Posts by: Abhay Times
ગુજરાતમાં સિનિયર મંત્રીઓ બાદ ધારાસભ્યો પર સંકટ, 2022ની ચૂંટણીમાં રૂપાણી સરકારના 60 ટકા ધારાસભ્યો ઘેર બેસી શકે છે
±õÀ ÖßÎ FÝëßõ ±ëÜ ±ëØÜí ÕëËa નવયુવાનોને તક આપી રહી છે, ત્યારે ભાજપને પણ હવે યુવાનોને વધુ ચાન્સ આપવા પડે એવી સ્થિતિ ઊભી થઈ છે
Continue reading...શક્ય જ નથી કે પેટ્રોલ ડીઝલ સસ્તુ થાય!
6 રાજ્યોએ કાર્યો વિરોધ
બાયો ડીઝલ પર GST ઘટીને 5% કરાઈ
સુરતની 11 વર્ષની ચાર્વી ડોરા ની અનોખી સિદ્ધિ 4 વર્ષ માં 2000થી વધુ પુસ્તકો વાંચી સર્જ્યો વર્લ્ડ રેકૉર્ડ
વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશને “યંગેસ્ટ ટુ રીડ ધ મેક્સીમમ નંબર્સ ઓફ બુક્સ” નો ખિતાબ આપ્યો
સુરત: આજે જ્યારે બાળકોને મોબાઈલ ફોન સહિતના વિવિધ ગેજેટ્સ પર ગેમ્સ અન્ય પ્રવૃતિનું વળગણ લાગ્યું છે ત્યારે સુરતની 11 વર્ષીય ચાર્વી ડોરા નામની બાળકીએ માત્ર 4 વર્ષમાં 2000થી વધુ પુસ્તકો વાંચી ને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. આ સિદ્ધિ બદલ ચાર્વીને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન તરફથી ”યંગેસ્ટ ટૂ રીડ ધ મેક્સિમમ નમ્બર્સ ઓફ બુક્સ” નું ટાઈટલ આપવામાં આવ્યું છે.
શહેરની લુડ્સ કોન્વેન્ટ સ્કૂલમાં 6 ધોરણમાં અભ્યાસ કરતી ચાર્વી એ પુસ્તકો પ્રત્યેનું તેનું વળગણ અને વર્લ્ડ રેકોર્ડ સુધીની આ સફર અંગે ચાર્વી કહે છે કે નાનપણથી જ તેને બુક વાંચવાનો ખુબ જ શોખ રહ્યો છે. મમ્મી જ્યોતિ ડોરા તેને પુસ્તકો વાંચીને સંભળાવતી અને ચાર્વીને પુસ્તકો હાથવગા મળી રહે એ રીતે ઘરમાં રાખવામાં આવતા. જેને લીધે પુસ્તકો સાથે દોસ્તી થઈ ગઈ. 7 વર્ષની હતી ત્યારે ચાર્વીએ પહેલી બુકની સિરીઝ વાંચી હતી અને આ આખી સિરીઝ તે એક જ મહિનામાં વાંચી ગઈ હતી. આ જોઈને એની મમ્મીએ બીજા મહિનામાં બીજી સિરીઝ વાંચવા માટે આપી, આમ કરતા કરતા ચાર્વી એક બુક વાંચે ત્યાં તો બે નવી બુક તેની પાસે આવી જતી. એની આ રીડિંગની ટેવના કારણે એનું સ્પીકિંગ, રાઇટીંગ અને કોમ્પરીહેન્સન ખૂબ જ નિખર્યું અને આ કારણે ચાર્વી ને સ્ટોરી ટેલિંગ કોમ્પિટિશન, ઓલમ્પિયાડ અને સ્પેલિંગ રાઇટિંગ જેવી પ્રવૃત્તિઓ અને પરિક્ષામાં આ ખૂબ જ સારા માર્ક્સ મળે છે.. ચાર્વીને વાંચન સિવાય ચેસ રમવાનો વિડીયો મેકિંગ અને પોડકાસ્ટિંગ, સિંગિંગનો પણ ખુબજ શોખ છે તેને સ્વિમિંગ કરવું પણ ખૂબ જ પસંદ છે.ચાર્વીના જીવનમાં રીડિંગનો પ્રભાવ જોઇને માતા જ્યોતિબેન ને વિચાર આવ્યો કે આજના સમયમાં જ્યાં દરેક બાળકના હાથમાં ગેજેટ હોવું સામાન્ય ગણાય છે તેની જગ્યા પુસ્તક લઈ શકે તો બાળકનો સર્વાંગી વિકાસ થઇ શકે છે. આ વિચાર સાથે એમણે રીડર્સ અડ્ડા નામની સંસ્થાની સ્થાપના કરીને બાળકોમાં વાંચવાની ટેવ કેળવવા ની મદદ કરે છે , જેથી બાળકો સતત ગેઝેટની કંપની માંથી બહાર આવી શકે. તેમના સ્ટુડન્ટ આફ્રિકા,ઓરિસ્સા, દિલ્હી અમદાવાદ બરોડા ગાંધીનગર રાજસ્થાન અને સુરતથી છે.તેઓ ડોર સ્ટેપ લાયબ્રેરી સર્વિસ પણ આપે છે. જેથી જે માબાપ બાળકોને લઈને લાઈબ્રેરી જવાનો ટાઈમ નથી કાઢી શકતા હોય તેવા માતા પિતાના બાળકોને પણ મદદ મળે.
ચાર્વી અને માતા જ્યોતિએ ”લાઈફ લોન્ગ લર્નિંગ ક્લબ” શરૂ કર્યું છે જેમાં વિડિયો મેકિંગ પોડકાસ્ટિંગ જેવી સ્કિલ શીખવાડે છે. અને આજના આ પ્રસંગે ચાર્વીએ તેની ઈન્ક્મમાં થી 1000 બુક્સ આ ક્લબ માં ડોનેટ કરી છે.
