ડિજિટલ કુશળતામાં વૃદ્ધિ માટે સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા Google Workspace પર FDPનું આયોજન

 

Sarvajanik Centre for Training and Certificate Courses (SES) દ્વારા  Sarvajanik University ના આદ્યક્ષેપ હેઠળ ૨ માર્ચથી ૧૦ માર્ચ, ૨૦૨૬ દરમિયાન Google Workspace વિષયક Faculty Development Programme (FDP) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ Dr. Kiran Pandya, માનનીય પ્રોવોસ્ટ,સાર્વજનિક યુનિવર્સિટીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ યોજાયો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુનિવર્સિટીના શિક્ષક તથા બિન-શિક્ષક કર્મચારીઓની ડિજિટલ ક્ષમતાઓમાં વધારો કરવાનો તેમજ શૈક્ષણિક, વહીવટી અને સહયોગાત્મક કાર્યોમાં ક્લાઉડ આધારિત સાધનોના અસરકારક ઉપયોગ વિશે તેમને પરિચિત કરવાનો હતો.
આ FDPમાં સંસાધન વ્યાખ્યાતા તરીકે CA Keyur Doshi એ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિવિધ ઇન્ટરએક્ટિવ અને પ્રાયોગિક સત્રો દ્વારા Google Workspaceના વિવિધ સાધનો જેમ કે Google Docs, Google Sheets, Google Forms, Google Drive અને Google Meet અંગે હેન્ડ્સ-ઓન તાલીમ આપી. સત્રોમાં દસ્તાવેજીકરણ, માહિતી સંચાલન, સહકાર અને સંચારમાં આ સાધનોના અસરકારક ઉપયોગ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. ઉપરાંત, ભાગ લેનારાઓને દૈનિક શૈક્ષણિક અને વહીવટી કાર્યોને વધુ સરળ અને અસરકારક બનાવવા માટેની પ્રાયોગિક રીતો વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં સાર્વજનિક યુનિવર્સિટીના ઘટક સંસ્થાઓના શિક્ષકવર્ગ અને વહીવટી કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સત્રો ખૂબ જ રસપ્રદ અને પ્રાયોગિક સ્વરૂપના હતા, જેના કારણે ભાગ લેનારાઓએ સંસ્થાકીય કાર્યપ્રણાલી સાથે સંબંધિત પરિસ્થિતિઓમાં આ સાધનોનો સીધો ઉપયોગ કરવાની તક મેળવી.

કાર્યક્રમનો સફળ સમાપન ભાગ લેનારાઓના સકારાત્મક પ્રતિસાદ સાથે થયો. ભાગ લેનારાઓએ જણાવ્યું કે આ તાલીમથી ઉચ્ચ શિક્ષણ અને સંસ્થાકીય વહીવટમાં ડિજિટલ સહયોગી સાધનોના ઉપયોગ અંગે તેમની સમજણ અને પ્રાયોગિક કુશળતા નોંધપાત્ર રીતે વધેલી છે.

સુરતમાં IDT વિદ્યાર્થીઓનું અનોખું કમાલ: “Future is Now” થીમ પર બનાવ્યું ફ્યુચરિસ્ટિક ટ્રી બન્યું આકર્ષણનું કેન્દ્ર 22 ફેબ્રુઆરીએ લિપ્પન આર્ટ અને 28 ફેબ્રુઆરીએ બાંધણી વર્કશોપનું આયોજન

 

સુરત: IDT – Institute of Design and Technology ના વિદ્યાર્થીઓએ Dumas Art Festival અંતર્ગત “Future is Now” થીમ પર એક અનોખું અને વિચારપ્રેરક સ્કલ્પ્ચર તૈયાર કર્યું છે, જે વર્તમાન સમયમાં પ્રકૃતિ અને ટેક્નોલોજી વચ્ચેના ગાઢ સંબંધને દર્શાવે છે. આ વિશેષ કલાત્મક કૃતિ હાલ VR Surat ખાતે 28 ફેબ્રુઆરી સુધી પ્રદર્શિત કરવામાં આવી છે અને મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે।

લગભગ 10 વિદ્યાર્થીઓની ટીમ દ્વારા એક મહિનાની મહેનત બાદ તૈયાર કરવામાં આવેલું આ ફ્યુચરિસ્ટિક ટ્રી એ વિચાર રજૂ કરે છે કે Nature and Technology એકબીજા સાથે અવિભાજ્ય રીતે જોડાયેલા છે. આ સ્કલ્પ્ચર દર્શાવે છે કે ટેક્નોલોજી હવે જીવનથી અલગ નથી, પરંતુ આપણા ઇકોસિસ્ટમનો અભિન્ન ભાગ બની ગઈ છે।

