સુરતના આંગણે ફિલ્મ ‘બ્લેક બર્થડે’ની ટીમ: 13 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે આ હાઈ-વોલ્ટેજ થ્રિલર

By on
In Uncategorized
Spread the love

સુરત : ગુજરાતી સિનેમાની સૌથી મોટી સસ્પેન્સ મર્ડર મિસ્ટ્રી ગણાતી ફિલ્મ ‘બ્લેક બર્થડે’ ના પ્રમોશન માટે ફિલ્મના મુખ્ય કલાકારોએ આજે સુરતની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે લોકપ્રિય અભિનેતા આર્જવ ત્રિવેદી અને સ્મિત જોશી સહિત ફિલ્મના દિગ્દર્શકો બ્રિજેશ બૌદ્ધ અને શાહિદ અલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સુરતના આંગણે કલાકારોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા આર્જવ ત્રિવેદી અને અન્ય કલાકારોએ ફિલ્મના શૂટિંગ દરમિયાનના પોતાના રોમાંચક અનુભવો શેર કર્યા હતા. દિગ્દર્શકોએ જણાવ્યું હતું કે સુરતના ચાહકો તરફથી હંમેશા ગુજરાતી ફિલ્મોને ઘણો પ્રેમ મળ્યો છે. આઆ ફિલ્મની વાર્તા એક જટિલ ત્રિકોણીય પ્રેમ પ્રકરણની આસપાસ વણાયેલી છે, જે એક ભયાનક વળાંક લેતા રહસ્યમય મર્ડર મિસ્ટ્રીમાં ફેરવાઈ જાય છે.

ફિલ્મમાં આર્જવ ત્રિવેદી, યોગીતા પટેલ, ચેતન દૈયા, જિતેન્દ્ર ઠક્કર, ધ્રુવી સોની, સ્મિત જોશી, મગન લુહાર, કલ્પેશ પટેલ, ગૌરાંગ જેડી વગેરે પ્રતિભાશાળી કલાકારો જોવા મળશે. આ ફિલ્મની સસ્પેન્સ અને ડાર્ક થીમ દર્શકોને સતત વિચારવા માટે મજબૂર કરે છે. પ્રેમ, ઈર્ષ્યા અને ગુનાના તાણાવાણા સાથે બનેલી ‘બ્લેક બર્થડે’ ગુજરાતી સિનેમામાં એક નવી જ ઉંચાઈ પ્રસ્થાપિત કરશે

સ્ટુડિયો અર્વા પ્રોડક્શન પ્રસ્તુત અને સાહિલ પટેલ તથા વિશાલ પ્રજાપતિ દ્વારા નિર્મિત આ હાઈ-વોલ્ટેજ થ્રિલર ડ્રામા આગામી 13 ફેબ્રુઆરી, 2026 ના રોજ સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર પહેલેથી જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. સુરતની મુલાકાત દરમિયાન કલાકારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં સસ્પેન્સના એક નવા સ્તરની પ્રતીતિ કરાવશે અને પ્રેક્ષકોને એક અનોખો સિનેમેટિક અનુભવ પૂરો પાડશે.