– આ રીતે સ્થાપિત કર્યો રેકોર્ડ વર્લ્ડ ટેલેન્ટ ઑર્ગેનાઇઝેશન ના અધિકારીઓએ ચાર્વિ એ વાંચેલી 2000 થી વધુ બુકસમાંથી રેન્ડમ 41 બુક્સ પસંદ કરી અને ચાર્વીને તે બુક્સ વિશે પૂછવામાં આવ્યું. ચાર્વીને દરેક બુકનું કન્ટેન્ટ યાદ હતું અને પુસ્તકની સ્ટોરી વિશે કહ્યું. આ માટે ચાર્વીને પાંચ લેપસીસ નો ઉપયોગ કરવાનો પણ વિકલ્પ આપવામાં આવ્યો હતો, પણ ચાર્વીએ એક પણ વિકલ્પનો ઉપયોગ કર્યા વગર
નાણાવટી રેનોના પીપલોદ શોરૂમની દસમી વર્ષગાંઠ ઉજવી
ઉજવણી સમારોહમાં KIGER RXT (O) and the KWID CLIMBER MY 21 કાર લોન્ચ કરાઈ અને ટેસ્ટ ડ્રાઈવ માટે પણ લોકોને આમંત્રિત કરાયા
સુરત : નાણાવટી રેનો સુરતના પીપલોદ શૉરૂમ ખાતે 8 સપ્ટેમ્બર 2021 ના રોજ 10મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. જેમા રેનો KIGER RXT (O) and the KWID CLIMBER MY 21 કાર ના લોન્ચિંગ અને ટેસ્ટ ડ્રાઈવ માટે આમંત્રિત કરાયા હતા. હત. આ ઉજવણીમાં લોકોએ મોટી સંખ્યામાં મુલાકાત લઈ ઉજવણીમાં સહભાગી બન્યા હતા. રેનો સુરતમાં ૪.૯૯ વ્યાજદર, શ્રેષ્ઠ એક્સચેન્જ, લોયાલટી અને બીજી ઘણી બધી આકર્ષક નવી ઓફર ગ્રાહકો માટે આપવામાં આવી હતી. આ ઑફરનો 100 થી વધુ ગ્રાહકો એ લાભ લીધો હતો અને રેનો કાર બુક કરાવી હતી. નાણાવટી રેનો ના ૧૦ મી વર્ષગાંઠ પર સેલિબ્રેશન ફેસ્ટિવલ ને ઉત્કૃષ્ટ પ્રતિસાદ આપવા બદલ સહર્સ આભાર માને છે અને ભવિષ્યમાં આવી જ પ્રવુત્તિઓ કરવાની ખાત્રી આપે છે.
73 કલાક ડ્રાઈવ કરી સુરતી યુવાનોએ લેહ થી કન્યાકુમારી સુધી 4 હજાર કી.મી.નો સફર ખેડ્યો
બિગ બેશ સ્પોર્ટ્સ લીગ દ્વારા ટ્રાફિક નિયમોના પાલન માટે જાગૃતિ લાવવા અને લિંગ ભેદને ભૂલી મહિલા સશક્તિકરણ ને બળ મળે તે માટે ઇન્ડુરેન્સ ડ્રાઈવ નું આયોજન કરાયું
કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ વર્ચ્યુઅલ ફ્લેગ ઓફ કર્યું
સુરત: સુરતીઓ હવે ખાવા પીવાના શોખીન સાથે એડવેન્ચર માટે પણ ઓળખાતા થઈ ગયા છે. સુરતના બે યુવાનો અને એક યુવતીએ વધુ એક સાહસ ખેડી સુરતનું નામ રોશન કર્યું છે. આ યુવાનો અને તેમના ગૃપે 73 કલાક સુધી ડ્રાઈવ કરીને લેહ થી કન્યાકુમારી સુધીનું 3889 કીમીનું અંતર પૂર્ણ કર્યું છે. આ રાઇડ પાછળનો ઉદ્દેશ્ય માત્ર એડવેન્ચર જ નહીં પણ મોટર સ્પોર્ટ્સ ને પ્રોત્સાહન આપવા સાથે જ લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા અને મહિલા પણ મોટર સ્પોર્ટ્સમાં આગળ આવે તે હતો. આ સમગ્ર આયોજન બિગ બેશ સ્પોર્ટ્સ લીગ દ્વારા કરવામાં આવ્યું હતું.
બિગ બેશ સ્પોર્ટ્સ લીગના સ્થાપક મેહુલ પીઠાવાલા,શીતલ પીઠાવાલા,અને હેનીલ નીરબાને મળી આ સાહસ ખેડવાનું નક્કી કર્યું અને બિગ બેશ સ્પોર્ટ્સ લીગ – ડ્રીમ ડ્રાઈવ ઇન્ડુરેન્સ નું આયોજન કર્યું. 29મી ઓગસ્ટના રોજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરવાની સાથે જ આ રાઇડ શરૂ થઈ હતી. હેનિલ અને શીતલ સહિત ત્રણેય જણાએ સાત ટીમોનું નેતૃત્વ કરી ડ્રાઈવ ની શરૂઆત કરી હતી. લેહ થી કન્યાકુમારી સુધીનું 3889 કીનીનું અંતર 73 કલાકની ડ્રાઈવમાં પૂર્ણ કર્યું હતું. આ દરમિયાન ચંદીગઢ, ઝાંસી, નાગપુર, હૈદરાબાદ અને બેંગ્લોર ખાતે વિરામ લીધો હતો. હેનીલે જણાવ્યું હતું કે આ ડ્રાઈવ પાછળનો ઉદ્દેશ્ય માત્ર એડવેન્ચર પૂરતો સીમિત ન હતો પણ મોટર સ્પોર્ટ્સ ને પ્રોત્સાહન મળે, લોકોમાં ટ્રાફિક નિયમો અને કાયદા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે એ હતો. શીતલ પીઠાવાલાએ જણાવ્યું હતું કે આ રાઇડમાં એક મહિલા ટીમ પણ જોડાઈ હતી જેથી મહિલાઓ પણ આ પ્રકારના એડવેન્ચર માટે આગળ આવે.
