોલરથી વધુની એસેટને મેનેજ કરે છે અને તે રોકાણ ઉપર સકારાત્મક અસરો પેદા કરવા ઉપર કેન્દ્રિત છે.

આ પ્રસંગે યુનિસિન્ક એન્જલ્સના સહ-સ્થાપક કશ્યપ પંડ્યાએ પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સ્ટાર્ટ-અપમાં રોકાણ કરવું માત્ર સંપત્તિ સર્જનનો જ ઉદ્દેશ્ય નહીં, પરંતુ ઇનોવેટિવ બિઝનેસ આઇડિયાને સપોર્ટ કરવાથી સમાજ ઉપર પણ એકંદરે સકારાત્મક અસરો પેદા કરી શકાય છે.  

યુનિસિન્ક એન્જલ્સના સહ-સ્થાપક સીએ મયંક દેસાઇએ પરંપરાગત એસેટ ક્લાસ જેમકે રિયલ એસ્ટેટથી ન્યુ-એજ એસેટ ક્લાસ તરફ રોકાણકારોના બદલાતા અભિગમ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતાં તથા રોકાણના ઉત્તમ વિકલ્પ અને ઇકોસિસ્ટમની રચનામાં સ્ટાર્ટ-અપ્સની ભૂમિકા વર્ણવી હતી.

ઉલ્લેખનીય છે કે યુનિસિન્ક એન્જલ્સ એક વૈશ્વિક એન્જલ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ છે, જેની સાથે 25 જેટલાં સીએ અને મેન્ટર્સ જોડાયા છે, જે સ્ટાર્ટ-અપ્સને વૃદ્ધિ માટે જરૂરી કેપિટલ અને કનેક્ટ પણ આપશે. યુનિસિન્ક એન્જલ્સ દેશના 40 જેટલા ટિયર 2 અને 3 શહેરો માં સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ ની રચના કરશે અને યુનિસિન્ક એન્જલ્સની 1000 કરોડનું ફંડ એકત્ર કરવાની ભવિષ્યની યોજના છે.

વધુ વિગત માટે વેબસાઈટ પર માહિતી મેળવો: https://unisyncangels.com/

ઇલેક્ટ્રિક વેહિકલના સર્વિસ અને રીપેરીંગ માટેના નેટવર્ક સાથે વાની મોટો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના શોરૂમની શરૂઆત

 

શો રૂમની શરૂઆત પહેલાં મેકેનિકોને કંપની દ્વારા અપાઈ ટ્રેનીંગ

મેકેનિક અને ગેરેજ સંચાલકો વાહનોની સર્વિસ અને રીપેરીંગ સાથે વાહન વેચાણ કરી કમાણી પણ કરી શકાશે

સુરત: ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે લોકોનું આકર્ષણ સતત વધતું જઈ રહ્યું છે. તેમાંય ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં સમગ્ર દેશમાં ગુજરાત અને ગુજરાત માં પણ સુરત અવ્વલ છે. ત્યારે ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારાઓને વાહનની સર્વિસ અને રીપેરીંગ માટે અવગડતા નહીં પડે તે માટે દેશમાં સૌ પ્રથમ વાની મોટો પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ વિચાર્યું છે. ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન અને વેચાણ સાથે વાની મોટો દેશની એક માત્ર એવી કંપની છે કે જેને ઇલેક્ટ્રિક વાહન ધારકો માટે શહેરોમાં સર્વિસ અને રીપેરીંગ સેન્ટર નેટવર્ક પ્રસ્થાપિત કરવાની દિશામાં કામગીરી હાથ ધરી છે. સુરત ખાતે કંપનીના શો રૂમની શરૂઆત પહેલાં જ આ પ્રકારનું નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે અને તે માટે મેકેનિક અને ગેરેજ સંચાલકો ને એક વિશેષ ટ્રેનીંગ પણ આપવામાં આવી છે. આવા મેકેનિક અને ગેરેજ સંચાલકો ને માત્ર સર્વિસ કે રીપેરીંગ માટે જ નથી જોડ્યા પણ વાહનોના વેચાણ સાથે પણ તેમને જોડીને કમાણીની તક કંપની દ્વારા આપવામાં આવી રહી છે.