“Future is Now” ની કલ્પનાના આધારે બનાવવામાં આવેલું આ ટ્રી પ્રકૃતિ અને આધુનિક નવાચારના સમન્વયનું પ્રતિક છે. તેની રચના અને ડિઝાઇન એ વાતને ઉજાગર કરે છે કે આવનારું ભવિષ્ય માત્ર કલ્પના નથી, પરંતુ આજની હકીકત છે — જ્યાં ટેક્નોલોજી આપણા પર્યાવરણ, જીવનશૈલી અને વિચારધારાનો મહત્વપૂર્ણ હિસ્સો બની ગઈ છે।

આ પ્રોજેક્ટને સંસ્થાના ફેકલ્ટી સમીર દવે દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નવી વિચારધારા, નવાચાર અને સમકાલીન વિષયો ને કળા દ્વારા વ્યક્ત કરવાની ક્ષમતા વિકસાવવાનો છે।

મુલાકાતીઓએ આ અનોખી કૃતિની ખૂબ પ્રશંસા કરી છે અને તેને પ્રભાવશાળી વિઝ્યુઅલ અનુભવ તરીકે ગણાવ્યો છે. 28 ફેબ્રુઆરી સુધી VR Surat ખાતે પ્રદર્શિત આ સ્કલ્પ્ચર શહેરવાસીઓને ભવિષ્ય, પ્રકૃતિ અને ટેક્નોલોજીને નવા દ્રષ્ટિકોણથી જોડે છે।

આ સાથે જ IDT Surat દ્વારા Dumas Art Festival અંતર્ગત કલા અને પરંપરાગત હસ્તકલા પ્રોત્સાહન માટે વિશેષ વર્કશોપ્સનું આયોજન પણ કરવામાં આવ્યું છે. 22 ફેબ્રુઆરીએ Lippan Art Workshop સફળતાપૂર્વક યોજાઈ હતી, જેમાં ભાગલેનારોએ કચ્છની પરંપરાગત મિરર વર્ક આર્ટ શીખી. તેમજ 28 ફેબ્રુઆરીએ Bandhej (બાંધણી) Workshopનું આયોજન કરવામાં આવશે, જેમાં ભાગલેનારોએ પરંપરાગત ટાઈ-એન્ડ-ડાઈ ટેકનિકનો અનુભવ મેળવશે।

કોર્પોરેટ કનેક્શન્સ ઇન્ડિયા આયોજિત કરશે “બિગ હેરી ઓડેશિયસ ફોરમ (BHAF)”

 

સુરત, 10 માર્ચ 2026: કોર્પોરેટ કનેક્શન્સ ઇન્ડિયા તેના મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ *બિગ હેરી ઓડેશિયસ ફોરમ (BHAF)*નું આયોજન સુરતમાં 13 અને 14 માર્ચ 2026ના રોજ સુરત મેરિયોટ હોટેલ ખાતે કરશે. આ બે દિવસીય કાર્યક્રમમાં દેશભરના સફળ ઉદ્યોગપતિઓ, ફાઉન્ડર્સ અને બિઝનેસ લીડર્સ ઉચ્ચ સ્તરીય ચર્ચાઓ, વ્યૂહાત્મક નેટવર્કિંગ અને નેતૃત્વ સંબંધિત વિચારોના આદાન-પ્રદાન માટે એકત્રિત થશે.

બિગ હેરી ઓડેશિયસ ફોરમ કોર્પોરેટ કનેકશન્સ સમુદાયનું રાષ્ટ્રીય મંચ છે, જ્યાં ભારતના વિવિધ શહેરોમાંથી સભ્યો એક જ સ્થળે મળી બિઝનેસ વૃદ્ધિ, નેતૃત્વ અને ઉદ્યોગોના ભવિષ્ય અંગે અર્થપૂર્ણ ચર્ચાઓ કરે છે.

કોર્પોરેટ કનેક્શન્સને એક એલિટ અને આમંત્રણ આધારિત બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ તરીકે ઓળખવામાં આવે છે, જે ગંભીર ઉદ્યોગપતિઓ અને નિર્ણય લેતા બિઝનેસ લીડર્સને એક સાથે લાવે Θ.

સમય જતાં કોર્પોરેટ કનેક્શન્સ ઇન્ડિયા વૈશ્વિક નેટવર્કમાં સૌથી મોટું ક્ષેત્ર બની ગયું છે, જ્યાં 24 શહેરોમાં લગભગ 1000 પ્રભાવશાળી બિઝનેસ લીડર્સ સક્રિય રીતે જોડાયેલા છે.

કોર્પોરેટ કનેક્શન્સ સુરત, દેશના સૌથી સક્રિય વિસ્તારોમાંનું એક છે, જ્યાં 120થી વધુ સફળ ઉદ્યોગપતિઓ અને બિઝનેસ લીડર્સનો મજબૂત સમુદાય છે. અહીં સભ્યો એકબીજાના બિઝનેસ વિકાસમાં સહયોગ આપે છે, જ્ઞાન વહેંચે છે અને એકબીજાના અનુભવોમાંથી શીખે છે.

