Posts by: Abhay Times

આખરે વિવાદોમાં ઘેરાયેલા સુરતના આરટીઓ ગજ્જર ની ગાંધીનગર બદલી

 

સુરત. આરટીઓ તરીકે ઓક્ટોબર મહિનામાં જ એટલે કે છ મહિના પહેલા જ સુરત આવેલા મેહુલ ગજ્જરની આખરે ગાંધીનગર ખાતે રોડ સેફ્ટી ઓથોરિટીમાં બદલી કરાઈ છે.

સુરતના વિવાદીત આરટીઓ ગજ્જરને ગાંધીનગર રોડ સેફ્ટી ઓથોરિટીમાં બદલી કરાઇ છે. ગુરૂવારે મોડી રાત્રે 16 આરટીઓની ટ્રાન્સ્ફરનો ગંજીપો ચીપાયો હતો. હવે સુરતમાં વડોદરાના ઇન્ચાર્જ આરટીઓ એ.એમ. પટેલને ચાર્જ સોંપાયો છે. આરટીઓ મેહુલ ગજ્જરની ઓક્ટોબરમાં જ સુરતમાં બદલી થઇ હતી. છ મહિનામાં તેમને લઈ અનેક નાના-મોટા વિવાદો છે. કેટલાક પ્રિય એજન્ટોના તમામ કામો થઇ જતા હોવાની પણ વાતો છે. બે મહિના પહેલા જ ગજ્જર સામે એસીબીમાં ફરિયાદ થઇ હોવાની વાત પણ હતી. જો કે, આ બાબતે કોઇ સમર્થન મળ્યું ન હતું.

વરાછામાં મોબાઇલ સ્નેચર્સનો આતંક, એક સાથે બની બે ઘટના

 

સુરત. વરાછા પોલીસ મથકની હદમાં વરાછા ઝોન ઓફિસ પાસેથી અને ત્રિકમનગર શહિદ વિર ભગતસિંહ ગાર્ડન પાસેથી બે યુવાનોના મોબાઈલ સ્નેચીંગ કરાયા હોવાની ફરિયાદ નોંધાવવા પામી છે.

સુરતમાં ઘણા સમયથી મોબાઈલ સ્નેચર ગેંગનો આતંક વધી રહ્યો છે. ત્યારે વરાછા પોલીસ મથકની હદમાં વરાછા ઝોન ઓપિસ સામે પંચવટીની વાડી પાસેથી પસાર થતા પુણાગામ ખાતે રેહતા પરિક્ષિત વસાણીના હાથમાંથી મોંઘોદાટ મોબાઈલ લુંટી બાઈકરો ભાગી છુટ્યા હતાં. જ્યારે વરાછા ત્રિકમનગર શહિદ વીર ભગતસિંહ ગાર્ડન પાસેથી પસાર થતા કામરેજ ખાતે રહેતા રવી રાઠોડના હાથમાંથી પણ બાઈકરો મોંઘોદાટ મોબાઈલ લુંટી ભાગી છુટ્યા હતાં. હાલ તો બનાવને લઈ વરાછા પોલીસે મોબાઈલ સ્નેચીંગની ફરિયાદો લઈ વધુ તપાસ હાથ ધરી છે.

ડો.શ્રી નાના સાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાન

 

