હઝીરા – સુરત, મે 14, 2026: વિશ્વની અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેનું સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ હઝીરા સ્થિત તેની પાઇપ મિલ ખાતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીએ સબમર્જ આર્ક વેલ્ડીંગ (SAW) ટેક્નોલોજી દ્વારા EQ70 અલ્ટ્રા-હાઇ-સ્ટ્રેન્થ વેલ્ડેડ પાઇપ્સનું સફળ ઉત્પાદન કર્યું છે, જે પાઇપ ઉત્પાદન ક્ષેત્રમાં વિશ્વસ્તરે પ્રથમ સિદ્ધિ માનવામાં આવે છે. આ પાઇપ્સને અમેરિકન બ્યુરો ઓફ શિપિંગ (ABS) દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા છે, જે ઓફશોર એપ્લિકેશન્સ માટેના કડક આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ છે. AM/NS India હાલ ભારતમાં એકમાત્ર કંપની છે જે આ ગુણવત્તા સભર પાઈપ્સનું મેન્યુફેક્ચરિંગ કરી રહી છે. આ પાઈપ્સનો ઉપયોગ તેલ અને ગેસ ઉદ્યોગમાં લાંબા અંતરના પાઈપલાઈન ટ્રાન્સપોર્ટેશન માટે થાય છે. આ પાઈપ ખૂબ જ હાઈ-સ્ટ્રેન્થ, પ્રેશર-રેઝિસ્ટન્ટ અને કાટપ્રતિરોધક હોવાથી તે ઓનશોર અને ઓફશોર બંને પ્રકારની પાઈપલાઈન માટે યોગ્ય છે.
આ સિદ્ધિ ઓફશોર એન્જિનિયરિંગ ક્ષેત્રમાં એક નવો વૈશ્વિક માપદંડ સ્થાપિત કરે છે અને ભારત સરકારની “Make in India” પહેલને મજબૂત સમર્થન આપે છે. સાથે જ યુરોપથી સરળ રીતે આયાત થતી પાઇપ્સ પરની નિર્ભરતા ઘટાડવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે.