આ અંગે વાની મોટો પ્રાઇવેટ લિમિટેડ ના ડાઈરેક્ટર જેનીશ શાહ એ જણાવ્યું હતું કે દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધી રહી છે. અનેક કંપનીઓએ આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. જોકે મોટાભાગની કંપનીઓને માત્ર વાહનોનુઁ વેચાણ કેવી રેતી વધે તેમાંજ રસ છે. પરિણામે લોકો વાહન ખરીદી કર્યા બાદ સર્વિસ માટે કે પછી વાહન બગડ્યા બાદ રીપેરીંગ માટે આમ તેમ ધક્કા ખાતા જોવા મળે છે. આવી કંપનીઓના એકાદ સર્વિસ સેન્ટર હોવાના કારણે વાહનો સમય સર રિપેર થઈ શકતા ન હોવાના કારણે વાહન માલીકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વાની મોટો પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ પોતાના ગ્રાહકોને આવી કોઈ અવગળતા નહીં પડે અને દરેક જગ્યાએ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનોની સર્વિસ થઈ શકે અને રીપેરીંગ પણ થઈ શકે તે દિશામાં વિચાર્યું છે. કંપની દ્વારા તેમની કંપનીના ઇલેક્ટ્રિક વાહનોની સર્વિસ અને રીપેરીંગ માટે શહેરોમાં શો રૂમ શરૂ કરતાં પહેલાં જ આખું સુ વ્યવસ્થિત નેટવર્ક સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ કંપની દ્વારા સુરતમાં શો રૂમની શરૂઆત કરતા પહેલા આ પ્રકારનું નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે. કંપની દ્વારા શહેરમાં ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનોનું રીપેરીંગ કરતા મેકેનિક અને ગેરેજ સંચાલકોનો સંપર્ક સાધી તેમને કંપની સાથે જોડવામાં આવ્યા છે. ઇલેક્ટ્રિક વાહનો કેવી રીતે રિપેર કરવા અને સર્વિસ કરવા તે માટે કંપની દ્વારા તમામને ટ્રેનીંગ પણ આપવામાં આવી. જેથી કરીને કોઈ પણ વાહન ચાલકનું વાહન જ્યાં બગડે તે જ વિસ્તારમાં તેની સમસ્યાનું નિરાકરણ લાવી શકાય. વધુમાં જેનીશ શાહ એ જણાવ્યું હતું કે વાની મોટો પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે જોડાયેલા મેકેનિક અને ગેરેજ સંચાલકો ને માત્ર વાહનોના સર્વિસ અને રીપેરીંગ નું જ કામ નહીં આપવામાં આવશે પણ તેમને કંપનીના એજન્ટ તરીકે પણ પ્રસ્થાપિત કરવામાં આવશે. એટલે કે તેઓ વાની મોટો ના ટુ વ્હીલર કે થ્રી વ્હીલર વાહનનું વેચાણ કરીને પણ કમાણી કરી શકશે.

સવાણી પરિવાર દ્વારા સામાજિક ક્રાંતિની અનોખી પહેલ

 

-પુત્રવધુએ સાસુમાનાં અગ્નિસંસ્કાર કર્યા તો દેરાણીએ જેઠાણીને લિવરનું દાન કર્યુ

-સાસુમાને અગ્નિદાહ આપ્યા બાદ પુત્રવધુ ધ્રુસકે ધ્રુસકે રડી પડી

-પરિવારે ઇલેક્ટ્રિક અગ્નિદાહ કરીને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો

–  સવાણી પરિવાર દ્વારા  ઓર્ગન ડોનેશન માટે ૫૦ હજારથી વધુ સંકલ્પો લેવડાવાશે

સુરત: સાસુ-વહુ, દેરાણી-જેઠાણી આ સંબધો યાદ કરો એટલે મોટાભાગે દ્વેષ, કલેશ અને કકળાટનો કર્કશ ધ્વનિ સાંભળવા મળે. પણ દરેક જગ્યાએ આ વાત સાચી નથી પડતી. સુરતના સેવા અને સામાજિક ક્રાંતિમાં અગ્રેસર રહેતા સવાણી પરિવારે આ બંને સંબંધોમાં એક નવો જ આયામ રચ્યો છે. સામાજીક પ્રસંગોમાં સમાજને નવી રાહ ચીંધતો પરિવાર દુઃખદ ઘડીએ પણ સમાજને નવી રાહ ચીંધવાનું ભૂલ્યો નથી.

ઘટના કંઈક આવી છે, સવાણી પરિવારના માવજીભાઈ સવાણી (એલ. પી. સવાણી ગ્રુપ) ના ધર્મપત્ની શ્રીમતી વસનબેન સવાણીનું તા- 24મી જૂન જેઠ વદ અગિયારસ ને શુક્રવાર અવસાન થયુ હતું. આમ તો સ્મશાનમાં અગ્નિદાહ આપવા માટે પુત્રને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. જો કે સામાજિક પરિવર્તનના પવનના કારણે હવે ઘણીવાર દીકરીઓ પણ અગ્નિસંસ્કાર કરતી જોવા મળે છે. પરંતુ ક્યારેય કોઈ પુત્રવધુએ સાસુના અગ્નિસંસ્કાર કર્યા હોય એવું સાંભળ્યું છે? આ કલ્પનાતીત વાત સવાણી પરિવારમાં હકીકત બની છે. સ્વ. શ્રીમતી વસનબેન માવજીભાઈ સવાણીની છેલ્લા ઘણા દિવસોથી અવિરત સેવા કરનાર તેમની પુત્રવધુ પૂર્વી ધર્મેન્દ્રભાઈ સવાણી છેક સ્મશાન સુધી પહોંચ્યા હતા અને ત્યાં સાસુમાની તમામ વિધીમાં પુત્ર સમાન ભાગ લીધો હતો અને અગ્નિદાહ પણ આપ્યો હતો. સાસુમાને અગ્નિદાહ આપતી વેળા પૂર્વીબેન ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડયા હતા. સવાણી પરિવારે પુત્રવધુને પુત્રનો હક આપીને સામાજિક ક્રાંતિની મિસાલ કાયમ કરી છે. માત્ર વાત નહિ પણ વર્તન દ્વારા આવા સદવિચારોના ભેખધારી સવાણી પરિવાર લોહીના સંબંધ નથી એ પણ નિભાવી જાણે છે. વાત અહીં પુરી નથી થતી. વસનબેનના મૃત્યુના થોડા સમય અગાઉ ભૂતકાળમાં જઈએ તો

વસનબેન માવજીભાઈ સવાણીનું “લીવર” ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોવાથી ઘણા સમયથી અમદાવાદ ખાતે સારવાર ચાલી રહી હતી. ત્યારે દ્વેષ અને વેરના સંબંધમાં અવ્વલ કહેવાતા દેરાણી જેઠાણીના સંબંધનું એક લાગણીશીલ પ્રકરણ અહીં રચાયું હતું. જેઠાણી વસનબેનનો જીવ બચવવા માટે તેમના દેરાણી શોભાબેન હિમ્મતભાઈ સવાણીએ તેમનું પેટ ચીરીને તેમનો જીવ જોખમમાં મૂકીને “લીવર”નું દાન કર્યું હતું. ડોક્ટરો તથા પરિવારના તમામ લોકો યથાગ પ્રયત્ન કર્યા પરંતુ આપણે જાણીએ છીએ કે ઈશ્વરની શક્તિ સામે આપણું ધાર્યું થતું નથી. પરંતુ આ ઘટના સમાજમાં દેરાણી-જેઠાણીના નવા અને મીઠા સંબધો સ્થપિત કરી ગઈ. બીજી મહત્વની વાત એ પણ છે કે વસનબેનના અગ્નિસંસ્કારમાં લાકડાની જગ્યાએ ઇલેક્ટ્રિક અગ્નિદાહ કરી પર્યાવરણનું પણ જતન કરાયું હતું.

