સુરતના ડિંડોલી વિસ્તારમાં ચોથા માળે આવેલી હોટલમાંથી રહસ્યમય રીતે નીચે પટકાતા યુવકનું મો*ત નિપજ્યું હતું.

A young man died after mysteriously falling from the fourth floor of a hotel in Dindoli area of ​​Surat.
Spread the love

અજાણ્યા તરીકે આ યુવક નું મોત થયું હતું. પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસ તેના પરિવારજનો સુધી પહોંચતા જે હકીકત સામે આવી તે જાણીને પોલીસ પણ ચોકી ગઈ હતી. પુણેના સાડીના વેપારીનું સુરતના ચાર ટેક્સટાઇલના વેપારીઓ અપહરણ કરી લાવ્યા હતા અને ત્યારબાદ આ હોટલમાં ગોંધી રાખ્યો હતો. આ સાથે જ 40 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી રહી હતી. જેથી કંટાળીને સાડીના વેપારીએ હોટલના બાથરૂમ ના રૂમ ની બારીમાંથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી માં પણ કેદ થઈ ગઈ હતી. હાલ અસાડીના વેપારીની પત્નીની ફરિયાદના આધારે ડીંડોલી પોલીસે ટેક્સટાઇલના ચાર વેપારીઓ વિરુદ્ધ દુષપ્રેરણાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાનનો 35 વર્ષીય રાકેશ પાંચારામ ચૌધરી મહારાષ્ટ્રના પુણે ખાતે પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતા પત્ની અને એક છ વર્ષની દીકરી છે. રાકેશ પદ્માવતી કલેક્શનના નામથી કાપડની દુકાન ધરાવતો હતો અને સાડીનો વેપારી હતો. રાકેશ નો વેપાર ધંધો સુરત કર્ણાટક આ તમામ જગ્યાઓ પર હતો. વેપાર ધંધા ને લઈને તે કર્ણાટક સુરત તમિલનાડુ સહિતની જગ્યાઓ પર તે આવતો જતો રહેતો હતો.

ગત 6 ઓગસ્ટના રોજ રાકેશ પુણે થી તમિલનાડુના મદુરાઈ જવા ખાતે ઘરેથી નીકળ્યો હતો. એરપોર્ટ પર તેની ફ્લાઈટ હોવાથી સવારે 11:30 વાગે ઘરે થી એરપોર્ટ જવા રવાના થયો હતો. ત્યારબાદ સાંજે સાડા પાંચ વાગ્યે રાખે છે તેની પત્નીને જાણ કરી હતી કે સુશીલ જોશી, હરીશ, ગૌતમ અને જયેશ એરપોર્ટ જતા સમયે રસ્તામાં મળી ગયા હતા. ત્યારબાદ આ ચારે જબરદસ્તી મને સુરત લઈને જઈ રહ્યા છે. જેથી મધુરાઈ જવાનું કેન્સલ કરી દીધું છે.

એક કલાક બાદ રાખે છે પત્નીને કોલ કરીને જણાવ્યું હતું કે તેઓ મુંબઈ પહોંચી ગયા છે. ત્યારબાદ પત્નીએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે રાકેશ નો કોલ લાગ્યો ન હતો. બીજા દિવસે એટલે કે 7 ઓગસ્ટના રોજ સવારે 8:30 વાગ્યે રાકેશને પત્નીએ કોલ કરતા જણાવ્યું હતું કે હું ઠીક છું અને સુરત પહોંચી ગયો છું. ત્યારબાદ બપોરના ત્રણ વાગ્યા પછી પત્નીને કોલ કરીને જણાવ્યું હતું કે આ ચારેય લોકો મારી પાસે 40 લાખ રૂપિયા માંગે છે તેઓને 40 લાખ રૂપિયા આપવા પડશે તું ગમે તેમ કરીને 40 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી સુરત આપી જા.

રાકેશ ડરામણા આવાજે પત્ની સાથે ફોન પર વાત કરતો હતો ત્યારબાદ એક કલાક પછી પત્નીએ રાકેશને કોલ કરી ને પૂછ્યું હતું કે કઈ વાતના 40 લાખ એક દિવસમાં હું 40 લાખ ક્યાંથી લાવું. તમારી પાસે 40 લાખ રૂપિયા કોણ માગે છે તેની સાથે વાત કરાવવાનું કહેતા જ ચાલુ ફોને હરીશ નામના વ્યક્તિ સાથે વાત કરી હતી. હરીશે જણાવ્યું હતું કે બેન ચાલીસ લાખ રૂપિયા તો ગમે તેમ કરીને આપવા જ પડશે જેથી સામે રાકેશની પત્નીએ જણાવ્યું હતું કે શેની મેટર છે શેના 40 લાખ તો હરીશે જણાવ્યું હતું કે 40 લાખ તો આપવા જ પડશે.

