પ્રતિભાશાળી વિદ્યાર્થિની આરવી અગ્રવાલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદ્દ હસ્તે ગોલ્ડ મેડલ અને બે પારિતોષિકો એનાયત
સુરત,બુધવાર : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 59મા પદવીદાન સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલો, પદવીઓ અને પારિતોષિક અર્પણ કરી શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. આ અવસરે બેચલર ઓફ આર્ટ્સ (બી.એ.) ની ડિગ્રીમાં અર્થશાસ્ત્ર વિષય સાથે સમગ્ર દક્ષિણ ગુજરાત ઝોનમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરનાર સુરતની પ્રતિભાશાળી વિદ્યાર્થિની આરવી સુરેન્દ્ર અગ્રવાલને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના વરદ્દ હસ્તે સુવર્ણ પદક અને બે પારિતોષિકો એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી.