આમ તો ઘણા વર્ષોથી સવાણી પરિવાર શૈક્ષણિક, હોસ્પિટલ તેમજ સામાજીક કાર્યોમાં અગ્રેસર રહેતા આવ્યા છે. એલ.પી.સવાણી ગ્રુપ, પી.પી.સવાણી ગ્રુપ જેવી અનેક સંસ્થાઓ થકી આજે પણ સવાણી પરિવાર સામજિક કાર્યો કરે છે.

સવાણી પરિવારના પૂર્વજો થકી આવનાર નવી પેઢીમાં પણ આવા સંસ્કરોનું સિંચન અવિરત પણે થઇ રહ્યું છે.

ધર્મેન્દ્રભાઈ માવજીભાઈ સવાણીએ જણાવ્યું હતું કે તેમના માતા વસનબેન સવાણી ને “લીવર” મેળવવા માટે જે મુશ્કેલી પડી હતી તે સમાજના લોકો માટે મુશ્કેલી કેમ હલ કરી શકાય તેની પહેલ હાથ ધરવા વધુ પ્રયત્ન કરી લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો કરશે.

ગ્રીનમેન વિરલ દેસાઈએ સરથાણા નેચર પાર્કમાં 700 વૃક્ષો રોપીને પર્યાવરણ દિવસની ઉજવણી કરી

 

સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ સરથાણા નેચર પાર્કમાં તેમના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના માધ્યમથી વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું. આ વૃક્ષારોપણ નજીકના ભવિષ્યમાં તૈયાર થઈ રહેલા અર્બન ફોરેસ્ટના ભાગરૂપે કરવામાં આવ્યું હતું, જ્યાં સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એન. વી. ઉપાધ્યાય પણ વિશેષરૂપે હાજર રહ્યા હતા.


ઉલ્લેખનીય છે કે પોતાની પર્યાવરણીય ચળવળ ‘સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન’ અંતર્ગત વિરલ દેસાઈએ અત્યારસુધીમાં સરથાણા નેચર પાર્કમાં જૂદા-જૂદા તબક્કે 8000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, ‘સરથાણા નેચર પાર્ક હાલમાં સુરતના ફેફસાની ગરજ સારે છે. અહીં હજુ કેટલાંક પેચ પર ગાઢ વૃક્ષારોપણ કરીને તેમાં વૃક્ષોનો વધારો કરીશું, જેથી બાયોડાયર્સિટીને સપોર્ટ મળશે અને નેચર પાર્ક ખરા અર્થમાં લાખો લોકો માટે ઓક્સીજન પાર્ક બની રહેશે.’


વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં સરથાણા નેચર પાર્કના ડૉ. રાજેશ પટેલ તેમજ હીના પટેલ હાજર રહ્યા હતા. વિરલ દેસાઈના ‘હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન’ દ્રારા આગામી સમયમાં સરથાણા નેચર પાર્કમાં થીમ બેઝ્ડ અર્બન ફોરેસ્ટ તૈયાર કરવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા અગાઉ સુરતમાં ગ્રીન ઉધના રેલવે સ્ટેશન તેમજ ઈન્ડિયન રેલવે સ્ટેશનનું પ્રથમ અર્બન ફોરેસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યું હતું.

શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી: ત્રણ દિવસમાં 5000 પરિવારો દ્વારા 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

 

સુરત: ડાયમંડ ઉદ્યોગ અને અગ્રણી કંપની શ્રીરામ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ઉભરાટ નજીકના નીમલાય ગામમાં એક લાખથી વધારે વૃક્ષો નુ રોપણ કરવામાં આવ્યું. જેમાં એસઆરકે ગ્રુપના 5000 થી વધારે પરિવારોએ ભાગ લીધો હતો.