મુખ્ય અતિથિઓ

શ્રી હર્ષ સંઘવી, માનનીય ગૃહ રાજ્યમંત્રી, ગુજરાત સરકાર

શ્રી સી. આર. પાટીલ, માનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી, ભારત સરકાર

મુખ્ય વક્તાઓ

શ્રી હિતેશ દોશી, ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર, વારી ગ્રુપશ્રી અમિત જૈન, સહ-સ્થાપક અને CEO, કારડેખો ગ્રુપ

શ્રી રવિકાંત, ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર, ટાટા મોટર્સ

શ્રી રમેશ અગ્રવાલ, સ્થાપક અને ચેરમેન, અગ્રવાલ મૂવર્સ એન્ડ પેકર્સ

શ્રી દીપક સાંધવી, મેનેજિંગ ડિરેકટર, નિલોન્સ એન્ટરપ્રાઇઝિસ

શ્રી ઋષિકેશ એસ.આર., સહ-સ્થાપક, રેપીડો

શ્રી વિકાસ નાહર, સ્થાપક, હેપિલો

શ્રીમતી વૈશાલી વાગલે, સ્થાપક અને CEO, ઝેનેસે

શ્રી અર્જુન કપૂર, અભિનેતા

કોર્પોરેટ કનેક્શન્સ ઇન્ડિયા સતત વિસ્તરી રહ્યું છે અને બિગ હેરી ઓડેશિયસ ફોરમ ભારતના ઉદ્યોગસાહસિક નેતૃત્વની મહત્ત્વાકાંક્ષા, સહકાર અને સામૂહિક શક્તિનું ઉજવણીરૂપ પ્રતિક બની રહ્યું છો

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સન્માન સમારોહ

 

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, રીજનલ ઓફિસ સુરતની ટીમે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT), સુરતની મુલાકાત લીધી.

આ પ્રસંગે રીજનલ હેડ શ્રી મનીષ વર્માના નેતૃત્વ હેઠળ બેંકની ટીમે સંસ્થાની લગભગ 50 મહિલા પ્રોફેસર્સને શિક્ષણ, સંશોધન અને સમાજના વિકાસમાં આપેલા મહત્વપૂર્ણ યોગદાન બદલ સન્માનિત કર્યા.

કાર્યક્રમ દરમિયાન બેંક દ્વારા મહિલાઓ માટે ઉપલબ્ધ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની વિશેષ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી, જેથી વધુમાં વધુ મહિલાઓ બેંકિંગ સેવાઓ અને આર્થિક સશક્તિકરણનો લાભ મેળવી શકે.

તે ઉપરાંત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, રીજનલ ઓફિસ સુરત દ્વારા રીજનલ ઓફિસમાં કાર્યરત તમામ મહિલા કર્મચારીઓને આમંત્રિત કરી તેમના સમર્પણ અને ઉત્તમ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમની અધ્યક્ષતા રીજનલ હેડ શ્રી મનીષ વર્માએ કરી હતી.

કાર્યક્રમના અંતે હાજર રહેલા તમામ પ્રોફેસર્સ, કર્મચારીઓ અને ઉપસ્થિત મહાનુભાવોને આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સુરતના માર્ગો પર દોડી 100 કારો, જીતો લેડીઝ વિંગે આરોગ્ય જાગૃતિનો સંદેશ આપ્યો

 

સુરતઃ જીતો લેડીઝ વિંગ સુરત દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભવ્ય નેશનલ કાર રેલીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કેન્સર અને થેલેસેમિયા જેવી ગંભીર બીમારીઓ અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ રેલીમાં 100થી વધુ કારો અને આશરે 250 સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

જીતો લેડીઝ વિંગની ચેરપર્સન શ્વેતા બાગરેચાએ કાર્યક્રમ અંગે માહિતી આપતાં જણાવ્યું કે આ એક રાષ્ટ્રીય સ્તરનો પ્રોજેક્ટ છે, જે દેશના તમામ 82 ચેપ્ટરમાં એકસાથે આયોજિત કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોમાં પોતાના આરોગ્ય અને પ્રિવેન્શન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે, જેથી પરિવારોને આવી ગંભીર બીમારીઓથી બચાવી શકાય.