વાઉ વિંગ્સ ફોર ડ્રીમ્સ દ્વારા કિડ્સ ફૅશન શોનું આયોજન
100 ટકા વેક્સીનેશનનો બાળકોએ આપ્યો સંદેશ
સુરત: વાઉ વિંગ્સ ફોર ડ્રીમ્સ દ્વારા રવિવારે બાળકો માટે મી એન્ડ મમ્મી કિડસ ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું. શોમાં નાના નાના ભૂલકાઓને પોતાની માતાઓ સાથે રેમ્પ વોક કરવાની સાથે જ કોરોના સામેની લડાઇ માં 100 ટકા વેક્સીનેશન પર ભાર મૂકી સુરતને સુરક્ષિત કરવાનો સંદેશ આપ્યો હતો.
આયોજક પ્રીતિ જૈન બોકડિયાએ જણાવ્યું હતું કે કોરોના મહામારી ના કારણે છેલ્લા દોઢ વર્ષથી પણ વધુ સમયથી સ્કૂલો બંધ હતી અને બાળકો ઘરોમાં જ કેદ હતા. ત્યારે ચોક્કસ જ તેમની માનસિક સ્થિતિ પર આવી પરિસ્થિતિ ની અસર થઈ હશે. હવે જ્યારે સ્કૂલો ખુલી છે અને બાળકો ફરી સ્કૂલ માં જતાં થાય છે ત્યારે તેમનામાં ઉત્સાહ વધારવા ના ઉદ્દેશ્ય સાથે બાળકો માટે આ ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું. શોમાં મોટી સંખ્યા માં બાળકોએ ભાગ લીધો હતો અને ફૅશન શો ના માધ્યમથી લોકો ને કોરોના પ્રત્યે જાગૃત કરવામાં પણ આવ્યા હતા. બાળકોએ કોરોના વિરોધી વેક્સિન ના કટ આઉટ અને પોસ્ટરો સાથે રેમ્પ વોક કરીને સુરતમાં 100 ટકા વેક્સીનેશન થાય અને સુરત સુરક્ષિત બને તે માટેનું આહ્વાન કર્યું હતું. પ્રીતિ બોકડિયાએ જણાવ્યું હતું કે ફેશન શો માં ત્રણ રાઉન્ડ થાય હતા અને તેમા વિજેતા થનાર બેબી ગર્લ માટે મિસ્ટર પ્રેમ ગડા એ પ્રેશા ક્રિએશન ના ક્રાઉન અને સર્ટિફિકેટ આપ્યા હતા. તેમજ ગર્લ્સ અને બોયને પ્રીતિ જૈન બોકડિયાએ મોમેન્ટો આપ્યા હતા તથા નીરજા કલાવટિયા એ ઓનલાઇન ગ્રૂમિંગ કરાવી હતી.જ્યુરી તરીકે યશ કટારીયા, નિશા જૈન,ઈશા પટેલ, ,હેત્વી બાબરીયા તેમજ વાઉ વિંગ્સ ફોર ડ્રીમ્સ ના પાર્ટનર અને એસ.કે.ઇન્વેસ્ટમેનના કેતન છાપગર,સુર કેવલ્યમ મ્યુઝિક ક્લાસના મિસ્ટર જોય સર, કૃષિ ભાવસાર, મિસેસ ડિમ્પલ, મિસેસ મમતા, મનીષ ભાવસાર, માન્ટુ હલ્ડર , મોન્ટુ મિસ્ત્રીએ સહયોગ આપ્યો હતો.
સુરતના 27 વર્ષીય યુવકે શ્રાવણ મહિનામાં 1.25 લાખ મહા મૃત્યુંજય મંત્ર ના જાપ કર્યા
દેશના અટલ અખાડાના પ્રમુખ અને દક્ષિણ ગુજરાત સાધુ સમાજના અધ્યક્ષ બટુક ગિરિ મહારાજના સાનિધ્યમાં સન્માન સમારોહ યોજાયો
સુરત: આજના યુવાનો જ્યારે મોબાઈલ અને કોમ્પ્યુટર માં સમય પસાર કરે છે ત્યારે સુરતના એક 27 વર્ષીય યુવાન વિશાલ વિજયકુમાર જરીવાલા એ પવિત્ર શ્રાવણ માસમાં 1 લાખ 25 હજાર મહા મૃત્યુંજય મંત્ર નો જાપ કરી શિવભક્તિ ને પ્રસ્થાપિત કરી છે.
