
સુરત. ઓટોમોબાઇલ માર્કેટમાં એક નવી ઉર્જા સાથે, CAR24 ની એલિટ ફ્રેન્ચાઇઝી Y ઝોનનો શોરૂમ સુરત શહેરમાં શરુ થયો છે. ગુજરાતમાં માત્ર બે CAR24 ફ્રેન્ચાઇઝી પૈકી પ્રથમ ફ્રેન્ચાઇઝી તરીકે સુરતમાં શરૂ થતી આ સર્વિસ, વડોદરાથી વાપી સુધીના પ્રીમિયમ કાર ચાહકો માટે કાર ખરીદી અને વેચાણની પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને વિશ્વસનીય બનાવશે.
Y ઝોનના સંચાલક યતીન ભક્તા એ જણાવ્યું હતું કે, “સુરતમાં ઉદ્યોગના ઝડપી વિકાસ સાથે કેન્દ્ર સરકાર દ્વારા ઓટોમોબાઇલ ક્ષેત્ર માટે GST દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને આગામી સમયમાં મોટો બૂમ આપશે. હાલ દર મહિને ભારતમાં ત્રણ લાખ કારોનું વેચાણ થાય છે અને તેમાં પણ પ્રીમિયમ કે 10 લાખથી વધુ કિંમતની કારોનું માર્કેટ શેર 25 ટકા છે. રીસેલ કારોના મામલે, દર મહિને છ લાખ કારોનું ટ્રાન્ઝેક્શન થાય છે, જેથી સ્પષ્ટ છે કે આ ક્ષેત્રમાં શ્રેષ્ઠ વિકાસની સંભાવના છે.”

CAR24 Y ઝોન શોરૂમ VR મોલ પાસે ડુમસ રોડ સુરત ખાતે 30,000 સ્ક્વેર ફૂટથી વધુ વિસ્તારમાં ખુલ્યું છે. અહીં એડિશનલ ફેસિલિટીઓ જેવી કે કાર ડિટેલિંગ સેન્ટર, કાર વોશ સેન્ટર, ફાઇનાન્સ, RTO, ઇન્શ્યોરન્સ, CAR મેન્ટેનન્સ એડવાઇસ એક જ છત નીચે મળશે.
કાર 24ના એલિટ હેડ રવિ ઠક્કરે જણાવ્યું હતું કે તેઓ દ્વારા ભારતમાં પહેલી વખત ગ્રાહકો માટે નવી પોલિસી પણ લાગુ કરવામાં આવી છે. જેમાં સૌથી ખાસ છે સેવન ડે રિટર્ન પોલિસી, એક મહિનાની ક્રોમપ્રેહેન્સિવ વોરંટી, સ્પોટ ઓન ફાઇનાન્સ સર્વિસ, જેન્યુઇન સર્વિસ હિસ્ટ્રી ઉપલબ્ધ, સ્પોટ ઓન વેલ્યુએશન, આર સી ટ્રાન્સફર ફેસિલિટીનો સમાવેશ થાય છે. CAR24 Y ઝોનમાં પેન ઇન્ડિયામાં ઉપલબ્ધ તમામ બ્રાન્ડની કાર ખરીદી અને વેચાણ માટે રેડી પોઝિશનમાં ઉપલબ્ધ રહેશે. ત્યારે આ નવી શરૂઆતથી સુરતના પ્રીમિયમ કાર ચાહકોને વિશ્વસનીય અને સંપૂર્ણ સેવા પ્રાપ્ત થશે અને કાર ખરીદવાનું અને વેચવાનું અનુભવું વધુ સરળ બનશે.