રેલી દરમિયાન તબીબી નિષ્ણાતોએ જીવન બચાવતી મહત્વપૂર્ણ માહિતી પણ આપી હતી. લવ એન્ડ કેરના ડૉ. દીપ્તિએ જણાવ્યું કે થેલેસેમિયા માઈનર અને મેજર એમ બે પ્રકારનો હોય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જો બે માઈનર થેલેસેમિયા ધરાવતા લોકો લગ્ન કરે તો બાળકોમાં મેજર થેલેસેમિયા થવાનો ખતરો વધી જાય છે, તેથી લગ્ન પહેલાં ટેસ્ટ કરાવવો અત્યંત જરૂરી છે. ડૉ. નિકુંજ વિઠલાણીએ કેન્સરના વિવિધ પ્રકારો, તેના પ્રારંભિક લક્ષણો અને બચાવના ઉપાયો અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું.

-તંત્રનો મળ્યો પૂરતો સહયોગ

આ રેલીમાં પોલીસ વિભાગ તરફથી ડીસીપી પન્ના મોમાયા પોતાની ટીમ સાથે હાજર રહ્યા હતા. શ્વેતા બાગરેચાએ પોલીસ તથા ‘શી ટીમ’ના શિસ્ત અને સમર્પણની પ્રશંસા કરતાં જણાવ્યું કે તેમના સહયોગથી આ આયોજન વધુ સફળ બન્યું.

આ રેલી ભગવાન મહાવીર ગ્રાઉન્ડથી શરૂ થઈને લાલ ઘોડા સર્કલ, અનુવ્રત દ્વાર અને વાય જંક્શનથી પસાર થઈ ચોપાટી તથા સિટી લાઇટ માર્ગ પરથી ફરી પોતાના ગંતવ્યસ્થાને પૂર્ણ થઈ હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ડોક્ટરો અને પોલીસકર્મીઓ પણ જોડાયા હતા.

નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર યોજાઈ ‘નિમાયા ગ્રેટ રન-2026’, હજારો મહિલાઓ ઉત્સાહથી જોડાઈ

 

ઇન્ડોર સ્ટેડિયમથી શરુ થયેલ દોડમાં 2500થી વધુ મહિલાઓએ ભાગ લઈ આરોગ્ય અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિનો સંદેશ આપ્યો

સુરતઃ નિમાયા વુમન્સ સેન્ટર ફોર હેલ્થ છેલ્લા અનેક વર્ષોથી મહિલાઓના સ્વાસ્થ્ય જાગૃતિ માટે સતત પ્રયાસો કરી રહી છે. જે અંતર્ગત આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિને ‘નિમાયા ગ્રેટ રન-2026’ની 9મી એડિશનમાં 2500 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ દોડમાં મહિલાઓને તેમના આરોગ્ય માટે જાગૃત રહેવા સંદેશ આપવામાં આવ્યો હતો અને સાથે સાથે ટ્રાફિક નિયમો અંગે પણ જાગૃત કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર આયોજન અંગે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થના ડાયરેક્ટર ડો. પૂજા નાડકર્ણી સિંહે જણાવ્યું હતું કે, નિમાયા મહિલાઓને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આજના વ્યસ્ત જીવનમાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતી નથી ત્યારે મહિલાઓને જાગૃત કરવાની જરૂર છે. આ ઉદેશ્ય ઉદ્દેશ્ય સાથે, દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મેરેથોન દોડ “નિમાયા ગ્રેટ રન” નું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ 8 માર્ચ, રવિવારે સવારે 6 કલાકે નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમને સ્વયંસેવકોનો અવિરત સહયોગ મળ્યો હતો. આ રનમાં 2500 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો અને મહિલા સશક્તિકરણની સાથે આરોગ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

નિમાયા ગ્રેટ રનનું આયોજન પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસીપી ટ્રાફિક આઈપીએસ અનુપમ અને ડીસીપી ટ્રાફિક સાઇબર સેલ આઇપીએસ પન્ના મોમયા સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી હતી.

સુરતમાંથી યુપીએસસીમાં સફળતા : ‘બૂબનાઝ IAS’ના બે વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવી

 

પ્રેસ કોન્ફરન્સમાં સફળ વિદ્યાર્થીઓએ તૈયારી અને અનુભવો કર્યા શેર

સુરત : સુરતમાં યુપીએસીની તૈયારી કરાવતી કોચિંગ સંસ્થા ‘બૂબનાઝ IAS’ના બે વિદ્યાર્થીઓએ સંઘ લોક સેવા આયોગ (UPSC)ની પરીક્ષામાં સફળતા મેળવી શહેરનું નામ રોશન કર્યું છે. આ ઉપલબ્ધિ નિમિત્તે સંસ્થા દ્વારા શુક્રવારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સફળ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાનો મીડિયાથી પરિચય કરાવવામાં આવ્યો હતો।

સંસ્થાના સંચાલક કૌશલ બૂબનાએ જણાવ્યું કે તેમની કોચિંગ છેલ્લા છ વર્ષથી સુરતમાં કાર્યરત છે અને અહીં યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી સતત સુરતમાંથી વિદ્યાર્થીઓ યુપીએસસી પરીક્ષામાં સફળતા મેળવી રહ્યા છે અને આ વર્ષે પણ બે વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી મહત્વપૂર્ણ રેન્ક પ્રાપ્ત કરી છે।