અડાજણ વિસ્તારમાં રહેતા અને ખંભાતીખત્રિ સમાજના વિશાલ વિજયકુમાર જરીવાલાનો શ્રાવણ મહિનામાં મહા મૃત્યુંજય મંત્ર નો જાપ કરવાનો ધ્યેય હતો અને તે વખતના શ્રાવણ મહિનામાં તેને પૂર્ણ કર્યું છે. વિશાલે જણાવ્યું કે પવિત્ર શ્રાવણ માસમાં સવા લાખ જાપ નું અનુસ્તાન પૂર્ણ કર્યું છે અને 12500 દશાંશ હોમના જાપ ,1250 તર્પણ પ્રયોગના જાપ,125 મહાજન પ્રયોગના જાપ કાર્ય હતા પ્રતિદિનવિશાલ 16 થી 17 કલાક સુધી રુદ્રાક્ષની માળા થકી મહા મૃત્યુંજય મંત્ર નો જાપ કરતો હતો. જ્યારે હાલતા ચાલતા જ્યારે પણ સમય મળે ત્યારે મશીન પર 31હજાર જાપ કર્યા પૂર્ણ કર્યા છે. વિશાલની આ સિદ્ધિ બદ્દલ જરીવાલા પરિવાર દ્વારા તેના સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે દેશના અટલ અખાડાના પ્રમુખ અને દક્ષિણ ગુજરાત સાધુ સમાજના અધ્યક્ષ બટુક ગિરિ મહારાજ, બીનાબેન પુણેશભાઈ મોદી અને ગુજરાત મિત્ર ના ચીફ એડિટર અને વાસ્તુ શાસ્ત્રના જાણકાર કૌશલભાઈ બારોટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આઝાદી કા અમૃત મહોત્સવ 2021-22 અંતર્ગત શિક્ષકદિનની વિશિષ્ટ ઉજવણી
સુરત: ખરવરનગર સ્થિત શેઠશ્રી પ્રાણલાલ હીરાલાલ બચકાણીવાળા વિદ્યામંદિરમાં તા:- 03/09/2021 શુક્રવાર થી તા :- 07/09/2021 મંગળવાર દરમિયાન “આઝાદી કા અમૃત મહોત્સવ 2021-22” અંતર્ગત શિક્ષકદિનની ઉજવણી વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે શાળામાં પ્રવેશોત્સવ, વૃક્ષારોપણ, શહિદ સૈનિકોના પરિવારનું સન્માન, સંતાનમાં એક જ દીકરી હોય તેવી માતાઓનું સન્માન, Covid -19 રસીકરણ, સ્વયં શિક્ષક દિન તેમજ રંગોળી સ્પર્ધા “ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહિદ સૈનિકોનાં દરેક પરિવારોને રૂ ૧૧૦૦૦/- નો ચેક, રૂ ૨૦૦૦/- ની ગોલ્ડન પ્લેટેડ નોટ, સાડી, ડ્રેસ મટીરિયલ્સ, બાળકો માટે શૈક્ષણિક કીટ શાળા તથા જુદાજુદા દાતાઓ દ્વારા આપવામાં આવી હતી. તેમજ covid-19 રસીકરણ કાર્યક્રમ અંતર્ગત શાળાના વાલીશ્રીઓ અને ખરવરનગર વિસ્તારના 18 થી વધુ વય ધરાવતા ૬૦૦ કરતાં વધુ વ્યક્તિઓએ રસીનો લાભ લીધો હતો, સંતાનમાં એક જ દીકરી હોય તેવી માતાઓના સન્માન કાર્યક્રમ અંતર્ગત દીકરીની માતાઓને કેન્દ્ર તથા રાજ્ય સરકારની દીકરીઓને લગતી વિવિધ યોજનાઓનું લેમીનેટેડ કેલેન્ડર આપવામાં આવ્યું હતું.વિશિષ્ટ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રીમતી સંગીતાબેન પાટીલ (ધારાસભ્ય લીંબાયત, સુરત) મુખ્ય અતિથિ વિશેષ શ્રી કાનજીભાઈ ભાલાળા (ચેરમેન ધી. વરાછા. કો.ઓ.બેંક લિમિટેડ), ડૉ. લતીકાબેન શાહ, બ્રહ્માકુમારી સંપ્રદાયના ડૉ. બી કે. સુનિતાદીદી અને બી કે. હેતલદીદી C.R.C શ્રી વિલાસભાઈ તાંબે, વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત લાયન્સક્લબ ના પ્રમુખશ્રી હિતેશભાઇ દીવાસળીવાળા, અલાયન્સ ક્લબના પ્રમુખશ્રી રજનીકાંત લીલાવાળાએ હાજરી આપી કાર્યક્રમોને દીપાવ્યા હતા. તેમજ દરેક અતિથિઓને સ્મૃતિભેટ, પુષ્પગુચ્છ તેમજ બિલ્વીપત્રનો છોડ આપીને તેમનું અભિવાદન કર્યું હતું.તથા શાળાના પ્રમુખશ્રી રજનીકાંતભાઈ બચકાણીવાળા, ટ્રસ્ટીશ્રીઓ નિર્મલભાઈ વખારિયા, હર્ષદભાઈ રૂઘનાથવાળા, પ્રવિણભાઈ જરીવાલા, અશોકભાઈ જરીવાળા તથા શાળાના આચાર્યા શ્રીમતી ડૉ.રીટાબેન એન. ફૂલવાલા તેમજ પ્રા.વિ આચાર્યા શ્રીમતી લીનાબેન ગોસ્વામી કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને શોભવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકશ્રી પ્રવિણભાઈ ચૌધરી, શ્રીપિયુષભાઈ આહીર, શ્રીમયુરભાઈ આડમાર અને શ્રી દીપકભાઈ આહીર તથા શાળાના સમગ્ર શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ મિત્રોએ સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ઉદ્યોગ ગૃહો દ્વારા કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શના જરદોશ નું ભવ્ય સન્માન કરાયું
હોટેલ લે મેરિડીયન (ટીજીબી) ખાતે યોજાયેલા સન્માન સમારોહ માં મુખ્ય મહેમાન તરીકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને અતિથિ વિશેષ તરીકે મેયર હેમાલી બોઘાવાલા ઉપસ્થિત રહ્યા
સુરત: કેન્દ્રીય રાજ્ય રેલવે અને કાપડ મંત્રી બન્યા બાદ દર્શના જરદોશ પહેલી વખત સુરત ખાતે પધાર્યા છે ત્યારે વિવિધ સંસ્થાઓ અને વ્યાપારિક મંડળો દ્વારા તેમનું સ્વાગત અને સન્માન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજ રોજ વિવિધ ઉદ્યોગ ગૃહો દ્વારા ડુમસ રોડ ખાતેની લે મેરિડીયન (ટીજીબી) હોટેલ ખાતે ભવ્ય સ્વાગત અને સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું.
લે મેરિડીયન (ટીજીબી) હોટેલના રૂબી હોલ ખાતે સાંજે સાત વાગે યોજાયેલ સન્માન સમારોહ માં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી સાંસદ સી.આર.પાટીલ અને અતિથિ વિશેષ તરીકે સુરત મહાનગર પાલિકા ના મેયર હેમાલી બેન બોઘાવાલા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ અને સામાજિક અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં હાજર હતા. આ સમગ્ર આયોજન એફ આઈ એસ ટી, એસ જી ટી પી એ, પી ઈ પી એલ, ન્યૂ પલસાણા ઇન્ડસ્ટ્રીયલ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ, ગુજરાત ઇકો ટેકસટાઇલ પાર્ક, એફ ટી પી ટેકસટાઇલ પાર્ક, પાંડેસરા ઇન્ફ્રા લિમિટેડ અને એસ આર ટી ઈ પી સી દ્વારા કરવામાં આવ્યું હતું.
