અભય વિશેષ

જો સાવચેત નહીં રહેશો તો તમારા ઘરની બહાર પણ લાગી શકે છે આવું બોર્ડ

 

સુરત. મહાનગરપાલિકા દ્વારા હવે કોરોના સંક્રમણના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થતા વધુ સક્રિય રીતે કાર્યવાહી શરૂ કરી દીધી છે. છુટા છવાયા વિસ્તારોની અંદર અલગ અલગ ઝોનમાં જે પ્રકારે કોરોના સંક્રમણના સામે આવી રહ્યા છે. તે જોતા હવે ટેસ્ટિંગ અને ટ્રેસિંગ ઉપર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે.

કોરોના સંક્રમણના પહેલા તબક્કામાં અને બીજા તબક્કામાં જે પણ વ્યક્તિઓને કોરોના ગાઈડલાઈન પ્રમાણે કોરોના પોઝિટિવ થાય તો તેમને હોમ ક્વોરન્ટીન કરવામાં આવતા હતા. એવી જ રીતે ફરીથી કોરોના સંક્રમણના કેસ સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. સુરતના અલગ અલગ ઝોનમાં કોરોના સંક્રમણ પોઝિટિવ દર્દીઓને સાત દિવસ માટે હોમ ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે.

ગટર સમિતિની બેઠકમાં 94 કરોડથી વધુના 17 કામો મંજૂર

 

સુરત. સુરત મહાનગર પાલિકાની ગટર સમિતિની બેઠક શનિવારના રોજ મળી હતી. જેમાં 94 કરોડથી વધુના 14 કામો રજુ કરાયા હતા. ચર્ચાના અંતે તમામ કામોને લીલી ઝંડી આપવામાં આવી હતી.

સુરત મહાનગર પાલિકાની ડ્રેનેજ સમિતિની મીટીંગ ચેરમેન વિક્રમ પાટીલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમા આવનાર ચોમાસાને લઈ પ્રિ મોન્સુન કામગીરી સાથે નવા આઉટર રીંગરોડ પર રોડની બન્ને સાઈડે વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઈન બનાવવાની, સાઉથ વેસ્ટ ઝોનમાં નળીકા નાંખવાની કામગીરી સાથે સુરત શહેરના તમામ વિસ્તારોમાં ચોમાસા પહેલા પ્રિ મોન્સુન કામગીરી કરવા માટે ડ્રેનેજની જાળીઓ ડિસોલ્ટીંગ કરવા સહિતના કામો મળી 94 કરોડ 50 લાખથી વધુના 14 કામો રજુ કરાયા હતા જે કામોને સમિતિએ મંજુરીની મહોર મારી હતી. જે અંગે ડ્રેનેજ સમિતિના અધ્યક્ષ વિક્રમ પાટીલે વિગતવાર માહિતી આપી હતી.

લિંબાયત માં વેસ્ટેજ ટાઈલ્સ ના ઢગલા માંથી નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યુ, નિષ્ઠુર જનેતા સામે ફિટકાર

 

સુરત. સુરતમાં ફરી એક નિષ્ઠુર વ્યક્તિની કરતુત સામે આવી છે જેમાં નવજાત બાળકને મૃત હાલતમાં ત્યજી દેવાયો હોવાની ઘટના લિંબાયત વિસ્તારમાં બનતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

      સુરતમાં ફરી એક નવજાત મૃત હાલતમાં મળી આવ્યો છે. વાત એમ છે કે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ ખાડી કિનારે ટાઈલ્સના વેસ્ટ રૂમમાંથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો જેને લઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ નવજાતનો મૃતદેહ કબ્જે લઈ અજાણી નિષ્ઠુર વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધી, આસપાસ માં લગાવેલા સીસીટીવી ફૂટેજ તપાસી વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ નવજાતને મૃત હાલતમાં ત્યજી દેનાર જનેતા સામે લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો. હાલ તો પોલીસે નવજાતના મૃતદેહનો કબ્જો લઈ અજાણી નિષ્ઠુર જનેતા એ કયા કારણ વશ નવજાત બાળક ને ત્યજી દીધું છે તે અંગે ની સંપૂર્ણ તપાસ હાથ ધરી છે.
હવસખોર ના પંજા માંથી ૬વર્ષ ની બાળા પીંખાતા બાલ બાલ બચી