કૌશલ બૂબનાના જણાવ્યા અનુસાર સફળ વિદ્યાર્થીઓમાં ડૉ. કિશન રામે ઓલ ઇન્ડિયા 474મી રેન્ક મેળવી છે. તેમણે બીજે મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કર્યા બાદ ફિઝિયોલોજીમાં એમડીની ડિગ્રી મેળવી છે. આ તેમનો યુપીએસસીનો પાંચમો પ્રયાસ હતો અને પહેલો ઇન્ટરવ્યુ હતો. રેન્કના આધારે તેમને આઇપીએસ સેવા મળવાની સંભાવના છે.

બીજા સફળ વિદ્યાર્થી તન્મય મૂળ પટના (બિહાર)ના રહેવાસી છે. તેમણે આઈઆઇટી ખડગપુરમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો છે. આ તેમનો છઠ્ઠો પ્રયાસ હતો અને તેમણે 229મી રેન્ક મેળવી છે. તેમને પણ આઇપીએસ સેવા મળવાની પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે।

કૌશલ બૂબનાએ જણાવ્યું કે સુરત શહેર માટે આ મોટી સિદ્ધિ છે, કારણ કે અગાઉ યુપીએસસી અને સુરતનો સંબંધ ખૂબ ઓછો જોવા મળતો હતો. એક શિક્ષક તરીકે જ્યારે તેમના વિદ્યાર્થીઓ સફળતા મેળવે છે ત્યારે તે તેમના માટે ગૌરવ અને આનંદની બાબત છે।

સફળ વિદ્યાર્થીઓએ પોતાની તૈયારી, સંઘર્ષ અને અનુભવ અંગે પણ માહિતી આપી. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે પોતાની મહેનત, માતા-પિતાનું સમર્થન અને કોચિંગમાં માર્ગદર્શન આપનાર શિક્ષકોના સહકાર વિના આ સફળતા શક્ય નહોતી.

શેલ્બી હોસ્પિટલમાં ઑન્કોલોજી વિભાગનું ઉદ્ઘાટન, મહિલા દિવસ નિમિત્તે બાઈક રેલીનું આયોજન

 

કેન્સર જાગૃતિ માટે ખાસ પહેલ, 9 થી 14 વર્ષની દીકરીઓને સર્વાઇકલ કેન્સર વેક્સિન નિઃશુલ્ક અપાઈ

સુરત: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 8 માર્ચે સુરતના રાંદેર રોડ સ્થિત શેલ્બી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા મહિલા આરોગ્ય અને કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જીગ્નેશ પાટીલ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ નિખિલભાઈ મદ્રાસીની પ્રેરક ઉપસ્થિતી વચ્ચે હોસ્પિટલમાં નવા શરૂ થનારા ઑન્કોલોજી વિભાગ તથા આધુનિક રેડિયોથેરાપી સુવિધાઓનું પણ ઉદ્ઘાટન કરાયું હતું.

આ પ્રસંગે 9 થી 14 વર્ષની વયની દીકરીઓ માટે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશનનો નિઃશુલ્ક ઉપક્રમ પણ જાહેર કરાયો હતો. જે અંતર્ગત ભારતભરના તમામ શેલ્બી હોસ્પિટલની શાખાઓ ખાતે દીકરીઓને વિનામૂલ્ય સર્વાઇકલ કેન્સર વેક્સિન આપવામાં આવી હતી, જેથી ભવિષ્યમાં મહિલાઓમાં થતા કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ મળી શકે.

આ કાર્યક્રમમાં શેલ્બી હોસ્પિટલ, સુરતના ચીફ એડમિનિસ્ટ્રેટિવ નિરવ શાહે કહ્યું હતું કે “હોસ્પિટલમાં નવી કૅન્સર અને રેડિયોથેરાપી સેવાઓની શરૂઆત સાથે હવે વિવિધ પ્રકારના કૅન્સરની સારવાર માટે સર્વાંગી સુવિધાઓ ઉપલબ્ધ બની છે. અમારી પાસે મેડિકલ, રેડિયેશન અને સર્જિકલ ઑન્કોલોજિસ્ટ ડૉક્ટરોની નિષ્ણાત ટીમ ઉપલબ્ધ છે, જેના કારણે દર્દીઓને કૅન્સર માટે જરૂરી તમામ પ્રકારની સારવાર એક જ સ્થળે મળી શકે છે. અદ્યતન સારવાર સુવિધાઓ, અનુભવી તબીબો અને સંકલિત અભિગમ દ્વારા દર્દીઓને સમયસર નિદાન અને અસરકારક સારવાર મળે તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ.”