હિટાચી કૂલીંગ અને હીટિંગ દ્વારા ડીબી એન્જિનિયર્સ સાથે ભાગીદારીમાં સુરતની પ્રથમ હિટાચી બ્રાન્ડ શોપ રજુ કરવામાં આવી
ગુજરાતમાં આક્રમક વિસ્તરણ યોજનાઓ, સાથે સમગ્ર ગુજરાતમાં રિટેલ આઉટલેટ્સ અને ચેનલ પાર્ટનર્સ વધારવાનું લક્ષ્ય ધરાવે છે.
અનન્ય પ્રોડક્ટ ડિસ્પ્લે, વર્લ્ડ ક્લાસ ટેક ઇનોવેશન, અને એક જ છત નીચે વિવિધ પ્રકારની સિસ્ટમો અને એપ્લીકેશન્સના પ્રદર્શન સાથે લાઇટ કોમર્શિયલ અને રેસીડેન્શિયલ ગ્રાહક અનુભવને નવી ઉચાઇઓ પર લઇ જવા માટે ‘હિટાચી બ્રાન્ડ શોપ’ ખ્યાલ શરૂ કર્યો.
સુરતમાં હિટાચીની પ્રથમ બ્રાન્ડ શોપની આસપાસ તહેવારોની મોસમ સાથે પ્રીમિયમ ગ્રાહકો સાથે આર્કિટેક્ટ્સ, કન્સલ્ટન્ટ્સ, બિલ્ડરોની તમામ ગતિશીલ જરૂરિયાતો માટે વન સ્ટોપ શોપ બનવાનું લક્ષ્ય છે.
સુરત (ગુજરાત), 27 ઓગસ્ટ 2021: જોહ્નસન કંટ્રોલ-હિટાચી એર કન્ડીશનીંગ ઇન્ડિયા, ભારતની સૌથી વધુ વેચાતી એર-કન્ડિશનર બ્રાન્ડ ‘હિટાચી કૂલીંગ એન્ડ હીટિંગ’ના ઉત્પાદક આજે ગુજરાતમાં આશાસ્પદ એર કન્ડીશનીંગ માર્કેટને પકડવા માટે તેની આક્રમક વિસ્તરણ યોજનાઓની જાહેરાત કરી છે. .આર્કિટેક્ટ્સ, સલાહકારો, બિલ્ડરો અને તેમના વિલા અને અલ્ટ્રા-લક્ઝ બંગલાઓ માટે નવીન એર કન્ડીશનીંગ સોલ્યુશનની શોધમાં રહેલા પ્રીમિયમ ગ્રાહકોને સીમલેસ અને ઉત્કૃષ્ટ ઉત્પાદનનો અનુભવ આપવાના તેના પ્રયાસમાં, હિટાચીએ પોતાની આ પ્રકારની ‘હિટાચી બ્રાન્ડ શોપ’ રજૂ કરી છે. કંપનીએ સૌથી ઝડપી ઉભરતી એચવીએસી સોલ્યુશન્સ પ્રોવાઇડર્સમાંની એક ડીબી એન્જિનિયર્સ સાથે ભાગીદારીમાં સુરતની આ પ્રકારની સૌપ્રથમ હિટાચી બ્રાન્ડ શોપ ખોલી છે.તે વન સ્ટોપ શોપ બનવાનું લક્ષ્ય ધરાવે છે અને આ પ્રદેશના આર્કિટેક્ટ્સ, કન્સલ્ટન્ટ્સ, ગ્રાહકો અને બિલ્ડરોને હિટાચી કૂલિંગ અને હીટિંગથી લાઇટ કોમર્શિયલ અને રેસીડેન્શિયલ એર કન્ડીશનીંગમાં નવીનતમ ડિઝાઇન, નવીનતાઓ અને ઉત્પાદન સોલ્યુશન્સનો અનુભવ કરવામાં મદદ કરશે. . સુરતમાં આ પ્રકારનું પ્રથમ રિટેલ આઉટલેટ, આ નવી બ્રાન્ડ શોપમાં સેટ ફ્રી મિની વીઆરએફ સિસ્ટમોનું લાઇવ ડિસ્પ્લે પણ હશે, જે પ્રીમિયમ હાઇ એન્ડ ગ્રાહકો, આર્કિટેક્ટ્સ અને કન્સલ્ટન્ટ્સ માટે સંપૂર્ણ એર કન્ડીશનીંગ સોલ્યુશન પસંદ કરવાની ક્રાંતિમાં મદદરૂપ બનશે.
કંપનીએ તેના તાજેતરમાં લોન્ચ કરાયેલા સાઇડસ્માર્ટ વિશ્વના પ્રથમ સ્લિમ મોડ્યુલર સાઇડ થ્રો વીઆરએફ મોડેલ એર કંડિશનર્સના દેશના પ્રથમ બે ગૌરવપૂર્ણ ગ્રાહકોને પણ સન્માનિત કર્યા છે.લોન્ચ વખતે અનન્ય રીતે પ્રદર્શિત, સાઈડ સ્માર્ટ એક હીટ પંપ પ્રકાર (-20 ° C થી 52 ° C) છે, જે તમામ વસ્તુઓમાં અસાધારણ કામગીરી આપવા માટે બનાવવામાં આવ્યું છે.તેની સ્લિમ ડિઝાઇન, સ્પેસ-સેવિંગ ફૂટપ્રિન્ટ, સરળ ઇન્સ્ટોલેશન, એનર્જી-સેવિંગ ઓપરેશન, ફુલ એન્ડ પાર્ટ લોડ પર ઉચ્ચ કાર્યક્ષમતા, એક સ્માર્ટ બેકઅપ ઓપરેશન જે કોમ્બિનેશન મોડ્યુલમાં નિષ્ફળતાના કિસ્સામાં સિસ્ટમને ચાલુ રાખે છે અને વચ્ચેનું લાંબા અંતરનું પાઇપિંગ કનેક્શન આઉટડોર અને ઇન્ડોર યુનિટ સાઇડસ્માર્ટ ને સાચા એર કન્ડીશનીંગ સોલ્યુશન બનાવે છે અને HVAC પ્રોફેશનલ્સ, આર્કિટેક્ટ્સ અને પ્રીમિયમ રહેઠાણો, શાળાઓ, જીમ, રિટેલ શોરૂમ્સ, હેલ્થ સ્પા, હોટલ, રેસ્ટોરન્ટ્સ, હોસ્પિટલો અને ઊંચી ઇમારતોમાંથી અંતિમ વપરાશકર્તાઓની પસંદગીની પસંદગી કરે છે.
