ભાજપે જાહેર કર્યો સંકલ્પ પત્ર : જાણો સુરતીઓને શું – શું મળશે

By on
In Uncategorized
Spread the love

અમિત પાટીલ. સુરત. મહાનગરપાલિકાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ પોતાનો સંકલ્પપત્ર રજૂ કર્યો છે. જેમાં સુરત શહેરને પ્રાથમિક સુવિધાઓ તાપી શુદ્ધિકરણ રિવરફ્રન્ટ શહેરી આરોગ્ય સેવાઓ, પર્યાવરણ સુધારણા, ડુમસ ડેવલપમેન્ટ, માસ ટ્રાન્સપોર્ટેશન, શિક્ષણ સુવિધા સુરત શહેરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો,વિન્ડ પાવર અને સોલાર પ્રોજેક્ટ વિસ્તરણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની સુવિધાઓ, આવાસ યોજનાઓ, રસ્તાઓનો આધુનિકરણ ખાડી ડેવલોપમેન્ટ વગેરે તમામ મુખ્ય બાબતોને લઈને જાહેરાત કરવામાં આવી છે.


સંકલ્પપત્ર પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં રજૂ કરી જણાવ્યું હતું કે, છેલ્લા 25 વર્ષ દરમ્યાન ભાજપે કરેલ વિકાસના કાર્યોની સૂચિ સંકલ્પપત્રમાં સમાવેશ કરવામાં આવી છે.સુરતમાં સૌથી મોટું તાપી નદીનું શુદ્ધિકરણનું કાર્ય મજૂર કરવામાં આવ્યું છે.તાપીમાં ભળતા અશુદ્ધ પાણીને ટ્રીટ કરવાનું કાર્ય કરવામાં આવ્યું.પાણીની સ્ટોરેજ કેપેસિટીનું કાર્ય કરવામાં આવ્યું છે.સુરતમાં ટ્રાફિક ની સમસ્યાને નિવારવા બીઆરટીએસ પ્રોજેકટ લાવવામાં આવ્યો છે. ગરીબ બાળકો માટે સુનમ હાઈસ્કૂલ ની વ્યવસ્થા ઉભી કરી છે. 50 વર્ષ સુધી પીવાના પાણીની સમસ્યા ઉભી નહીં થાય તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.2022 પહેલા સુરતમાં મેટ્રો ટ્રેન શરૂ થાય તેવું આયોજન કરવામાં આવ્યું જે કહ્યું છે તેનાથી વધુ કરવા તૈયારી બતાવી છે.કોરોના જેવા સમયમાં સ્મીમેર હોસ્પિટલનો મોટો ઉપયોગ થયો છે.ભારતીય જનતા પાર્ટી વચન આપે છે તે પૂરું કરે છે.