આ બાઈક રેલીનો મુખ્ય ઉદેશ્ય મહિલાઓમાં વધતા કેન્સરના કેસોને ધ્યાનમાં રાખી કેન્સર અંગે વહેલી તકે નિદાન અને નિવારણ વિશે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો હતો. ત્યારે સવારે 09:30 કલાકે યોજાયેલી બાઈક રેલીનો પ્રારંભ શેલ્બી હોસ્પિટલથી થઇ તાડવાડી ચાર રસ્તા, અજમેર ચોક, ચોકસીવાડી, ગુજરાત ગેસ સર્કલ અને અડાજણ પાટિયા માર્ગેથી પસાર થઈ ફરી શેલ્બી હોસ્પિટલ ખાતે સમાપ્ત થઈ હતી. રેલી પૂર્ણ થયા બાદ ભાગ લેનાર મહિલા બાઈકર્સ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જીગ્નેશ પાટીલ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલભાઈ મદ્રાસીએ નિર્ધારિત સ્થળેથી શેલ્બી હોસ્પિટલ સુધી એસ્કોર્ટ કરીને ડિયોથેરાપી વિભાગનું ઉદ્ઘાટન કર્યું હતું.

ટ્રિયોમ ક્લબ દ્વારા સુરતમાં ધૂળેટી પર અનોખો ‘મડફેસ્ટ’ યોજાયો, લોકોએ પ્રાકૃતિક માટી સાથે મનાવ્યો રંગોત્સવ

 

આભવા ચોકડી સ્થિત ટ્રિયોમ ક્લબ ખાતે યોજાયેલી ઇવેન્ટમાં દેશ-વિદેશથી હજારો લોકો જોડાયા મુંબઈની DJ રીના બારોટના મ્યુઝિક, રેન ડાન્સ અને એક્ટિવિટી ઝોનમાં લોકોએ કરી જોરદાર મસ્તી સુરત. ધૂળેટીના અવસરે સુરતમાં આયોજિત અનોખું ‘મડફેસ્ટ’ આ વર્ષે જોરદાર ઉત્સાહ અને ધામધૂમ સાથે પૂર્ણ થયું. આભવા ચોકડી સ્થિત ટ્રિયોમ ક્લબ ખાતે યોજાયેલી આ ખાસ ઇવેન્ટમાં સુરત સહિત દેશ-વિદેશથી હજારો લોકો જોડાયા અને ઓર્ગેનિક માટી સાથે રંગોત્સવની અનોખી મજા માણી. આ કાર્યક્રમનું આયોજન કલર્સ ઇવેન્ટ્સ એન્ડ એક્ટિવેશન દ્વારા ટ્રિયોમ ક્લબના સંચાલક સુરેશ ગોંડલિયાના સહયોગથી કરવામાં આવ્યું હતું. મડફેસ્ટના આયોજકો અર્નબ મોઇત્રા અને ક્રિશ વાધવાનીએ જણાવ્યું હતું કે આ ભારતની એવી અનોખી ઇવેન્ટ છે જેમાં પરંપરાગત ધૂળેટીને ઓર્ગેનિક રીતે ઉજવવામાં આવે છે. અહીં કેમિકલ કલર્સના બદલે મુલ્તાની માટી અને કુદરતી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેથી લોકો સુરક્ષિત રીતે તહેવારની મજા માણી શકે. સુરતમાં મડફેસ્ટનું આ છઠ્ઠું આયોજન રહ્યું. કોવિડ સમયગાળા દરમિયાન થોડા વર્ષોનું વિરામ આવ્યા બાદ આ ઇવેન્ટ ફરીથી કમબેક કરી છે અને આ વખતે મોટી સંખ્યામાં લોકો જોડાતા કાર્યક્રમ યાદગાર બન્યો. આયોજકોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ફરીથી મોટા અને કોમર્શિયલ ઇવેન્ટ્સ માટે લોકોનો ઉત્સાહ વધ્યો છે અને આવા આયોજનથી ટુરિઝમને પણ પ્રોત્સાહન મળશે. અર્નબ મોઇત્રાએ જણાવ્યું હતું કે જેમ સ્પેનમાં લોકો ‘ટોમેટિના’ રમવા જાય છે, તેમ ભવિષ્યમાં દુનિયાભરમાંથી લોકો ખાસ મડફેસ્ટ રમવા માટે સુરત આવશે.
ઇવેન્ટની ખાસિયત એ રહી કે આ ફેસ્ટમાં મુલ્તાની માટી અને કુદરતી માટી ઉપયોગમાં લેવામાં આવી હતી. જે ત્વચા માટે લાભદાયી હોવાથી તે નેચરલ ફેશિયલ જેવી અસર આપે છે અને સ્કિનમાં નેચરલ ગ્લો લાવે છે. કાર્યક્રમમાં મુંબઈની જાણીતી મહિલા ડીજે રીના બારોટના મ્યુઝિકે માહોલને વધુ જ મસ્તીભર્યો બનાવી દીધો. સાથે જ રેન ડાન્સ, મ્યુઝિક પાર્ટી અને વિવિધ એક્ટિવિટી ઝોનમાં યુવાનો તથા પરિવારો એ જોરદાર મજા કરી. મહિલાઓ માટે અલગ ચેન્જિંગ રૂમ, લોકર રૂમ તેમજ ફેમિલી માટે ખાસ એક્ટિવિટી ઝોનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જ્યાં બાળકો એ પણ આનંદ માણ્યો. આ વર્ષે ખાસ આકર્ષણ તરીકે ‘પ્રાઇવેટ પિટ્સ’ અને વીઆઇપી લાઉન્જની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જ્યાં પરિવારો પોતાની પ્રાઇવેટ જગ્યાએ અલગથી મડફેસ્ટનો આનંદ લઈ શક્યા. લગભગ 8થી 10 હજાર યાર્ડ જેટલા વિશાળ ગ્રાઉન્ડમાં યોજાયેલ આ ઇવેન્ટે સુરતમાં ધૂળેટીની ઉજવણીને એક નવી ઓળખ આપી.
BHIM પેમેન્ટ્સ એપમાં UPI સર્કલ સત્તાધિકૃત UPI પેમેન્ટ્સને વપરાશકર્તાઓ માટે સરળ અને સુરક્ષિત બનાવે છે.