 

સુરત. સુરતમાં ફરી એક બાળા હવસખોરની શિકાર બનતા બાલ બાલ બચી ગઈ હતી. 6 વર્ષની બાળાના કપડા ઉતારી પાડોશીએ બળાત્કારનો પ્રયાસ કર્યો હતો

સુરતમાં ફરી એક બાળા હવસખોરની શિકાર બનતા બાલ બાલ બચી ગઈ હતી. 6 વર્ષની બાળાના કપડા ઉતારી પાડોશીએ બળાત્કારનો પ્રયાસ કર્યો હતો જો કે તે જ સમયે બાળાની નાની આવી જતા બુમાબુમ કરતા લોકોએ દોડી આવી નરાધમને મેથીપાક આપી પોલીસને સોંપતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

  પાંડેસરા શ્રમ વિસ્તારમાં નાનીને ત્યાં રહેતી 6 વર્ષની બાળકી પર તેના જ પડોશમાં રહેતા નરાધમે રેપ કરવાના ઈરાદે પોતાના રૂમમાં લઈ ગયો હતો. નાનીએ બાળકીને બૂમો પાડતા તેનો અવાજ બાજુના રૂમમાંથી આવ્યો હતો. આથી નાનીએ પડોશીનો દરવાજો ખખડાવ્યો છતાં તેણે ખોલ્યો ન હતો. નાનીએ પડોશીની રૂમની બારી જોર જોરથી ઠોકતા ખુલી ગઈ હતી. રૂમમાં જોતા નરાધમ પોતે નગ્ન હતો સાથે બાળકીના પણ કપડાં કાઢી નાખ્યા હતા. નાનીએ આજુબાજુમાં રહેતા લોકોને મદદ માટે બોલાવ્યા હતા. સ્થાનિકો બૂમ બરાડા સાંભળીને તાત્કાલિક જમાં એકઠા થઈ ગયા હતાં જમાં થયેલા લોકો રૂમ પાસે પહોંચી રૂમનો દરવાજો ખોલાવી પડોશીની બરાબરની ધોલાઈ કરી 100 નંબર પર પોલીસને જાણ કરી હતી જેથી પાંડેસરા પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી. હવસખોર પડોશી અનિરૂદ્ધ અનુજ અમરલાલસીંગને પકડી પાડી પોલીસે છેડતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
આખરે વિવાદોમાં ઘેરાયેલા સુરતના આરટીઓ ગજ્જર ની ગાંધીનગર બદલી

 

સુરત. આરટીઓ તરીકે ઓક્ટોબર મહિનામાં જ એટલે કે છ મહિના પહેલા જ સુરત આવેલા મેહુલ ગજ્જરની આખરે ગાંધીનગર ખાતે રોડ સેફ્ટી ઓથોરિટીમાં બદલી કરાઈ છે.

સુરતના વિવાદીત આરટીઓ ગજ્જરને ગાંધીનગર રોડ સેફ્ટી ઓથોરિટીમાં બદલી કરાઇ છે. ગુરૂવારે મોડી રાત્રે 16 આરટીઓની ટ્રાન્સ્ફરનો ગંજીપો ચીપાયો હતો. હવે સુરતમાં વડોદરાના ઇન્ચાર્જ આરટીઓ એ.એમ. પટેલને ચાર્જ સોંપાયો છે. આરટીઓ મેહુલ ગજ્જરની ઓક્ટોબરમાં જ સુરતમાં બદલી થઇ હતી. છ મહિનામાં તેમને લઈ અનેક નાના-મોટા વિવાદો છે. કેટલાક પ્રિય એજન્ટોના તમામ કામો થઇ જતા હોવાની પણ વાતો છે. બે મહિના પહેલા જ ગજ્જર સામે એસીબીમાં ફરિયાદ થઇ હોવાની વાત પણ હતી. જો કે, આ બાબતે કોઇ સમર્થન મળ્યું ન હતું.

વરાછામાં મોબાઇલ સ્નેચર્સનો આતંક, એક સાથે બની બે ઘટના

 

સુરત. વરાછા પોલીસ મથકની હદમાં વરાછા ઝોન ઓફિસ પાસેથી અને ત્રિકમનગર શહિદ વિર ભગતસિંહ ગાર્ડન પાસેથી બે યુવાનોના મોબાઈલ સ્નેચીંગ કરાયા હોવાની ફરિયાદ નોંધાવવા પામી છે.