હરીશે ધમકીના રૂપમાં વાત કરતા રાકેશ ની પત્નીએ પૂજાએ કહ્યું હતું કે તમે ધરાવી ધમકાવીને કેવી રીતે ચાલીસ લાખ રૂપિયા માગી શકો તેવો મરી જશે તો 40 લાખ રૂપિયા ક્યાંથી આપશે. જેથી હરી છે કહ્યું હતું કે રાકેશને અમે કાંઈ નહીં કરીએ તેને બે ટાઈમ ખવડાવી પીવડાવીએ છીએ પરંતુ 40 લાખ રૂપિયા આપવા જ પડશે. જેથી પૂજા એ કહ્યું હતું કે થોડો સમય આપો. ત્યારબાદ ફોન કટ કરી નાખ્યો હતો.

7 ઓગસ્ટના રોજ રાત્રે 8:30 વાગ્યે પત્નીએ રાકેશને ફોન કરી જણાવ્યું હતું કે આ લોકોને તમે કહો કે થોડો સમય આપે 40 લાખ રૂપિયા જમીન મકાન વેચીશું તો પણ નહીં આવે 40 લાખ રૂપિયા હું ક્યાંથી લાવું. જેથી રાખે છે જણાવ્યું હતું કે તું ગમે તે કર પણ આ લોકોને 40 લાખ રૂપિયા આપવા જ પડશે તેમ કહીને ફોન મૂકી દીધો હતો. 8 ઓગસ્ટના રોજ સવારે 10:00 વાગ્યા પછી રાખે છે પત્નીને ફોન કરીને જણાવ્યું હતું કે 40 લાખ રૂપિયાનું શું થયું? આ લોકો મારી પાસે જબરજસ્તી પૈસા માગે છે અને 40 લાખની વ્યવસ્થા ન થાય તો અડધા પૈસાની વ્યવસ્થા પણ પૈસા તો આપવા જ પડશે.

પતિ રાકેશ ટેન્શનમાં હતો અને આ રીતે વાત કર્યા બાદ ફોન કટ કરી નાખતો હતો જેથી પત્ની પણ ટેન્શનમાં આવી ગઈ હતી. દરમિયાન ફરી રાકેશ એ પત્નીને કોલ કરીને જણાવ્યું હતું કે હું ડીંડોલી પોલીસ સ્ટેશનની બહારથી બોલું છું આ લોકો મારું કંઈ સાંભળતા નથી અને મને પોલીસ સ્ટેશનની અંદર લઈ જાય છે. તેથી પત્નીએ કહ્યું હતું કે તમે તે લોકોને સમજાવો જેવો ધંધો ચાલુ થશે તેવા તેમના પૈસા આપણે આપી દઈશું. આ વાત થયા બાદ ફોન ફોન બંધ કરી દીધો હતો. અડધો કલાક બાદ ફરી રાકેશે પત્નીને કોલ કરીને કહ્યું હતું કે પૂજા અમારો છેલ્લો કોલ છે તું પૈસાની વ્યવસ્થા કરી શકતી હોય તો કરી લે.

પત્નીને રાકેશે છેલ્લો કોલ હોવાનું કહેતા જ ખૂબ જ ટેન્શનમાં આવી ગઈ હતી. પત્ની પૂજાએ અડધા અડધા કલાકે પતિ રાકેશ ને ફોન ઉપર ફોન કરવા છતાં પણ સ્વીચ ઓફ આવી રહ્યો હતો. ત્યારબાદ પત્નીને 9 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યા આસપાસ પોલીસ દ્વારા રાકેશ ના મોત અંગે જાણ કરવામાં આવી હતી. પતિના મોતની જાણ થતાં પત્ની પૂજા બેભાન થઈને ઢળી પડી હતી. ત્યારબાદ 10 ઓગસ્ટ ના રોજ પત્ની સંબંધીઓ સાથે સુરત ખાતે પહોંચી હતી.

સાત ઓગસ્ટ થી રાકેશને ડિંડોલી વિસ્તારમાં મધુરમ આર્કેડ ના ચોથા માળે આવેલી હોટલ ડીલાઈટ ઈન ના રૂમ નંબર 104 માં ગોંધી રાખવામાં આવ્યો હતો. સુશીલ જોશી હરીશ ગૌતમ અને જયેશ આ ચાર લોકોએ રાકેશને પુણેથી અપરણ કરી લાવીને અહીં હોટલમાં ગાંધી રાખી 40 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી રહી હતી. આ રૂપિયાની માગણી થી કંટાળીને રાકેશે આઠ ઓગસ્ટના રોજ સાંજે હોટલના રૂમના બાથરૂમની બારીમાંથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી.

રાકેશની પત્ની પૂજાએ આ ચારેય સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે. આ સાથે જ મૃતક રાકેશ ની પત્નીનું એટીએમ કાર્ડમાંથી 40,000 પણ ઉપાડી લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતક રાકેશ ની પત્નીના ફરિયાદના આધારે ડીંડોલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે રાકેશના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને એકની એક દીકરીએ પિતાની છત્રછાયા અને પરિવારે આધાર સ્તંભ ગુમાવ્યો છે.

યુવક ના મોત ની રહસ્યમય કહાની આવી સામે,
અપહરણ આત્મહત્યા વચ્ચેનો ભેદ
પુણે નો એક સાડી વેપારી
હોટલમાં બાથરૂમની બારીમાંથી કૂદકો