મુ.પો. રેવદંડા, તા. અલિબાગ, જી. રાયગડ, મહારાષ્ટ્ર દ્વરા

ડો. શ્રી નાનાસાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાનના સૌજન્યથી “મહારાષ્ટ્રભૂષણ” આદર્નિય તિથસ્વરૂપ .ડો. શ્રી નાનાસાહેબ ધર્માધિકારી તેઓશ્રીના જન્મ શતાબ્દી નિમિત્તે મહાસ્વચ્છતાનું આયોજન તથા સ્વચ્છતા મોહીમ “સ્વચ્છ ભારત અભિયાન” મહારાષ્ટ્ર રાજ્યના મહામહિમ રાજ્યપાલ દ્વારા સ્વચ્છતા દૂતની નિમણૂક કરવામાં આવેલ હતી . ને ડો.શ્રી નાનાસાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાનના અધ્યક્ષ “મહારાષ્ટ્રભૂષણ” તથા “પદ્મશ્રી પુરસ્કાર” સન્માનિત .આદર્નિય તિથસ્વરૂપ ડો.શ્રી આપ્પાસાહેબ ધર્માધિકારી અને આદર્નિય તિથસ્વરૂપ ડો.શ્રી સચિનદાદા ધર્માધિકારી તેઓના માર્ગદર્શન હેઠળ મહાસ્વચ્છતા અભિયાનનું આયોજન તા. ૦૧/૦૩/૨૦૨૩ બુધવારના રોજ સવારે ૦૭:૦૦ કલાકે નવસારી કૃષિ યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટર્સ તથા અઠવાગેટ પોલીસ કોલોની, અઠવાલાઇન્સ, ચોપાટી રોડ, સુરત ખાતે રાખવામાં આવેલ હતુ જેમાં ડો.શ્રી નાનાસાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાનના આશરે ૬૦૦ શ્રીસદસ્યો તેમજ યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટર્સ તથા પોલીસ કોલોનીના સભ્યો પણ સામેલ હતા અને સુરત મહાનગર પાલિકાના અધિકારીશ્રી તથા અઠવાઝોન સ્ટાફના સાથ સહકાર સાથે . આ મહા સ્વચ્છતા અભિયાન આશરે ૫ હેક્ટરના પરિસરમાં કરવામાં આવેલ હતુ આ દરમિયાન ૮૦ ટન અંદાજે કચરાની સફાઈ કરી તેને યોગ્ય રીતે નિકાલ કરી મહાસ્વચ્છતા અભિયાન સફળતાપૂર્વક કરવામા આવ્યુ હતુ

દેશભરમાં વાતાવરણમાં આવી રહેલા પલ્ટા વચ્ચે આગામી 4 થી 8 માર્ચ દરમિયાન માવઠુ પડવાની શક્યતા

 

દેશભરમાં વાતાવરણમાં આવી રહેલા પલ્ટા વચ્ચે આગામી 4 થી 8 માર્ચ દરમિયાન માવઠુ પડવાની આગામી હવામાન વિભાગે કરતા ખેડૂતોમાં ડર જોવા મળી રહ્યો છે. કેરી અને ઘઉ તથા કપાસના પાકને અસર થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.

દેશભરમાં આજકાલ વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. કેટલાંક સ્થળોએ કાળઝાળ ગરમી પડી રહી છે તો કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા જારી કરાઈ છે. ત્યારે ગુજરાત રાજ્યમાં તારીખ 4થી 8 માર્ચ સુધી માવઠું પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ છે. જેના કારણે અન્નદાતાઓમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. ખાસ કરીને કેરી અને ઘું તથા કપાસના પાકને અસર થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે.

હાલમાં દક્ષિણ રાજ્યોમાં વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ વરસાદ પડી રહ્યો છે જેના પગલે બદલાયેલા વાતાવરણથી રાજસ્થાન અને બિહારમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન જોવા મળતા ગુજરાતમાં પણ માવઠાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.

બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી સાત લાખની ખંડણી માંગવાના કેસમાં આખરે ઝેહરા સાયકલવાલાની ધપરકડ

 

સુરત. તમારું બાંધકામ ગેરકાયદે છે એમ જણાવી બાંધકામ નહીં તોડવવાના બદલે વ્યાપારી પાસેથી સાત લાખ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં આરોપી એવી કહેવાતી સમાજ સેવી ઝેહરા સાયકલવાલાની મહિધરપુરા પોલીસે ધરપકડ થયા બાદ જામીન પર છુટકારો થયો છે.