સુરતમાં ઘણા સમયથી મોબાઈલ સ્નેચર ગેંગનો આતંક વધી રહ્યો છે. ત્યારે વરાછા પોલીસ મથકની હદમાં વરાછા ઝોન ઓપિસ સામે પંચવટીની વાડી પાસેથી પસાર થતા પુણાગામ ખાતે રેહતા પરિક્ષિત વસાણીના હાથમાંથી મોંઘોદાટ મોબાઈલ લુંટી બાઈકરો ભાગી છુટ્યા હતાં. જ્યારે વરાછા ત્રિકમનગર શહિદ વીર ભગતસિંહ ગાર્ડન પાસેથી પસાર થતા કામરેજ ખાતે રહેતા રવી રાઠોડના હાથમાંથી પણ બાઈકરો મોંઘોદાટ મોબાઈલ લુંટી ભાગી છુટ્યા હતાં. હાલ તો બનાવને લઈ વરાછા પોલીસે મોબાઈલ સ્નેચીંગની ફરિયાદો લઈ વધુ તપાસ હાથ ધરી છે.

બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી સાત લાખની ખંડણી માંગવાના કેસમાં આખરે ઝેહરા સાયકલવાલાની ધપરકડ

 

સુરત. તમારું બાંધકામ ગેરકાયદે છે એમ જણાવી બાંધકામ નહીં તોડવવાના બદલે વ્યાપારી પાસેથી સાત લાખ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં આરોપી એવી કહેવાતી સમાજ સેવી ઝેહરા સાયકલવાલાની મહિધરપુરા પોલીસે ધરપકડ થયા બાદ જામીન પર છુટકારો થયો છે.

આ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પાર્લેપોઈન્ટ સ્થિત પાર્લે પોઇન્ટ પેલેસ નિવાસી વ્યાપારી વાહેદભાઈ કાચવાલા ની ઝાંપા બજાર સૈફી મોહલ્લા ખાતે આવેલી જમીન પર તેઓ અને તેમના મિત્ર દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હતું. આ બાંધકામ દરમિયાન થોડી જગ્યા વધુ કવર કરવામાં આવી હોવાથી પોતાને સમાજસેવી ગણાવતી ઝેહરા સાયકલવાલા આ બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી હતી અને જો બાંધકામ બચાવવું હોય તો સાત લાખ રૂપિયા આપવા પડશે એમ કહી પહેલા 51 હજાર રૂપિયા ટોકન તરીકે પડાવી લીધા હતા અને ત્યારબાદ પોતાના બે સાગરીતો સાથે મળી ડરાવી ધમકાવી સાત લાખ રૂપિયાની ખંડણી માંગણી ચાલુ રાખતા આખરે વાહેદભાઈ દ્વારા ઝેહરા સાયકલવાલા સહિત ત્રણ આરોપીઓ વિરૂદ્ધ અરજી આપી હતી અને અરજીના આધારે મહિધરપુરા પોલીસે ખંડણીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન 13 ફેબ્રુઆરીના રોજ પોલિસે આરોપી ઝેહરા સાયકલવાલાની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આરોપીનો જામીન પર છુટકારો થયો હતો.

ઘર જેવા સ્વાદિષ્ટ ભોજનનો વિકલ્પ એટલે ‘INSTAFOOD’

 

  • Sheta Exports એ ‘INSTAFOOD’ ની રજૂઆત કરી, જે ભારતીય ભોજન બનાવવાના ઘણા સરળ વિકલ્પો પૂરા પાડશે
  • Sheta Exports દ્વારા કરાયું નવપરિવર્તન, ફ્રીઝ ડ્રાઈ કે પ્રિઝવેર્ટિવ નહીં પણ ઇઝી ટુ કૂકની શ્રેણીમાં આવે છે INSTAFOOD
  • અભ્યાસ કે નોકરી માટે વિદેશમાં લોકોને ભારતીય ભોજનની જરૂરિયાત પૂરી કરાશે
  • દાળ – ભાત, દાળ ઢોકળી, કાજુ કરી, સોજી નો શીરો, રાજમા, સંભાર, દાળ ફ્રાય, પનીર ભુરજી અને ગુજરાતી દાળ જેવી 25થી વધુ વાનગીનો મળશે..