સોમવારે સવારમાં નવ વાગ્યે એક સાથે પાંચ હજાર જેટલા પરિવારોએ વૃક્ષોનું રોપણ કર્યું હતું. સાથે જે પરિવારે જે વૃક્ષ રોપ્યું હોય તે વૃક્ષ પર પોતાનું નામ લખી અને તે વૃક્ષને જીવનભર ઉછેરવા માટે સંકલ્પ પણ લીધો હતો. સોમવારે વહેલી સવારે કાપોદ્રા વરાછા ખાતે ના એક સ્થર એ થી બસ દ્વારા લઇ જવામાં આવ્યા તેમજ કતારગામ એસ આર કે સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતેથી બસોની વ્યવસ્થા કરી પરિવારને ત સ્થળ સુધી લઈ જવાયા હતા. તે ઉપરાંત જે લોકો પોતાના વાહન ધરાવતા હતા તેઓએ પોતાનું વાહન લઇને સ્થળ સુધી પહોંચ્યા હતા. વૃક્ષારોપણ કર્યા બાદ દરેક પરિવાર પોતે રોપેલું વૃક્ષ પોતાના નામથી તેને કાયમ ઉછેર કરશે પોતે તો પહેલું વૃક્ષ કદાચ કોઈ સંજોગોમાં ઉતરે નહિ તો તે જગ્યાએ બીજુ વૃક્ષ પણ રોપવામાં આવશે પરંતુ બધા જ વૃક્ષો નો ઉછેર થાય તેવો ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે.એક જ સ્થળે એક જ સમયે એક જ કંપનીના કર્મચારીઓ દ્વારા એક લાખ વૃક્ષારોપણનો કાર્યક્રમ કદાચ આ પ્રથમ હશે.

ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સનો ડંકો, 72 વિદ્યાર્થીઓ A1ગ્રેડ અને 220 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે

 

સુરત: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા ધોરણ 10 બોર્ડ પરીક્ષાના પરિણામમાં એલ. પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલે ફરી એક વખત શિક્ષણ જગતમાં ડંકો વગાડ્યો છે. ગ્રુપની સ્કૂલોના 72 વિદ્યાર્થીઓએ એ 1 અને 220 વિદ્યાર્થીઓએ એ 2 ગ્રેડ મેળવી એલ.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કુલનું ગૌરવ વધાર્યું છે. એટલું જ નહીં પણ 100 ટકા પરિણામની પરંપરા પણ આગળ વધાવી છે.


એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા જણાવાયું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી સુરત શહેરમાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થીઓનું બોર્ડમાં ખૂબ ઝળહળતું પરિણામ આવે છે. અને તેના માટે ધોરણ ૯ ના પરિણામના વધારે વિદ્યાર્થીઓની કેટેગરી બનાવીને તેમને આયોજનબદ્ધ રીતે શિક્ષણ માટેની વિવિધ પદ્ધતિઓ અપનાવીને તૈયાર કરવામાં આવે છે. શિક્ષકો પણ ખૂબ જ ખંતથી વિધાર્થીઓને શિક્ષણ આપે છે તેમજ સમગ્ર વર્ષ દરમિયાન વિકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ મોડલ ટેસ્ટ, પ્રેક્ટીસ ટેસ્ટ વગેરે વિવિધ પ્રકારની પરીક્ષાઓ દ્વારા વિદ્યાર્થીઓનો ગ્રોથ ચાર્ટ તૈયાર કરે છે અને નબળા વિદ્યાર્થીઓ માટે ખાસ રેમેડીયલ વર્ગોની વ્યવસ્થા શાળામાં જ કરવામાં આવે છે જેના પરિણામે શાળાનું ૧૦૦ % પરિણામ વર્ષોથી અમે મેળવી શક્યા છીએ .અદ્યતન ટેક્નોલોજીના સહારે ,એક્સપર્ટ ગાઇડન્સ ,વન-ટુ-વન કાઉન્સેલિંગ,પેરેન્ટ્સ મિટિંગ તેમજ કારકિર્દીલક્ષી અને વિવિધ વિષયોના સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને વિદ્યાર્થીઓનો બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરીને તેમના લક્ષ્ય સુધી પહોંચાડવા માટેના તમામ પ્રયત્નો શાળાના તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. વર્ષની શરૂઆતથી જ સ્ટ્રેટેજીકલી શાળાના આચાર્ય અને શિક્ષકો કામગીરી કરે છે અને તેના ફળ સ્વરૂપે બોર્ડમાં ખૂબ જ સરસ પરિણામ મેળવી શકાય છે.

