‘આપ’ના કાર્યકર્તાઓએ અમદાવાદ, જામનગર અને વડોદરામાં પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને ફૂડ વિતરણ કર્યું.

AAP workers visited flood affected areas in Ahmedabad, Jamnagar and Vadodara and distributed food.
Spread the love

અતિભયંકર વરસાદથી પીડિત હજારો લોકોને ફૂડ પેકેટો વિતરણ કરવામાં આવ્યું: ‘આપ’

પુરગ્રસ્ત વિસ્તારમાં તંત્ર કે સરકારની મદદ પહોંચી નથી અને લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે : રાકેશ હીરપરા

અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી તથા અસરગ્રસ્તોને મળ્યા. ‘આપ’નો એક એક કાર્યકર્તા આ મુશ્કેલ પરિસ્થિતિમાં લોકોની સાથે છે: મનોજભાઈ સોરઠીયા

છેલ્લા ઘણા દિવસથી સમગ્ર ગુજરાતમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ઘણા જિલ્લાઓમાં વરસાદ ચાલુ જ છે. પ્રી મોન્સૂન કામગીરીના નામે સરકારના લોકો મોટી મોટી બેઠકો કરે છે અને લાખો કરોડો રૂપિયા ફાળવે છે પરંતુ ચોમાસામાં પ્રી મોનસુનની બેઠકોની બધી હકીકત લોકો સામે આવી જાય છે. ધોધમાર વરસાદ અને સરકારની બેદરકારીને કારણે આજે રાજ્યના અનેક વિસ્તારમાં ભયંકર પુરનું નિર્માણ થયું છે. આ પૂરની પરિસ્થિતિમાં લોકોને મદદ કરવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાનાં માર્ગદર્શન હેઠળ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વડોદરામાં ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું. મનોજભાઈ સોરઠીયાનાં માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર વિસ્તારમાં અતિભયંકર વરસાદથી પીડિત આશરે 2000 લોકોને ફૂડ પેકેટો વિતરણ કરવામાં આવ્યું.

આ કુદરતી આપદામાં આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી શ્રી રાકેશ હિરપરા, SMC પૂર્વ વિપક્ષ નેતા શ્રી ધર્મેશ ભંડેરી, વડોદરા શહેર પ્રમુખ શ્રી અશોકભાઈ ઓઝાની આગેવાનીમાં વડોદરા શહેરની ‘આપ’ ટીમે પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડપેકેટ વિતરણ અને જંતુનાશક દવાઓના છંટકાવનું કાર્ય કર્યું. તમામ વડોદરા શહેર સંગઠનના કાર્યકરો વરસાદથી પ્રભાવિત થયેલા અલગ અલગ વોર્ડમાં નીચાણ વાળા વિસ્તારો, કાંઠાવાળા વિસ્તારો તેમજ પાણીમાં ગરકાવ થયેલા વિસ્તારોની મુલાકાત લઈ જરૂરિયાતમંદોને ઘરે ઘરે જઈ ગરમા ગરમ ભોજન આપવામાં આવ્યું તેમજ યોગ્ય સહાય કરવામાં આવી.

આ પ્રસંગે ‘આપ’ પ્રદેશ મહામંત્રી રાકેશભાઈ હીરપરાએ જણાવ્યું હતું કે, પુરગ્રસ્ત વિસ્તારમાં તંત્ર કે સરકારની મદદ પહોંચી નથી અને લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સતત પડી રહેલા ધોધમાર વરસાદના કારણે લોકો પોતાની ઘરવખરીનો સામાન પણ બચાવી શક્યા ન હતા. સાથે સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ખેતીનું પણ નુકસાન થયું છે અને હજુ પણ સરકાર કે તંત્ર તરફથી જોઈએ એવી કોઈ પણ મદદ મળી નથી.

પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, અમારી માગણી છે કે સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને લોકોને સહાય આપે. કારણ કે હાલ લોકોને પારાવાર નુકસાની થઈ છે. આશા રાખીએ છીએ કે આ મુશ્કેલ પરિસ્થિતિમાં તંત્ર ઝડપી કામગીરી કરશે અને લોકોને રાહત અપાવશે.