સુરત: વધુ અભ્યાસ માટે વિદેશ જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ 2024 સુધીમાં 18 લાખ સુધી પહોંચવાની તૈયારી છે, જ્યારે એનઆરઆઇની સંખ્યા 1.3 કરોડથી વધાર છે. ભારતમાં 46.75% વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે. તેઓ ઘણી વખત આરોગ્યપ્રદ ભારતીય ખાદ્યચીજોના વિકલ્પોની અછતની સમસ્યાઓનો સામનો કરતા હોય છે અથવા કુકીંગ આવડતું નહિ હોવાને લીધે બહારનું ખાઈ ને તબિયત બગડે છે. આ સમસ્યાને ઉકેલવામાં મદદ કરવા માટે, Sheta Exports  ‘INSTAFOOD’ લઈને આવ્યું છે, જે ભોજન બનાવવાના ઘણા સરળ વિકલ્પો પૂરા પાડે છે જેથી કરીને વિશ્વભરના દરેકને ઘરે બનાવેલા સ્વાદિષ્ટ ઇન્ડિયન ભોજન પ્રાપ્ત થઇ શકે.

જ્યારે કોઈ પણ વ્યક્તિ સ્થળાંતર (અભ્યાસ અથવા કામગીરી માટે) કરે અથવા કોઈ અન્ય શહેર અથવા દેશમાં મુસાફરી કરવાનું નક્કી કરે ત્યારે તેમના સ્વાસ્થ્ય સાથે ક્યારેય ચેડા ન થાય તેની ખાતરી કરવા માટે ‘INSTAFOOD’ તૈયાર કરવામાં આવ્યું છે. ખાસ કરીને PG અને હોસ્ટેલ માં રહેતા યુવાનો નોકરી માટે એકલા રહેતા વ્યક્તિ માટે આ વરદાન છે. તેઓ દાળ – ભાત, દાળ ઢોકળી, સોજીનો શીરો, રાજમા, સંભાર, કાજુ કરી, દાળ ફ્રાય, પનીર ભુરજી અને ગુજરાતી દાળ જેવી 25થી વધુ વાનગીઓ ઓફર કરે છે. આ રેસિપીઓ એક ભારતીય મહિલા દ્વારા બનાવવામાં આવી છે, એક માતા કે જેમણે વિશિષ્ટ સ્વાદ સાથે સંપૂર્ણ પ્રોડક્ટ બનાવવાની શોધમાં ઘણા વર્ષોનું સંશોધન કર્યું છે.

‘INSTAFOOD’ એક ખૂબ જ પ્રતિસ્પર્ધી કિંમત ધરાવતી પ્રોડક્ટ લાઇન પણ રાખે છે, જેથી વિદ્યાર્થીઓ કિચન સેટઅપ વગર અને કોઈપણ કુકિંગ સ્કીલની જરૂર વગર તેમના બજેટને વધાર્યા વિના આરોગ્યપ્રદ ભોજન જમી શકે છે. ‘INSTAFOOD’ માં કોઈ પણ પ્રકારના કલરો અથવા પ્રિઝર્વેટિવ્સ નથી અને તેની શેલ્ફ લાઇફ 14 મહિના છે.  ‘INSTAFOOD’ નેચરલ સોંરેસીસ થી ડ્રાય ફોર્મમાં લાવામાં આવે છે, આ પ્રક્રિયા એવી પણ ખાતરી આપે છે કે ખોરાક સલામત હોવાની સાથે સાથે તેનો મૂળ સ્વાદ, સ્વરૂપ અને પોષક મૂલ્ય જાળવી રહે, આ બધા પરિબળો છે જે તેને અન્ય રેડી-ટુ-ઈટ બ્રાન્ડ્સથી અલગ બનાવે છે. આ પ્રોડક્ટસ નો જરૂરિયાત મુજબ ઉપયોગ કરી ને તેને ઝીપ લોક સુવિધા થી બંધ કરી ને તેનો પુનઃ ઉપયોગ કરવા માટે કરી શકાય છે. આ વિચાર એવી પ્રક્રિયાને દર્શાવે છે જેમાં બ્રાન્ડ્સની ઓફરોને ટેકવે માટે વ્યવહારુ વિકલ્પ બનાવવા માટે અમલમાં મૂકવામાં આવી છે.