બ્રાન્ડ શોપ એક પ્રેરણાદાયક ખ્યાલ છે, જે તેની વિવિધ પ્રોડક્ટ લાઇનઅપ સાથે એક છત નીચે લાઇટ કોમર્શિયલ અને રેસીડેન્શિયલ એર કન્ડીશનીંગ જરૂરિયાતોને પૂરી કરે છે. પ્રીમિયમ દુકાનને એરકન્ડિશનર્સને તેમના પોતાના વાતાવરણમાં તેમના એપ્લિકેશન અનુસાર પ્રદર્શિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેનાથી ગ્રાહકો, આર્કિટેક્ટ્સ, સલાહકારો અને બિલ્ડરો માટે તેમના માટે એક પરફેક્ટ પસંદ કરવાનું સરળ બને છે.
સ્ટોર હિટાચીની જાપાનીઝ મૂળને તેની આગવી નવી ડિસ્પ્લેમાં ફ્યુચરિસ્ટિક પ્રોડક્ટ ટેક્નોલોજી સાથે અને એર કન્ડિશનર્સના વોકથ્રુ ડિસ્પ્લેને રેસિડેન્શિયલ – નવી કિયોરા સિરીઝ અને નવી 1.0 ટીઆર આઉટડોર યુનિટ, ઇન્વર્ટર અને ફિક્સ્ડ સ્પીડ પ્રોડક્ટ રેન્જ, પ્રીમિયમ રેસિડેન્શિયલ – એક્સ સિરીઝ સાથે જોડે છે. અને કેસેટ શ્રેણી અને પ્રકાશ વ્યાપારી શ્રેણી – મફત મીની અને ફ્લેક્સી સ્પ્લિટ સેટ કરો, જે મુલાકાતીઓ માટે એર કન્ડીશનર દ્વારા પ્રીમિયમ રેસિડેન્સીઅલ એકમોમાં અપગ્રેડ કરવા માટે પૂરતી અનુકૂળ છે.તેણે એર કંડિશનર શોરૂમ ડિસ્પ્લેને તેની મહત્વાકાંક્ષી રંગ યોજના, ડિઝાઇન, આંતરિક, જટિલ ઉત્પાદનોના સરળ અને વાસ્તવિક પ્રદર્શન સાથે ફરીથી બનાવ્યું છે.
કંપની એડવાન્સ અને મોડર્ન કૉમર્શિયલ તેમજ રહેણાંક એર કન્ડીશનીંગ સિસ્ટમોની સતત વધતી જતી માંગ પર નાણાકીય વર્ષ 22 બેંકિંગમાં “બે આંકડા” વોલ્યુમ અને મૂલ્ય વૃદ્ધિ પર નજર રાખી રહી છે.આ ક્ષેત્રમાં હાલના નવ અનુભવ સ્ટોર્સ સાથે, કંપની આગામી ત્રણ વર્ષમાં તેના રિટેલ આઉટલેટ્સને બમણી કરવાની આક્રમક યોજના ધરાવે છે.કંપની ‘મેડ ઇન ઇન્ડિયા’ એસીને પ્રોત્સાહન આપવા અને આગળ વધારવાનો પ્રયત્ન કરે છે અને આગામી ત્રણ વર્ષમાં તેની ઘટક આયાતને લગભગ અડધી કરવા અને નિકાસમાં ત્રણ ગણો વધારો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.
કંપની આ વિસ્તારમાં રિટેલ ફૂટપ્રિન્ટ પર પણ બુલિશ છે અને આગામી 2-3 વર્ષમાં તેના હાલના રિટેલ ટચપોઇન્ટને 900 થી 1500 સુધી વધારવા આક્રમક છે.કંપની આગામી ત્રણ વર્ષમાં વર્તમાન 120 ડીલરોની સંખ્યા 250 પર લઈ જઈને ગુજરાતમાં તેની ચેનલ ભાગીદારની સંખ્યાને બમણી કરી રહી છે. હિટાચીએ રિટેલ સ્ટોર્સ પર સ્ટાફને તાલીમ આપી છે જેથી રિટેલ સ્થળોએ ગ્રાહકોની સલામતી સુનિશ્ચિત કરી શકાય, સરકારી માર્ગદર્શિકાઓ અનુસાર જેમ કે સામાજિક અંતર જાળવવું, કર્મચારીઓ અને ગ્રાહકોના શરીરનું તાપમાન તપાસવું, તમામ ટચ પોઇન્ટ પર હેન્ડ સેનિટાઇઝર વગેરે.
હિટાચી બ્રાન્ડ શોપનું ઉદ્ઘાટન કરતા, જ્હોનસન કંટ્રોલ-હિટાચી એર કન્ડીશનીંગ ઇન્ડિયા લિમિટેડના ચેરમેન અને એમડી શ્રી ગુરમીત સિંહે જણાવ્યું હતું કે, “ડીબી એન્જિનિયર્સ ગુજરાતના બજારમાં મજબૂત સાથે અમારી ગૌરવપૂર્ણ ચેનલ પાર્ટનર છે. અમે તેમની સાથે ઉત્તેજક સંબંધો ધરાવીએ છીએ અને સુરતમાં હિટાચી બ્રાન્ડ શોપના ઉદઘાટન સાથે આ નવી યાત્રા શરૂ કરવા માટે આનંદિત છીએ.અમને વિશ્વાસ છે કે સુરતમાં અમારી અનન્ય બ્રાન્ડ શોપ અહીંયાના આર્કિટેક્ટ્સ, સલાહકારો, બિલ્ડરો અને અંતિમ ગ્રાહકોને અમારી અદ્યતન કુલિંગ ટેકનોલોજીઓ , ઉત્પાદનો અને ઉકેલોનો વાસ્તવિક અનુભવ પ્રદાન કરશે, જે તેમને ભવિષ્યમાં સમય પહેલા વ્યવસાયની દરેક અપેક્ષાને સૌથી કાર્યક્ષમ રીતે પૂરી કરવા માટે તૈયાર માટે ઉપયોગી બનશે.. અમે નવા બ્રાન્ડ સ્ટોર્સ, મજબૂત ચેનલ પાર્ટનર નેટવર્ક અને વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ ઇનોવેશન સાથે આગામી તહેવારોની સીઝન માટે તૈયારી કરી રહ્યા છીએ અને સારા વેચાણની રિકવરીની અપેક્ષા રાખીએ છીએ. ”
ડીબી એન્જિનિયર્સ દ્વારા નવી બ્રાન્ડ શોપ શ્રી દીપક માલુ, શ્રી પારસ દેસાઈ અને શ્રી યોગેશ ભટ્ટની સહ-માલિકીની છે જે ઉદ્ઘાટન દરમિયાન પણ હાજર હતા. હિટાચી બ્રાન્ડ શોપ વિશે વાત કરતા, ગૌરવ ચેનલ પાર્ટનર અને ડીબી એન્જિનિયર્સના સહ-માલિક શ્રી દીપક માલુએ કહ્યું,”હિટાચી કૂલિંગ એન્ડ હીટિંગ એ અમને ઝડપથી વિકસતા રહેણાંક અને લાઈટ કૉમર્શિયલ સેગમેન્ટમાં શ્રેષ્ઠતા સાથેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. સુરતમાં ડીબી એન્જિનિયર્સ તેના ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાની બ્રાન્ડની ઉત્તમ પ્રોડક્ટ એકીકૃત આપી રહ્યા છે.હિટાચી કૂલિંગ અને હીટિંગ સાથે અમારો લાંબો અને સમૃદ્ધ સંબંધ છે અને અત્યાધુનિક હિટાચી બ્રાન્ડ શોપના લોન્ચિંગ સાથે આ નવી યાત્રા શરૂ કરવામાં અમને ખૂબ જ આનંદ છે.આ વિશિષ્ટ બ્રાન્ડ શોપમાં એક અનન્ય પ્રોડક્ટ ડિસ્પ્લે એરિયા હશે જે હિટચીની વિવિધ પ્રોડક્ટ લાઈન-અપ લાઈટ કોમર્શિયલ અને રેસિડેન્શિયલ કૂલિંગ સોલ્યુશન્સનું પ્રદર્શન કરશે. આ બ્રાન્ડ શોપને વધુ અનન્ય બનાવે છે તે એ છે કે તેમાં સેટ ફ્રી મીની વીઆરએફ સિસ્ટમ અને તેના ઇન્ડોર એકમોનું લાઇવ ડિસ્પ્લે છે. આ પ્રકારના લાઈટ કોમર્શિયલ એર કન્ડીશનીંગ સોલ્યુશનનું લાઈવ ડિસ્પ્લે દેશભરમાં અનોખું અને પ્રથમ પ્રકારનું છે.આ પ્રદેશના આર્કિટેક્ટ્સ, સલાહકારો, ગ્રાહકો અને બિલ્ડરોની સારી સમજણ માટે મદદરૂપ થશે જે ઉચ્ચ-અંતરના નિવાસ, વૈભવી વિલા, રેસ્ટોરાં, કાફે અને કાર્યસ્થળો માટે સંપૂર્ણ ઠંડક ઉકેલ શોધી રહ્યા છે.
તેના વિસ્તૃત પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં, હિટાચી કૂલિંગ એન્ડ હીટિંગ ઇન્ડિયા નવીનતાઓ પ્રદાન કરે છે જે અજોડ ઇન્ડોર અનુભવ પ્રદાન કરે છે અને ગ્રાહકના જીવનમાં તેમની એર કન્ડીશનીંગ જરૂરિયાતો અથવા એપ્લિકેશન્સના તમામ ક્ષેત્રોમાં આરામ આપે છે.પ્રીમિયમ સૌંદર્ય શાસ્ત્ર અને અદ્યતન ટેકનોલોજીવાળા રૂમ એર કંડિશનર્સથી ફ્લેક્સી સ્પ્લિટ એસી અને ફ્લેક્સી ડક્ટ એસી (ડક્ટલેસ) અને પ્રીમિયમ રહેણાંક અને હળવા વ્યાપારી જગ્યાઓ માટે કેસેટ મોડેલો. અને, અત્યંત કાર્યક્ષમ SET-FREE ∑ (સિગ્મા) VRF સિસ્ટમ્સ અને મધ્યમથી મોટી વ્યાપારી ઇમારતો માટે અદ્યતન ડક્ટેબલ એર કન્ડીશનીંગ પ્રકારનાં મોડેલો, સુપર મોટી વ્યાપારી જગ્યાઓ માટે ચિલર્સ સુધી; હિટાચી કૂલિંગ એન્ડ હીટિંગ ઇન્ડિયા બધા માટે એર કન્ડીશનીંગ સોલ્યુશન્સનો વૈવિધ્યસભર કલગી આપે છે.અને, હિટાચી VRF ફેમિલી- સાઇડસ્માર્ટ માં નવીનતમ ઉમેરો સાથે, તેના હાલના SET FREE top (ટોપ ફ્લો મોડલ) અને SETFREE મિની (સાઇડ થ્રો મોડેલ) ઉપરાંત, કંપની વિશ્વની અગ્રણી, નવીન તકનીકો અને પાથબ્રેકિંગ પ્રોડક્ટ્સ પૂરી પાડે છે દરેકની વિવિધ જરૂરિયાતો અને ભારતના એર કન્ડીશનીંગ લેન્ડસ્કેપમાં નવા યુગની શરૂઆત કરે છે.