આ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પાર્લેપોઈન્ટ સ્થિત પાર્લે પોઇન્ટ પેલેસ નિવાસી વ્યાપારી વાહેદભાઈ કાચવાલા ની ઝાંપા બજાર સૈફી મોહલ્લા ખાતે આવેલી જમીન પર તેઓ અને તેમના મિત્ર દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હતું. આ બાંધકામ દરમિયાન થોડી જગ્યા વધુ કવર કરવામાં આવી હોવાથી પોતાને સમાજસેવી ગણાવતી ઝેહરા સાયકલવાલા આ બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી હતી અને જો બાંધકામ બચાવવું હોય તો સાત લાખ રૂપિયા આપવા પડશે એમ કહી પહેલા 51 હજાર રૂપિયા ટોકન તરીકે પડાવી લીધા હતા અને ત્યારબાદ પોતાના બે સાગરીતો સાથે મળી ડરાવી ધમકાવી સાત લાખ રૂપિયાની ખંડણી માંગણી ચાલુ રાખતા આખરે વાહેદભાઈ દ્વારા ઝેહરા સાયકલવાલા સહિત ત્રણ આરોપીઓ વિરૂદ્ધ અરજી આપી હતી અને અરજીના આધારે મહિધરપુરા પોલીસે ખંડણીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન 13 ફેબ્રુઆરીના રોજ પોલિસે આરોપી ઝેહરા સાયકલવાલાની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આરોપીનો જામીન પર છુટકારો થયો હતો.

દેશભરમાં આજે 74માં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

 

અઠવા ગેટ સ્થિત વનિતા વિશ્રામ શિક્ષા સંકુલ ખાતે પણ ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વનિતા વિશ્રામ પરિસરમાં આવેલા બાજી ગૌરી ઓપન એર થિયેટર ખાતે યોજાયેલ પ્રજાસત્તાક પર્વ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે વનિતા વિશ્રામ ના ચેરમેન કૃપલાણી દેસાઈ, વાઈસ ચેરમેન પ્રવીણ વોરા, સેક્રેટરી મનહર દેસાઈ અને પૂર્વ કુલપતિ ડૉ.દક્ષેશ ઠાકર હજાર રહ્યા હતા. આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને એનસીસી કેડેટ્સ દ્વારા પરેડ કરવામાં આવી હતી અને રાષ્ટ્રધ્વજને સલામી અપાઇ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ડાન્સ, લોકનૃત્ય અને નાટક વગેરે રજૂ કરી વિદ્યાર્થીઓએ સૌને મનોરંજન પુરૂ પાડ્યું હતું. આભાર વિધિ સાથે સમારોહનું સમાપન થયું હતું.

ઝોડિયાકના ‘વન્સ ઇન અ યર સેલ’ માટે વીઆઇપી એક્સેસ મેળવો

 

ભારતમાં પુરુષો માટે ઉત્કૃષ્ટ ક્લોથિંગ બ્રાન્ડ ઝોડિયાક ક્લોથિંગ કંપની લિમિટેડ (ઝેડસીસીએલ)એ ગુણવત્તા અને ડિઝાઇન બાબતે વિશિષ્ટ ઓળખ અને પ્રતિષ્ઠા હાંસલ કરી છે.

આ બ્રાન્ડ તેના ‘વન્સ ઇન અ યર’ સેલ માટે જાણીતી છે અને તે પણ ખૂબજ મર્યાદિત સમયગાળા માટે. હકીકતમાં બ્રાન્ડને ખૂબજ પસંદ કરતાં ગ્રાહકો માટે ઝોડિયાક એન્યુઅલ સેલની આતુરતાથી રાહ જોવાય છે.

આ વર્ષે ઝોડિયાક તેના ગ્રાહકોને વાર્ષિક સેલ માટે વીઆઇપી એક્સેસ ઓફર કરી રહ્યું છે. દરેક માટે સેલ શરૂ થાય તે પહેલાં https://bit.ly/ZodiacVIPAccess  ઉપર નોંધણી કરાવનાર પ્રત્યેક ગ્રાહક એક દિવસ પહેલાં સેલની એક્સેસ મેળવશે. તેનો મતલબ પ્રોડક્ટ્સ સમાપ્ત થતાં પહેલાં વ્યક્તિ તેને વહેલા ખરીદી કરવાનો લાભ મેળવી શકશે. આ સેલ સમગ્ર ભારતમાં કંપની દ્વારા સંચાલિત 100થી વધુ સ્ટોર્સ ઉપર તબક્કાવાર રીતે યોજાશે.

ઝોડિયાક સ્ટોર પાસે ત્રણ પ્રીમિયમ મેન્સવેર બ્રાન્ડ છે, જે ગ્રાહકની વિશિષ્ટ જરૂરિયાતોને પૂર્ણ કરે છે. ક્લાસિક થતાં કન્ટેમ્પરરી મેલ્સ કોર્પોરેટ વોડ્રોબ માટે ઝોડિયાક, ટ્રેન્ડી માટે ઝોડ ક્લબ વેર, કેઝ્યુઅલ વેર માટે ઝેડ3 રિલેક્સ્ડ લક્ઝરી તેમાં સામેલ છે.