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી: ધોરણ 10 અને 12 માં વિદ્યાકુલના વિદ્યાર્થીઓએ ગુજરાતમાં ડંકો વગાડ્યો

 

સુરત: વિદ્યાકુલ એપ્લિકેશન સાથે આખા વર્ષ દરમ્યાન ઓનલાઇન અભ્યાસ કરીને 500થી વધુ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ તથા 830થી વધુ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતમાં એક નવો જ ઇતિહાસ બનાવ્યો
માર્ચ 2022નું આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે જેમાં ઓનલાઇન એજ્યુકેશન પ્લેટફોર્મ યુથ વિદ્યાકુલના ઘણા વિદ્યાર્થીઓએ 95+ ગુણ પ્રાપ્ત કર્યા. વિદ્યાકુલ એપ્લિકેશન સાથે આખા વર્ષ દરમ્યાન ઓનલાઇન અભ્યાસ કરીને 500થી વધુ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ તથા 830થી વધુ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતમાં એક નવો જ ઇતિહાસ બનાવ્યો છે.
યુથ વિદ્યાકુલ સમગ્ર ગુજરાતમાં શહેર હોય કે ગુજરાતનું દૂરનું કોઈ ગામ હોય કે જ્યાં સારું શિક્ષણ મેળવવું એ એક સપના બરાબર છે. વિદ્યાર્થીઓના મા-બાપ કે જેના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેના સપનાઓને સાકાર કરવા માટે યૂટ્યૂબના માધ્યમથી ધોરણ 9 થી 12 ના 6 લાખથી વધુ વિદ્યાર્થીઓ વિના મુલ્યે શિક્ષણ મેળવી રહ્યા છે.
ગુજરાતના દરેક બાળકો સુધી ઘરે ઘરે શિક્ષણ પહોંચાડવાના હેતુથી શરુઆત કરેલ નાનકડો પ્રયાસ આજે એક વિશાળ વટવૃક્ષની જેમ ઘરે ઘરે પહોંચીને લાખો વિદ્યાર્થીઓને શિક્ષણ આપતાં અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ,અને આ પ્રયાસને ગુજરાતના દૂર દૂરના અંતરિયાળ ગામડાના બાળકો સુધી પહોંચાડવા વિદ્યાકુલના CEO તરુણ સૈની અને વિદ્યાકુલ ગુજરાતના રાજ્યના ડાયરેક્ટર રજનીશભાઈ ખેની અને ભાવિનભાઈ દુધાત વર્ષ 2019 થી સતત કાર્યરત છે.
તરુણ સૈની જણાવે છે કે આ વર્ષના ઐતિહાસિક પરિણામ જેમ આવતા વર્ષ 2022-23 માં ગુજરાતને 2000+ વિદ્યાર્થીને A1 ગ્રેડ પ્રાપ્ત કરાવવાનો સંકલ્પ કરીએ છીએ. અને પ્લેસ્ટોર પર જઈને vidyakul application ડાઉનલોડ કરીને ધોરણ 9 થી 12નું બેઝિક શિક્ષણ વિના મૂલ્યે મેળવી શકે છે.