 

સુરત: “આજના સમયમાં ઘર ચલાવવું ઘણીવાર માત્ર તમારી પોતાની પેમેન્ટ્સનું જ સંચાલન કરવાનો અર્થ નથી. તમે બાળકોના દૈનિક ખર્ચનું સંચાલન કરી રહ્યા હોઈ શકો છો, વૃદ્ધ માતા-પિતાને સપોર્ટ આપી રહ્યા હોઈ શકો છો, અથવા વિશ્વસનીય સ્ટાફને રુટીન ખરીદીઓ હેન્ડલ કરવા માટે સક્ષમ બનાવી રહ્યા હોઈ શકો છો. જ્યારે ડિજિટલ પેમેન્ટ્સને સરળ બનાવી દીધા છે, છતાં પણ ઘણા પરિવારોને પેમેન્ટ એક્સેસ વહેંચવાની વધુ સક્ષમ અને સંરચિત રીતની જરૂર છે, જેમાં નિયંત્રણ ગુમ ન થાય. તાજેતરમાં BHIM પેમેન્ટ્સ એપમાં UPI સર્કલ ફીચર રજૂ કર્યું છે, જે ચોક્કસ આ જ માટે ડિઝાઇન કરાયેલું છે. આ ફીચર મુખ્ય વપરાશકર્તાને વિશ્વસનીય લોકો સાથે નિયંત્રિત પેમેન્ટ એક્સેસ વહેંચવાની સુવિધા આપે છે, જેમાં સ્પષ્ટ મર્યાદાઓ, પૂર્ણ દ્રશ્યતા, અને સુરક્ષા તેમજ જવાબદારી અખંડિત રહે તેવી ખાતરી મળે છે.”

“UPI સર્કલ આ ખાધને નિયંત્રિત અને સુરક્ષિત ડેલિગેશન દ્વારા પૂરો કરે છે. આ મુખ્ય વપરાશકર્તાને માથી વપરાશકર્તાને પૂર્વ નિર્ધારિત મર્યાદાઓની અંદર અને પૂર્ણ દ્રશ્યતા સાથે મુખ્ય વપરાશકર્તાના બેંક ખાતામાંથી UPI પેમેન્ટ કરવા માટે સત્તાધિકૃત કરવાની મંજૂરી આપે છે. આ રીતે, ડિજિટલ પેમેન્ટ્સ સામાન્ય ઘરઆંગણે વહેંચીને વાપરવા વધુ પ્રાયોગિક બની જાય છે, અને UPI પિન, પાસવર્ડ અથવા ડિવાઇસ એક્સેસ વહેંચવાના અસુરક્ષિત પ્રથાને ટાળવામાં આવે છે.”

“UPI સર્કલ શું છે?

