સુરત. જ્વેલરી ઉદ્યોગના બે નવા નામ 3 C’s & Company – લક્ઝરી લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરી અને Elite Jewels – નેચરલ ડાયમંડ એન્ડ પોલ્કી જ્વેલરીનું સુરત શહેરમાં ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બંને શોરૂમનું ઉદ્ઘાટન ન્યુ સિટી લાઈટ રોડ પર રૂંગટા એસ્ટેલા (G-27, G-28) ખાતે બોલીવુડ અભિનેત્રી અને 3 C’s & Co. ની બ્રાન્ડ એમ્બેસેડર ઇશિતા રાજની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
આ પ્રસંગે 800થી વધુ વિશિષ્ટ મહેમાનો, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, સુરતના અગ્રણી જ્વેલર્સ અને ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સુરતની પરંપરાગત કારીગરી અને આધુનિક લક્ઝરી જ્વેલરી ડિઝાઇનનો અદભૂત સંગમ જોવા મળ્યો.
બંને શોરૂમમાં નેચરલ ડાયમંડ, લેબ ગ્રોન ડાયમંડ અને પોલ્કી જ્વેલરીનો આકર્ષક તથા અનોખું કલેકશન રજૂ કરવામાં આવ્યું હતું. કંપનીના જણાવ્યા અનુસાર અહીં ઉપલબ્ધ લેબ ગ્રોન ડાયમંડ કલેકશન ઉચ્ચ ગુણવત્તાવાળું છે, જે ભારત ખાસ કરીને સુરતમાં નિર્મિત છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઈન ઈન્ડિયા’ વિઝનને સાકાર કરે છે. 400થી વધુ ડિઝાઇનર પીસ ધરાવતું આ કલેકશન પરંપરાગત અને આધુનિક શૈલીનું સુંદર સંમિશ્રણ રજૂ કરે છે.
કંપની ડિરેક્ટર પ્રિયંક ગુરનાની એ જણાવ્યું હતું કે અમે છેલ્લા 15 વર્ષથી જ્વેલરી ઉદ્યોગ સાથે જોડાયેલા છીએ. અમને ગર્વ છે કે સુરત જેવા વૈશ્વિક ડાયમંડ હબમાંથી એવી બ્રાન્ડની શરૂઆત કરી રહ્યા છીએ જે ભારતીય કારીગરી, નવીનતા અને આંતરરાષ્ટ્રીય શૈલીનું પ્રતિનિધિત્વ કરે છે. ભવિષ્યમાં અમારું લક્ષ્ય ગુજરાત, ભારતના વિવિધ શહેરો અને વિદેશોમાં પણ 3 C’s & Co. Luxury Jewelleryના લક્ઝરી શોરૂમ ખોલવાનું છે.”
કંપની ડિરેક્ટર રચિત પોદ્દારે જણાવ્યું હતું કે અમારું ઉદ્દેશ ગ્રાહકોને માત્ર જ્વેલરી નહીં પરંતુ એક લક્ઝરી અનુભવ આપવાનું છે. દરેક ડિઝાઇન એક વાર્તા કહે છે અને દરેક કલેકશન એક ભાવના વ્યક્ત કરે છે. લેબ ગ્રોન ડાયમંડ પર્યાવરણમિત્ર, ટકાઉ અને આવનારી પેઢી માટે વધુ ઉત્તમ વિકલ્પ છે. અમે ભારતને આ દિશામાં નવી ઓળખ અપાવવાની પ્રતિબદ્ધતા ધરાવીએ છીએ.
આ પ્રસંગે અભિનેત્રી ઇશિતા રાજે જણાવ્યું હતું કે સુરત મહેનતી અને સર્જનાત્મક લોકોનું શહેર છે. અહીંની જ્વેલરીની ફિનિશિંગ અને કલા ખરેખર અદ્ભુત છે. આ શહેરમાં આટલું સુંદર લક્ઝરી બ્રાન્ડ લોન્ચ થવું એ ગર્વની બાબત છે.
ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત મહેમાનો અને જ્વેલરી ઉદ્યોગના પ્રતિનિધિઓએ નવા કલેકશનની પ્રશંસા કરતા જણાવ્યું કે સુરતમાં આંતરરાષ્ટ્રીય સ્તરના લક્ઝરી જ્વેલરી બ્રાન્ડ્સના આગમનથી શહેરની પ્રતિષ્ઠા વધુ ઊંચી જશે.