વીઆઇપી એક્સેસ માટે નોંધણી કરાવ્યાં બાદ આમંત્રણનો એક મેસેજ તથા સેલની તારીખ ગ્રાહકને અગાઉથી મોકલી આપવામાં આવશે.

ઝેડસીસીએલ વિશેઃ

ઝોડિયાક ક્લોથિંગ કંપની લિમિટેડ (ઝેડસીસીએલ)એ વર્ટિકલી ઈન્ટીગ્રેટેડ, ટ્રાન્સ-નેશનલ છે, જે ડિઝાઈન, ઉત્પાદન, વિતરણથી લઈને રિટેઇલ વેચાણ સુધીની સમગ્ર ક્લોથિંગ ચેઇનને નિયંત્રિત કરે છે. ભારતમાં ઉત્પાદન આધાર તથા સમગ્ર ભારત, યુકે, જર્મની અને યુએસએમાં સેલ્સ ઓફિસ સાથે ઝેડસીસીએલ પાસે લગભગ 2500 કર્મચારીઓ ધરાવે છે. કંપનીનો મુંબઈ કોર્પોરેટ ઓફિસમાં 5000 ચોરસ ફૂટનો ઈટાલિયન પ્રેરિત ડિઝાઈન સ્ટુડિયો કાર્યરત છે, જે એલઇઇડી ગોલ્ડ પ્રમાણિત બિલ્ડિંગ છે. સમગ્ર ભારતમાં 100 થી વધુ કંપની સંચાલિત સ્ટોર્સ, 1200 મલ્ટિ-બ્રાન્ડ રિટેલર્સ અને www.zodiaconline.com   દ્વારા પ્રીમિયમ ભાવે બ્રાન્ડનું છૂટક વેચાણ થાય છે.

સિક્કિમમાં શહીદ થયેલાં સેનાના 16 જવાનોના પરિવારોને પૂજ્ય મોરારી બાપૂએ રૂ. 25-25 હજારની આર્થિક સહાય જાહેર કરી

 

થોડાં દિવસ પહેલાં ઉત્તરી સિક્કિમમાં જેમામાં સેનાના એક ટ્રક તીવ્ર વળાંક ઉપર આગળ વધતી વખતે ખાઇમાં પડીને દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. આ ઘટનામાં ભારતીય સેનાના 16 જવાનો શહીદ થયાં હતાં. ભારતના વીર સપૂતોને વિનમ્ર શ્રદ્ધાંજલી પાઠવા પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે તેમની વ્યાસપીઠ ઉપરથી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ 16 જવાનોના પરિવારોને રૂ. 25-25 હજારની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી.
પૂજ્ય બાપૂએ જણાવ્યું હતું કે, માં ભારતનીની સેવા કરતાં આપણા વીર જવાનોના જીવન ખૂબજ અમૂલ્ય છે અને તેને નાણાકીય સહાયથી ભરપાઇ કરવું અશક્ય છે. તેમ છતાં તેમના પરિવારજનો પ્રત્યે લાગણી વ્યક્ત કરતાં આર્થિક સહાય જાહેર કરાઇ છે.

ટી રેક્સ દ ટોય લેન્ડ બ્રાન્ડના રમકડાંનો શોરૂમ હવે અમદાવાદમાં

 