UPI સર્કલ એ એક ફીચર છે જે વપરાશકર્તાઓને UPI પ્લેટફોર્મ પર વિશ્વસનીય સર્કલ બનાવવાની અને પરિવારના સભ્યો અથવા અન્ય વિશ્વસનીય લોકો માટે પેમેન્ટ્સ સત્તાધિકૃત કરવાની સુવિધા આપે છે. મુખ્ય વપરાશકર્તા પાંચ સુધીના સેકન્ડરી વપરાશકર્તાઓ ઉમેરવા અને તેમને મુખ્ય વપરાશકર્તાના UPI જોડાયેલા બેંક ખાતામાંથી નિર્ધારિત મર્યાદાઓની અંદર ટ્રાન્ઝેક્શન કરવાની મંજૂરી આપી શકે છે. સેકન્ડરી વપરાશકર્તા પોતાના UPI ID પણ સર્કલ હેઠળ જનરેટ કરી શકે છે, જે તેમને મુખ્ય વપરાશકર્તા દ્વારા નક્કી કરેલી પરવાનગીઓની અંદર સ્વતંત્ર રીતે પેમેન્ટ કરવા સક્ષમ બનાવે છે.”

“UPI સર્કલ કેવી રીતે કાર્ય કરે છે?

UPI સર્કલ પેમેન્ટ્સ સોંપવાની સંરચિત રીત પ્રદાન કરે છે, જેમાં નિયંત્રણ ગુમ ન થાય. મુખ્ય વપરાશકર્તા સેકન્ડરી વપરાશકર્તાને મુખ્ય વપરાશકર્તાના બેંક ખાતાથી સીધા UPI પેમેન્ટ્સ કરવાની સત્તા આપી શકે છે. મુખ્ય વપરાશકર્તા મહિને ₹15,000 સુધી ખર્ચની મર્યાદા નક્કી કરી શકે છે અને સત્તાધિકરણની વેલિડિટી એક મહિના થી પાંચ વર્ષ સુધી નક્કી કરી શકે છે. સેકન્ડરી વપરાશકર્તા દ્વારા કરવામાં આવેલ દરેક ટ્રાન્ઝેક્શન મુખ્ય વપરાશકર્તાને દેખાય છે, જે પારદર્શિતા અને સ્પષ્ટ ઓડિટ ટ્રેલ બનાવે છે.”

“UPI સર્કલ કેટલું સુરક્ષિત છે?

UPI સર્કલને સુરક્ષા ખતરા વિના પેમેન્ટ સોંપવાની સુવિધા આપવા માટે ડિઝાઇન કરાયું છે. મુખ્ય વપરાશકર્તા સંપૂર્ણ નિયંત્રણ જાળવી શકે છે અને ટ્રાન્ઝેક્શન્સને ટ્રૅક કરી શકે છે, રેકોર્ડ્સની સમીક્ષા કરી શકે છે, પરવાનગીઓ ફેરવી શકે છે અને કોઈ પણ સમયે એક્સેસ અનલિંક કરી શકે છે. UPI પિન જેવા અનૌપચારિક કાર્યચલનોને બદલીને, UPI સર્કલ જોખમ ઘટાડવાનો અને રોજિંદી સુવિધા સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ ધરાવે છે.”

“દૈનિક પરિસ્થિતિઓમાં UPI સર્કલ કેવી રીતે ફિટ થાય છે”

વૃદ્ધ નાગરિકો માટે: UPI સર્કલ વૃદ્ધોને નાના દૈનિક પેમેન્ટ્સ આત્મવિશ્વાસ સાથે કરવા સક્ષમ બનાવે છે, જ્યારે પરિવારના સભ્યો સલામતી અને સપોર્ટ માટે મર્યાદાઓ નક્કી કરી શકે છે અને ખર્ચની નજર રાખી શકે છે.

બાળકો અને વિદ્યાર્થીઓ માટે: માતા-પિતાઓ UPI સર્કલનો ઉપયોગ ટેનેજર્સ અને બાળકોને ડિજિટલ ખિસ્સાની રકમ આપવા માટે કરી શકે છે, સાથે સાથે દૈનિક અને શૈક્ષણિક જરૂરિયાતો માટે ખર્ચ નિયંત્રિત કરી શકે છે. પૂર્વ નક્કી કરેલી મર્યાદાઓ સાથે, પેમેન્ટ્સ યોજિત રીતે રહે છે અને વારંવાર ટ્રાન્સફર્સ કરવાની જરૂર નથી.

નાનાં વ્યાપારો માટે: દુકાન માલિકો અને નાના ઓપરેટર્સ સ્ટાફને ઈંધણ, ટોલ અથવા સ્થાનિક ખરીદીઓ માટે પેમેન્ટ્સ કરવાની સત્તા આપી શકે છે, સાથે સાથે ખર્ચનો સ્પષ્ટ રેકોર્ડ જાળવી શકે છે.

ડિજિટલ સુવિધાના વિવિધ સ્તર ધરાવતાં પરિવારો માટે: કામકાજ કરતા વ્યાવસાયિક એવા નિર્ભર પરિચિત લોકોની મદદ કરી શકે છે, જેમને એપ્સનું અનુભવ ઓછું છે, પણ બેંક વિગતો, UPI પિન અથવા ડિવાઇસ એક્સેસ વહેંચ્યા વગર.