ઐતિહાસિક શિવ મહાપુરાણ કથાના ઉપલક્ષમાં ભવ્ય કળશ યાત્રા યોજાઈ

By on
In ધર્મ - સમાજ
Spread the love

ડીંડોલી મિલેનિયમ પાર્ક સ્થિત પંચદેવાલય મહાદેવ મંદિરથી નીકળી કથા સ્થળ વેદાંત સીટી ખરવાસા. સુધી યોજાયેલી ભવ્ય કળશ યાત્રામાં એક લાખ થી વધુ ભકતો જોડાયા

લેઝીમ ગ્રુપ, ભજન મંડળીઓ સહિત ડીજે અને બેન્ડ ગૃપોએ જમાવ્યું આકર્ષણ

સુરત. સુરતની ધરતી પર ખરવાસા ખાતેની વેદાંત સીટી ખાતે 16 થી 22 જાન્યુઆરી સુધી યોજાઈ રહેલી ભારતની સૌથી મોટી અને ઐતિહાસિક શિવ મહાપુરાણ કથાના ઉપલક્ષમાં આજરોજ ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથા આયોજક સુનિલ ભાઇ પાટીલ અને સમ્રાટ ભાઇ પાટીલ.. અને શ્રી સાંઈ લીલા ગ્રુપ દ્વારા આયોજિત ભવ્ય કળશ યાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને સમગ્ર માહોલ શિવમય જોવા મળ્યો હતો. આ દરમિયાન લેઝિમ ગ્રુપ, ભજન મંડળીઓ અને ડી જે તેમજ બેન્ડ ગ્રૂપોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.

આ અંગે આયોજક શ્રી સુનીલ ભાઇ પાટીલ અને સમ્રાટ ભાઇ પાટિલે જણાવ્યું હતું કે સુરત ખાતે ડિંડોલી પલસાણા રોડ પર ખરવાસા ખાતે આવેલ વેદાંત સીટી ખાતે આંતરરાષ્ટ્રીય સુપ્રસિદ્ધ કથા વાચક શ્રી પંડિત પ્રદીપ મિશ્રાજી( સિંહોર વાળા ) ના સાનિધ્યમાં ભૂતો ન ભવિષ્યતિ એવું ઐતિહાસિક શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. 16 થી 22 જાન્યુઆરી સુધી યોજાનાર આ શિવ મહાપુરાણ કથામાં આશરે 20 લાખથી વધુ ભક્તો ઉમટી પડશે. ત્યારે આ ભવ્ય આયોજનના અવસરે શ્રી સાંઈ લીલા ગ્રુપ દ્વારા આજરોજ ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે દસ વાગે ડિંડોલી મિલેનિયમ પાર્ક સ્થિત પંચદેવાલય મહાદેવ મંદિર ખાતેથી કળશ યાત્રાની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ ખરવાસા વેદાંત સીટી ખાતે કથા સ્થળ પર કળશ યાત્રાનું સમાપન થયું હતું. આ ભવ્ય કળશ યાત્રામાં લાખો ભક્તો સ્વયંભૂ જોડાયા હતા. એટલું જ નહી પણ શહેરના વિવિધ લેઝિમ ગ્રુપ, ભજન મંડળીઓ , ડી જે અને બેન્ડ ગ્રુપો જોડાયા હતા જેમને ભારે આકર્ષણ જમાવ્યું હતું. કથા સ્થળ ખાતે કળશ યાત્રાના સમાપન બાદ તમામ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે શ્રી સાંઈ લીલા ગ્રુપ દ્વારા 16 થી 22 જાન્યુઆરી સુધી ખરવાસા વેદાંત સીટી ખાતે આંતરરાષ્ટ્રીય કથા વાચક શ્રી પંડિત પ્રદીપ મિશ્રાજી મહારાજના સાનિધ્યમાં ઐતિહાસિક શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

  • 55 ફૂટની વિશાળ ત્રિશુલ અને 12 જ્યોતિર્લિંગના દર્શનનો ભક્તોને મળશે લાભ

શ્રી સુનીલ ભાઇ પાટીલ અને સમ્રાટ ભાઇ પાટીલે જણાવ્યું હતું કે શ્રી સાંઈ લીલા ગ્રુપ દ્વારા આયોજીત ઐતિહાસિક શિવ મહાપુરાણ કથામાં જ્યારે રોજ લાખો લોકો કથા શ્રાવણ માટે પધારવાના છે ત્યારે ભક્તોને એક જ સ્થળે 12 જ્યોતિર્લિંગના દર્શન થાય એવું આયોજન પણ કથા સ્થળે કરવામાં આવ્યું છે. કથા સ્થળ ખાતે આજરોજ 55 ફૂટ ની વિશાળ ત્રિશુલનું અનાવરણ કરવામાં આવ્યું હતું જ્યારે અહીં 12 જ્યોતિર્લિંગ નું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું