વાદ, 05 જૂન 2026 : ભારતનું અગ્રણી ઘરેલુ કાફે અને ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (QSR) બ્રાન્ડ્સમાં સામેલ, Ajay’s Café ને “પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ્સ 2026” માં “લીડિંગ કાફે ચેઇન ઓફ ધ યર’ એવોર્ડ” થી સન્માનિત કરાયું.
આ એવોર્ડ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા 30 મેના રોજ અમદાવાદના હયાત રિજન્સી ખાતે યોજાયેલા એક ભવ્ય સમારોહમાં એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં Ajay’s Café ના ઉદ્યોગસાહસિકતા, રોજગાર સર્જન અને ઓર્ગેનાઇઝ્ડ કાફે ઉદ્યોગના વિકાસમાં યોગદાનને માન્યતા આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, અજય સોલંકી અને જયદીપ સોલંકી ભાઈઓ દ્વારા સ્થાપિત, Ajay’s Café નવસારીમાં એક જ આઉટલેટથી આજે 58 શહેરોમાં 265 થી વધુ આઉટલેટ્સના નેટવર્કમાં વિકસ્યું છે. હવે તે ભારતના સૌથી ઝડપથી વિકસતા કાફે અને QSR બ્રાન્ડ્સમાંના એક તરીકે ઉભરી આવ્યું છે. આ ઓળખ અને માન્યતા કંપનીની વિકાસ યાત્રામાં એક માઇલસ્ટોન છે, જે એક ફ્રેન્ચાઇઝ-આધારિત મોડેલ પર બનાવવામાં આવી છે, જેનું ફોકસ મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકો માટે નવી તકો ઊભી કરવા પર કેન્દ્રિત છે.
આ એવોર્ડ પ્રાપ્ત કરતા, Ajay’s Café ના સંસ્થાપક અને ડિરેક્ટર અજય સોલંકીએ કહ્યું હતું કે, “એવોર્ડ એ બાબતની ઓળખ આપે છે કે, શું પ્રાપ્ત થયું છે, જ્યારે જવાબદારી આગળ શું કરવાનું છે, તે બાબતની સભાનતા કેળવે છે. આ સન્માન અમારી અત્યાર સુધીની સફરને એક ઓળખ આપે છે. આની સાથે જ, તે મોટા સ્વપ્ન જોવા, વધુ ઉમદા કાર્ય કરવા અને મોટી અસર ઉભી કરવાની અમારી પ્રતિબદ્ધતાને પણ મજબૂત બનાવે છે. અમે આ સન્માનને કૃતજ્ઞતા અને અમારા ભવિષ્યના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે નવા નિશ્ચય સાથે સહર્ષ સ્વીકારીએ છીએ.”