લાઈટ કૉમર્શિયલ પેકેજ્ડ એર કંડિશનર્સમાં, કંપની ટૌશી ડક્ટેબલ એર કંડિશનર્સ, ફ્લેક્સી સ્પ્લિટ એસી અને કેસેટ એસીના 8 નવા મોડલ ઓફર કરે છે.ફ્લેક્સી સ્પ્લિટ એ અન્ય એક નવીન ઉકેલ છે જ્યાં આર્કિટેક્ચરલ અને આંતરીક જરૂરિયાત મુજબ પસંદ કરવા માટે ડક્ટટેબલ, હાઇ વોલ અને કેસેટ પ્રકારમાંથી ઇન્ડોર એકમોની વિશાળ શ્રેણી સાથે એક એકમને જોડી શકાય છે.
આધુનિક જીવનશૈલી પસંદગીઓ સાથે મેળ ખાવા માટે બ્રાન્ડે ગયા વર્ષે દેશનું પ્રથમ પ્રકારનું પ્રીમિયમ અને વૈભવી એર કન્ડીશનીંગ સિસ્ટમ સેટ ફ્રી મિની રજૂ કરી.સેટ ફ્રી મિની એ ઉત્કૃષ્ટ આંતરિક અને ઉચ્ચતમ નિવાસસ્થાન, વૈભવી વિલા, રેસ્ટોરન્ટ્સ, કાફે અને કાર્યસ્થળોની અંતિમ ઊંચાઈ સુધીની ઉત્કૃષ્ટ આંતરિક અને ઠંડક આવશ્યકતાઓ માટે સંપૂર્ણ એર કન્ડીશનીંગ સોલ્યુશન છે.તે ગ્રાહકોની પ્રીમિયમ, વૈભવી અને આધુનિક જીવનશૈલીની જરૂરિયાત પૂરી કરવા માટે પણ તૈયાર કરવામાં આવી છે, આમ આધુનિક આર્કિટેક્ટ્સ, આંતરીક ડિઝાઇનરો અને વિકાસકર્તાઓની પ્રથમ પસંદગી બની રહી છે. ઉર્જા બચત, કેન્દ્રીયકૃત નિયંત્રણ, લવચીક વપરાશકર્તા સંચાલન, પ્રી-એમ્પ્ટિવ ચેતવણીઓ અને મુશ્કેલીનિવારણની ખાતરી કરવા માટે વીઆરએફ સિસ્ટમોની એક્સેસ , તેને ઓફિસો, શાળાઓ, હોસ્પિટલો, હોટલ, રેસ્ટોરન્ટ્સ, રિટેલ વગેરે માટે આદર્શ બનાવે છે.
નવા જાણકાર વિશ્વના ગ્રાહકોને અંતિમ સરળતા અને આરામ આપવાના તેના પ્રયાસમાં, જોહ્ન્સનન કંટ્રોલ-હિટાચી એર કન્ડીશનીંગ ઇન્ડિયા લિમિટેડે 2021 માટે નવા જમાનાના રેસિડેન્શિયલ એર કંડિશનર્સની સુપર રોમાંચક શ્રેણી શરૂ કરી છે.કંપની રૂમ એસી કેટેગરીમાં 30+ મોડેલો અને 90+ એસકેયુની વિશાળ શ્રેણી ઓફર કરી રહી છે જે અમારા ગ્રાહકોની તેમના ઘરો, વિલા માટે રહેણાંક અને હળવા વ્યાપારી જગ્યાઓ પર સતત વિકસતી જરૂરિયાતને પૂરી કરે છે.
પ્રકૃતિ અને તેના જાપાની મૂળથી પ્રેરિત, રૂમ એસી માટે નવી સૌંદર્યલક્ષી આકર્ષક અને પ્રીમિયમ દેખાતી પ્રોડક્ટ લાઇન-અપમાં હિટાચી કૂલીંગ અને હીટિંગની પ્રથમ એમ્બિયન્સ લાઇટનો સમાવેશ થાય છે જે ગ્રાહકોને તેમના ઇચ્છિત તાપમાન અને આરામના સ્તર સાથે સંપૂર્ણ રીતે ટ્યુન કરવા દે છે, એક નવી અદભૂત ‘આઇકોનિક વેવ ડિઝાઇન’ જે કુદરતી રીતે અસ્તિત્વમાં રહેલા વેવફોર્મ અને હિટાચીની ફ્યુઝન લાઇનથી પ્રેરિત છે જે જાપાની કિન્ટસુગી કલાથી પ્રેરિત છે.નવી રેન્જમાં તાકેશી એસીનો સમાવેશ થાય છે-મોટા ઓરડા (400 ચોરસ ફૂટ સુધી) ની ઠંડકની માંગને પહોંચી વળવા માટે અનુકૂળ, સૌથી અદ્યતન અને હાઇટેક સુવિધાઓ અને ટેકનોલોજીઓ લોડેડ એક્સ-સિરીઝ, ક્યોરા-એ 5 સ્ટાર ઇન્વર્ટર રેન્જ, શિઝેન -એક 3 સ્ટાર ઇન્વર્ટર રેન્જ, શિઝુકા-ઇન્વર્ટર વિન્ડો એર કંડિશનર રેન્જ કે જે ઉનાળાના ઉષ્ણતામાનમાં તાપમાન વધે ત્યારે તેની ઠંડક ક્ષમતાને વિસ્તૃત કરે છે અને વિશ્વસ્તરીય ઉત્પાદનોની ભરમાર સાથે 52 ° સે સુધી કામ કરી શકે છે.