ગ્રીનમેન વિરલ દેસાઈએ સરથાણા નેચર પાર્કમાં 700 વૃક્ષો રોપીને પર્યાવરણ દિવસની ઉજવણી કરી

 

સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ સરથાણા નેચર પાર્કમાં તેમના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના માધ્યમથી વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું. આ વૃક્ષારોપણ નજીકના ભવિષ્યમાં તૈયાર થઈ રહેલા અર્બન ફોરેસ્ટના ભાગરૂપે કરવામાં આવ્યું હતું, જ્યાં સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એન. વી. ઉપાધ્યાય પણ વિશેષરૂપે હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પોતાની પર્યાવરણીય ચળવળ ‘સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન’ અંતર્ગત વિરલ દેસાઈએ અત્યારસુધીમાં સરથાણા નેચર પાર્કમાં જૂદા-જૂદા તબક્કે 8000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, ‘સરથાણા નેચર પાર્ક હાલમાં સુરતના ફેફસાની ગરજ સારે છે. અહીં હજુ કેટલાંક પેચ પર ગાઢ વૃક્ષારોપણ કરીને તેમાં વૃક્ષોનો વધારો કરીશું, જેથી બાયોડાયર્સિટીને સપોર્ટ મળશે અને નેચર પાર્ક ખરા અર્થમાં લાખો લોકો માટે ઓક્સીજન પાર્ક બની રહેશે.’

વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં સરથાણા નેચર પાર્કના ડૉ. રાજેશ પટેલ તેમજ હીના પટેલ હાજર રહ્યા હતા. વિરલ દેસાઈના ‘હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન’ દ્રારા આગામી સમયમાં સરથાણા નેચર પાર્કમાં થીમ બેઝ્ડ અર્બન ફોરેસ્ટ તૈયાર કરવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા અગાઉ સુરતમાં ગ્રીન ઉધના રેલવે સ્ટેશન તેમજ ઈન્ડિયન રેલવે સ્ટેશનનું પ્રથમ અર્બન ફોરેસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યું હતું.

ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સનો ડંકો, 72 વિદ્યાર્થીઓ A1ગ્રેડ અને 220 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે

 

ગ્રુપની તમામ શાળાઓનું પરિણામ 100 ટકા જાળવી રાખવાની પરંપરા આગળ વધી

સુરત: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા ધોરણ 10 બોર્ડ પરીક્ષાના પરિણામમાં એલ. પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલે ફરી એક વખત શિક્ષણ જગતમાં ડંકો વગાડ્યો છે. ગ્રુપની સ્કૂલોના 72 વિદ્યાર્થીઓએ એ 1 અને 220 વિદ્યાર્થીઓએ એ 2 ગ્રેડ મેળવી એલ.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કુલનું ગૌરવ વધાર્યું છે. એટલું જ નહીં પણ 100 ટકા પરિણામની પરંપરા પણ આગળ વધાવી છે.     

એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ  મેનેજમેન્ટ દ્વારા જણાવાયું હતું કે

છેલ્લા ઘણા વર્ષોથી સુરત શહેરમાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થીઓનું બોર્ડમાં ખૂબ ઝળહળતું પરિણામ આવે છે. અને તેના માટે ધોરણ ૯ ના પરિણામના વધારે વિદ્યાર્થીઓની કેટેગરી બનાવીને તેમને આયોજનબદ્ધ રીતે શિક્ષણ માટેની વિવિધ પદ્ધતિઓ અપનાવીને તૈયાર કરવામાં આવે છે. શિક્ષકો પણ ખૂબ જ ખંતથી વિધાર્થીઓને શિક્ષણ આપે છે તેમજ સમગ્ર વર્ષ દરમિયાન વિકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ મોડલ ટેસ્ટ, પ્રેક્ટીસ ટેસ્ટ વગેરે વિવિધ પ્રકારની પરીક્ષાઓ દ્વારા વિદ્યાર્થીઓનો ગ્રોથ ચાર્ટ તૈયાર કરે છે અને નબળા વિદ્યાર્થીઓ માટે ખાસ રેમેડીયલ વર્ગોની  વ્યવસ્થા શાળામાં જ કરવામાં આવે છે જેના પરિણામે શાળાનું ૧૦૦ % પરિણામ વર્ષોથી અમે મેળવી શક્યા છીએ .અદ્યતન ટેક્નોલોજીના સહારે ,એક્સપર્ટ ગાઇડન્સ ,વન-ટુ-વન કાઉન્સેલિંગ,પેરેન્ટ્સ મિટિંગ તેમજ કારકિર્દીલક્ષી અને વિવિધ વિષયોના સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને વિદ્યાર્થીઓનો બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરીને તેમના લક્ષ્ય સુધી પહોંચાડવા માટેના તમામ પ્રયત્નો શાળાના તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. વર્ષની શરૂઆતથી જ સ્ટ્રેટેજીકલી શાળાના આચાર્ય અને શિક્ષકો કામગીરી કરે છે અને તેના ફળ સ્વરૂપે બોર્ડમાં ખૂબ જ સરસ પરિણામ મેળવી શકાય છે.