અમારી પ્રોડક્ટોને Amazon, flipkart, Shopinstafood.com અને +૯૧૯૦૮૧૬૯૫૦૦૦ નંબર પર Whatsapp દ્વારા પણ ઓર્ડર કરી શકાય છે. અમારી પ્રોડક્ટો અને સેવાઓ વિશે વધુ જાણવા માટે વેબસાઇટ https://www.shopinstafood.com/  ની મુલાકાત લો. Amazon, flipkart, indiamart, Tradeindia પર પણ ઉપલબ્ધ છે

ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ દ્વારા ઉધના રેલવે સ્ટેશનને ગ્રીન રેલવે સ્ટેશનનો રેકોર્ડ એનાયત થયો

 

સુરત: ઉધના જંક્શન રેલવે સ્ટેશનને ગ્રીન ઉધના રેલવે સ્ટેશન તરીકે ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જ્યાં પ્રતિષ્ઠિત ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ દ્વારા ઉધના રેલવે સ્ટેશનને ‘ગ્રીન રેલવે સ્ટેશન ફોર ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન અને ક્લાયમેટ એક્શન’નો રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ સાથે જ ઉધના સ્ટેશન દેશ, એશિયા અને દુનિયાનું સૌથી પહેલું ગ્રીન રેલવે સ્ટેશન બન્યું છે, જે ક્લાયમેટ ચેન્જની દિશામાં કાર્યરત હોય. 

ગ્રીન ઉધના રેલવે સ્ટેશનને સુરતના ગ્રીનમેન તરીકે જાણીતા વિરલ દેસાઈએ તેમની એનજીઓ ‘હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન’ દ્વારા એડોપ્ટ કરવામાં આવ્યું હતું. જ્યાં વર્ષ ૨૦૧૯થી જૂદા જૂદા તબક્કે પર્યાવરણ સંરક્ષણના વિવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગ્રીનમેન વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ દ્વારા ગ્રીન ઉધના રેલવે સ્ટેશનની નોંધ લેવાય એ ગર્વની બાબત છે. ગ્રીન ઉધના રેલવે સ્ટેશન પાછલા અનેક વર્ષોથી આંતરાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન અને બાયોડાયવર્સિટીના ક્ષેત્રમાં નક્કર પરિણામો લાવવા આંતરાષ્ટ્રીય મંચો પરથી વિશ્વ આખાને આહ્વાન આપી રહ્યા છે. ત્યારે આપણે ત્યાંનું જ એક રેલવે સ્ટેશન ઈકોસિસ્ટમ રિસ્ટોરેશન અને ક્લાયમેટ એક્શન માટે રેકોર્ડ સ્થાપે એ આપણા સૌ માટે ગર્વની વાત છે.

તો સુરત રેલવે સ્ટેશનના સ્ટેશન ડિરેક્ટર દિનેશ વર્માએ જણાવ્યું હતું, ‘એક સમયે કોઈના ધ્યાનમાં પણ નહોતું આવતું એવું ઉધના સ્ટેશન હવે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક બ્રેન્ડ બની ગયું છે. જેનો તમામ શ્રેય હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન અને વિરલ દેસાઈને જાય છે.’

ઉલ્લેખનીય છે કે ગ્રીન ઉધના રેલવે સ્ટેશન પર દેશનું પહેલું પુલવામા સ્મારક આવેલું છે. તો સ્ટેશન પરિસરમાં જ ચારસો ચકલીઓ સાથેનું સ્પેરોઝોન આવેલું છે. એ સીવાય સ્ટેશન પર પચાસ જેટલા યુનિક પેઈન્ટિંગ્સ અને કેટલાક આંકડા સાથે ગ્રીન ગેલેરી તૈયાર કરવામાં આવી છે, જેના માધ્યમથી રોજ સોળ હજાર જેટલા લોકોને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ મળે છે. એ ઉપરાંત ઉધના રેલવે સ્ટેશનના કેમ્પસમાં જ ઈન્ડિયન રેલવેઝનું પ્રથમ અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. મિયાવાકી પદ્ધતિથી તૈયાર થયેલું આ અર્બન ફોરેસ્ટ દેશના શહીદોને સમર્પિત કરીને તેને ‘શહીદ સ્મૃતિ વન’ નામ અપાયું છે.

સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ અંતર્ગત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગ્રીનમેન વિરલ દેસાઈ વચ્ચે MOU હસ્તાક્ષર થયા

 

સુરત: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સુરત કચેરી તેમજ ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણવાદી વિરલ દેસાઈની સંસ્થા ‘હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન’ વચ્ચે ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ’ મુવમેન્ટ અંતર્ગત એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા, જે અંતર્ગત આગામી સમયમાં વિશાળ પાયે પર્યાવરણ જાગૃતિ અભિયાનો હાથ ધરાશે અને દસથી વધુ મિયાવાકી અર્બન ફોરેસ્ટ્સ તૈયાર કરાશે. 

‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન અને ક્લાયમેટ ચેન્જ’ મુવમેન્ટના આ એમઓયુ અંતર્ગત આગામી સમયમાં હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન અને જીપીસીબી સુરત જિલ્લામાં વીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ તેમજ હજારો યુવાનો સુધી પહોંચશે અને તેમને ક્લાયમેટ ચેન્જની વાસ્તવિક્તા વિશે જાગૃત કરશે અને તેમની અંદર પર્યાવરણ સંરક્ષણ સંદર્ભની નિસ્બત ઊભી કરશે. તો સાથોસાથ આ બંને સંસ્થા દ્વારા વિશાળપાયે વૃક્ષારોપણની મુહિમ ઉપાડીને વિવિધ જગ્યાઓએ દસથી વધુ મિયાવાકી અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવશે.

આ વિશે જીપીસીબી સુરતના રિજનલ ઑફિસર શ્રીમતિ ડૉ. જિજ્ઞાસા ઓઝા દ્વારા જણાવાયું હતું કે, ‘એવું પહેલી વાર બની રહ્યું છે કે પ્રદૂષણ નિયંત્રણને વરેલું અમારું બોર્ડ આવી ઝૂંબેશ સાથે સંકળાયું છે. પ્રદૂષણ નિયંત્રણ એ અમારી પ્રાથમિકતા છે અને એવા સમયે જાગૃતિ અભિયાન અને વૃક્ષારોપણની દિશામાં વધુ પ્રબળતાની કામ કરવું અમારે માટે આનંદ અને ગર્વની બાબત છે.’

તો ગ્રીનમેન વિરલ દેસાઈએ કહ્યું કે, ‘જીપીસીબી જેવી મહત્ત્વની સંસ્થા સાથે જોડાઈને પર્યાવરણ સંરક્ષણની દિશામાં કામ કરવું અમારે માટે ગર્વની બાબત છે. મને વિશ્વાસ છે કે આગામી સમયમાં સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન મુવમેન્ટ એન્ડ ક્લાયમેટ ચેન્જ માત્ર સુરત જિલ્લામાં જ નહીં, પરંતુ ગુજરાતભરના યુવાનો સુધી પહોંચશે અને એ ચળવળને આધારે આપણે સૌ ક્લાયમેટ એક્શનની દિશામાં હકારાત્મક રીતે આગળ વધીશું.’

ઉલ્લેખનીય છે કે આ એમઓયુ અંતર્ગત જીપીસીબી સુરતની નવનિર્મિત ઑફિસને પણ ગ્રીન ઑફિસ તરીકે તૈયાર કરવામાં આવી છે. ઈકોસિસ્ટમ રિસ્ટોરેશન તેમજ ક્લાયમેટ એક્શનની થીમ પર તૈયાર થયેલી આ પહેલી મોડલ ઑફિસ રોજ સેંકડો લોકોને પર્યાવરણ સુરક્ષાની દિશામાં પ્રભાવિત કરશે. તો આ બંને સંસ્થા દ્વારા પાંડેસરા ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ સાથે મળીને પાંડેસરામાં ઈન્ડસ્ટ્રીયલ એરિયાનું પહેલું ‘અમૃત વન’ નામનું મિયાવાકી અર્બન ફોરેસ્ટ પણ તૈયાર કરાયું છે.