અમદાવાદ: બ્રાન્ડેડ રમકડાંના શોખીનો માટે હવે અમદાવાદમાં જ ઘર આંગણે બ્રાન્ડેડ રમકડાંઓની વિશાળ શ્રેણીઓ ધરાવતો ટી રેક્સ દ ટોય લેન્ડ શોરૂમ નો આરંભ થયો છે.
બોડકદેવ ખાતે જજીસ બંગલા રોડ પર કદમ કોમ્પલેક્ષ માં આજરોજ શોરૂમ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ટી રેક્સ નું હેડ ક્વાટર સુરત ખાતે આવેલું છે. શોરૂમની શાખાઓ વાપી અને વડોદરા બાદ હવે અમદાવાદમાં શરૂ થઈ છે. ટી રેક્સ શોરૂમ માં દરેક મુખ્ય બ્રાન્ડના રમકડાં ઉપલબ્ધ છે.
ટી રેક્સ ની સંસ્થાપક સ્નેહા મકવાણા એ જણાવ્યું હતું કે શોરૂમ માં મટેલ, હેસબ્રો, ફન સ્કૂલ, સિંબા, મિરાડા જેવી પ્રખ્યાત બ્રાન્ડના રમકડાંઓની વિશાળ શ્રેણીઓ ઉપલબ્ધ છે. આ રમકડાં ઓમા એજ્યુકેશનલ, કાર એન્ડ કલેકટ બોક્સ, ગન એન્ડ ટાર્ગેટ, ડોલ એન્ડ ડોલ હાઉસ, સ્પોર્ટ્સ, પઝલ અને ક્યૂબ જેવી કેટેગરી સામેલ છે. અમદાવાદની ફ્રેંચાઇજી ના પાર્ટનર મેઘા ખામરે જણાવ્યુ હતું કે કંપની તરફથી જે રમકડાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે તે વિખ્યાત બ્રાન્ડના છે, જે ગ્રાહકોને ખુબજ પસંદ પડશે.

ગ્રીનમેન વિરલ દેસાઈને રાષ્ટ્રપતિના હાથે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત થયો

 

સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈને દેશમાં ઊર્જા સંરક્ષણના ક્ષેત્રમાં સર્વોચ્ચ ગણાતો નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત થયો છે. ઊર્જા મંત્રાલય દ્વારા એનાયત થતો આ પ્રતિષ્ઠિત એવોર્ડ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે તેમને દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે એનાયત કરવામાં આવ્યો હતો.

આ રાષ્ટ્રીય સન્માન દેશના વિવિધ ક્ષેત્રોમાં ઊર્જા સંરક્ષણ માટે કાર્યરત લોકો અને સંસ્થાઓને એનાયત થાય છે, જેમાં દેશભરમાંથી ટેક્સટાઇલ્સ ક્ષેત્રમાંથી વિરલ દેસાઈની કંપની ઝેનિટેક્સને પ્રથમ સ્થાન મળ્યું છે, જેને લઈને સુરત તેમજ ગુજરાતભરના ટેક્સટાઇલ્સ ક્ષેત્રોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.

આ સંદર્ભે વિરલ દેસાઈએ કહ્યું હતું, ‘અમારા પ્રયત્નો અને ઈનિશિયેટિવ્સની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ અને ટેક્સટાઈલ્સ ક્ષેત્રે અમને ફરી એકવાર પ્રથમ સ્થાન મળ્યું એને માત્ર અમારું જ નહીં પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ કહી શકાય. આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યશસ્વી આગેવાનીમાં ગુજરાતે સૌથી પહેલા રિન્યુએબલ એનર્જી અને ઉર્જા સંરક્ષણની દિશામાં નક્કર શરૂઆત કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘આવનારા વર્ષોમાં ભારત ઊર્જા સંરક્ષણ અને ક્લાયમેટ ચેન્જની દિશામાં વિશ્વ આખા માટે એક આદર્શ બનવાનું છે. ત્યારે અમૃત કાળના આ યુગમાં આપણને આ મહાયજ્ઞમાં યોગદાન આપવાની તક મળી રહી છે એ અત્યંત આનંદની વાત છે.’

ઉલ્લેખનીય છે કે પર્યાવરણ અને ઊર્જા સંરક્ષણના ક્ષેત્રમાં પ્રશંસનીય કાર્ય કરવા બદલ વિરલ દેસાઈને આ પહેલા પણ ચાર વાર એનર્જી કન્ઝર્વેશનનું સન્માન પ્રાપ્ત થયું છે, જેમાં ત્રણવાર તેઓ દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યા હતા. તો અનેક આંતરરાષ્ટ્રીય મંચોએ પણ તેમને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સન્માનોથી સન્માનિત કર્યા છે. તેમના દ્વારા શરૂ કરવામાં આવેલી ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ’ મુહિમને રાષ્ટ્રીય સ્તરે અત્યંત પ્રતિસાદ સાંપડયો છે.