રાજ્ય કક્ષાના કાપડ મંત્રી દર્શના જરદોશે ટેકસટાઇલ કમિશનર દ્વારા આયોજિત બે દિવસીય કેમ્પને ખુલ્લો મૂક્યો

 

સુરત: આજરોજ મંત્રા ખાતે ટેક્સટાઇલ કમિશનર વસ્ત્ર મંત્રાલય ભારત સરકાર દ્વારા TUF ની જુદી-જુદી સ્કીમ ના પડતર પ્રશ્નો/ક્લેઇમ ના નિકાલ માટે બે દિવસના કેમ્પનું ઉદઘાટન માનનીય રાજ્ય કક્ષાના ટેક્સટાઇલ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે કર્યું હતું આ પ્રસંગે એડિશનલ કમિશનર શ્રી એસ. પી વર્મા સાહેબ તથા ડેપ્યુટી ડિરેક્ટર જનરલ શ્રીમતી ઉષા પોલ હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન સમારંભ પૂર્વે શ્રીમતી દર્શનાબેને મંત્રાની ખાસ કરીને ટેક્નિકલ ટેક્સટાઇલને લગતી મશીનરી/સાધનોનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રાની આધુનિક સવલતોના નિર્દેશન બાદ તેઓ પ્રભાવિત થયા હતા તથા મંત્રા એ પોતાનું માર્કેટિંગ કરવું જોઈએ એવો મત વ્યક્ત કર્યો હતો. તેમણે હાજર રહેલા પત્રકારોને મંત્રાની ઉપ્લબ્ધીનો પ્રચાર કરવા પર ભાર મૂક્યો હતો. TUF ના પ્રશ્નોના નિકાલ બાબતે ચર્ચા કરતાં તેમણે જણાવ્યું હતું કે ઘણા કેસોમાં ઔધૌગિક યુનિટ દ્વારા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવ્યા નથી. તેમજ મોટા ભાગના કિસ્સામાં પ્રત્યક્ષ ઇન્સ્પેક્શન માટે યુનિટોએ રસ દર્શાવ્યો નથી. આ બે દિવસના કેમ્પમાં મંત્રા દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને ટેકસટાઇલ કમિશનરના ઓફિસરોને જુદી-જુદી ચાર ઓફિસો ફાળવવામાં આવી છે જેમાં સુરતના ઉદ્યોગકારોના પેન્ડિંગ સબસિડીના કેસોનો યોગ્ય ઉકેલ/નિકાલ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં બેન્કના નોડલ ઓફિસરોને પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. કાર્યક્રમની શરૂઆતમાં એડિશનલ ટેક્સટાઇલ કમિશનરશ્રી એસ. પી. વર્માએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ડેપ્યુટી ડિરેક્ટર જનરલ શ્રીમતી ઉષાબેન પોલે કાર્યક્રમની માહિતી આપી હતી. મંત્રા તરફથી પ્રમુખશ્રી રજનીકાંત બચકાનીવાલા તથા ઉપપ્રમુખશ્રી જયવદનભાઈ બોડાવાલા તથા અન્ય કાઉન્સિલ મેમ્બર હાજર રહ્યા હતા.